Main Menu

રૂ.૩,૭૬,૦૫૦/-નાં મુદ્દામાલ સાથે આરોપી પકડાયો

ભાવનગર,એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત વિરૂધ્ધનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તથા મિલ્કત વિરૂધ્ધનાં ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગારો શકદારોની તપાસમાં હતાં.તે દરમ્‍યાન પો.કો. ભીખુભાઇ બુકેરાને બાતમીરાહે હકીકત મળેલ કે,અગાઉ ચોરીઓમાં પકડાયેલ અને ચોરી કરવાની ટેવવાળો ઇસમ અલ્પેશ ઉર્ફે આલાપ નરેશભાઇ સોની રહે.મહાવિરનગર,કાળીયાબીડ,ભાવનગરવાળો બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તથા શર્ટ પહેરેલ છે.તેની પાસે લાલ કલરનાં પાકિટમાં દાગીનાં ભરેલ છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અલ્પેશ ઉર્ફે આલાપ નરેશભાઇ લંગાળીયા ઉ.વ.૩૭ રહે.પ્લોટ નં.૫૩૨૩,મહાવિરનગર,કાળીયાબીડ, ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેનાં હાથમાં રહેલ લાલ કલરનાં રેકઝીનનાં અંગ્રેજીમાં બીગ બોસ લખેલ ચેઇનવાળા બે ખાનામાંથી સોનાનું બાજુ, સોનાનું કાળા મોતી સાથેનું મંગળસુત્ર, બે સરવાળી સોનાની માળા, સોનાનો મશીન ઘાટનો ચેઇન-૧, સોનાનો કરડો (વીંટી), સોનાની બુટ્ટી જોડ-૨, નાકમાં પહેરવાનાં સોનાનાં દાણા નંગ-૫ તથા એક સોનાની ઘુઘરી, સોનાનું બુટ્ટીઓ સાથેનું ડોકીયુ મળી કુલ રૂ.૩,૭૬,૦૫૦/-ની વસ્તુઓ મળી આવેલ.

આ તમામ સોનાનાં દાગીનાંઓ તેણે ચોરી અગર તો છળકપટથી મેળવેલ હોવાનું જણાય આવતાં શકપડતી મિલ્કત ગણી તપાસ અર્થે કબ્જે કરવામાં આવેલ.

મજકુર ઇસમની પુછપરછ કરતાં તેણે આજથી આશરે ત્રણેક દિવસ પહેલાં બોરડીગેટ પાસે સાંજનાં પાંચેક વાગ્યાની આસપાસ ખુલ્લા ઘરમાં પ્રવેશી કબાટમાંથી પાકિટ સહિત ઉપરોકત સોનાનાં દાગીનાં તથા રોકડ રૂપિયાની ચોરી કરેલ હોવાની કબુલાત કરેલ..

આ અંગે ઘોઘા રોડ પો.સ્ટે.માં તપાસ કરતાં ફરીયાદી હંસાબેન વા/ઓ ખીમજીભાઇ ભીખાભાઇ બાબરીયા રહે.જવાહર કોલોની,બોરડીગેટ,ભાવનગરવાળાએ ગઇ તા.૦૪/૦૨/૨૦૧૮નાં રોજ પોતાનાં ઘરે બેડરૂમમાં બનાવેલ લાકડાનાં કબાટનો દરવાજો ખોલી અંદર રાખેલ મોટું પાકિટ બહાર કાઢી તેમાં રાખેલ નાના પાકીટમાં રાખેલ સોનાનાં દાગીના તથા રોકડ રૂ.૨૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૪૧,૦૦૦/-ની ચોરી અંગેની ફરીયાદ લખાવેલ.

આમ, ભાવનગર,બોરડીગેટ,જવાહર કોલોની વિસ્તારમાં થયેલ વણશોધાયેલ ઘરફોડ ચોરીનો ગુન્હો શોધી રૂ.૩,૭૬,૦૫૦/- નો મુદ્દામાલ કબ્જે કરવામાં ભાવનગર,એલ.સી.બી. ટીમને સફળતા મળેલ છે.

આ સમગ્ર કામગીરીમાં એલ.સી.બી.નાં પો.ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા નાંઓની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં અનિરૂધ્ધસિંહ રાણા,કિરીટસિંહ ડોડિયા, મહિપાલસિંહ ગોહિલ,ભીખુભાઇ બુકેરા,ચંદ્દસિંહ વાળા, સત્યજીતસિંહ ગોહિલ, વિઠ્ઠલભાઇ બારૈયા, ભહિપાલસિંહ ચુડાસમા,કેવલભાઇ સાંગા તથા મીનાઝભાઇ ગોરી વિગેરે સ્ટાફનાં માણસો જોડાયા હતાં.