Main Menu

Tuesday, May 29th, 2018

 

કેરળના દરિયાકાંઠે મોનસુનની ૩ દિવસ પૂર્વે એન્ટ્રી

કેરળમાં ભારે વરસાદની શરૂઆત થઇ જતા તીવ્ર ગરમીથી લોકોને રાહત થઇ છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન સમયથી પહેલા કેરળમાં પહોંચી જતાં આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. આની સાથે જ ભારતમાં ચાર મહિના સુધી ચાલનાર વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આગામી થોડાક સપ્તાહમાં તે ઉત્તર ભારત તરફ વધશે. ભારતીય હવામાન વિભાગે પણ આને સમર્થન આપી દીધું છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, કેરળમાં આજે દક્ષિણ પશ્ચિમ મોનસુને એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગને અંદાજ હતો કે, આ વર્ષે મોનસુન પહેલી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠે પહોંચી જશે પરંતુ ત્રણRead More


રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ આજથી શરૂ

નવી દિલ્હી,તા. ૨૯ ૧૦ લાખથી વધુ બેંક કર્મચારીઓ આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. બે દિવસ સુધી ચાલનાર આ હડતાળના કારણે બેંકિંગ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ જાય તેવી શક્યતા છે. ઓલ ઇÂન્ડયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના લોકોનું કહેવું છે કે, બે ટકાના પગાર વધારાની ઓફર કરવામાં આવ્યા બાદ પણ કર્મચારીઓ સંતુષ્ટ દેખાયા નથી. નવ યુનિયનોની સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો દ્વારા આ હડતાળ પાડવામાં આવી રહી છે. બેંકરો પગારમાં સુધારાને લઇને માંગણી કરી રહ્યા છે. પહેલી નવેમ્બર ૨૦૧૭ બાદથી પગાર વધારાનો મામલો અટવાયેલો છે. ઓલ ઇÂન્ડયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના લીડરRead More


ધો.૧૦ બોર્ડ પરીક્ષાનુ રિઝલ્ટ ૬૭.૫૦ ટકા

ગાંધીનગર, તા.૨૮ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ છે. પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જાવા મળી હતી. જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ છે. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦Read More


લોકસભાની ૪, વિધાનસભાની ૧૦ સીટ ઉપર મતદાન

નવી દિલ્હી,તા. ૨૮ લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ સીટો ઉપર પેટાચૂંટણી માટે આજે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. રાજકીયરીતે મહત્વપૂર્ણ કૈરાના સીટ ઉપરાંત મહારાષ્ટ્રના ભંડારા-ગોંડિયા, પાલઘર સંસદીય સીટ ઉપરાંત નાગાલેન્ડની એક લોકસભા સીટ ઉપર મતદાન થયું હતું. વિધાનસભાની ૧૦ સીટ ઉપર પણ પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં પલુસ કાદેગાંવ (મહારાષ્ટ્ર), નુરપુર (યુપી), જાકીહાટ (બિહાર), ગોમિયા અને સિલ્લી (ઝારખંડ), ચેંગાનુર (કેરળ), અપપતિ (મેઘાલય), સહાકોટ (પંજાબ), ખરાલી (ઉત્તરાંખડ), મહેશતલા (પશ્ચિમ બંગાળ)માં પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણરીતે ઉંચુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળની બેઠક ઉપર ૭૦.૧ ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે પંજાબમાં ૬૯ ટકા,Read More


આડેધડ રસ્તાને ખોદનારના નામો વેબસાઇટ ઉપર મુકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે ગમે ત્યારે ગમે તે રસ્તાનું પાણી, ગટર કે સ્ટોર્મ વોટર લાઇન બિછાવવા માટે બેફામ રીતે ખોદકામ કરાય છે. જે તે પાઇપલાઇન નખાયા બાદ ઘણા દિવસો સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાયેલા રસ્તાને સમતળ કરાતો નથી. આ ઉપરાંત વીજળી, ગેસ, ફોન જેવી યુટિલિટીના મામલે પણ ખાનગી એજન્સીઓ દ્વારા આડેધડ રસ્તાનું ખોદકામ કરીને ત્યાં પણ ખોદાયેલા રસ્તાને ‘જૈસે થે’ મૂકી દેવાય છે. આ પ્રકારના અણઘડ આયોજનથી સ્થાનિક લોકો વારંવાર હાલાકીમાં મુકાઇ જાય છે ત્યાર હવે અમ્યુકો તંત્રની વેબસાઇટમાં યુટિલિટીના ઓઠા હેઠળ આડેધડ રોડ ખોદનારી ખાનગી એજન્સીની વિગત મુકાવાનીRead More


જીતુ વાઘાણીના બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ

પ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. વાÂલ્મકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬માં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો રહીશોએ ભવ્ય સત્કાર કરી આવકાર આપ્યો હતો. રાષ્ટ્રવાદી વાતાવરણમાં દરેક વય જુથના લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ્‌ના નારાઓ સાથે આજની આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભાજપાની કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓRead More


સુનંદા મોત કેસ : પાંચમી જૂને મહત્વનો આદેશ થશે

દિલ્હીની એક અદાલતે આજે કહ્યું હતું કે સુનંદા પુષ્કર મોતના મામલામાં તેના પતિ અને કોંગ્રેસના નેતા શશી થરૂરને આરોપી તરીકે બોલાવવાના પ્રશ્ન પર પાંચમી જૂનના દિવસે તે આદેશ કરશે. થરૂરને બોલાવવા માટે તેમની પાસે પુરતા પુરાવા છે તેવી રજુઆત કરવામાં આવી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલે કહ્યું હતું કે તેઓ મોડેથી આદેશ આપશે. અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશને હચમચાવી મુકનાર સુનંદા પુષ્કર મોતના મામલામાં દિલ્હી પોલીસે ૧૪મી મેના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોંગ્રેસના નેતા શશી થરુરના પÂત્ન સુનંદા પુષ્કર લીલા હોટલના રૂમ નંબર ૩૪૫માં ચાર વર્ષRead More


અર્બન હેલ્થ સેન્ટરોમાં રસી સહિતની દવાના ધાંધિયા છે

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેકટનું ઉદ્‌ઘાટન કરાય છે, પરંતુ જે તે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ તેની સારસંભાળમાં રસ દાખવતું નથી. શહેરના ગરીબ વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી માટે સત્તાધીશો ધુમધડાકાભેર અર્બન હેલ્થ સેન્ટર બનાવે છે, પરંતુ ત્યાં બાળકોની રસી સહિતની સંબંધિત દવાઓના વારંવાર ધાંધિયાં સર્જાતાં હોઇ નિર્દેાષ નાગરિકોને બહારની મોંઘી દવા ખરીદવી પડે છે. કેટલાક હેલ્થ સેન્ટરો પર બાળકોની રસીનો જથ્થો ખૂટી પડતાં વાલીઓને ભારે હાલાકીનો ભોગ બનવુ પડતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરમાં હજુ એક વર્ષ પહેલાં ૬૪ અર્બન હેલ્થ સેન્ટર હતાં, જે હવે વધીને ૭૧Read More


૫ વર્ષથી એક જગ્યાએ હોય તેવા કર્મચારીની બદલી થશે

ગુજરાત રાજય પોલીસ તંત્રમાં એક જ જગ્યા પર પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ નિભાવી રહ્યા હોય તેવા પોલીસ કર્મચારી-અધિકારીઓની બદલી કરવા અંગે રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ બહુ મહત્વનો આદેશ કર્યો છે. ડીજીપીના આ મહત્વના આદેશને પગલે સમગ્ર રાજય પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તો, પાંચ વર્ષથી એક જગ્યા પર ફરજ નિભાવી રહ્યા હોય તેવા પોલીસ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ૫ વર્ષથી એક જ જગ્યા પર ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવા માટે આદેશ આપ્યો છે. ડીજીપી ઝાએ પોલીસ સ્ટેશન્સRead More


error: Content is protected !!