Main Menu

April, 2018

 

એસસી-એસટી એક્ટમાં ચુકાદાથી દેશમાં રોષ છે

નવીદિલ્હી,તા. ૧૨ કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટ સમક્ષ આજે જારદાર રજૂઆત કરી હતી. સુપ્રીમ કોર્ટ સમક્ષ કેન્દ્ર સરકાર તરફથી કરવામાં આવેલી રજૂઆતમાં કહેવામાં આવ્યું છે કે, એસસી-એસટી એક્ટને લઇને હાલમાં જ આપવામાં આવેલા તેના ચુકાદાથી આ કાયદાની જાગવાઈ નબળી પડી ગઈ છે. આના કારણે દેશને નુકસાન થયું છે. એસસી-એસટી એક્ટમાં ચુકાદાને લઇને દેશમાં નારાજગી પ્રવર્તી રહી છે. એક્ટની જાગવાઈઓ નબળી પડી છે. આમા સુધારા માટે પગલા લઇ શકાય છે. સરકારે ટોપ કોર્ટમાં કહ્યું હતું કે, આ અતિસંવેદનશીલ ચુકાદા પર તેના નિર્ણયથી દેશમાં નારાજગી પ્રવર્તી રહી છે. ધાંધલ ધમાલ અને હિંસાનું વાતાવરણRead More


આંબેડકર જ્યંતિને ધ્યાનમાં લઇ રાજ્ય સરકારોને કડક સુચનાઓ

નવી દિલ્હી,તા. ૧૨ ગૃહમંત્રાલય દ્વારા બાબાસાહેબ આંબેડકરની જન્મજ્યંતિને લઇને રાજ્ય સરકારોને જરૂરી ચેતવણી આપી દીધી છે. સુરક્ષાને લઇને પુરતા પગલા લેવા માટે કહેવામાં આવ્યું છે. ગૃહ મંત્રાલયે ૧૪મી એપ્રિલના દિવસે બાબાસાહેબ આંબેડકરની જ્યંતિના દિવસે જ કોઇપણ પ્રકારની હિંસા કોઇપણ જગ્યાએ ન થાય તેની ખાતરી કરવા સુરક્ષા વ્યવસ્થા મજબૂત કરવા માટે સૂચના આપી છે. મંત્રાલય દ્વારા રાજ્ય સરકારોને તમામ સંવેદનશી વિસ્તારોમાં પેટ્રોલિંગની પ્રક્રિયાને ઝડપી કરવા માટે કહેવામાં આવ્યું છે. આંબેડકર જ્યંતિના દિવસે જાનમાલનું નુકસાન ન થાય તે માટે પણ કહેવામાં આવ્યું છે. જરૂર પડવાની સ્થિતિમાં કોઇપણ પ્રકારના પ્રતિબંધાત્મક આદેશો જારી કરવામાંRead More


ભાજપ નેતાઓ કુલરની ઠંડકમાં અને ખેડૂતો તાપમાં ઉપવાસ પર

ભાવનગર, દેશમાં ઉપવાસ અને પ્રતિક ઉપવાસનું જાણે નાટક ચાલી રહ્યું છે. ભાજપ અને કોંગ્રેસે પ્રતિક ઉપવાસને તો જાણે રમત બનાવી દીધી હોય તેમ દેશભરમાં એક ઉપહાસનું જાણે સાધન બનાવી દીધુ હોય તેવી લોકલાગણી સામે આવી રહી છે. લોકશાહી માળખામાં શાસક પક્ષ અને વિપક્ષ રાજકારણ અને પોતાની વાત ચઢિયાતી સાબિત કરવા ઉપવાસના નાટકો અને ઠાલા વચનો થકી દેશની જનતા સાથે રમત રમી રહ્યા છે. આ તમામ ઘટનાક્રમ વચ્ચે આજે ભાવનગરમાં લોકશાહી માળખામાં પ્રજાએ હવે આંખો ખોલી નાંખવી પડે તેવા દ્રશ્યો જાવા મળ્યા હતા. જયાં ભાવનગરના ઘોઘા ખાતે ૧૨ ગામના ખેડૂતો પોતાનીRead More


સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ IRNSS-1I લોન્ચ

શ્રીહરિકોટા,તા. ૧૨ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ આજે વધુ એક મોટી સિદ્ધિ હાસલ કરી હતી. ઇસરોએ આજે પોતાના નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧આઈને સફળતાપૂર્વક લોંચ કરી દેતા વૈજ્ઞાનિક સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત આઈઆરએનએસએસ-૧આઈ સેટેલાઈટને પીએસએલવી-સી૪૧ રોકેટ મારફતે લોંચ કરવામાં સફળતા મળી હતી. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી વહેલી પરોઢે ચાર વાગે આઈઆરએનએસએસ-૨ને ફર્સ્ટ લોંચ પેડ (એફએલપી)થી પીએસએલવી-સી૪૧ મારફતે લોંચ કરી દેવામાં આવ્યું હતું. આઈઆરએનએસએસ-૧આઈ આઈઆરએનએસએસ-૧એચ સેટેલાઇટની જગ્યાએ છોડવામાં આવ્યો છે જેના લોન્ચિંગમાં ગયા સપ્તાહમાં નિષ્ફળતા હાથ લાગી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ હાલમાંRead More


ઉન્નાવ બનાવ અંગે યુપી સરકારને નોટિસ અપાઈ

લખનૌ, તા. ૧૦ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે બળાત્કાર પીડિતાના પિતાના રહસ્યમય સંજાગોમાં મોતના મામલામાં ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસને નોટિસ ફટકારી છે. ઉન્નાવમાં જેલમાં કસ્ટડીમાં રેપ પીડિતાના પિતા સાથે મારામારી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મુખ્યમંત્રીના આવાસની નજીક બળાત્કાર પીડિતા દ્વારા આત્મવિલોપન કરવાના પ્રયાસના એક દિવસ બાદ આ સમગ્ર ઘટનાક્રમમાં ઉંડી તપાસનો દોર શરૂ થયો છે. બળાત્કાર પીડિતાએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના સાથીઓ ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્યોના સમર્થકો સાથે ગયા સપ્તાહમાં ઝપાઝપી કરવા બદલ પીડિતાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાંRead More


ઉન્નાવ ગેંગરેપ કેસ : દબાણ વચ્ચે સીટની કરાયેલ રચના

લખનૌ, તા. ૧૦ ઉન્નાવ ગેંગરેપ મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે ભારે દબાણ બાદ કેસની તપાસ માટે સીટની રચના કરી દીધી છે. પીડિતાએ આ મામલામાં સ્થાનિક ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાક લોકો ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ પીડિતાના પિતા સાથે મારામારીના આરોપમાં આજે ધારાસભ્યના ભાઈ અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે, આ મામલામાં જે કોઇપણ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. દરમિયાનમાં ગેંગરેપ પીડિતાના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમની સાથે મારામારી થઇ હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે. તેમના શરીર પર ઇજાના ૧૪ નિશાન મળી આવ્યા છે. એડીજીRead More