Main Menu

મહેશ શાહ સામે કાર્યવાહી થશે : આઈટીએ મૌન તોડ્યું

અમદાવાદ, તા.૨૨
કારોબારી મહેશ શાહની સંપત્તિ સામે તપાસ કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલી અટકળો વચ્ચે આજે આઈટી વિભાગે આ અંગેનો ધડાકો કર્યો હતો. આ ઉપરાંત આવકવેરા વિભાગે આજે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી.નોટબંધી બાદ ગેરકાયદે કાળાના સફેદ કરવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં આઈટી વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી આપવા અંગે કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં અંતે આઈટીએ મહેશ શાહ અંગે પોતાનું મૌન તોડ્યું છે. શાહ અંગે સવાલ પુછાતા જણાવાયું છે કે મહેશ શાહની સંપત્તિ સામે પહેલેથી શંકા હતી અને હવે આઈટી વિભાગ તેમની વિરુદ્ધ કાર્યવાહી થશે. આ ઉપરાંત જણાવાયું છે કે મહેશ શાહ અને તેમના સીએ તેહમુલ શેઠના બંને પર કાર્યવાહી થશે. મહેશ શાહ અંગેના તમામ રિપોર્ટ ટોપ ઓથોરિટીને મોકલી અપાયા છે. આઈટીએ મહેશ શાહને અને સીએ તેહમુલ શેઠના ને ફ્રોડ ઠેરવ્યા છે. આ પ્રેસ કોન્ફરન્સમાં જણાવવામાં આવ્યું છે કે, કાળા નાણા ધરાવનાર પણ હવે ૪૯.૯ ટકા ટેક્સ ભરીને છુટી શકશે. કરદાતાઓ એ બસ ડિકલેરેશન ફોર્મ ભરવાનું રહેશે અને ડિકલેર કરેલી રકમમાં ૨૫ ટકા ભરવાના રહેશે. આ યોજના ૩૧મી માર્ચ સુધી ચાલશે જેમાં કાળાના દોળા કરી શકાશે અને તેમાં જણાવાયું હતું કે, આ યોજનાના કારણે હવે મહેશ શાહ પૈદા નહીં થાય. આઈટીએ કહ્યું છે કે, આ યોજના હેઠળ જાહેર કરાયેલી રકમ પર કોઇ તપાસ નહીં થાય. આ પ્રેસ કોન્ફરન્સમાં ચીફ આવકવેરા કમિશન બીડી ગુપ્તા અને ડીજી પીસી મોદી પણ હાજર રહ્યા હતા.






Comments are Closed