Main Menu

Thursday, January 10th, 2019

 

ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા સંચાલિત આદિવાસી કુમાર છાત્રાલય લવચાલીના વિધાર્થીઓ અંધકારમય જીવન જીવી રહ્યા છે 

ડાંગ જિલ્લો અત્યંત દુર્ગમ અને આદિવાસી  વિસ્તાર ધરાવતો  જિલ્લો છે. આ વિસ્તારના વિદ્યાર્થીઓ માટે સરકાર દ્વારા છાત્રાલય માં રહીને  નજીક ની શાળા મા અભ્યાસ કરે તે માટે છાત્રાલયો  શરૂ કરવામાં આવી છે. પરંતુ ડાંગ જિલ્લાના લવચાલી  ગામે આવેલ ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ આહવા સંચાલીત આદિવાસી કુમાર છાત્રાલયમાં  રહેતા આદિવાસી વિદ્યાર્થીઓ પેટ નો ખાડો પુરવા માટે જાતે રસોઈ બનાવવાનું, વાસણો ધોવાનું ,ગુણવત્તા વગરનું ભોજન અને છત્રાલયમાં શૌચાલય ના હોવાથી શૌચ ક્રિયા માટે બહાર જવા જંગલ ના  વિસ્તારમાં જવા માટે મજબુર  થયા છે બાળકો જાતે જ રસોઇ કરે છે કલ્લાકો સુધીRead More


જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એક વર્કશોપનું આયોજન કરાયુ

રાષ્ટ્રીય તમાકુ નિયંત્રણ કાર્યક્રમના ભાગરૂપે તાજેતરમાં ડાંગ જિલ્લાના મુખ્ય વહિવટી મથક આહવા ખાતે આવેલી સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, તથા સરકારી વિજ્ઞાન કૉલેજમાં જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા એક વર્કશોપનું આયોજન કરાયુ હતું. તમાકુ તથા તેની વિવિધ બનાવટોના સેવનથી થતા કેન્સર સહિતના દર્દોની ગંભીરતા વર્ણવતા ડાંગના અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડૉ.મેધા મહેતાએ અધ્યક્ષ સ્થાનેથી તેમના પ્રાસંગિક ઉદ્બોધધનમાં, વિશેષ કરીને નવી યુવા પેઢી તમાકુના સેવનથી દૂર રહે તે સ્વસ્થ સમાજ નિર્માણ માટે ખૂબ જ આવશ્યક છે તેમ જણાવ્યું હતું. ડૉ.મહેતાએ અમૂલ્ય માનવજીવન તમાકુના વ્યસનને કારણે રોગગ્રસ્ત થતા, તેનો અકાળે જ અંત આવેRead More


તાલુકા મથક ખાતે થી નવનિયુક્ત પીએસઆઇ ડેરીયા એ ઠેર ઠેર દારૂ ના અડ્ડે દરોડા પાડયા

સુપ્રસિદ્ધ યાત્રા ધામ સુબીર તાલુકા મથક ખાતે થી નવનિયુક્ત પીએસઆઇ ડેરીયા એ ઠેર ઠેર દારૂ ના અડ્ડે દરોડા પાડયા સુબીરના એક કુખીયાત બુટલેગર ને ઝડપી પાડતા બુટલેગરો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો મળતી માહિતી મુજબ ગુજરાત ના સુપ્રસિધ્ધ યાત્રા ધામ સુબીર ખાતે નવનિયુક્ત પીએસઆઇ સલીમ ડેરીયા એ સુબીર તાલુકા મથક ખાતે જુદા જુદી જગ્યાએ દારૂ નુ ખુલ્લે આમ વેચાણ કરતા બુટલેગરો ને ત્યા દરોડા પાડતા સુબીર ના કુખીયાત બુટલેગર ને જેલ ના સળીયા પાછળ ધકેલી દેતા બુટલેગરો માં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો હાલ થોડા દિવસ અગાઉ સુરત થીRead More