Main Menu

Wednesday, March 7th, 2018

 

મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભીકરવાનું આયોજન : માંડવિયા

રાજ્યસભામાં પુછાયેલ એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ જણાવેલ હતું કે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર પ્રયત્નશીલ છે અને સાથેજ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ધ્યાન રાખવામાં આવીરહ્યું છે. દસ લાખથી વધુ વસતી ધરાવતા દેશના શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધાવિકસાવવા ભારતસરકારેવિવિધપગલાં લીધેલ છે જે અંતર્ગત તા.૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ એક ટેન્ડર જાહેર કરી દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં “Public and Shared Transportation based on Power Train”આધારિતમલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ વિકસાવવા સરકારે દરખાસ્ત મંગાવેલ છે. આRead More


છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ઝડપાયો

ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બારસો મહાદેવની વાડી જવાનાં રસ્તાનાં નાકા પાસે  આવતાં હેડ કોન્સ. શિવરાજસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળી  આવેલ કે,અમદાવાદ શહેર,બાપુનગર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૮૯/૨૦૦૪ ઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦,૪૬૭ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા રહે.પટેલ પાર્ક,કાળીયાબીડ,ભાવનગરવાળા બારસો શિવ મહાદેવ મંદિર પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા ઉ.વ.૩૪ રહે.પટેલ પાર્ક,માધવજીભાઇ પ્રજાપતિનાં મકાનમાં,કાળીયાબીડ,ભાવનગર મુળ-ટીમાણા તા.તળાજા જી.ભાવનગરવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.


પારૂલ યુનિવર્સિટી ઘટનાના પ્રશ્ને બધી કાનુની કાર્યવાહી

અમદાવાદ,તા.૭ વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી ખોટા કામો કરાવવા તથા અનેક પ્રકારની મળેલ ફરિયાદોના સંદર્ભમાં રાજય સરકારે આ ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્યમંત્રીની સૂચના મુજબ આ સંબંધે તપાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના પણ કરી છે. આ સમિતિ પારૂલ યુનિવર્સિટી અંગે મળેલી તમામ ફરિયાદોની તપાસ કરશે. મળેલી ગંભીર ફરિયાદો ધ્યાને લઈ રાજ્ય સરકારે સંબંધિતો સામે ગૂનો નોંધી તેમને જેલમાં પણ ધકેલી દીધા છે અને હજી પણ આ અંગે રાજ્ય સરકાર કંઈ છુપાવવા માંગતી નથી અને કોઈને પણ છાવરવા માંગતી નથી, તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએRead More


ગુજરાતમાંથી માંડવિયા-રૂપાલા રાજ્યસભામાં જશે

નવી દિલ્હી, તા.૭ દેશના ૧૬ રાજ્યોમાં ૫૮ રાજ્યસભાની સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ રાજકીય ગરમી વધી ગઈ છે. ૨૩મી માર્ચના દિવસે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની ઘોષણા પણ થઈ રહી છે. ભાજપે આઠ રાજ્યો માટે પોતાના રાજ્યસભા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તરપ્રદેશમાંથી કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી ચૂંટણી લડનાર છે. ભાજપ તરફથી જારી કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ઉત્તરપ્રદેશમાંથી અરૂણ જેટલી ઉપરાંત મધ્યપ્રદેશમાંથી કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગહેલોત, ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે ગુજરાતમાંથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રુપાલા રાજ્યસભામાંRead More