Main Menu

May, 2018

 

આડેધડ રસ્તાને ખોદનારના નામો વેબસાઇટ ઉપર મુકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે ગમે ત્યારે ગમે તે રસ્તાનું પાણી, ગટર કે સ્ટોર્મ વોટર લાઇન બિછાવવા માટે બેફામ રીતે ખોદકામ કરાય છે. જે તે પાઇપલાઇન નખાયા બાદ ઘણા દિવસો સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાયેલા રસ્તાને સમતળ કરાતો નથી. આ ઉપરાંત વીજળી, ગેસ, ફોન જેવી યુટિલિટીના મામલે પણ ખાનગી એજન્સીઓ દ્વારા આડેધડ રસ્તાનું ખોદકામ કરીને ત્યાં પણ ખોદાયેલા રસ્તાને ‘જૈસે થે’ મૂકી દેવાય છે. આ પ્રકારના અણઘડ આયોજનથી સ્થાનિક લોકો વારંવાર હાલાકીમાં મુકાઇ જાય છે ત્યાર હવે અમ્યુકો તંત્રની વેબસાઇટમાં યુટિલિટીના ઓઠા હેઠળ આડેધડ રોડ ખોદનારી ખાનગી એજન્સીની વિગત મુકાવાનીRead More


જીતુ વાઘાણીના બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ

પ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. વાÂલ્મકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬માં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો રહીશોએ ભવ્ય સત્કાર કરી આવકાર આપ્યો હતો. રાષ્ટ્રવાદી વાતાવરણમાં દરેક વય જુથના લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ્‌ના નારાઓ સાથે આજની આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભાજપાની કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓRead More


સુનંદા મોત કેસ : પાંચમી જૂને મહત્વનો આદેશ થશે

દિલ્હીની એક અદાલતે આજે કહ્યું હતું કે સુનંદા પુષ્કર મોતના મામલામાં તેના પતિ અને કોંગ્રેસના નેતા શશી થરૂરને આરોપી તરીકે બોલાવવાના પ્રશ્ન પર પાંચમી જૂનના દિવસે તે આદેશ કરશે. થરૂરને બોલાવવા માટે તેમની પાસે પુરતા પુરાવા છે તેવી રજુઆત કરવામાં આવી હતી. એડિશનલ ચીફ મેટ્રોપોલિટન મેજીસ્ટ્રેટ સમર વિશાલે કહ્યું હતું કે તેઓ મોડેથી આદેશ આપશે. અત્રે ઉલ્લેખનિય છે કે સમગ્ર દેશને હચમચાવી મુકનાર સુનંદા પુષ્કર મોતના મામલામાં દિલ્હી પોલીસે ૧૪મી મેના દિવસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોંગ્રેસના નેતા શશી થરુરના પÂત્ન સુનંદા પુષ્કર લીલા હોટલના રૂમ નંબર ૩૪૫માં ચાર વર્ષRead More


અર્બન હેલ્થ સેન્ટરોમાં રસી સહિતની દવાના ધાંધિયા છે

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેકટનું ઉદ્‌ઘાટન કરાય છે, પરંતુ જે તે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ તેની સારસંભાળમાં રસ દાખવતું નથી. શહેરના ગરીબ વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી માટે સત્તાધીશો ધુમધડાકાભેર અર્બન હેલ્થ સેન્ટર બનાવે છે, પરંતુ ત્યાં બાળકોની રસી સહિતની સંબંધિત દવાઓના વારંવાર ધાંધિયાં સર્જાતાં હોઇ નિર્દેાષ નાગરિકોને બહારની મોંઘી દવા ખરીદવી પડે છે. કેટલાક હેલ્થ સેન્ટરો પર બાળકોની રસીનો જથ્થો ખૂટી પડતાં વાલીઓને ભારે હાલાકીનો ભોગ બનવુ પડતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરમાં હજુ એક વર્ષ પહેલાં ૬૪ અર્બન હેલ્થ સેન્ટર હતાં, જે હવે વધીને ૭૧Read More


૫ વર્ષથી એક જગ્યાએ હોય તેવા કર્મચારીની બદલી થશે

ગુજરાત રાજય પોલીસ તંત્રમાં એક જ જગ્યા પર પાંચ વર્ષ કે તેથી વધુ સમયથી ફરજ નિભાવી રહ્યા હોય તેવા પોલીસ કર્મચારી-અધિકારીઓની બદલી કરવા અંગે રાજયના પોલીસ મહાનિર્દેશક શિવાનંદ ઝાએ બહુ મહત્વનો આદેશ કર્યો છે. ડીજીપીના આ મહત્વના આદેશને પગલે સમગ્ર રાજય પોલીસતંત્રમાં ખળભળાટ મચી ગયો છે. તો, પાંચ વર્ષથી એક જગ્યા પર ફરજ નિભાવી રહ્યા હોય તેવા પોલીસ કર્મચારીઓમાં ફફડાટની લાગણી ફેલાઇ ગઇ છે. રાજ્યના પોલીસ વડા શિવાનંદ ઝાએ ૫ વર્ષથી એક જ જગ્યા પર ફરજ નિભાવી રહેલા પોલીસ કર્મીઓની બદલી કરવા માટે આદેશ આપ્યો છે. ડીજીપી ઝાએ પોલીસ સ્ટેશન્સRead More


પાલીતાણા નગરપાલીકાના પ્રમુખ પદનો કળશ કોના ઉપર ઢોળાશે ?

પાલીતાણા : પાલીતાણા નગરપાલીકાની સામાન્ય ચૂંટણીને ૧૬ જુન ૨૦૧૮ના રોજ અઢી વર્ષ પૂર્ણ થાય છે અને પહેલી ટર્મ જનરલ મહિલા અનામત સીટ હોવાથી અઢી વર્ષ માટે મહિલા પ્રમુખ તરીકે હર્ષાબેન પંડિતે પ્રમુખ પદ સંભાળ્યુ હતું. હવે આગામી ૪ જુનના રોજ અઢી વર્ષ માટે પ્રમુખ પદ માટેની ચૂંટણી થવાની છે અને આ ટર્મ જનરલ હોવાથી પ્રમુખ તરીકે પુરુષો મેદાનમાં હોવાથી શરૂઆતથી કોંગ્રેસ અને ભાજપ પ્રમુખ પદ મેળવવા રસાકસી જામી હતી. પ્રમુખની ચૂંટણીની તારીખ ૮-૧૦ જુન જાહેર થાય તેવું બધા અનુમાન લગાવી રહ્યા હતા. પરંતુ રંગમાં ભંગ પડ્યો તેવી અચાનક ચૂંટણીની તારીખRead More


ભાવનગરમાં ફરીવાર ખેડૂતો પર પોલીસ દ્વારા અત્યાચાર

ભાવનગર ભાવનગર જીલ્લામાં ઘોઘા તાલુકાના બાડી પડવા ગામે ગુજરાત પાવર કોર્પોરેશન લિ.(જીપીસીએલ) દ્વારા થઇ રહેલ જમીન સંપાદનનો વિરોધ કરી રહેલા ૧૨ ગામના સ્થાનિક ખેડૂતો અને પોલીસ વચ્ચે આજે ફરી એકવાર જારદાર ઘર્ષણ સર્જાયું હતું. જેમાં પોલીસે પોતાના હક્ક અને અધિકાર માટે લડી રહેલા ખેડૂતો અને ગ્રામીણ મહિલાઓ પર અમાનવીય રીતે લાઠીચાર્જ કરી તેમને ફટકાર્યા હતા અને તેમની પર બેરહમીથી લાઠીઓ વીંઝી હતી. પોલીસ અત્યાચારને પગલે સમગ્ર રાજયભરમાં ખેડૂતોમાં ઉગ્ર આક્રોશની લાગણી ભભૂકી ઉઠી છે. વિરોધ કરી રહેલા ખેડૂતોને વિખેરવા અને પરિÂસ્થતિ કાબૂમાં લેવા પોલીસે ૫૦થી વધુ ટીયરગેસના શેલ પણ છોડયાRead More


ઉત્તરાખંડમાં ચારધામની યાત્રા પર સંકટના વાદળો

દેહરાદુન, તા. ૧૩ ઉત્તરાખંડમાં આગામી પાંચ દિવસ સુધી ખરાબ હવામાન રહેવાની ચેતવણી જારી કરવામાં આવી છે. પ્રચંડ પવનની સાથે ભારે વરસાદ પણ થઇ શકે છે. કેટલીક જગ્યાઓએ ૧૫, ૧૬ અને ૧૭મી મેના દિવસે હળવો વરસાદ પડી શકે છે. છેલ્લા દિવસોમાં ઉત્તરાખંડની પહાડીઓ ઉપર ભારે હિમવર્ષા અને વરસાદના પરિણામ સ્વરુપે ચારધામની યાત્રા એક દિવસ માટે રોકી દેવામાં આવી હતી. અલબત્ત હવે ચારધામની યાત્રા ફરી શરૂ થઇ ચુકી છે પરંતુ હવામાન વિભાગ તરફથી કહેવામાં આવ્યું છે કે, ખરાબ હવામાનની સ્થિતિ ફરી ઉભી થઇ શકે છે. આગામી પાંચ દિવસ સુધી ચારધામની યાત્રા રોકવામાંRead More


દલિત માટે મુખ્યપ્રધાન પદ છોડવા તૈયાર : સિદ્ધારમૈયા

બેંગ્લોર, તા. ૧૩ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામ આવવા આંડે ગણતરીના બે દિવસ બાકી રહ્યા છે ત્યારે રાજકીય સમીકરણો રચાઈ રહ્યા છે. મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ નિવેદન કરતા કહ્યું છે કે, જા હાઈકમાન્ડ કોઇ દલિત નેતાને આ હોદ્દા ઉપર બેસાડવા ઇચ્છુક છે તો તેઓ મુખ્યમંત્રી પદને છોડવા માટે તૈયાર છે. આને કોંગ્રેસ તરફથી જેડીએસને મનાવવાના પ્રયાસ તરીકે જાવામાં આવે છે. એમ માનવામાં આવે છે કે, જેડીએસને મનાવવાના પ્રયાસો શરૂ થઇ ગયા છે. જેડીએસ સિદ્ધારમૈયાના નામ ઉપર કોંગ્રેસને સમર્થન આપવા માટે તૈયાર નથી. ટીવી-૯ કન્નડના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, તેઓ કોઇ દલિત માટેRead More


સોલા રોડમાં વર્ષીદાન યાત્રા તથા દીક્ષા

તા.૦૫-૦૪-૨૦૧૮ના શનિવારે કુ.પલક જયંતિભાઇ ઉ.વ.૨૫ તથા કુ.એષા રાજેન્દ્રભાઇ ઉ.વ. ૨૨ની વર્ષીદાનની ભવ્ય યાત્રા સોલા રોડ જૈન ઉપાશ્રયથી સવારે ૬.૩૦ વાગે નીકળશે. રથયાત્રા શ્રી આદિનાથ ચોક, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ પારસનગર બી.આર.ટી.એસ. બસ સ્ટોપ થી પુનઃ ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં આવશે. વર્ષીદાન યાત્રા બાદ બંને મુમુક્ષુઓ પોતાના વૈરાગ્યવાહી પ્રવચન શૈલીથી જનતાને મંત્ર મુગ્ધ કરશે. આ અવસરે પૂ.આ.દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.શાલીભદ્રની વર્ષીદાન યાત્રાનું ભાવના સભર વર્ણન કરી મુમુક્ષુઓને આર્શીવાદ આપશે. તા.૬-૦૪-૨૦૧૮ના સવારે ૫.૩૦ વાગે પ્રતિષ્ઠા થશે અને ૬-૪૫ વાગે દીક્ષાની ક્રિયા શરૂ થશે.