Main Menu

Sunday, August 12th, 2018

 

ભાવનગર બાર એસોસીએશન દ્ધારા અભીવાદન સમાહરો

  ભાવનગર ડીસ્ટ્રીક કોર્ટના અતિ આધુનિક સંકુલ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા જમીન ની ફાળવણી બદલ ભાવનગર બાર એશોસિએશન દ્વારા આજ રોજ યશવંતરાય નાટ્યગૃહ -ભાવનગર માં બપોરના ૩/૦૦ કલાકે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી તેમજ સન્માનીય મહાનુભાવો નો સન્માન સમારોહ માં મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા,મંત્રી શ્રીમતી.વિભાવરીબેન દવે,ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિ માં બહોળી સંખ્યામાં યોજાયો


ભાવનગરના ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુને રાજ્યપાલ સહિતનાએ વિદાય આપી

આજે તા. ૧૨ ઓગષ્ટે દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ સહિતના મહાનુભાવોના હસ્તે ભાવનગરના નારીથી અધેલાઈ સુધીના ૩૩ કીલોમીટર લંબાઈના રૂપિયા ૮૨૦ કરોડના ખર્ચે બનનારા  આર. સી. સી. ના ચાર માર્ગીય રસ્તાના કામનું ખાતમુહુર્ત કરાયુ હતુ આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ ભાવનગરના એરપોર્ટ ખાતે થી દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુને રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી,કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ગ્રુહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભા. જ. પ. પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, મ્યુ. કમિશ્નરશ્રી એમ. એ. ગાંધી,Read More


અધેલાઇ થી નારી વચ્ચેના ફોર ટ્રેક રોડ નો શીલાન્યાસ

ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે, દેશની રાજનીતિમાં યુવાનોનું ખૂબ જ મહત્વ છે. યુવાનોની ઉર્જા, કેલીબર, કેપેસીટી, કોન્ફીડન્સ, અને કેરેકટર દ્વારા દેશનો વધુ વિકાસ થશે પ્રજાએ લોકશાહીના જતન માટે ક્રીમીનાલીટીને નાબુદ કરી દરેક સમાજને સામાજિક ન્યાય મળે તે માટે જાતિ આધારીત રાજનીતિ દુર થાય તે આજની નિતાંત આવશ્યકતા છે. ભાવનગર ખાતે રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારી થી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ કરીને ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેં કૈયા નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતીમાં અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઐતિહાસીક નગરમાં આવવાનો મને અવસર મળ્યોRead More