Main Menu

Thursday, November 15th, 2018

 

ગઢડા તાલુકાના શિયાનગર પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાશે

બોટાદ : બોટાદ પ્રાંત અધિકારીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ચોથા તબક્કાનો ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ ગઢડા તાલુકાના શિયાનગર ગામ ખાતે ૧૭ નવેમ્બર સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી બોટાદ પ્રાંત અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં ગઢડા તાલુકાના શિયાનગર, ઇશ્વરીયા, નિંગાળા, નાના ઝીંઝાવદર ગામના નાગરીકો તેમની રજુઆતો સ્થળ પર રજુ કરી શકશે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતી અરજીઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજના અને વાત્સલ્યRead More


ગારીયાધાર તાલુકા ખાતેથી વિભાવરીબેન દવે દ્વારા એકતા રથયાત્રા ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું

એકતા રથયાત્રા ગારીયાધાર નગરપાલિકાના પંચમુખી હનુમાન મંદિરથી કોટવાળ ચોક, પરવડી, નાની વાવડી, લુવારા, મોટી વાવડી, ડમરાળા-સાતપડા ગામો ખાતે એકતા રથયાત્રા દ્વારા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું.  ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નગરપાલિકા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિર થી એકતા રથયાત્રા-૨૦૧૮ને સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે દ્વારા લીલી ઝંડી આપીને એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ગારીયાધાર નગરપાલિકાના પરવડી, નાની વાવડી, લુવારા, મોટી વાવડી, ડમરાળા-સાતપડા ગામો ખાતે એકતા રથયાત્રા દ્વારા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું અને મંત્રી વિભાવરીબેન દવે દ્વારા લોખંડી પુરૂષ સરદાર પટેલનો એકતાનો સંદેશ પહોચાડ્યો હતો. મંત્રી વિભાવરીબેન દવે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે,Read More


પાલીતાણા ખાતે હરિરામ બાપાના આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા સંસ્કાર અને સંસ્કૃતિમાં ભાગવત કથાનું ખૂબ જ મહત્વ છે અને તેના થકી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા તમામ પ્રકારનું આશ્વાસન અને જીવન જીવવાના દ્રષ્ટિકોણનો બોધ મળે છે. પાલીતાણા હરિરામ બાપા ધામ ખાતે ભાગવત સપ્તાહ કાર્યક્રમ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધાર્મિક પ્રજાજનોને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, શરીરની સાથે આત્માની સ્વીકૃતિ આપણા ધર્મોમાં છે. સ્વાર્થ વૃતિ દૂર થાય, માનસિક શાંતિ મળે અને અંતિમ લક્ષ માટે ભાગવત કથાનું આયોજન અનિવાર્ય છે. ક્રોધ, લોભ, મોહ, અને માયામાં રચ્યા-પચ્યા રહેતા માનવીને સારો બોધ ધાર્મિક કથાઓRead More


છઠ પૂજાના દિવસે ઋતિક રોશને આપી શુભકામના

છઠ પૂજા એક એવો હિન્દુ તહેવાર છે, જે યુપી બિહારમાં જબરજસ્ત રીતે મનાવાય છે. આ શુભ અવસરે અભિનેતા ઋતિક રોશને પણ છઠ મૈયાના આશીર્વાદ લઈને આ તહેવારની ઉજવણી કરી.મુંબઈના દરિયાકિનારે રહેતા ઋતિકે ટ્વિટ કરીને કહ્યું કે તેઓ દર વર્ષે દરિયાકિનારે શ્રદ્ધાળુઓની ભીડ જોતા આવ્યા છે. હાલ ઋતિક રોશન પોતાની અપકમિંગ ફિલ્મ સુપર 30માં બિહારી કેરેક્ટરની તૈયારી કરી રહ્યા છે. આ પાત્રની તૈયારીમાં ઋતિક રોશન છઠ મૈયાનું મહત્વ પણ સારી રીતે સમજી ચૂક્યા છે.આ તહેવારનું મહત્વ સમજતા ઉત્સુક ઋતિક રોશને પોતાના ઘરની આસપાસ થતા અનુષ્ઠાનો જોઈને આ તહેવાર ઉજવ્યો.છઠ પૂજાનો એકRead More


પાલીતાણામાં પૂ. સા. સર્વેશ્વરીયશાજી મ.સા.ના કઠોર મહાતપની તપશ્ચર્યાના વંદન-દર્શન કરતા વિજયભાઇ રૂપાણી

પગપાળા પ્રવાસ વિચરણ કરનારા સાધુ-સંતો-યાત્રિકો માટે રાજ્યમાં પગદંડી નિર્માણ કરી જીવન રક્ષા આપવી છે:- વિજયભાઇ રૂપાણી દયા-પ્રેમ-કરૂણા અને સંયમના ગુણો ધાર્મિક તીર્થકરો દ્વારા પ્રાપ્ત થાય છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામીના રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે. પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા. શ્રી સર્વેશ્વરીયશાશ્રીજી મહારાજ સાહેબની શ્રી ગુણરત્ન સવંત્સર મહાતપRead More


બીજા તબકકાની એકતા રથયાત્રાની શરૂઆત તા.૧૫/૧૧ના રોજ ગારીયાધાર નગરપાલિકાથી કરાશે

બીજા તબકકાની એકતા રથયાત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે પ્રતિમા રથ ઉપરાંત વીડિયોવોલ અને સાંસ્‍કૃતિક મંડળી સાથે એક રથ ભાવનગર શહેરના વિવિધ વોર્ડસ ઉપરાંત ગારીયાધાર , મહુવા નગરપાલિકા વિસ્તારો અને ચાર તાલુકાઓના ૨૦ ગામોમાં એકતા રથ પરિભ્રમણ કરશે. સમગ્ર રાજયની સાથે ભાવનગર શહેર-જિલ્લા અને બે નગરપાલિકા વિસ્તારોમાં બીજા તબકકાની એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો પ્રારંભ ૧૫મી નવેમ્‍બરથી થશે. બીજા તબકકામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧ થી ૧૩ નંબરના વહિવટી વોર્ડના વિસ્તારોમાં અને જિલ્લા પ્રશાસન દ્વારા ગારીયાધાર , મહુવા , જેસર અને પાલીતાણા તાલુકાઓના ૨૦ ગામો તેમજ ગારીયાધાર ,Read More