Main Menu

April, 2018

 

સમઢીયાળા ખાતે બૌદ્ધ ધર્મ દીક્ષા મહોત્સવ યોજાયો

ઉના,તા. ૨૯ ઉના કાંડના પીડિત દલિત પરિવારે પોતાના પરિવારના સભ્યોની સાથે હિન્દુ ધર્મ છોડીને બૌદ્ધ ધર્મ સ્વીકાર કર્યો છે. ગીરસોમનાથ જિલ્લાના ઉના તાલુકાના મોટા સમઢીયાળા ગામમાં આયોજિત કરવામાં આવેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ બૌદ્ધ ધર્મ સ્વીકારી લીધો હતો. બંધારણમાં આપવામાં આવેલા અધિકાર હેઠળ ધર્મ બદલવાની પરંપરા હાથ ધરવામાં આવી હતી. જુલાઈ ૨૦૧૬માં ચાર દલિત પીડિતોને નિર્દયરીતે માર મારવામાં આવ્યા હતા. ચાર દલિત પીડિતો વસરામ, રમેશ, અશોક અને બેચર નામના યુવકોને અર્ધનગ્ન કરીને તેમને માર મારવામાં આવ્યા હતા. આ ઘટનાથી સમગ્ર દેશ હચમચી ઉઠ્યું હતું. ત્યારબાદ રાજ્યમાં દલિત આંદોલન હાથRead More


શ્રી ઉવસગ્ગહરં તીર્થ મહિમા મહોત્સવ

તા.૨૬-૦૪-૨૦૧૮ થી શ્રી ઉવસગ્ગહરં તીર્થનો મહિમા મહોત્સવ શ્રી સોલા રોડ આંગણે પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં ઉજવાય ગયો. આજે તા.૨૯-૦૪-૨૦૧૮ આ મહોત્સવનો છેલ્લો દિવસ હતો. આ મહોત્સવ માટે મદ્રાસથી લઇને મુંબઇ સુધીના વિવિધ નગરથી ૨૦૦ ડેલીકેટ આવ્યા હતા. સહુએ તન-મન-ધન થી સહકાર આપીને એમનો મહિમા વિસ્તારવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું તીર્થો એ આત્મિક વિકાસ અને મનઃશાંતિના ધામો છે.  જા ક્ષણિક ભોજન અને આનંદની પ્રાપ્તિ માટે હોટલો અને ક્લબોની જરૂર છે તો તેથી પણ વધુ જરુર શાંતિ, સ્વચ્છ અને પ્રભાવિક તીર્થોની છે.  ઉવસગ્ગહરં તીર્થ પોતાના ૨૫ વર્ષનાRead More


ગુજરાત વિધાનસભાની વેબસાઈટ જ સમયસર અપડેટ થતી નથી…!!!

ભારતના ડીઝીટલ ઈન્ડિયાના નારામા આ છે વાઈબ્રન્ટ ગુજરાત ચેલેન્જર,પાલીતાણા, ભારત સરકાર ડીઝીટલ ઈન્ડિયાની વાતો કરી રહ્યા છે. અને ભારતની પ્રજા ઉપર ફરજીયાત તમામ કામો ઓનલાઈન કરવાનો આગ્રહ રાખે છે. ત્યારે ગુજરાત વિધાનસભાની વેબસાઈટ કેટલાય સમયથી અપડેટ કરવામાં આવતી નથી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પરીણામ ૧૮ ડિસેમ્બર ૨૦૧૭નું આવી ગયાને ચાર મહિના ઉપરાંતનો સમય વિતી ગયો છે. છતા હજુ સુધી ૧૪મી વિધાનસભાના ચૂંટાયેલા ધારાસભ્યોના નામ-નંબર અને ફોટા મુકવામાં આવ્યા નથી. વિધાનસભાની વેબસાઈટ ઉપર ૧૧,૧૨ અને ૧૩મી વિધાનસભાના ધારાસભ્યનું લીસ્ટ દેખાય છે. પરંતુ હજુ સુધી ૧૪મી વિધાનસભાના ધારાસભ્યનું લીસ્ટ મુકવામાં આવેલ નથી. તોRead More


એટ્રોસિટીના ગુનામા પીએસઆઈને કોર્ટે ચાર વર્ષની કેદની સજા ફટકારી

નડિયાદ,તા.24 એપ્રિલ ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં તા.10-9-2015ના રોજ ફરજ બજાવતા તત્કાલિન પીએસઆઈ અજયસિંહ ઝાલાે ખેડા તાલુકાના હરિયાળા ગામના વણકર પરિવારના એક સમને જાતિવાચક અપશબ્દો બોલી ઢોર માર મારવાના કેસમાં નડિયાદ ડિસ્ટ્રીક કોર્ટે ચાર વર્ષની સખ્ત કેદ ફટકારતો હુકમ કર્યો હતો. પીએસઆઈ અજયસિંહ આર.ઝાલા હાલ ભૂજના પદ્ધરમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવે છે. સમગ્ર કેસની જાણકારી મળતી વિગત એમ છે કે હાલ ભૂજના પદ્ધરના પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા અજયસિંહ આર.ઝાલા વર્ષ 2015 સપ્ટેમ્બર મહિનામાં ખેડા જિલ્લાના ખેડા ટાઉન પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતા હતા. તા.10-9-15ના રોજ આ કેસના ફરિયાદીRead More


ભીમાસરમાં બાબાસાહેબની પ્રતિમાને અસામાજિક તત્વોએ ચંપલનો હાર પહેરાવ્યો હોવાથી સમાજમાં રોષની લાગણી

અંજારઃ ભીમાસર ગામે ગ્રામ પંચાયતની કચેરીમાં થોડાં સમય પૂર્વે અનાવરણ કરાયેલી ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને અસામાજિક તત્વો જૂતાંનો હાર પહેરાવી નાસી જતાં દલિત સમાજમાં આક્રોશ ફેલાયો છે. ગત રાત્રિ દરમિયાન કોઈ અસામાજિક તત્વોએ આ કરતૂત આચર્યું છે. આજે સવારે લોકોના ધ્યાન પર આ બાબત આવી હતી. બાબાસાહેબને જૂતાંનો હાર પહેરાવેલી તસવીરો સોશિયલ મિડીયામાં વાયરલ થતાં જ આસપાસના દલિતો રોષભેર ઘટનાસ્થળે એકત્ર થઈ ગયાં છે. બનાવ અંગે જાણ થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. દલિતોએ આ કરતૂત આચરનારાં શખ્સોને તાકીદે પકડી પાડવા પોલીસ સમક્ષ રોષભેર રજૂઆત કરી છે.


પાલીતાણામાં કોંગ્રેસ દ્વારા મોંઘવારીના વિરોધમાં ધરણા

પાલીતાણા : પાલીતાણામાં આજે જુની મામલતદાર કચેરી પંચબીબી મસ્જિદ સામે પાલીતાણા શહેર, ગ્રામ્ય કોંગ્રેસ દ્વારા સવારથી 10થી 12 વાગ્યા સુધી મોંઘવારી તેમજ ખેડુત પ્રશ્નો માટે ધરણા ઉપર બેઠા છે. જેમા પાલીતાણાના માજી ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, પાલીતાણા નાગરીક મંડળીના પ્રમુખ પ્રવિણભાઈ ગઢવી, જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેન ભનુભાઈ ચૌહાણ, કોંગ્રેસના અગ્રણી બહાદુરસિંહ, કિરીટભાઈ ગોહિલ, ડાયાભાઈ ચોસલા, રવજીભાઈ મારુ સહિત કોંગ્રેસના અગ્રણી કાર્યકરો ધરણા ઉપર બેઠા છે.


આજે પાલીતાણામાં જયંતગીરી પારણા ભવન ખાતે પારણા

વર્ષિતપોત્સવનો ભવ્ય રીતે પ્રારંભ થયો દિપક ગોહિલ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા, ત્રિસ્તુતિક સંઘના જૈનાચાર્ય શ્રીમદ્‌ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (મોહનખેડા)ના પ્રશિષ્ય પૂ.સમ્રાટ ગુરુદેવ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી ભારનભરના ત્રિસ્તુતિક ગચ્છમાં પ્રારંભ થયેલ વર્ષીતપના તપસ્વીના તપના પારણા.પાલીતાણા તીર્થ મુકામે આગામી તા.૧૮ એપ્રિલના સંપન્ન થશે. જૈનાચાર્યના સમુદાયમાંથી ૫૦થી અધિક સાધુ-સાધ્વીજી મ.સા.એ પણ આ તપની તપસ્યા કરી છે.આ પારણા મહોત્સવને લઈને ત્રિસ્તુતિક સંઘના આયોજન હેઠળ જયંતગીરી પારણા સમિતિના નેજા હેઠળ તપસ્વીઓ તેમજ તેઓના પરીવારજનો તથા આ પારણામાં આવતા ગુરુભક્તો માટે આવાસ તેમજ પારણા માટે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. જૈનાચાર્યની આ પ્રેરણાથી જૈન સંઘના ત્રિસ્તુતિકRead More


૨૦૦ આર્ટિસ્ટસ્ટોનું પોસ્ટકાર્ડ પર આર્ટવર્કનું અનોખુ પ્રદર્શન

અમદાવાદ,તા. ૧૨ સંબંધો અને લાગણીના જાડાણના સેતુ સમા પોસ્ટકાર્ડની મહત્તા અને તેના અવિસ્મરણીય વારસાને સમજાવતું દેશના ૨૦૦ આર્ટિસ્ટ્‌સના પોસ્ટકાર્ડ પર આર્ટવર્કનું શહેરમાં અનોખું પ્રદર્શન યોજાઇ રહ્યું છે. શહેરના નવજીવન ટ્રસ્ટ ખાતે સત્ય આર્ટ ગેલેરી ખાતે આવતીકાલે તા.૧૩ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ દરમ્યાન પોસ્ટએજ પ્રદર્શન થકી એવો સામાજિક સંદેશો પણ રજૂ થશે કે, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, લેપટોપ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં મોટાભાગના માનવીય આદાનપ્રદાન ટેકનોલોજી આધારિત અને બિનસંવેદનશીલ બનાવી દીધા છે, જેને લઇ વૈયÂક્તક સંવાદનો ચાર્મ કયાંક ખોવાઇ ગયો છે એમ પોસ્ટએજ પ્રદર્શનના અમદાવાદના કો-ઓર્ડિનેટર રાકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાંRead More


સિરિયામાં કોઇપણ સમયે હુમલાઓ શરૂ કરાશે : ટ્રમ્પ

વોશિંગ્ટન,તા. ૧૨ સિરિયામાં હાલમાં જ કેમિકલ હુમલો કરવામાં આવ્યા બાદ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સિરિયાના પ્રમુખ અશદથી ખુબ જ નારાજ છે. અશદને એક પ્રાણી તરીકે ગણાવીને ડોનાલ્ડ ટ્રમ્પે તેમને જારદાર ધમકી આપી છે. કિંમત ચુકવવા માટે તૈયાર રહેવા પણ કહ્યું છે. આજે ટ્રમ્પે ટ્વીટકરીને કહ્યું હતું કે, સિરિયા પર હુમલો કરવામાં આવશે તે વાત તેઓએ ક્યારે કરી નથી પરંતુ વહેલીતકે પણ થઇ શકે છે અને મોડેથી પણ હુમલા થઇ શકે છે. અમેરીકાએ આઈએસથી મુક્તિ અપાવવામાં મોટુ કામ કર્યું છે. થોડાક દિવસ પહેલા જ ટ્રમ્પે કહ્યું હતું કે, તે સિરિયાથી પોતાનાRead More


ભાવનગરથી સુરત-અમદાવાદ વચ્ચે 16મીથી વિમાની સેવા શરુ થશે

ભાવનગર નો જન્મદિવસ આગામી તા.૧૮ એપ્રિલ વૈશાખ સુદ-૩(ત્રીજ)અખાત્રીજે આવી રહ્યો છે ત્યારે હવાઈ ઉડ્ડયન ક્ષેત્રે ભાવનગર માટે એક સારા સમાચાર આવ્યા છે જેમાં એર ઓડીસા દ્વારા ભાવનગર થી સુરત અને અમદાવાદ વચ્ચે તા.૧૬ એપ્રિલ સોમવાર થી સવારના સમયે હવાઈ સેવા શરુ થવાની છે.ભાવનગરના લોકપ્રિય સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળે લોકસભામાં અને કેન્દ્રીય ઉડ્ડયન વિભાગ સમક્ષ ભાવનગરને સુરત અને અમદાવાદ જેવા શહેરો સાથે વિમાની માર્ગે જોડવા રજૂઆત કરી હતી જેને સફળતા મળી છે.           એર ઓડીશા દ્વારા સમગ્ર દેશમાં શહેરો વચ્ચે કિફાયતી દરે વિમાની સેવા શરુ કરવામાં આવી રહી છે,જેમાં ભાવનગર થીRead More


error: Content is protected !!