Main Menu

દીક્ષા લીધા વિના કોઈ જીવનો ઉદ્ધાર થતો નથી : ગુણરત્નસૂરિ

(દિપક ગોહિલ દ્વારા)
ચેલેન્જર,પાલીતાણા,તા.૦૬
મેવાડ ભવનમાં મેવાડ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજનશલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવના આઠમા દિવસે પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિ મ.સા., આ.શ્રી રવિશેખર મ.સા., આ.શ્રી રશ્મિરત્નસૂરિ મ.સા., આ.શ્રી મુક્તિવલ્લભસૂરિ મ.સા., આ.શ્રી જિનેશરત્નસૂરિ મ.સા., આ.શ્રી મુનિશરત્નસૂરિ મ.સા. આદિ શતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની શુભનિશ્રામાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનો દીક્ષાનો ભવ્યાતિભવ્ય વરઘોડો નિકળ્યો.

વરઘોડામાં હાથી, બેન્ડ બગી, શહનાઈ, પંજાબી બેંડ, કાઠીયાવાડી વિગેરે અનેક મંડલીઓ ઝાકીઓ સામેલ હતી.
વરઘોડો મેવાડ ભવનથી શરૂ થઈ સાંચોરી ભવન થઈ તળેટી રોડથી ચંપાનગર મંડપમાં ઉતર્યો.

ત્યાં વાસુપૂજ્ય સ્વામીના દીક્ષા કલ્યાણકની ઉજવણી સંગીત સમ્રાટ વિનીત ગેમાવતે ખુબજ સંવેદનાત્મક રીતે કરાવી. આચાર્ય ભગવંતશ્રીએ પ્રભુનો લોચ કર્યો. કરેમિ ભંતેનું પચ્ચક્‌ખાણ ઉચ્ચરાવી પ્રભુ સંયમી બન્યા. બપોરે ૩ કલાકે બહેનોની સાંઝીનો પ્રોગ્રામ ખુબ ઉલ્લાસપૂર્વક પૂર્ણ થયો.


રાત્રે પ્રભુનુ અંજન વિધાન પ્રાણ પ્રતિષ્ઠા થયું. તા.૭ સવારે ૭ કલાકે પ્રભુની પ્રતિષ્ઠાની મંગલ વિધીનો પ્રારંભ થશે. મેવાડ કેસરી પૂ.આ.હિમાચલસૂરિ મ.સા, મેવાડ દેશોદ્વારક પૂ.આ.શ્રી જિતેન્દ્રસૂરિ મ.સા.ની ગુરુ મૂર્તિ માણિભદ્રજી-ભૈરવજી દેવની પ્રતિષ્ઠા પણ સાથે થશે. સાંજે ગુરુભગવંતોનો વિહાર થશે.



« (Previous News)
(Next News) »



Comments are Closed