Main Menu

March, 2018

 

બે બાળકોની હત્યાનો ભેદ નહીં ઉકેલાતા માતાની આત્મહત્યા

  પ્રતિકાત્મક તસવીર ગત તા.6/9/2017 નાં રોજ સલીમભાઇ ઉસ્માનભાઇ કુરેશીનો માસુમ પુત્ર જીયાન (ઉ.વ.6 )તથા પુત્રી આફરીન (ઉ.વ.8 )નાં અપહરણ થયા બાદ બે દિવસ પછી બન્ને બાળકોની લાશ નોનયુઝ કારની પાછળની સીટ અને ડીક્કીમાંથી મળી આવી હતી. આ ડબલ મર્ડર કેસની તપાસ ઝડપી અને યોગ્ય દિશામાં થાય તે માટે મૃતક બાળકોની માતા રેશ્માબેન કુરેશીએ હાઇકોર્ટમાં પણ અરજી દાખલ કરેલ છે અને આ તપાસ વેગવંતી બની હતી. આ ઘટનાની તપાસ દરમ્યાન પોતાના બન્ને બાળકોના હત્યાની યોગ્ય તપાસ ન થતાં તેના ટેન્શનમાં અને બાળકોની સતત યાદ આવતા માતા રેશ્માબેને ગત શનીવારે ઝેરીRead More


૯૮ લાખની લૂંટમાંથી માત્ર ૧૩ હજારની હજુ રિકવરી

શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે ગયા મહિને સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચે કેશવાનના આરોપી ડ્રાઇવર સુધીર બઘેલની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જે મુજબ, આ સમગ્ર લૂંટ પ્રકરણમાં ડ્રાઇવરના સાથી મુકેશ યાદવ મુખ્ય સૂત્રધાર છે. આરોપીઓએ બહુ પ્લાનીંગ સાથે લૂંટ કરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર મુકેશ યાદવે લૂંટ પહેલાં કેટલાય દિવસો સુધી સુધીર બઘેલ જે કેશવાનનો ડ્રાઇવર હતો તેની રેકી કરી તેની પાછળ બાઇક લઇને ફર્યો હતો અને સમગ્ર માહોલ જાણ્યોRead More


ચેટીચંડ, ગુડીપડવો, યુગાદિ-ઉગાદિ પર્વની ભવ્ય ઉજવણી

આજથી માતાજીની પવિત્ર ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થયો હતો તો, સાથે સાથે આજે સિંધીસમાજના નૂતન વર્ષ એટલે ચેટીંચડ, મરાઠીસમાજના નવા વર્ષ ગુડી પડવો, વર્ષ પ્રતિપદા અને સૃષ્ટિના આરંભ દિન એવા યુગાદિ-ઉગાદિનો અનોખો સંયોગ સર્જાયો હતો. શહેર સહિત રાજયભરમાં આ તમામ પર્વોની ભારે હર્ષોલ્લાસ, ભકિતભાવ અને ધાર્મિક આસ્થા સાથે ઉજવણી કરવામાં આવી હતી. અમદાવાદ શહેરમાં ચેડીચંડ સિંધી ફેસ્ટીવલ કલ્ચરલ કમીટી, ચેટીચંડ ડે કમીટી અને ચેટીચંડ મેલા કમીટીના સંયુકત ઉપક્રમે સિંધી સમાજના ઇષ્ટદેવતા ઝુલેલાલના જન્મદિવસ ચેટીચંડ નિમિતે આજે બપોરે બે વાગ્યાથી નરોડા પાટિયાથી સરદારનગર સુધી ભવ્ય અને પરંપરાગત શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તોRead More


સરકારી આર્યુવેદ કોલેજમા રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ વાર્ષિક શિબિર

ભાવનગર જીલ્લા ના હાથબ ગામે 11/03/18 થી 17/03/18 સુધી યોજાયેલ શેઠ જી.પ્ર.સરકારી આર્યુવેદ કોલેજ,ભાવનગર રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ-વાર્ષિક શિબિર માં આજ રોજ તા.17/03/2018 ના યોજાયેલ સમાપન સમારંભ સાંસદશ્રીમતિ “ડો.ભારતીબેન શિયાળ” ની અધ્યક્ષતામાં ના અને વૈધશ્રી દિનેશચંદ્ર પંડયા(નિયામકશ્રી ભા.ત.& હો.પ.ની કચેરી,ગાંધીનગર,તળાજા માર્કેટિંગ યાર્ડ ના ડાયરેક્ટર ડો.ધીરુભાઈ શિયાળ,કમલકુમાર કર(રીઝીઓનલ ડાયરેકટરશ્રી,N.S.S.સેલ,ગુજરાત રાજ્ય સહિત વૈધશ્રી કિશોરસિંહ ચુડાસમા, ડો.પી.એમ.ગોધાણી, ડો.રાજેશભાઈ મકવાણા,ડો.ડી.એમ.દવે,ડો.યુ.કે.દવે તેમજ શેઠ જી.પ્ર.સરકારી આર્યુવેદ કોલેજ પરિવાર તેમજ તાપીબાઈ આયુ.હોસ્પિટલ,ભાવનગર પરિવાર તથા હાથબ ગામ ના સરપંચ ધર્મેન્દ્રભાઈ ગોહિલ, અરવીંદભાઇ ડાભી,ભુપતભાઈ ચૌહાણ,આનંદભાઈ-મીઠીવીરડી, દિલીપભાઈ ધાપા (માલણકા),તલાટી મંત્રી દિનેશભાઈ ઝોગદીયા,ભાયાભાઈ ગોહિલ સહીત હાથબ ના ગ્રામજનો વિશાળ સંખ્યામાં હાજરRead More


આનંદીબેન પટેલ કર્મ યાત્રી પુસ્તકનું વિમોચન

અમદાવાદ,તા.૧૭ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને વર્તમાનમાં મધ્યપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ વિશે આલેખિત પુસ્તક આનંદી પટેલ કર્મયાત્રી નામના પુસ્તકનું વિમોચન રાજ્યપાલ ઓપી કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી, જાણીતા કથાકાર રમેશ ઓઝા તથા અન્ય ગણમાન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમા કરવામાં આવ્યું હતું. રાજ્યપાલ ઓ પી કોહલીએ જણાવ્યું કે, ખેડુતની દીકરીથી લઈને મધ્યપ્રદેશના રાજ્યપાલ સુધીની આનંદીબેન પટેલની સફર એ આરોહણની યાત્રા સમાન છે. તેમના જીવન-કવનને દર્શાવતું આ પુસ્તક પ્રેરણારૂપ બની રહેશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો. રાજ્યપાલએ કહ્યું કે, પુસ્તકમાં આનંદી પટેલના જીવનની કર્મઠતા, અડગ કૃતનિશ્રયતાથી ઝાંખી થાય છે. જે તેમના જીવનને દર્શાવે છે તેથીRead More


પાલીતાણા નાગરીક શ.સ.મં.લી.ના સભાસદના વારસદારને રુ.10 હજારનો ચેક અર્પણ

પાલીતાણા નાગરીક શરાફી સહકારી મંડળીના સભાસદ ઉષાબેન કાંતિભાઈ ધારુકિયાનું તા.4-3-2018ના રોજ કુદરતી રીતે અવસાન પામેલ હતા. તેઓના વારસદાર હિતેશભાઈ કાંતિભાઈ ધારુકીયાને પાલીતાણા નાગરીક શરાફી સહકારી મંડળી લી. દ્વારા મૃત્યુ સહાય યોજના હેઠળ રુ.10 હજાર રૃપિયાનો બી.ડી.સી. બેન્ક ચેક નં.010873થી પાલીતાણા નાગરીક શરાફી સહકારી મંડળીના પ્રમુખ શ્રી પ્રવિણભાઈ ગઢવીના વરદહસ્તે અર્પણ કરવામાં આવેલ. મંડળીના તમામ ડિરેક્ટરશ્રીઓ તથા સ્ટાફની ઉપસ્થિતિમાં ચેક અર્પણ કરવામાં આવેલ હતો.


મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભીકરવાનું આયોજન : માંડવિયા

રાજ્યસભામાં પુછાયેલ એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ જણાવેલ હતું કે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર પ્રયત્નશીલ છે અને સાથેજ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ધ્યાન રાખવામાં આવીરહ્યું છે. દસ લાખથી વધુ વસતી ધરાવતા દેશના શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધાવિકસાવવા ભારતસરકારેવિવિધપગલાં લીધેલ છે જે અંતર્ગત તા.૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ એક ટેન્ડર જાહેર કરી દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં “Public and Shared Transportation based on Power Train”આધારિતમલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ વિકસાવવા સરકારે દરખાસ્ત મંગાવેલ છે. આRead More


છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ઝડપાયો

ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બારસો મહાદેવની વાડી જવાનાં રસ્તાનાં નાકા પાસે  આવતાં હેડ કોન્સ. શિવરાજસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળી  આવેલ કે,અમદાવાદ શહેર,બાપુનગર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૮૯/૨૦૦૪ ઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦,૪૬૭ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા રહે.પટેલ પાર્ક,કાળીયાબીડ,ભાવનગરવાળા બારસો શિવ મહાદેવ મંદિર પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા ઉ.વ.૩૪ રહે.પટેલ પાર્ક,માધવજીભાઇ પ્રજાપતિનાં મકાનમાં,કાળીયાબીડ,ભાવનગર મુળ-ટીમાણા તા.તળાજા જી.ભાવનગરવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.


પારૂલ યુનિવર્સિટી ઘટનાના પ્રશ્ને બધી કાનુની કાર્યવાહી

અમદાવાદ,તા.૭ વડોદરાની પારૂલ યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓ પાસેથી ખોટા કામો કરાવવા તથા અનેક પ્રકારની મળેલ ફરિયાદોના સંદર્ભમાં રાજય સરકારે આ ફરિયાદોને ગંભીરતાથી લઈને તાત્કાલિક ધોરણે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરી છે અને મુખ્યમંત્રીની સૂચના મુજબ આ સંબંધે તપાસ કરવા ઉચ્ચસ્તરીય કમિટીની રચના પણ કરી છે. આ સમિતિ પારૂલ યુનિવર્સિટી અંગે મળેલી તમામ ફરિયાદોની તપાસ કરશે. મળેલી ગંભીર ફરિયાદો ધ્યાને લઈ રાજ્ય સરકારે સંબંધિતો સામે ગૂનો નોંધી તેમને જેલમાં પણ ધકેલી દીધા છે અને હજી પણ આ અંગે રાજ્ય સરકાર કંઈ છુપાવવા માંગતી નથી અને કોઈને પણ છાવરવા માંગતી નથી, તેમ શિક્ષણમંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએRead More


ગુજરાતમાંથી માંડવિયા-રૂપાલા રાજ્યસભામાં જશે

નવી દિલ્હી, તા.૭ દેશના ૧૬ રાજ્યોમાં ૫૮ રાજ્યસભાની સીટો માટે ચૂંટણીની તારીખ જાહેર થવાની સાથે જ રાજકીય ગરમી વધી ગઈ છે. ૨૩મી માર્ચના દિવસે યોજાનારી રાજ્યસભા ચૂંટણી માટે તમામ પાર્ટીઓએ પોતાની તૈયારીઓ શરૂ કરી દીધી છે. ઉમેદવારોની ઘોષણા પણ થઈ રહી છે. ભાજપે આઠ રાજ્યો માટે પોતાના રાજ્યસભા ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે. ઉત્તરપ્રદેશમાંથી કેન્દ્રિય નાણામંત્રી અરૂણ જેટલી ચૂંટણી લડનાર છે. ભાજપ તરફથી જારી કરવામાં આવેલી ઉમેદવારોની યાદીમાં ઉત્તરપ્રદેશમાંથી અરૂણ જેટલી ઉપરાંત મધ્યપ્રદેશમાંથી કેન્દ્રિય મંત્રી થાવરચંદ ગહેલોત, ધર્મેન્દ્ર પ્રધાન જ્યારે ગુજરાતમાંથી કેન્દ્રિય મંત્રી મનસુખ માંડવિયા અને પુરૂષોત્તમ રુપાલા રાજ્યસભામાંRead More


error: Content is protected !!