Main Menu

સર્વધર્મ સંમેલનનું આયોજન કરાયું

ચેલેન્જર,નાકોડા,તા.4
વિશ્વ વિખ્યાત શ્રી નાકોડા તીર્થ પર પ્રતિષ્ઠા મહા મહોત્સવ કે વિવિધ કાર્યક્રમ પ.પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી મનોહરકિર્તિસાગરસૂરીશ્વરજી મ.સા, તપાગ્છીય પ્રવર સમિતિના કન્વિનર ગચ્છાધિપતિ આ.શ્રી વિજય અભયસૂરીશ્વરજી મ.સા., પ્રતિષ્ઠા ઉત્સવ કે માર્ગદર્શક પ.પૂ.વિમલગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રધુમ્નવિમલસૂરિજી મ.સા., ભાઈ મ.સા, આદિ 27 આચાર્ય ભગવંતો અને અનેક સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રામાં સંપૂર્ણ વિધિ વિધાન સહિત આયોજિત કરાયું છે. રાત્રીના સંગીત સંધ્યાનું વિશેષ આયોજન કરાયું છે.


તા.3 ફેબ્રુઆરીના રોજ જન્મ કલ્યાણક વિધાન, છપ્પન દિક્કુમારી મહો્સવ, હરિણ ગમીચી દેવ સુઘોષ ઘંટનાદ, 18 અભિષેક, ધ્વજદંડ કલશ અભિષેકનું આયોજન કરેલ.
વિશ્વ પ્રસિદ્ધ શ્રી નાકોડા જૈન તીર્થમાં પહેલીવાર 3 ફેબ્રુઆરી શનિવારના રોજ વિરાટ સર્વધર્મ સંમેલનનું આયોજન કરેલ. જેમા જૈન ધર્મના 27થી વધારે ગચ્છાધિપતિ, આચાર્ય અને 250 સાધુ-સાધ્વીજીઓની સાથે વિભિન્ન ધર્મો કે ધર્માચાર્ય સંમેલનમાં ભાગ લીધો.

બધા ધર્માચાર્યની સહમતીથી બધા ધર્મમાં આસ્થા નિષ્ઠા રાખી પ્રત્યેક ધર્મનો આદર પ્રદાન કરવો.શ્રી નાકોડા તીર્થ ટ્રસ્ટ મંડલના તરફથી બધા અતિથિઓને શાલ દ્વારા સત્કાર બહુમાન કરાયું.


પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગ પર વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી વિરેન્દ્ર ભંડારી જાપાન કે ભક્તજનોની સાથ આવી સેવાપૂજા અર્ચનાના લાભ પ્રાપ્ત કર્યો.
શ્રી નાકોડા તીર્થના અધ્યક્ષ અમૃતલાલ જૈન એડવોકેટને જણાવ્યું કે, પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે રાત્રે 8 વાગે વિરાટ કવિ સંમેલન આયોજન કરાયું. જેમા ભારતના પ્રખ્યાત કવિ શ્રી હરિઓમ પંવાર, શ્રી અરુણ જૈમિની, પ્રવિણ શુક્લા, શ્રી સંજય ઝાલા, મમતા શર્મા, વિરેન્દ્ર મહેતા આદિ કાવ્યના રસ ધારા પ્રવાહિત કરેલ.
તા.4ના રોજ પ્રતિષ્ઠાના પ્રસંગ પર મંદિરની જન્મની ઉજવણી સવારે 6 વાગે, નામકરણ, પાઠશાળા ગમન આદિ સ્ટેજ કાર્યક્રમ 9 વાગે આયોજિન કરેલ. બપોરે 1 વાગ્યાથી 5555 પાર્શ્વ ભૈરવ મહાપૂજનનું આયોજન થયું.
પ્રતિષ્ઠાનો વરઘોડો તા.6ના રોજ અત નિરંતર ભક્જનોનું આગમન શે. પ્રતિષ્ઠા મહોત્સવ તા.7 ફેબ્રુઆરીના રોજ સંપન્ન થશે.


error: Content is protected !!