Main Menu

તબીબને બ્લેકમેલ કરી નાણાં ખંખેરાવતી ટોળકીનો પર્દાફાશ

ભાવનગર જિલ્લાનાં સણોસરા પંથકમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત તબીબને વોટ્સએપનાં માધ્યમથી પ્રિતી ઉર્ફે પુજા નામની સ્ત્રીએ સંપર્ક કરી તેઓ સાથે મિત્રતા કેળવી લીધેલ.ત્યાર બાદ ગઇ તા.૦૪/૦૨/૨૦૧૮નાં રોજ તે તબીબ પોતાનાં અંગત કામ કાજ અર્થે પાલીતાણા જતાં તેઓને ફોન પર પાલીતાણા પોતાની બહેનપણીનાં ઘરે લઇ જઇ બે માળનાં મકાનમાં ઉપરનાં રૂમનો દરવાજો ખુલ્લો રાખી શેટી પલંગ પર બેસાડી વાતો ચીતો કરાવી તબીબ સાથે શારિરીક સુખનો આનંદ માણવાની આજીજી કરી પોતાનાં તમામ વસ્ત્રો કાઢી નાંખી તે તબીબ પાસે પણ પોતાનાં તમામ વસ્ત્રો ઉતરાવતાં અગાઉ કરેલ આયોજન મુજબનાં ત્રણ માણસો (૧) ભગવાનભાઇ નાકાભાઇ આલ રહે.કુંભણ તા.પાલીતાણા જી.ભાવનગર (૨) રઘાભાઇ નાનુભાઇ આલ રહે.હણોલ તા.પાલીતાણા જી.ભાવનગર (૩) પ્રિતી ઉર્ફે પુજાનાં દિયર તરીકે ઓળખ આપનાર માણસ રૂમમાં આવી જઇ તબીબ તથા પ્રિતી ઉર્ફે પુજા નામની સ્ત્રીનાં નગ્ન હાલતમાં મોબાઇલમાં વિડીયો રેકોર્ડીંગ કરી તે તબીબને માર મારી વિડીયો રેકોર્ડીંગ સોશ્યલ મીડીયામાં પ્રદર્શીત કરી સમાજમાં બદનામ કરવા માટે, જાનથી મારી નાંખવાની અને બળાત્કારનાં ગુન્હામાં ફીટ કરાવી દેવાની ધમકીઓ આપી પ્રથમ રૂ.૨૦ લાખની માંગણી કરી છેલ્લે રૂ.૧૧.૫૦ લાખમાં પતાવટ કરી રૂપિયા તા.૦૮/૦૨/૨૦૧૮નાં રોજ પહોંચતા કરવાનો વાયદો કરતાં તબીબને મુકત કરવામાં આવેલ.

આ સમગ્ર માહિતીની ગંભીરતા ધ્યાને લેતાં સમગ્ર કાર્યવાહી અતિ ગુપ્ત રીતે કરવા માટે પોલીસ ઇન્સ.શ્રીએ ભોગ બનનાર પક્ષને જણાવેલ.અને જયાં સુધી આ લોકો રૂપિયાની માંગણી ન કરે ત્યાં સુધી રાહ જોવા જણાવેલ.ગઇ તા.૦૮/૦૨/૨૦૧૮નાં રોજ તબીબનાં ફોન ઉપર રૂપિયા બાબતે વાતચીત થતાં તબીબે પોલીસ ઇન્સ.શ્રી ડી.એમ.મિશ્રાને જાણ કરતાં એલ.સી.બી. સ્ટાફનાં ભહિપાલસિંહ ચુડાસમા, તરુણભાઇ નાંદવા, કેવલભાઇ સાંગા તથા સત્યજીતસિંહ ગોહિલ સાથે ડી.એમ.મિશ્રાએ ટ્રેપ ગોઠવવાનું નક્કી કરી રૂપિયા લેવા માટે આવનાર માણસને સોનગઢ-પાલીતાણા રોડ ઉપર આવેલ માનવ પરિવાર ટ્રસ્ટવાળી જગ્યાએ બોલાવેલ.આ જગ્યાએ તબીબને તેઓની પ્રાયવેટ કારમાં બેસાડી કાળા કલરનાં પર્સમાં રૂપીયાનાં બદલે જુના સમાચારપત્રો રાખી રૂપીયા ભરેલ હોય તેવી રીતે પર્સ તૈયાર કરી સોંપવામાં આવેલ.અને પોલીસ સ્ટાફ ખાનગી રીતે વોચમાં ગોઠવાઇ ગયેલ.આ દરમ્યાન રૂપિયા લેવા માટે હિરો હોન્ડા સ્પ્લેન્ડર મો.સા. રજી.નં.GJ-04-BJ 5429 લઇને રઘાભાઇ નાનુભાઇ આલ રહે.હણોલ તા.પાલીતાણા જી.ભાવનગરવાળા આવતાં તબીબ તે માણસને ઓળખી જતાં ડી.એમ.મિશ્રાની સુચના મુજબ પોતાની કારમાં બોલાવી પર્સ આપેલ.આ દરમ્યાન પોલીસ સ્ટાફે કારને ઘેરી લઇ રૂપિયા લેવા આવનાર માણસને પકડી લીધેલ.ત્યાર બાદ તબીબે પોતાની સાથે બનેલ બનાવ અંગે પાલીતાણા પોલીસ સ્ટેશનમાં પ્રિતી ઉર્ફે પુજા નામની સ્ત્રી, ભગવાનભાઇ નાકાભાઇ આલ રહે.કુંભણ તા.પાલીતાણા જી.ભાવનગર, રઘાભાઇ નાનુભાઇ આલ રહે.હણોલ તા.પાલીતાણા જી.ભાવનગર તથા પ્રિતી ઉર્ફે પુજાનો દિયર તરીકે ઓળખ આપનાર અજાણ્યા માણસ વિરૂધ્ધ ફરીયાદ આપી ગુન્હો દાખલ કરાવેલ.

આ ગુન્હાનાં કામે રઘાભાઇ નાનુભાઇ આલ ઉ.વ.૨૫ રહે.હણોલ તા.પાલીતાણા જી.ભાવનગરવાળાને ડી.એમ.મિશ્રા પો.ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગરનાંએ ધોરણસર અટક કરી તેનાં પાસેથી વિડીયો શુટીંગ ઉતારેલ કલીપવાળો મોબાઇલ,મો.સા. તથા પર્સ મળી કુલ રૂ.૩૦,૧૦૦/- નો મુદ્દામાલ કબ્જે કરી તેને ધોરણસર અટક કરેલ.

આ ગુન્હાનાં કામે તપાસનો ધમધમાટ શરૂ થતાં આરોપી ભગવાનભાઇ નાકાભાઇ આલ રહે.કુંભણ તા.પાલીતાણા જી.ભાવનગર, પ્રિતી ઉર્ફે પુજા તથા તેનો દિયર તરીકે ઓળખ આપનાર માણસને પકડવાનાં બાકી છે.આ તપાસ દરમ્યાન પકડાયેલ આરોપી રઘાભાઇ નાનુભાઇ આલનાં આવતીકાલ સુધીનાં પોલીસ રીમાન્ડ મંજુર થયેલ છે.આ પોલીસ રીમાન્ડ દરમ્યાન વધુ કાંઇ ચોંકાવનારી વિગતો ખુલે તેવી શકયતાઓ જણાય રહી છે.

આમ, સમાજમાં લાલ બતી સમાન ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવેલ.અને સાથે સાથે કોઇપણ પ્રકારની સમાજની બદનામીની શેહ શરમ રાખ્યા વગર આવાં માણસોને તાબે થવાને બદલે તેઓને સમાજમાં ઉઘાડા પાડી તેઓની કરતુતોનો પર્દાફાશ કરવાની અને બીજાં નિર્દોષ લોકોને આ પ્રકારનો ભોગ ન બનાવે તેવો ઉદાહરણરૂપ કિસ્સો જોવા મળેલ છે.