Main Menu

August, 2018

 

કેરળમાં જળપ્રલયની સ્થિતિ, મૃતાંક ૧૭૦થી વધુ

કોચી,તા. ૧૭ કેરળમાં છેલ્લા કેટલાક દિવસથી જારી વિનાશકારી પુરના કહેરના કારણે સ્થિતી દિન પ્રતિદિન વધુને વધુ ચિંતાજનક અને વિકરાળ બની રહ છે. મોતનો આંકડો ઝડપથી વધીને ૧૭૦થી ઉપર પહોંચી ગયો છે. બે લાખ ૨૩ હજારથી વધુ લોકો હજુ પણ રાહત કેમ્પોમાં છે. ૧૫૫૬ જેટલા રાહત કેમ્પ ઉભા કરવામાં આયા છે. મુખ્યમંત્રી પિનારાઈ વિજયનને કહ્યું છે કે ચાર જિલ્લાઓમાં પુરની સ્થિતી સર્જાયેલી છે. જે ચાર જિલ્લાઓમાં હાલત કફોડી બની છે તેમાં અલાપ્પુજા, એર્નાકુલમ, પઠાનમિત્થા અને ત્રિસૂરનો સમાવેશ થાય છે. અહીં પંપા, પેરિયાર અને ચાલાકુડી નદીઓમાં પાણીની સપાટી ભયજનક સ્તર પર પહોંચીRead More


પાલીતાણા ખાતે તિરંગા યાત્રા નિકળી

  14મી ઓગષ્ટના દિને એટલે કે અખંડભારત સ્મૃતિદિને પાલીતાણા ખાતે ભવ્ય તિરંગાયાત્રા નીકળી હતી. પાલીતાણા ખાતે 1107 ફૂટ લાંબા અને 10 ફૂટ પહોળા તિરંગાને પાલીતાણાની સ્કૂલ તથા કોલેજની 1200 બહેનો શહેરના માર્ગો પર લઇને નીકળી હતી.અને અનેરો દેશભક્તિનો માહોલ સર્જાયો હતો. પાલીતાણા ખાતે જેસીઆઈ દ્વારા એક ભવ્ય તિરંગાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકુર વિદ્યાલય ખાતેથી આ તિરંગાયાત્રાના પ્રારંભ થઈ પાલીતાણા હાઈસ્કુલ ખાતે સમાપ્ત કરાઈ હતી. આ તિરંગાયાત્રા સાથે બેટી બચાઓ-બેટી પઢાઓ અભિયાન, સ્વચ્છતા અભિયાન અને પ્લાસ્ટિક મુક્ત ભારત અભિયાનને વેગ મળે તેવી થીમ સાથે પણ જોડવામાં આવી છે.


તિરંગાયાત્રાને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવતા મેયર મનહરભાઇ મોરી

૭૨માં સ્વાતંત્ર્ય દિવસની પૂર્વ સંધ્યાએ ભાવનગર શહેરના વિવિધ વિસ્તારના રાજમાર્ગો ઉપર તિરંગા યાત્રા તથા યાદ કરો કુરબાની કાર્યક્રમને લીલી ઝંડી આપી મહાનગરપાલિકાના મેયર મનહરભાઇ મોરીએ જવાહર મેદાન ખાતેથી સાંજે ૫.૩૦ કલાકે પ્રસ્થાન કરાવયું હતું. આ તિરંગાયાત્રામાં સૌથી આગળ પોલીસ એસ્કોટીંગ જીપ ત્યાર બાદ મોટી ખુલ્લી ટ્રકમાં પોલીસ બેન્ડ સાથે જવાનો જોડાયા હતા. તેમની પાછળ ૭૨ બાઇક સવારો કુલ ૧૪૪ જેટલા યુવાનો જોડાયા હતા. આ ઉપરાંત બાઇક સવારોની પાછળ મોટી સંખ્યામાં અન્ય બાઇક સવારો પણ જોડાયા હતા. રાષ્ટ્રધ્વજ સાથેની જીપમાં ક્રાન્તીકારીશ્રીઓ ગાંધીજી, સરદાર પટેલ, અને ચંદ્રશેખર આઝાદની તસ્વીરોથી સુશોભીત કરવામાં આવેલ.Read More


ભાવનગર બાર એસોસીએશન દ્ધારા અભીવાદન સમાહરો

  ભાવનગર ડીસ્ટ્રીક કોર્ટના અતિ આધુનિક સંકુલ માટે ગુજરાત સરકારશ્રી દ્વારા જમીન ની ફાળવણી બદલ ભાવનગર બાર એશોસિએશન દ્વારા આજ રોજ યશવંતરાય નાટ્યગૃહ -ભાવનગર માં બપોરના ૩/૦૦ કલાકે માન.મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રુપાણી તેમજ સન્માનીય મહાનુભાવો નો સન્માન સમારોહ માં મંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા,મંત્રી શ્રીમતી.વિભાવરીબેન દવે,ગુજરાત પ્રદેશ ભાજપા અધ્યક્ષ જીતુભાઈ વાઘાણી, સાંસદશ્રીમતી ડો.ભારતીબેન શિયાળ ની વિશેષ ઉપસ્થિતિ માં બહોળી સંખ્યામાં યોજાયો


ભાવનગરના ખાતે ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુને રાજ્યપાલ સહિતનાએ વિદાય આપી

આજે તા. ૧૨ ઓગષ્ટે દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુ સહિતના મહાનુભાવોના હસ્તે ભાવનગરના નારીથી અધેલાઈ સુધીના ૩૩ કીલોમીટર લંબાઈના રૂપિયા ૮૨૦ કરોડના ખર્ચે બનનારા  આર. સી. સી. ના ચાર માર્ગીય રસ્તાના કામનું ખાતમુહુર્ત કરાયુ હતુ આ કાર્યક્રમ પુર્ણ થયા બાદ ભાવનગરના એરપોર્ટ ખાતે થી દેશના ઉપરાષ્ટ્રપતિશ્રી વેંકૈયા નાયડુને રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલી,કેન્દ્રિય રાજ્યમંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયા, માન. મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી, નાયબ મુખ્યમંત્રીશ્રી નીતિનભાઈ પટેલ, ગ્રુહ રાજ્યમંત્રીશ્રી પ્રદીપસિંહ જાડેજા, શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવે, પ્રદેશ ભા. જ. પ. પ્રમુખશ્રી જીતુભાઈ વાઘાણી, સાંસદ ડો. ભારતીબેન શિયાળ, જિલ્લા કલેકટરશ્રી હર્ષદ પટેલ, મ્યુ. કમિશ્નરશ્રી એમ. એ. ગાંધી,Read More


અધેલાઇ થી નારી વચ્ચેના ફોર ટ્રેક રોડ નો શીલાન્યાસ

ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેંકૈયા નાયડુએ જણાવ્યું છે કે, દેશની રાજનીતિમાં યુવાનોનું ખૂબ જ મહત્વ છે. યુવાનોની ઉર્જા, કેલીબર, કેપેસીટી, કોન્ફીડન્સ, અને કેરેકટર દ્વારા દેશનો વધુ વિકાસ થશે પ્રજાએ લોકશાહીના જતન માટે ક્રીમીનાલીટીને નાબુદ કરી દરેક સમાજને સામાજિક ન્યાય મળે તે માટે જાતિ આધારીત રાજનીતિ દુર થાય તે આજની નિતાંત આવશ્યકતા છે. ભાવનગર ખાતે રૂ. ૮૨૦ કરોડના ખર્ચે બનનાર નારી થી અધેલાઇ સુધી બનનાર નેશનલ હાઇવે નંબર ૭૫૧ સેક્શનને ચારમાર્ગીય કરવાના કાર્યનો શીલાન્યાસ કરીને ઉપરાષ્ટ્રપતિશ્રી એમ.વેં કૈયા નાયડુએ ભાવનગરવાસીઓને ગુજરાતીમાં અભિનંદન પાઠવીને જણાવ્યું હતું કે, આ ઐતિહાસીક નગરમાં આવવાનો મને અવસર મળ્યોRead More


અમરનાથમાં દર્શન માટે ૬૮ શ્રદ્ધાળુનો નાનો જથ્થો રવાનો

અમરનાથ યાત્રીઓની સુરક્ષાને લઇને અભૂતપર્વ વ્યવસ્થા કરાઇ છે : બધા શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ:પ્રવાહ અકબંધ શ્રીનગર,તા. ૧૧ અમરનાથ યાત્રા આજે પણ યથાવતરીતે જારી રહી હતી. ભારે ઉત્સાહ અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે ૬૮ શ્રદ્ધાળુઓની સૌથી નાનકડી ટુકડી રવાના કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપતા કહ્યુ હતુ કે કાશ્મીર ખીણમાં પવિત્ર અમરનાથની ગુફામાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. હમેંશા કરતા આ વખતે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની તૈયારી ત્રાસવાદીઓ કરી રહ્યા છે. આ અંગે વારંવાર અહેવાલ પણ આવી ચુક્યાRead More


વડોદરા મા લોન્ચ થશે લવરાત્રી નું પહેલું ગીત છોગાળા

સલમાન ખાન ની ફિલ્મ્સ ની સ્વ આતુરતાથી રાહ જોવે છે , પરંતુ આ વખતે સલમાન એ પોતાની બહેન અર્પિતાના પતિને ફિલ્મ ‘લાવરાત્રી’ થી લોન્ચ કરી રહ્યો છે. ફિલ્મમાં, વરીના હુસૈન અને આયુષ શર્મા પ્રેક્ષકોથી ખૂબ જ પ્રેમમળી રહ્યો છે. મેકર્સ હવે “છોગાળા” જેનું દર્શક બહુ સમય થયા રાહ જોઈ રહ્યા છે તે ગીત ને વડોદરા માં 14 ઓગસ્ટ ના રોજે લોન્ચ કરશે। આ ફિલ્મ ના ગીત નું શૂટિંગ લંડનમા કરવામાં આવ્યું છે જ્યાં આયુષ અને વરીના ગરબા રમતા જોવા મળશે।| આ ગીતમાં વૈભવી મર્ચન્ટ દ્વારા કોરિયોગ્રાફ્ડ કરવામાં આવ્યું હતું અનેRead More


અધેલાઇ થી નારી નેશનલ હાઇવેની શિલાન્યાસ તૈયારીઓનું નીરિક્ષણ કરતા મનસુખભાઇ માંડવીયા

અધેલાઇ થી નારી નેશનલ હાઇવેની શિલાન્યાસ વિધિના અવસરે યોજાનાર કાર્યક્રમની તૈયારીઓનું નીરિક્ષણ કરતા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયા રોડ છે તો ગતિ છે અને ગતિ છે તો પ્રગતિ છે શ્રી મનસુખભાઇ માંડવીયા ભાવનગર શહેર ખાતે આવતી કાલે ભારતના ઉપરાષ્ટ્રપતિશ્રી એમ. વેકૈંયા નાયડુ, ગુજરાતના રાજયપાલશ્રી ઓ. પી. કોહલી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીની વિશેષ ઉપસ્થિતિમાં યોજાનાર અધેલાઇ થી નારી નેશનલ હાઇવે નં ૭૫૧ સેકશનને ચાર માર્ગીય કરવાના શિલાન્યાસ કરવાના કાર્યક્રમની પૂર્વ તૈયારીઓનું નીરિક્ષણ આજે કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ રાજ્યમંત્રીશ્રી મનસુખભાઇ માંડવીયાએ શિક્ષણ રાજ્યમંત્રીશ્રી વિભાવરીબેન દવેની ઉપસ્થિતિમાં કર્યુ હતું. ભાવનગર શહેરના નારી ચોકડીRead More


પાલીતાણા તાલુકા ખ.વે.સંધમાં વ્ય.સમિતિની ચુંટણી બિનહરીફ

ભાવનગર પાલીતાણા તાલુકા સહકારી ખરીદ વેચાણ સંધ લી. ની વ્યવસ્થા સમિતિના સભ્યોની ચુંટણી 2018 બીનહરીફ થતા પરીણામોની જાહેરાત કરતા વાધાણી નાગજીભાઇ માવજીભાઇ ચેરમેન, ગોટી વિજયભાઇ, બળસરીયા ભોજભાઇ, વાળા રૃખડભાઇ, મકવાણા ડાયાભાઇ, લાઠીયા કાળુભાઇ, ખેર હિમંતભાઇ, નારોલા લાલાજીભાઇ, કુબાવડ કાંતિલાલ, ગોહિલ બળવંત સિહ, મુલાણી વિનુભાઇ આ તમામ ઉમેદવારોને બિનહરીફ વિજેતા જાહેર કરાયા હતા. તેની ભાજપ દ્ધારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી.


error: Content is protected !!