Main Menu

પાલીતાણા ખાતે મુમુક્ષુ નિલેશ મુનિ એકાગ્રરત્ન વિજય બન્યા

(દિપક ગોહિલ દ્વારા)
ચેલેન્જર,પાલીતાણા,તા.04
તીર્થનગરી પાલીતાણા ખાતે મેવાડ ભવનમાં અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે મુમુક્ષુ નિલેશ માંથી નુતન દિક્ષિત નામ મુનિ એકાગ્રરત્નવિજયજી મ.સા. બન્યા. 18 યુવાનોએ સોમવારે પરમાત્માન લગ્નોત્સવ અને કેનેડાના મુમુક્ષુ હેતા દ્વારા દીક્ષા મુર્હુત ગ્રહણ કરાશે.


પૂજ્યપાદ 387 દીક્ષા દાનેશ્વરી આ.શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મ.સા., આ.શ્રી રશ્મિરત્નસૂરીજી, આ.શ્રી મુક્તિવલ્લભસૂરીજી, આ.શ્રી રવિશેખરસૂરીજી, આ.શ્રી જિનેશરત્નસૂરીજી, આ.શ્રી મુનિશરત્નસૂરીજી આદિ 200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શેરી જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ આયોજિત ભગવાન વાસુપૂજય સ્વામી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે હરનાવદા (મધ્યપ્રદેશ-મેવાડ) નિવાસી પુનમચંદ પલોત અને આશાબેનના એકાકી પુત્ર મુમુક્ષુ નિલેશકુમારે ખુબ ઉલ્લાસથી પ્રભુ મહાવીરનો ઉજળો વેશ ધારણ કર્યો.

ચંપાનગરી દિક્ષાર્થી અમર રહો ના નાદ સાથે પૂજ્ય દીક્ષા દાનેશ્વરીના હાથે રજોહરણ મળતા જ મુમુક્ષુના સાડા ત્રણ કરોડ રુવાડામાંથી નૃત્ય પ્રગટ થયું. નુતન દિક્ષિતનું નામકરણ મુનિશ્રી એકાગ્રરત્ન મ.સા. થયું. દિક્ષા દાનેેશ્વરીના હાથે 387 દિક્ષા થઈ. દિક્ષાની અનુમોદના નિમિત્તે પરિવારના 16 યુવાનએ અને 2 જૈનેત્તર યુવા મિત્રોએ લોચ કરાવ્યો.


ચેરમેન ઈન્દ્રસિંહજી ધુપ્યાએ કહ્યું કે આજે શ્રી મેવાડ ટ્રસ્ટના સૌભાગ્યથી ગુરુદેવ શ્રી રશ્મિરત્નસૂરીજીનો પપમો જન્મદિવસ આવ્યો. વિશાખાપટ્ટમનમાં પુખરાજજી અને ફુલવંતી દેવીના ઘરે જન્મ્યા 14 વર્ષથી ઉમરે દીક્ષા લીધી. 40 વર્ષનો દિક્ષાપર્યાય પૂર્ણ કર્યો છે. અધ્યક્ષ મોહનજી પામેચાએ જીવદયામાં રાશી જાહેર કરેલ. સોમવારે પરમાત્માનો લગ્નોત્સવ, રાજ્યાભિષેક થયો. કેનેડાના મુમુક્ષુ હેતાકુમારી દિક્ષા મુર્હુત કરશે.