Main Menu

Sunday, June 17th, 2018

 

પાલીતાણા નગરપાલીકા અને તાલુકા પંચાયત જ પાણી વિહોણી

ચેલેન્જર, પાલીતાણા ઃ નગપાલીકાની ફરજ અને જવાબદારી એ છે કે, શહેરીજનોને પીવા લાયક શુદ્ધ પાણી સૌ કોઈ શહેરજનોને મળે અને તાલુકા પંચાયતની ફરજ અને જવાબદારી એ છે કે, તાલુકામાં આવતા તમામ ગામડાઓને પીવાલાયક શુદ્ધ પાણી આખા તાલુકાની પ્રજાને મળે. તો પાલીતાણામાં ઉલટું ચાલે છે. શહેરીજનો અને ગ્રામ્યજનો પ્રાઈવેટ પાણીના જગો મંગાવીને પીવે છે. પરંતુ આ પ્રાઈવેટ જગોની પાણી પાલીતાણા નગરપાલીકા અને પાલીતાણા તાલુકા પંચાયત બંને મંગાવીને પીવે છે. અને મોંઘા ખર્ચે વસાવેલ કુલરો કાટ ખાય રહ્યા છે. સોશિયલ મિડીયામાં એવું જાહેર કરવામાં આવે છે કે આ ઠંડા પાણીમાં જગમા લાંબોRead More


પ્લાસ્ટીક ડ્રાઈવના નામે એક નાટક !!!

પાલીતાણા નગરપાલીકા દ્વારા પર્યાવરણ સપ્તાહ અનુસંધાને પ્લાસ્ટીક ડ્રાઈવના નામે એક નાટક !!! ચેલેન્જર,પાલીતાણા ઃ પાલીતાણા શહેરની આમ તો હલકી કક્ષાના તમામ પ્લાસ્ટીકના વેચાણ અને વપરાશ માટે મનાઈ છે તેમજ પાલીતાણા ચાર થાંભલાથી લઈને તળેટી સુધી સંપૂર્ણ પ્લાસ્ટીક ઉપર પ્રતિબંધનું કલેક્ટર દ્વારા જાહેરનામું બહાર પાડેલું છે. છતા આખા શહેરમાં પાના માવાના પેકિંગ તરીકે તમામ દુકાનો ઉપર પ્લાસ્ટીકના વેપર, દરેક ચાની હોટલો અને લારીઓમાં પ્લાસ્ટીકના કપ તેમજ ૫૦ માઈક્રોથી નીચેની કક્ષાના શાકભાજી, ફળફળાદી અને અન્ય ચીજવસ્તુઓ લઈ જવા માટે પ્લાસ્ટીક બેગ સંપૂર્ણ પણે ગેરકાયદેસર હોવા છતા તેને પાલીતાણામાં સરેઆમ ઉપયોગ થઈ રહ્યોRead More


પાલીતાણામાં સંયમ રજત મહોત્સવ ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે

ચેલેન્જર, પાલીતાણા ઃ પાલીતાણા ખાતે સંયમ રજત મહોત્સવની ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ.પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના સંયમ રજત વર્ષ નિમિત્તે તા.૨૨થી ૨૪ સુધી અનેક કાર્યક્રમો યોજાશે. જેમા તા.૨૨ને શુક્રવારે શત્રુંજય મહાપૂજન, તા.૨૩ને શનિવારે પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના દીક્ષા દિન નિમિત્તે ‘ગુરુ રાજ સંગે ગિરિરાજ ‘ભેટીયે’નો અદ્‌ભુત કાર્યક્રમ, ગિરિરાજની સમુહ યાત્રા, તા.૨૪ને રવિવારે શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપૂજન વિગેરે જેવા અનેક કાર્યક્રમો ચેન્નઈ ચંદ્ર યાત્રિક ભવન ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. સંયમ રજત મહોત્સવના લાભાર્થી શ્રી બાદરમલજી નરેન્દ્રકુમારજી કરાટરિયા પરિવારે લાભ લીધો છે.Read More


રત્નની પ્રતિમાઓનું જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠા

ચેલેન્જર,સુરત : ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા અને શિષ્યરત્ન આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સુરતના વેસુ વિસ્તારમાં મુનિ સુવ્રતસ્વામી જિનાલયમાં રત્નની ૮૪ પ્રતિમાઓની સ્થાપના ૧૬ જુને કરવામાં આવી હતી.જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે. તેમાં ૨૭ પૂજનીય અને ૫૭ દર્શનીય પ્રતિમાજીઓ હશે. ૧૪ જૂને બેસતા મહિનાના માંગલિક સાથે પ્રતિમાજીઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો. સુરતમાં જૈન મંદિરમાં ૮૪ જેટલી રત્નની પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે. આ મંદિર અંગે ગચ્છાધિપતિ શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું કે ગુજરાતમાં સૌપ્રથમ ફક્ત રત્નજડિત પ્રતિમાઓનું મંદિર તૈયાર કરાયું છે. તેમાં કુલ ૮૪ પ્રતિમાજીમાં ૨૭ પૂજનીય છે, જેમની નિત્યRead More


પ્રવેશોત્સવ યોજતા મંત્રીઓ-અધિકારીઓના કેટલા બાળકો સરકારી શાળામાં?

રાજય સરકાર દ્વારા છેલ્લા ૧૬ વર્ષથી ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમ મોટા પાયે ચલાવવામાં આવે છે અને મંત્રીઓથી લઇને ઉચ્ચ અધિકારીઓ પણ તેમાં ભાગ લેતા હોય છે. સરકારી કે મહાનગરપાલિકાની શાળાઓમાં દર વર્ષે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમ યોજાય છે. તે સાથે ગુણોત્સવ પણ યોજાય છે. રાજય સરકાર દ્વારા શાળાઓમાં કોમ્પ્યુટરથી લઇને અત્યાધુનિક સુવિધા અને પૂરતા શિક્ષકો હોવા સાથે આવી શાળાઓનું ધોરણ સુધર્યું હોવાનો દાવો કરે છે ત્યારે હવે કેટલા મંત્રીઓ કે અધિકારીઓના પરિવારના સંતાનો સરકારી શાળામાં ભણે છે તેવો સવાલ સોશિયલ મીડિયામાં ચર્ચાઇ રહ્યો છે. સરકારી શાળાઓRead More


error: Content is protected !!