Main Menu

Wednesday, October 10th, 2018

 

કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવાનો રાજ્યના ર૬ જિલ્લામાં પ્રારંભ

  મુખ્યમંત્રીશ્રીએ ગાંધીનગરથી કરાવ્યો કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ-૧૯૬ર સેવાનો રાજ્યના ર૬ જિલ્લામાં પ્રારંભ -: નાયબ મુખ્યમંત્રીશ્રીની પ્રેરક ઉપસ્થિતિ :- મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે રાજ્ય સરકાર જીવ માત્રની ચિંતા કરીને સંવેદનશીલતાથી કાર્યરત છે. બધાને જીવવાનું અભય વચન મળે એ જવાબદારી સ્વીકારીને આ સરકાર સંપુર્ણ સંવેદના સાથે વ્યક્તિથી સમષ્ટિની ચિંતા કરનારી ઋજુ હ્રદયી સરકાર છે. જાડી ચામડીની સંવેદનાહીન સરકાર નથી, તેમ પણ તેમણે ઉમેર્યુ છે. શ્રી વિજયભાઇ રૂપાણીએ મૂંગા પશુજીવોને ઇજા કે બિમારીમાં તત્કાલ સારવાર ઉપલબ્ધ કરાવતી ‘કરૂણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬ર’નો રાજ્યના ર૬ જિલ્લામાં ગાંધીનગરથી પ્રારંભ કરાવ્યો હતો. નાયબRead More


ગાંધીનગરમાં મુખ્યમંત્રીશ્રીના અધ્યક્ષ સ્થાને આદિજાતિ સલાહકાર પરિષદની બેઠક

સમ્યક-સમતોલ વિકાસ માટે અંતરિયાળ-છેવાડાના આદિજાતિ ગામોમાં શિક્ષણ-ટ્રાન્સપોર્ટ-રસ્તા જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધા વૃદ્ધિ માટે સંબંધિત વિભાગો વિશેષ કાળજી દાખવે:- મુખ્યમંત્રીશ્રીનો પ્રેરક અનુરોધ મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના અંતરિયાળ-છેવાડાના ગામોના સમ્યક અને સમતોલ વિકાસ માટે પેસા એકટ, જમીન સનદો, સિંચાઇ, શિક્ષણ, ટ્રાન્સપોર્ટ, રસ્તા જેવી ઇન્ફ્રાસ્ટ્રકચર સુવિધાઓની વૃદ્ધિ માટે સંબંધિત વિભાગો વિશેષ કાળજી દાખવે તેવો પ્રેરક અનુરોધ કર્યો છે. આ સંદર્ભમાં તેમણે છેવાડાના માનવી અને વિસ્તારોને પણ વિકાસની મુખ્ય હરોળમાં લાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મુખ્યમંત્રીશ્રી ગાંધીનગરમાં યોજાયેલી આદિજાતિ સલાહકાર પરિષદના અધ્યક્ષ સ્થાનેથી સંબોધન કરી રહ્યા હતા. તેમણે કહ્યું કે, રાજ્યના આદિજાતિ વિસ્તારોમાં પણRead More


ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એમઓયુ પર સહી કરવામાં આવી

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેનો એકત્રિપક્ષીય અને એકદ્વિપક્ષીય એમ કુલબે એમઓયુ પર સહી કરવામાં આવી. શ્રી મનસુખ માંડવિયા રોડ ટ્રાન્સપોર્ટઅને હાઈવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ રાજ્યમંત્રી, ભારત સરકાર અને શ્રી અલીશર શદમનોવ, સ્વાસ્થ્ય મંત્રી, ઉજ્બેકિસ્તાન ગણરાજ્યએ એમઓયુ પરસહી કરી ભારત અને ઉઝબેકિસ્તાન બંને દેશો વચ્ચે તારીખ ૧લી ઓક્ટોબર-૨૦૧૮નાં રોજ મહત્વનાં બે જુદા-જુદા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરાર પર ભારત તરફેથી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ તથા ઉઝબેકિસ્તાન તરફથી તેના સ્વાસ્થ્ય મંત્રી શ્રી અલીશર શદમનોવ તરફથી હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરારોમાં ફાર્માસ્યુટિકલ અને બાયો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનાં વિકાસRead More