Main Menu

પ્રજાસત્તાક પર્વની અંધ ઉદ્યોગ શાળામાં ઉજવણી

શહેરની જાણીતી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પટાંગણમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકો, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાનાં વિશિષ્ટ શિક્ષકોની ખાસ ઉપસ્થિતિમાં ૬૯માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે શ્રી કૃષ્ણા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ શ્રી પીતરામજી શર્માએ ધ્વજારોહણ કરાવ્યું હતુ. જ્યારે મુખ્ય મહેમાન પદે ક્રિષ્ણા ફાઉન્ડેશનનાં સ્થાપક શ્રી જુગલભાઈ ભાટિયા  તથા શ્રી સતિષભાઈ ગોયલજી, શ્રી બીપનભાઈ શર્મા અને શ્રી લાયન મહેશભાઈ દવે  ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃત્તિ વિશે માહિતી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગે સંસ્થાના સીઈઓ શ્રી લાભુભાઈ સોનાણીએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે મહેમાનોનું સ્વાગત સંસ્થાના માનદ્ મંત્રી શ્રી મહેશભાઈ સી. પાઠકે કર્યું હતું. આ પ્રસંગે મહાનુભાવોની વિશેષ ઉપસ્થિતિમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકોએ વિવિધ યોગાસનો, પ્રાણાયામ અને દેશ ભક્તિ ગીતો રજૂ કર્યા હતા.

કાર્યક્રમનું સંચાલન શ્રી નીતાબેન રૈયાએ કર્યું હતું. જ્યારે આભાર વિધિ શ્રી હસમુખભાઈ ધોરડાએ કરી હતી.(Next News) »