Main Menu

August, 2018

 

રૂ.૬,૫૦,૦૦૦/-નાં મુદ્દામાલ સાથે બે ઇસમને ઝડપી પાડતી ભાવનગર,એલ સી બી

ગઇ તા.૦૪/૦૮/૨૦૧૮ કલાકઃ-૨૦/૩૦ વાગ્યે ફરિયાદી શ્રી ભરતભાઇ ધનજીભાઇ ગોહેલ રહે. અકવાડા તા.જી.ભાવનગરવાળાએ નિલમબાગ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તે હિરાની ઓફીસમાં નોકરી કરે છે.તેઓને તેનાં શેઠે નિર્મળનગર,માધવ રત્ન કોમ્પ્લેકસમાં આવેલ આંગડિયાની ઓફિસમાંથી રૂ.૬,૫૦,૦૦૦/-લઇ આવવાનું કહેલ.જેથી ફરિયાદી પોતાનું એકટીવા સ્કુટર રજી.નં.GJ-01-PC 3985 લઇને માધવરત્ન કોમ્પ્લેકસમાંથી આંગડીયા પેઢીમાંથી રૂ.૬,૫૦,૦૦૦/- લઇને પોતાનાં એકટીવા સ્કુટરની ડીકીમાં મુકી નિર્મળનગર પાસે આવેલ શ્રીનાથજી પાણીપુરીવાળાને ત્યાં પાણીપુરી ખાવા ગયેલ.ત્યાર પછી ઓફીસ પહોંચતા ડીકીમાં મુકેલ રૂ.૬,૫૦,૦૦૦/- મળી આવેલ નહિ.જે અંગે નિલમબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વી.એ.જાડેજા પો.સબ ઇન્સ.,નિલમબાગ પોલીસ સ્ટેશન,ભાવનગરનાંઓને સોંપવામાં આવેલRead More


ભાવનગર,એલ સી બી રૂ.૯૭,૭૦૦/-નાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડ્યો

ગઇકાલે તા.૦૮/૦૮/૨૦૧૮નાં રોજ ફરિયાદી શ્રી પ્રમોદભાઇ અમૃતલાલ શાહ રહે. ગીતા ચોક, ભાવનગરવાળાએ ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં એવાં મતલબની ફરિયાદ દાખલ કરાવેલ કે,તેઓ તા.૦૭/૦૮/૨૦૧૮નાં રોજ પોતાની ઓફિસે હતાં.તેઓનાં પત્નિ જૈન ઉપાશ્રયામાં પ્રતિક્રમણ કરવા ગયેલ.આ દરમ્યાન તેઓનાં ઘરે ચોર આવેલ હોવાનો ફોન આવતાં ઘરે જઇને જોયેલ તો એક માણસ અગાશીમાંથી કુદકો મારી ભાગી ગયેલ.તેઓએ ઘરમાં જઇ તપાસ કરતાં સોનાનાં દાગીનાં, રોકડ રૂ.૧૦,૦૦૦/- તથા મોબાઇલ મળી કુલ રૂ.૧,૧૨,૫૦૦/-નાં મુદ્દામાલની ચોરી થયેલ હોવાનું જણાવેલ.જે અંગે ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરાવવામાં આવેલ.આ ગુન્હાની તપાસ વાય.એમ. ચુડાસમા પો.સબ ઇન્સ.,ઘોઘા રોડ પોલીસ સ્ટેશન,ભાવનગરનાંઓને સોંપવામાં આવેલ.Read More


ભાવનગર ખાતે ૧૨ ઓગષ્ટના કાર્યક્રમો ની તડામાર તૈયારીઓ

ભાવનગર;ગુરૂવાર; હાલમાં અમદાવાદ-ભાવનગર રાજ્ય ધોરીમાર્ગ ના માધ્યમ થી સંકળાયેલ છે જે સરખેજ વટામણ- પીપળી ભાવનગર પાસે થી પસાર થાય છે. તા. ૧૨ ઓગષ્ટે દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ, માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિન પટેલ, ગ્રુહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી સહિતના મહાનુભાવો નારી થી અધેલાઈ સુધી રૂપિયા ૮૨૦ કરોડના ખર્ચે બનનારા ૩૩ કીલોમીટર લંબાઈના આર. સી. સી. રોડના ખાતમુહુર્ત કાર્યક્રમ મા ઉપસ્થિત રહેશે આ કાર્યક્રમ ના આયોજન અર્થે જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, નિવાસી અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ,જિલ્લા વિકાસRead More


તરતા આવડે તો સંસારસાગર તરવો મુશ્કેલ નથી.

આજે ચેન્નઇ ધર્મશાળા પાલિતાણામાં ધર્મદેશનાનો તો સુંદર અવસર હતો. આ અવસરે પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું, આ સંસાર એક સાગર જેવો છે. તેમાં ચારેય બાજુ પાણી છે. જા આ પાણીમાં તરતા આવડે તો જ બીજા કિનારે પહોંચી શકાય, નહીં તો આ સાગરમાં ડુબી જવું પડે. ડુબી ગયા પછી વ્યક્તિનું નામ નિશાન રહે નહીં. માટે સંસારમાં તરતા આવડવું જ જાઇએ. ભૌતિક આકર્ષણો, અનૈતિક લાલચો ઓ માનવને ફસાવી દે છે. તેથી તે તરી શકતો નથી. તરી ન શકાય તો પાણી ડુબાડી જ  દે. ડુબી ગયા પછી માનવના દુઃખ નો પાર નથી રહેતો. ઘણીવારRead More


સ્કુટર ચોરીનાં મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડતી ભાવનગર,એલ સી બી

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને ભાવનગર શહેર/જીલ્લા વિસ્તારમાં થયેલ ચોરીઓનાં ગુન્હાનો ભેદ ઉકેલવા માટે સખત સુચના આપેલ.જે સુચના અને માર્ગદર્શન હેઠળ આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત સંબંધી ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગર,ગંગાજળીયા તળાવ,રૂપાલી ગેસ્ટ હાઉસ પાસે આવતાં શંકાસ્પદ સ્કુટર સાથે મહેશ ઉર્ફે મયલો જીવરાજભાઇ સોલંકી ઉ.વ.૨૧ રહે.લીલાપીરની બાજુમાં,ટાણા રોડ,શિહોર જી.ભાવનગરવાળો મળી આવેલ. તેની પાસે રહેલ ગ્રે કલરનું હોન્ડા એકટીવા સ્કુટર પાછળનાં ભાગે રજી.નં.GJ-04-CL-9629 તથા એન્જીન નંબર-JF50ET3043762 તથા ચેસીઝRead More


આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગદળ પાલીતાણા તાલુકાની ટીમની ઘોષણા

પવિત્રયાત્રા ધામ પાલીતાણામાં તા.05-08-2018 રોજ રામવાડી ખાતે ડો પ્રવીણભાઈ તોગડીયાના હિંદુઓનું નવું સંગઠન આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદની બે સત્ર ના ભાગ રૂપેનીબેઠક યોજવામાં આવેલ. આ બેઠકમાં વર્ષોથી પાલીતાણા માં હિંદુ સમાજની સામાજિક,ધાર્મિક,જીવદયા માનવસેવા જેવી પ્રવુતિ સાથે જોડાયેલી ટીમના સભ્યો પૂ.સંતો તેમજ સૌરાષ્ટ્ર પ્રાંત અને જિલ્લા ના અધિકારીઓની ઉપસ્થિતિમાં પાલીતાણા તાલુકા આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદ તેમજ રાષ્ટ્રીય બજરંગદળમાં જોડાયા હતા જેમાં આંતરરાષ્ટ્રીય હિંદુ પરિષદના અદયક્ષ તરીકે કલ્પેશભાઈ પરમાર, ઉપાધ્યક્ષ પીલું ઠાકોર, મંત્રી તરીકે ભરતભાઇ સોલંકી, સપુભાઈ બરાળ ભરત સાટિયા, તેમજ રાષ્ટ્રીય બજરંગદળના અધ્યક્ષ ભાવેશભાઈ મકવાણા (બજરંગી) ઉપાધ્યક્ષ ભાવેશભાઈ ડગળા, આકાશ સઠિયા મંત્રી, લાલાભાઈRead More


કેન્દ્રિય મંત્રી માંડવિયાના અધ્યક્ષસ્થાને સર્કીટ હાઉસ ખાતે બેઠક યોજાઈ

આજે તા. ૦૫ ઓગષ્ટે કેન્દ્રિય મંત્રી મનસુખભાઈ માંડવિયાના અધ્યક્ષસ્થાને સર્કીટ હાઉસ ભાવનગર ખાતે એક બેઠક યોજાઈ હતી આ બેઠકમા મંત્રીએ જણાવ્યુ હતું કે તા. ૧૨ ઓગષ્ટે સવારે ૧૦/૦૦ કલાકે નારી ચોકડી ખાતે નારી થી અધેલાઈ સુધી ના ૩૩ કીલોમીટર સુધીના આર. સી. સી. ના રૂપિયા ૮૨૦ કરોડ ના ખર્ચે બનનારા રોડ નું ખાતમુહુર્ત દેશના ઉપ રાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુ ના હસ્તે કરવામા આવશે આ કાર્યક્રમ પ્રસંગે કેન્દ્રિય મંત્રી નીતિન ગડકરી, તેઓ પોતે તેમજ રાજ્યના મુખ્યમંત્રી, રાજ્યપાલ, નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રી મંડળ ના કેટલાંક સભ્યો હાજર રહેશે. તા. ૧૨ ના રોજ માન.Read More


“200 રિયલ હોકી ખેલાડીઓ રમશે ગોલ્ડમા હોકી”

હોકી પર આધારિત ફિલ્મ “ગોલ્ડમાં રીયલ હોકી ખિલાડી રમશે હોકી। રીયલ હોકી ખિલાડીયો મા થી વાલ્મિકી અને ઉદયબિર સંધુ એ ફિલ્મ માં કામ ના  તેમના અનુભવ શેયર કર્યો છે. ફિલ્મ ના વિશે ચર્ચામા હૉકી ખિલાડી વાલ્મિકી કહ્યું, “હું ફિલ્મમાં હોકી ખેલાડીની ભૂમિકા રમુ  છું અને અક્ષય સર અમારી ટીમ ના મેનેજર છે .” તેમજ અન્ય હોકી ખેલાડી ઉદયબિર સંધુ જણાવ્યું હતું કે, “હું ઓડિશન માટે ગયો અને થોડા દિવસો પછી મને રોલ મળ્યો હતો. પહેલાથી જ મને હોકી સારી રીતે ફાવેછે એટલે મને બીજા અભિનેતા ની જેમ હોકી રમવું શીખવુંRead More


આનંદ પંડિતે જૉન અબ્રાહમ અભિનીત ‘સત્યમેવ જયતે’ માટે ઑલ ઇન્ડિયા થિએટ્રિકલ રાઇટ્સ મેળવ્યા

  મુંબઈ: સારી કન્ટેન્ટવાળા સિનેમાને ટેકો આપવા માટે જાણીતા નિર્માતા આનંદ પંડિતે હવે આ સ્વતંત્રતા દિને રીલીઝ થઈ રહેલી જૉન અબ્રાહમ સ્ટારર સત્યમેવ જયતે માટે ઑલ ઇન્ડિયા થિએટ્રિકલ રાઇટ્સ પ્રાપ્ત કર્યા છે. અત્યંત સફળ પ્યાર કા પંચનામા 2 પછી આ આનંદ પંડિતનું પેનોરમા સ્ટુડિયોઝ સાથે બીજું સંયુક્ત સાહસ છે. નિર્માતા આનંદ પંડિત કે જેમણે પ્યાર કા પંચનામા 2 જેવી ફિલ્મોનું વિતરણ કર્યું છે તેમણે ગ્રેટ ગ્રાન્ડ મસ્તી, સરકાર 3, મિસિંગ અને ડેઝ ઑફ તફરી જેવી ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યું છે અને તેમણે ટી-સીરીઝના નિર્માતા ભૂષણ કુમાર પાસેથી પોતાના બેનર આનંદRead More


શાહરૂખ ખાન કેન્સર સામે લડનાર બાળકોને મળ્યો

જેના નામ માત્રથી ભલભલા ધૂ્રજી ઊઠે છે એવા ભયંકર રોગ કેન્સર સામે લડીને ઊગરી ગયેલાં બાળકોને તાજેતરમાં સુપર સ્ટાર શાહરુખ ખાને પોતાના મન્નત બંગલામાં નોતર્યા હતાં અને ચા પાણી પાયાં હતાં. આ બાળકો વર્લ્ડ ચિલ્ડ્રીન વીનર્સ ગેમ્સ 2018માં સહભાગી થવા મોસ્કો જઇ રહ્યાં હતાં ત્યારે શાહરુખ ખાને એમનો ઉત્સાહ વધારવા પોતાના બંગલામાં આ ચા પાર્ટી રાખી હતી. શાહરુખના પિતા પણ કેન્સરનો ભોગ બનીને મૃત્યુ પામ્યા હતા. એમની સ્મૃતિમાં સ્થાપેલા મીર ફાઉન્ડેશન અને શાહરુખની માલિકીની ક્રિકેટ ટીમ કોલકાતા નાઇટ રાઇડર્સના ખેલાડીઓ પણ આ સમયે હાજર હતાં અને દરેક બાળકને ઠંડી તેમજRead More


error: Content is protected !!