Main Menu

May, 2018

 

લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતને પાટીદાર સીએમ મળી શકે

આગામી લોકસભા 2019 ચૂંટણી પહેલા ગુજરાતને પાટીદાર મુખ્યમંત્રી મળશે. રાજકીય વર્તુળોમાં હાલ થઈ રહેલી ચર્ચા મુજબ, ટૂંક સમયમાં ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાઈ શકે છે. નવા મુખ્યમંત્રી તરીકે મનસુખભાઇ માંડવિયા અથવા તો નીતિન પટેલ આવી શકે છે. આ અંગે ડિસેમ્બર સુધીમાં નિર્ણય લેવાઈ શકે છે. આજે કમલમમાં 2019ની લોકસભાની ચૂંટણીને નામે મળેલી બેઠકમાં ચૂંટણીની તૈયારીઓને નામે કોઈ અલગ જ વ્યૂહરચનાને ઘડાઈ હોવાની ચર્ચા ચાલી રહી છે. ગુજરાત લોકસભા ચૂંટણી સમિતિ જાહેર થયા બાદ રાજકીય માહોલ ગરમાયો છે અને ગુજરાતના મુખ્યમંત્રી બદલવાને લઈ નવી જ ચર્ચા શરૂ થઈ છે. લોકસભાની ચૂંટણી સમિતિમાં મુખ્યમંત્રીRead More


પેટ્રોલ-ડીઝલના ભાવને લઇને શરૂ થયેલી રાજકીય રમત

નવી દિલ્હી,તા. ૩૦ પેટ્રોલ ડિઝલની કિંમતને લઇને ભારે હોબાળો થયેલો છે. આ મુદ્દે રાજકીય રમત પણ શરૂ થઇ ગઇ છે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે ફ્યુઅલની કિંમતમાં એક પૈસાનો ઘટાડો કરવાની ઝાટકણી કાઢી હતી અને કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના આ વિચાર હોઈ શકે છે જે કોઇને પણ ગમશે નહીં. આ બાળકબુદ્ધિનો નિર્ણય દેખાઈ રહ્યો છે. પેટ્રોલ અને ડિઝલની કિંમતો આજે પ્રતિલીટર એક પૈસા ઘટાડવામાં આવી હતી. સતત ૧૬ દિવસથી અવિરત વધારો કરવામાં આવ્યા બાદ પ્રથમ ઘટાડો કરવામાં આવ્યો છે અને આ પણ એક પૈસાનો ઘટાડો કરવામાં આવ્યો છે.Read More


બે દિવસની બેંક હડતાળ શરૂ થઇ

દેશભરમાં બેંક કર્મચારીઓની બે દિવસની રાષ્ટ્રવ્યાપી હડતાળ આજે શરૂ થઇ હતી. હડતાળના કારણે આજે પ્રથમ દિવસે બેંક સેવા ખોરવાઈ ગઈ હતી. હડતાળના કારણે કેટલાક લોકોના પગાર અટવાઈ પડે તેવી શક્યતા પણ દેખાઈ રહી છે. પગારમાં વિલંબ અને અન્ય બેંકિંગ લેવડદેવડ ઉપર માઠી અસર થવાના સંકેત દેખાઈ રહ્યા છે. બેંક કર્મચારીઓની હડતાળ આવતીકાલે પણ જારી રહેશે. હડતાળને ઉકેલવાના પ્રયાસો સફળ રહ્યા નથી. જ્યારે પગારનો દિવસ બિલકુલ નજીક આવ્યો છે ત્યારે જ આ હડતાળ પડી છે. બેંક અધિકારીઓ રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી ગયા છે. જાહેર ક્ષેત્રની બેંકના ૧૦ લાખ લોકો હડતાળ ઉપરRead More


પાલીતાણાના બડેલી ગામ ખાતેથી વિદેશી દારૂનો મસમોટો જથ્થો ઝડપાયો

એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટરશ્રી ડી.ડી. પરમાર, એસ.ઓ.જી. સ્ટાફ તથા પાલીતાણા રૂરલ પો.સ્ટે.ના પ્રો. પોલીસ સબ ઇન્સ. આર.એચ.બાર તથા સ્ટાફના માણસો ગત રાત્રીના પેટ્રોલીંગમાં હતા દરમ્યાન સાથે પોલીસ કોન્સ. હરેશભાઇ ઉલવા તથા નિતીનભાઇ ખટાણાની સંયુકત બાતમી આધારે પાલીતાણાના બડેલી ગામના બીપીનસિંહ ઉર્ફે બ્રીજરાજસિંહ રવુભા ગોહીલની વાડીએ પ્રોહી. અંગેની રેઇડ કરતા વાડીમાં નળમાંથી ઘાસ તથા તલસરા નીચે તથા ફોર્ડ ફીગો કાર રજી.નંબર GJ 01 KN 2652 માં છુપાવી રાખેલ ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની નાની-મોટી કંપની *સીલપેક બોટલ નંગ-૧૫૨૪ (પેટી નંગ-૧૦૫) કિ.રૂ|. ૩,૭૮,૦૦૦ તથા મોબાઇલ ફોન-૫ કિ.રૂ| ૯૫૦૦/- તથા કાર-૧ કિ.રૂ|. ૨,૫૦,૦૦૦/-Read More


પાલીતાણા એસટી રોડ ઉપર નવો રોડ બનશે

ચેલેન્જર દ્વારા ગત તા.14-5-2018ના રોજ પાલીતાણાની સમસ્યાના મુદ્દામાં એસટી રોડની ર્દુદશા બાબતે લખી હતી. તે આપણા લોકનેતાઓને સ્પર્શી હોય તેવું જણાઈ રહ્યુ છે. આપણા કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયાના કાર્યાલય ઈન્ચાર્જ ગોપાલભાઈ વાઘેલા દ્વારા જાણ કરવામાં આવી છે કે, કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવીયા દ્વારા માર્ગ અને મકાન વિભાગને તાત્કાલિક સુચના આપતા પાલીતાણા શહેર રેલ્વે ફાટકથી ભૈરવનાથ ચોક સુધી ડામર રોડનું કામ કાલે તા.31-05-2018ના દિવસે શરુ થઈ રહ્યું છે. ત્યારે ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેનશ્રી મહેન્દ્રસિંહ સરવૈયા તેમજ પાલીતાણાના ધારાસભ્યશ્રી ભીખાભાઈ બારૈયાના અથાંગ પ્રયત્નોથી આ રોડનો શુભારંભ થઈ રહ્યો છે.


ફેદરા તીર્થમાં ભુરીબા ભક્તિગૃહ ભોજનાલયનું ઉદ્ઘાટન

તા.28-5ના આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના પદાર્પણ થયા હતા. આ પ્રસંગે 35થી વધુ સાધુ-સાધ્વીજી એકત્રિત થયેલ હતા. આ પ્રસંગે શ્રી ફેદરાના ટ્રસ્ટીશ્રી જયંતભાઈના હસ્તે ભુરીબા ભક્તિગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માર્ગેથી પાલીતાણા જતા-આવતા લગભગ 2500થી 3000 સાધુ-સાધ્વીજી ભગવંતોનો લાભ મળે છે. ભક્તિગૃહમા હવે એક સાથે 200 જણ ભોજન કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. ભારતભરના દાનવીરોએ એમા શુભ લાભ લીધો છે. ઉદ્ઘાટન વખતે આ ભક્તિઘરના પ્રેરકા પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. ઉપસ્થિત રહી શક્યા ન હતા. પણ તેઓશ્રીના મંગલસ્ત્રોત પાઠનો લાભ અત્રે ઉપસ્થિત 250થી વધુ ભાવિકોને મળ્યો હતો. આ સાથે આ.શ્રી વિક્રમસૂરીશ્વરજીRead More


કેરળના દરિયાકાંઠે મોનસુનની ૩ દિવસ પૂર્વે એન્ટ્રી

કેરળમાં ભારે વરસાદની શરૂઆત થઇ જતા તીવ્ર ગરમીથી લોકોને રાહત થઇ છે. દક્ષિણ પશ્ચિમ મોનસુન સમયથી પહેલા કેરળમાં પહોંચી જતાં આને લઇને ઉત્સુકતા વધી ગઈ છે. આની સાથે જ ભારતમાં ચાર મહિના સુધી ચાલનાર વરસાદની સિઝનની શરૂઆત થઇ ગઈ છે. આગામી થોડાક સપ્તાહમાં તે ઉત્તર ભારત તરફ વધશે. ભારતીય હવામાન વિભાગે પણ આને સમર્થન આપી દીધું છે. હવામાન વિભાગે માહિતી આપતા કહ્યું છે કે, કેરળમાં આજે દક્ષિણ પશ્ચિમ મોનસુને એન્ટ્રી કરી દીધી છે. હવામાન વિભાગને અંદાજ હતો કે, આ વર્ષે મોનસુન પહેલી જૂનના દિવસે કેરળના દરિયાકાંઠે પહોંચી જશે પરંતુ ત્રણRead More


રાષ્ટ્રવ્યાપી બેંક હડતાળ આજથી શરૂ

નવી દિલ્હી,તા. ૨૯ ૧૦ લાખથી વધુ બેંક કર્મચારીઓ આવતીકાલથી રાષ્ટ્રવ્યાપી હડતાળ ઉપર ઉતરી રહ્યા છે. બે દિવસ સુધી ચાલનાર આ હડતાળના કારણે બેંકિંગ સેવા સંપૂર્ણપણે ખોરવાઈ જાય તેવી શક્યતા છે. ઓલ ઇÂન્ડયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના લોકોનું કહેવું છે કે, બે ટકાના પગાર વધારાની ઓફર કરવામાં આવ્યા બાદ પણ કર્મચારીઓ સંતુષ્ટ દેખાયા નથી. નવ યુનિયનોની સંસ્થા યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયનો દ્વારા આ હડતાળ પાડવામાં આવી રહી છે. બેંકરો પગારમાં સુધારાને લઇને માંગણી કરી રહ્યા છે. પહેલી નવેમ્બર ૨૦૧૭ બાદથી પગાર વધારાનો મામલો અટવાયેલો છે. ઓલ ઇÂન્ડયા બેંક એમ્પ્લોઇઝ એસોસિએશનના લીડરRead More


ધો.૧૦ બોર્ડ પરીક્ષાનુ રિઝલ્ટ ૬૭.૫૦ ટકા

ગાંધીનગર, તા.૨૮ ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા લેવામાં આવેલી ધોરણ-૧૦ બોર્ડ પરીક્ષાનુ પરિણામ આજે જાહેર કરવામાં આવ્યુ હતુ. પરિણામ ૬૭.૫૦ ટકા રહ્યુ છે. જાહેર કરવામાં આવેલા પરિણામમાં આ વખતે સુરત જિલ્લાએ મેદાન મારી લીધુ છે. સુરત જિલ્લાનુ પરિણામ ૮૦.૦૬ ટકા રહ્યુ છે. જ્યારે દાહોદ જિલ્લાનુ પરિણામ સૌથી ઓછુ ૩૭.૩૫ ટકા રહ્યુ છે. પરિણામ આજે જાહેર કરવામાં આવ્યા બાદ વિદ્યાર્થીઓ અને વાલીઓમાં ભારે ઉત્સુકતા જાવા મળી હતી. જુનાગઢના ખોરાસા કેન્દ્રનુ પરિણામ ૯૬.૯૩ ટકા રહ્યુ છે. પરિણામની વાત કરવામાં આવે તો આ વખતે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ૧૦૦Read More


લોકસભાની ૪, વિધાનસભાની ૧૦ સીટ ઉપર મતદાન

નવી દિલ્હી,તા. ૨૮ લોકસભાની ચાર અને વિધાનસભાની ૧૦ સીટો ઉપર પેટાચૂંટણી માટે આજે સઘન સુરક્ષા વચ્ચે મતદાન યોજાયું હતું. રાજકીયરીતે મહત્વપૂર્ણ કૈરાના સીટ ઉપરાંત મહારાષ્ટ્રના ભંડારા-ગોંડિયા, પાલઘર સંસદીય સીટ ઉપરાંત નાગાલેન્ડની એક લોકસભા સીટ ઉપર મતદાન થયું હતું. વિધાનસભાની ૧૦ સીટ ઉપર પણ પેટાચૂંટણી યોજાઈ હતી જેમાં પલુસ કાદેગાંવ (મહારાષ્ટ્ર), નુરપુર (યુપી), જાકીહાટ (બિહાર), ગોમિયા અને સિલ્લી (ઝારખંડ), ચેંગાનુર (કેરળ), અપપતિ (મેઘાલય), સહાકોટ (પંજાબ), ખરાલી (ઉત્તરાંખડ), મહેશતલા (પશ્ચિમ બંગાળ)માં પેટાચૂંટણી માટે શાંતિપૂર્ણરીતે ઉંચુ મતદાન થયું હતું. પશ્ચિમ બંગાળની બેઠક ઉપર ૭૦.૧ ટકા જેટલું મતદાન થયું હતું જ્યારે પંજાબમાં ૬૯ ટકા,Read More


error: Content is protected !!