Main Menu

Sunday, June 3rd, 2018

 

ધોમધામ ગરમીની વચ્ચે ૫૩૦ બાળકોએ ગીરીરાજની ૯૯ યાત્રા કરી

પાલીતાણા: તીર્થ પાલીતાણા ખાતે શ્રી શત્રુંજયની ૯૯ યાત્રા વર્ષમાં બે વખત થાય છે. શ્રી શત્રુંજય પર્વત પર શ્રી આદીનાથ દાદા પૂર્વ ૯૯ વાર પધાર્યા હતા. તેથી ૯૯ યાત્રાનો અનેરો મહીમા છે. ગીતાંજલી બોરીવલી શ્રી સંઘે મુનિરાજશ્રી નિરાગચંદ્ર વિજયજીની પ્રેરણાથી ૯૯ યાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો. આ પાંચમી ૯૯ યાત્રા ૫૩૦ બાળકોના ભવ્ય માહોલ સાથે ચાલી રહી છે. આવી ગરમીમાં નિત્ય એકાસણા, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, આદિ દિનચર્યા બાળકો પાડી રહ્યાં છે. એ.સી.માં રહેનાર ગાડીમાં ફરનાર એકાસણા કદી નહીં કરનાર એવા નાના બાળકો દરરોજ ૩-૪ યાત્રા કરી રહ્યા છે. ચોવીહારો છઠ્ઠ કરીને સાત યાત્રાRead More


બંધુ ત્રિપુટીઓનો રતલામ ખાતે ચાતુર્માસ

અયોધ્યાપુરમ્‌ મહાતીર્થના પ્રેરક બંધુ ત્રિપુટી આ જિનચંદ્રસાગર અને હેમચંદ્રસાગરસૂરિજીની પાવન નિશ્રામાં અનેક કાર્યક્રમો, મીટીંગો ભવ્યતાથી ઉજવાયા બાદ પૂજ્યશ્રીઓનું આગામી દિવસોમાં રતલામ(એમ.પી.) ખાતે ચાતુર્માસ માટે આગમન થશે. જૈનાચાર્યતીર્થ અયોધ્યાપુરમ્‌ તીર્થના પ્રેરક માર્ગદર્શક બંધુ ત્રિપુટી પૂ.આ. જિનચંદ્રસાગરસૂરી મ.સા. પૂ.આ.હેમચંદ્રસાગરસુરિ મ.સા.ની નિશ્રામાં આ તીર્થ મધ્યે ભવ્ય કાર્યક્રમોની શ્રેણીનાં માધ્યમે અનેકાનેક ભક્તજનોના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ આવી છે. યુવાશિબીર-નવપદજીની ઓળી ૫૬માં દીક્ષા જીવનમાં પ્રવેશ-બાળમુમુક્ષુ આદેશ (ઉં.વ.૧૩)ની દીક્ષા શાંતિસ્નાત્ર મહાપૂજન-નવપદજીની પૂજા (પ્રથમ-સંપ્રતિ આદિ શાસ્ત્રીય સંગીકારોન સુરાવલીઓ સાથે વિવિધ પ્રસંગો ભવ્યતાથી ઉજવાયો. આ બન્ને આચાર્ય ભગવંતો માંડવગઢ ત્રિદિવસીય શિબીર લીમડીમાં ૨૮ જૂને દેરાસરના જીર્ણોદ્ધાર માટે ખાતમુર્હુત અનેRead More


પાલીતાણામાં ધો.૧૦ નું રીઝલ્ટ નાના શહેરોથી પણ ખરાબ

પાલીતાણા હાઈસ્કુલના સ્ટાફ દ્વારા ગત વર્ષોના પરીણામને સુધારવા માટે કરેલ પ્રયત્ન બદલ અભિનંદન… ચેલેન્જર,પાલીતાણા પાલીતાણા શહેર ભાવનગર જિલ્લાનું સૌથી લોકપ્રિય અને ખ્યાતનામ છે. પાલીતાણામાં રાજકીય, સામાજિક અને ધાર્મિક રીતે પણ આગળ છે. છતા માધ્યમિક શિક્ષણ બાબતમાં પાલીતાણા શહેરની આજુબાજુના પ૦ કિલોમીટરમાં આવતા શહેરમાંથી પણ ખરાબ પરીણામ એસએસસી બોર્ડમા સુધરેલા ગામડા જેવું પાલીતાણા કેન્દ્રનું રહ્યું છે. આમ તો જુદી જુદી માધ્યમિક શાળાઓ સતત પોતાની સ્કુલના તેજસ્વી તારલાના ફોટાવાળા પેમ્પલેટો અખબારમાં નખાવે છે. પરંતુ તેના થોડા વિદ્યાર્થીઓ સિવાય કેટલા નાપાસ થયા કે ઓછા પર્સન્ટેજ આવ્યા તેની વિગતો પેમ્પલેટમાં નાખવામાં આવતી નથી. આવીRead More


ભાવનગર જિલ્લો રીઝલ્ટમાં રાજ્યમાં ૧૫ ક્રમે ધકેલાયો

રાજ્યના છેવાડાના પછાત જિલ્લા હરણફાળ ભરી છે ત્યારે ભાવનગરની ગતિ ઠેરના ઠેર જેવી ભાવનગર : ગુજરાત માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦નું પરિણામ જાહેર થયું. જેમા ભાવનગર જિલ્લો પરીણામની જિલ્લા મુજબની ટકાવારીમં ૧૫માં સ્થાને પહોંચી ગયો છે. ૬૯.૧૭ ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં ભાવનગર જિલ્લો પરિણાની ટકાવારીમાં છેક ૧૫માં સ્થાને પહોંચી ગયો છે. સમગ્ર ગુજરાતમાં ૮૦.૦૬ ટકા સાથે ધો.૧૦ના પરિણામમાં આ વર્ષે સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે. એક સમયે શિક્ષણ ક્ષેત્રે સમગ્ર રાજ્યમાં ભાવનગરનું નામ માનભેર લેવાતું હતું અને શિક્ષણ ક્ષેત્રે અનેક વિભૂતિઓ જે જિલ્લાએ રાજ્ય અને રાષ્ટ્રને આપીRead More


પાલીતાણા એસટી રોડનું નવીનીકરણથી આમ રાહદારીને રાહત

ચેલેન્જર,પાલીતાણા : પાલીતાણામાં એસટી રોડ મુખ્ય માર્ગ છે. ત્યાંથી દિવસ દરમ્યાન ૫૦ હજારથી પણ વધારે રાહદારીઓની અવર જવર થઈ હોય છે. તે ઘણા સમયથી બિસ્માર હાલતમાં હતો. અને શહેર અને તાલુકાનો વિકાસ થતા ટ્રાફિકની સમસ્યાઓ વધી હતી. તેમજ અવાર નવાર નાના મોટા અકસ્માતો થતા રહેતા હતા. હમણા જ થોડા દિવસ પહેલા એક ૧૫ વર્ષની બાળકીનું ડમ્પર નીચે આવી જવાથી મોત નિપજ્યું હતું. આ રોડનું રીસરફેસ માટેની માંગણી વર્ષોથી થતી હતી.તે પાલીતાણાના ધારાસભ્ય ભીખાભાઈ બારૈયાની તત્પરતાના કારણે થોડા સમયમાં ભાવનગર રોડ ઉપર જે જગ્યાએ ચોમાસામાં રોડ તુટતા હતા તે સ્થળે સીસીરોડRead More


પાલીતાણામાં કાર્બાઇડથી પકવેલ કેરી વેપારીઓ ગ્રાહકોને પઘરાવી રહ્યા છે

પવિત્ર તિર્થનગરી પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં કેરીનું વેચાણ કરતા વેપારીઓએ કાંચી કેરીને અકુદરતી અને ઝડપી પકવવા માટે કાર્બાઇડ જેવા હાનીકારક રસાયણો બેફામ ઉપયોગ કરી રહ્યા છે. જે અંગે સંબંધિત તંત્રએ ચેકીંગ કરીને જાહેર આરોગ્ય સાથે થતા ચેડા અટકાવવા જાઇએ. પાલીતાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં ઉનાળાના ગરમીનાં દિવસોમાં કેરીની માંગ ખૂબ જ રહેતી હોવાથી જેનો ગેરલાભ લેવા કાચી કેરીને કુદરતી રીતે પકવતા અઠવાડીયું લાગે છે. જ્યારે કેરીના જથ્થામાં કાર્બાઇડ રસાયણોનો ઉપયોગ કરતાં હોય તો એકાદ બે દિવસમાં કેરી પાકી જાય પરંતુ આવી કેરી સ્વાસ્થ્ય માટે હાનીકારક છે. સામાન્ય ગેસ વેલ્ડીંગRead More


error: Content is protected !!