Main Menu

તમિલનાડુના ચીફ સેક્રેટરી તરીકે ગિરીજાની નિમણૂંક

ચેન્નાઇ,તા. ૨૨
લેન્ડ એડમિનિસ્ટ્રેશનના કમિશનર તરીકે કામ કરી રહેલા એડિશનલ ચીફ સેક્રેટરી ગિરીજા વિદ્યનાથનની પી. રામામોહનરાવની જગ્યાએ તમિલનાડુમાં નવા ચીફ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી છે. આવકવેરા વિભાગે રાવના આવાસ, ઓફિસ અને અન્યત્ર દરોડા પાડ્યા બાદ આ નિમણૂંક કરવામાં આવી છે. ઉદ્યોગપતિ અને માઈનીંગ કારોબારી જે.શેખરરેડ્ડીના સાથે સંબંધોના સંદર્ભમાં રાવના આવાસ અને અન્ય જગ્યાઓે ઉપર વ્યાપક દરોડા પાડવામાં આવ્યા બાદ તમિલનાડુના ચીફ સેક્રેટરી તરીકે વૈદ્યનાથનની નિમણૂક કરવામાં આવી છે. રાવની આજે પોસ્ટ પરથી હકાલપટ્ટી કરવામાં આવી હતી. ૧૯૮૧ની બેચના આઈએએસ ઓફિસર ગિરિજા વિજિલેન્સ કમિશનના પોસ્ટની વધારાની જવાબદારી પણ સંભાળશે. સાથે સાથે રાવ દ્વારા જાળવી રાખવામાં આવેલા એડમિનિસ્ટ્રેટીવ સુધારાના કમિશનર તરીકેની પણ જવાબદારી સંભાળશે. ચેન્નાઈમાં જન્મેલા ગિરીજા વૈદ્યનાથન તમિલનાડુના ચોથા મહિલા ચીફ સેક્રેટરી તરીકે છે. આ અગાઉ લક્ષ્મી પ્રણેશ, એસ.માલાથી અને શીલા બાલકૃષ્ણનની નિમણૂંક કરવામાં આવી હતી. ચેન્નાઈમાં મહિલાઓ માટેની કોલેજમાંથી ફિઝીક્સમાં ગ્રેજ્યુએટ થતા ગિરીજા ૧૯૮૧માં સિવિલ સર્વિસ પરીક્ષામાં એક લાખ દાવોદારો પૈકી ૯માં હતા અને મહિલાઓમાં પ્રથમ હતા. હેલ્થ ઈકોનોમિક્સમાં તેઓ પીએચડી કરી ચુક્યા છે. ગિરીજાએ ૧૯૮૩માં સબ કલેકટર તરીકે પોતાની કેરિયર શરૂ કરી હતી. મોડેથી તેઓ ૧૯૯૧માં મદુરાઈ જિલ્લાના કલેકર બન્યા હતા.