Main Menu

Thursday, December 6th, 2018

 

બોટાદ જિલ્લામાં હથિયાર બંધી

બોટાદ : બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાએ એક જાહેરનામા દ્વારા તા. ૮-૧-૨૦૧૯ સુધી બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે છરી,Read More


બોટાદ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૪ થી ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલ બાળકોનો સર્વે હાથ ધરાયો

બોટાદ : બોટાદ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૪ થી ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલ બાળકોનો તા. ૧૫-૧૨-૨૦૧૮ સુધી શાળા કક્ષાએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે બોટાદ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના ડ્રોપ આઉટ તેમજ કદી શાળાએ ન ગયેલ દિવ્યાંગ સહિતના બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, બી.આર.સી. ભવન તેમજ જિલ્લા કચેરીના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૮૯૮ પર જાણ કરવા તેમજ આ સર્વેની પ્રક્રિયામાં નાગરિકોએ સહકારRead More


બાળલગ્ન અંગે કાયદાકીય જાગૃતી સેમિનાર

નવરચિત બોટાદ જિલ્લામાં સૌ પ્રથમવાર યોજાયો બાળલગ્ન અંગે કાયદાકીય જાગૃતી સેમિનાર બોટાદ : બોટાદ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી – સહ – જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ – બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમારની ઉપસ્થિતિમાં આજે બાળલગ્ન અંગે એક દિવસીય કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતુ કે, બાળલગ્નના કારણે સમાજમાં દિકરા – દિકરીઓના બાળક તરીકેના અધિકારો છીનવાઈ જાય છે. સાથો- સાથ તેમના શિક્ષણ – આરોગ્ય ઉપર વિપરીતRead More


વિરમગામ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધીકારીઓ દ્વારા સ્વચ્છતા ચેકલીસ્ટ ભરાયા

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય સંસ્થાઓને વધુ કાર્યક્ષમ, સ્વચ્છ, સુઘડ, ગુણવત્તાસભર અને જવાબદેહી યુક્ત બનાવવા માટે પદાધીકારીઓ દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. જે અંતર્ગત તારીખ- 06/12/18ના રોજ અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ચેકલીસ્ટ ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા ખાતે પદાધીકારીઓ દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું અને ચેકલીસ્ટ ભરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ગુરૂવારે પદાધીકારીઓ દ્વારા મુલાકાત લઇને જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા.


મોટા ખોખરા ગામે તા. ૦૯ ના રોજ જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાશે

ભાવનગર:ગુરૂવાર: ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં મોટા ખોખરા ગામે ડાભીના કુળદેવી ચામુંડા માં ના મંદિરે તા. ૦૯ ના રોજ સવારે ૯/૦૦ થી બપોરના ૧૨/૩૦ કલાક સુધી જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, સર. ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર દ્વારા વિનામુલ્યે આંખ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સભ્ય સચિવ ડો. નીલેશ પારેખ એ જણાવ્યું છે. સમાચાર સંખ્યા;૭૩૧ સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટવાના કારણે જાહેરનામુ જારી કરતાં અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ ભાવનગર;ગુરૂવાર;હાલમાં સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટતી જતી હોય, જે ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં જે પી. સી. એન્ડ પી.Read More


અનિતાના થોડા પ્રયત્નોથી પ્રેમી હિરેન પણ સામાજીક સમરસતાના રંગે રંગાઇ ગયો

કોલેજના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હિરેન પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગાઇને આખો દિવસ ભારતીય સંસ્કૃતિને અબખોડવાનું કામ કર્યા કરે છે. સામાજીક કુરીવાજોનો ઉકેલ લાવવાના બદલે હીરેન કુરીવાજો વિશે વાતો કર્યા કરે છે. તો બીજી બાજુ હિરેનની પ્રેમીકા અનિતા સતત લોકોની વચ્ચે રહીને સમાજમાંથી કુરીવાજો નાબુદ કરવા માટે પ્રયત્નશીલ છે. હિરેન હંમેશા અનિતાને કહે છે કે તું ખોટી મહેનત કરે છે, તારા એકલાથી કાંઇ સમાજમાં પરીવર્તન નહી આવે ત્યારે અનિતાએ કહ્યુ કે, કોઇ એક વ્યક્તિએ તો શરૂઆત કરવી પડશે, પરીવર્તનએ ખુબ લાંબી પ્રક્રિયા છે. થોડી વાર લાગશે પરંતુ સમાજમાં ચોક્કસ પરીવર્તન આવશે.Read More


સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તા. ૧૫ સુધી જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે

ભાવનગર:મંગળવાર: સર્વ શિક્ષા અભિયા અંતર્ગત વિવિઘ પ્રોજેકટ કાર્યરત છે. સર્વ શિક્ષા અભિયાન ટુંક સમયમાં સમગ્ર શિક્ષા અભિયાનનાં ૫રિપ્રેક્ષ્ર્યમાં તૈયાર થવા જઇ રહયું છે, ત્યારે આ પ્રોજેકટ અંતર્ગત ૪ વર્ષથી લઇ ૧૮ વર્ષ સુઘીનાં કદી શાળાએ ન ગયેલા તેમજ અઘવચ્ચેથી શાળામાંથી ઉઠી થયેલા બાળકોનો સર્વે કરવાની તૈયારી ચાલી રહી છે. શાળા કક્ષાએથી તા.૦૪/૧૨/૨૦૧૮ થી તા.૧૫/૧૨/૨૦૧૮ સુઘી આ સર્વે કામગીરી હાથ ઘરવામાં આવશે. સર્વેથી શાળામાં ન જનાર બાળકોની સંખ્યા ૫ણ જાણવા મળશે. પ્રાથમિક શિક્ષણ લીઘા બાદ માઘ્યમિક શિક્ષણ સુઘી ઘણા વિદ્યાર્થીઓ ૫હોંચતા નથી જેનાં કારણે ડ્રો૫ આઉટ રેશીયો વઘી રહયો છે. આRead More


બોટાદ જિલ્લાના ૭૦૪ ખેડુતોની રૂપિયા ૪૭૬.૨૯ લાખની ૯૫૨૫.૭૫ કિવન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી

બોટાદ : બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફ્ળી ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે બોટાદ એ.પી.એમ.સી. ખાતેના ખરીદ કેંન્દ્ર રાખવામાં ઉપરથી તારીખ:‌‌‌ ૧૫-૧૧-૨૦૧૮ થી ટેકાના ભાવે મગફળીની ખરીદી ગુજરાત સરકાર દ્રારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે કુલ – ૧૪૦૯ ખેડુતો દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું, જે પૈકી દરરોજ ૫૦ થી ૭૫ ખેડુતોને મગફળી વેચાણ માટે બોલાવવામાં આવે છે. મગફળી ખરીદીમાં પારદર્શકતા જળવાય તે માટે સરકારશ્રીના અલગ અલગ વિભાગRead More


બોટાદ જિલ્લાના પેન્શનરો જોગ

બોટાદ : બોટાદ જિલ્લા તિજોરી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ જે પેન્શનધારકોની નાણાકીય વર્ષ ૨૦૧૮-૧૯ની પેન્શનની વાર્ષિક આવક આવકવેરાને પાત્ર થતી હોય તેઓની ઈન્કમટેક્ષની કપાત જિલ્લા તિજોરી કચેરી દ્વારા કરવાની થાય છે. આથી જે પેન્શનધારકોને આવકવેરાની કપાતમાં રાહત મેળવવાની થતી હોય તેઓએ આ માટે આવકવેરા કાયદા હેઠળ માન્ય એવા આધાર પુરાવા સાથે જિલ્લા તિજોરી કચેરી  જિલ્લા સેવા સદન, ખસ રોડ, બોટાદ ખાતે તા.૨૦/૧૨/૨૦૧૮ સુધીમાં રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલી આપવા વધુમાં જણાવાયું છે.


રાણપુર તાલુકાની બહુવિધ દિવ્યાંગતા ધરાવતી વિદ્યાર્થીનીએ ફ્લોરબોલની નેશનલ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

બોટાદ : બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બ્લોક કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સ્પેશ્યલ એજ્યુકેટરની નિમણૂંક કરવામાં આવેલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટરશ્રી જગતભાઈ મારૂના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાના આઈ.ઈ.ડી. આર.ટી. શ્રી રાજુભાઈ ધનવાણીયા દ્વારા સ્પેશ્યલ તાલીમ મેળવી રહેલ પાણવી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માલધારી – પશુપાલક સમાજની દિવ્યાંગ દિકરી કુ. કાજલબેન હનુભાઈ બોળીયા જે મંદબુધ્ધિ તેમજ શ્રવણક્ષતિની બહુવિધ દિવ્યાંગતા ધરાવે છે. તેણે તાજેતરમાં સ્પે.ઓલ્મ્પિક્સ ગુજરાતની ટીમ સાથે ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતેની ફ્લોરબોલ ગેમ્સમાં નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલRead More