Main Menu

Tuesday, October 2nd, 2018

 

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે બોટાદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે આજે બોટાદ ખાતે પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના તેમજ સ્વચ્છતા સંદેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આજે વિશ્વની સામે રહેલી આતંકવાદ, ભ્રષ્ટાચાર, કુ-પોષણ, સામાજિક અસમાનતા જેવી અનેકવિધ વૈશ્વિક સમસ્યાઓનું નિરાકરણ ગાંધી વિચારોમાં સમાયેલું છે. મહાત્મા ગાંધીજીના વિચારો તે સમયે જેટલા યથાર્થ હતા તેટલા જ આજના સમયમાં પણ યથાર્થ છે.મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણી થાય અને સમગ્ર દેશ આ ઉજવણીમાં સહભાગી બને તે માટે આહવાન કર્યું છે. આ ઉજવણી થકી લોકો ગાંધીજીનાRead More


150મી ગાંધી જયંતી ઉજવણી

મહુવા તાલુકાની આંગણકા પ્રાથમિક શાળામાં ગાંધીજીની 150 મી જન્મ જયંતી ઉજવણી નિમિત્તે શાળામાં બાળકોની સ્વચ્છતાના સૂત્રો ગાંધી બાળ ગીતો, રેલી સ્વરૂપે નીકળી ગામલોકોને સ્વચ્છતા સંદેશ પાઠવી શાળામાં સર્વ ધર્મ પ્રાર્થના, રામધૂન, વૈષ્ણવજન ભજન, ડાહ્યા ત્રણ વાંદરા બાલગીત, સત્યના પ્રયોગોની પ્રેરક વાતો, સ્વચ્છ શાળા,સ્વચ્છ ગામ, હાથ ધુઓ, વગેરે વિષય પર ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધા યોજાઇ હતી. બાળકો અને શિક્ષકોએ પ્રાર્થનાસભામાં કરી હતી. આમ શાળામાં ગાંધી જયંતીની સુંદર રીતે ઉજવણી થયેલ.