Main Menu

March, 2018

 

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટેનું અંતે રણશિંગૂ ફૂંકાયું

કર્ણાટક ઃ૧૨મી મેના દિવસે એક તબક્કામાં મતદાન યોજવા નિર્ણયકર્ણાટકમાં ૬૦ લાખ નવા મતદારો ઉમેરાતા કુલ મતદારોની સખ્યા ૪.૯૦ કરોડ થઇ ઃ ૪૫૦થી વધારે પોલિંગ બૂથ પર મહિલાઓ જવાબદારી સંભાળશ નવી દિલ્હ,તા. ૨૭ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે હાઇપ્રોફાઇલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આજે રણશિંગુ ફુંકાઈ ગયું હતું. આની સાથે જ રાજકીય પક્ષો અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિ વધી ગઇ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું હતું કે, રાજ્યમાં ૫૬૦૦૦ પોલિંગ બૂથ બનાવવામાં આવનાર છે. દિવ્યાંગો માટેRead More


ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા

પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકીના રાજીનામાનો સ્વીકાર ઃ યુવા નેતાને અગત્યની જવાબદારી સોંપી . ગુજરાત કોંગ્રેસના નવા પ્રદેશ પ્રમુખ તરીકે અમિત ચાવડાની સત્તાવાર નિયુકિત કરવામાં આવી છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા બહુ મહત્વનો નિર્ણય લઇ આ ફેરબદલ કરવામાં આવી છે અને ગુજરાત કોંગ્રેસની બાગડોર આખરે યુવા નેતા અને આંકલાવના ધારાસભ્ય એવા અમિત ચાવડાને સોંપવામાં આવી છે. તો, પ્રદેશ કોંગ્રેસના પ્રમુખપદેથી ભરતસિંહ સોલંકીના રાજીનામાનો કોંગી હાઇકમાન્ડે સ્વીકાર કરી લીધો છે. આ સાથે ગુજરાત કોંગ્રેસના પ્રદેશ પ્રમુખને લઇ છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલી અટકળોનો અંત આવ્યો છે તો, સાથે સાથેRead More


મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીના વરદ હસ્તે વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પારિતોષિકો અપાયા

ભાવનગર;રવિવાર; આજે તા. ૨૫ માર્ચે ૧૬/૦૦ કલાક થી ૧૭/૦૦ કલાક સુધી મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીના વરદ હસ્તે ભાવનગરના સરદારનગર સ્થિત સ્વામિનારાયણ ગુરુકુળના વિવિધ સ્પર્ધાઓના વિજેતાઓને પારિતોષિકો અપાયા હતા. આ સ્પર્ધાઓ જેવી કે સમુહગીત, ક્વીઝ, શિક્ષાપત્રી શ્લોકગાન, ફેન્સી ડ્રેસ, નિબંધ લેખન, વક્ત્રુત્વ, તત્કાલ ચિત્ર સ્પર્ધાઓના કુલ ૧૮૯ વિજેતાઓને મહાનુભાવોના હસ્તે ચાંદીના મેડલ અને પ્રમાણપત્રો અપાયા હતા. આ કાર્યક્રમ પ્રસંગે મહામહિમ રાજ્યપાલશ્રી ઓ. પી. કોહલીએ જણાવ્યું હતું કે  જિલ્લામાં ગુરુકુળની ૮ સંસ્થામાં ૧૮ હજાર વિધાર્થીઓ અભ્યાસ કરે છે તેમના વચ્ચે યોજાયેલી વિવિધ સ્પર્ધાના  વિજેતાઓને આજે અહીં પારિતોષિકો અપાયા. શિક્ષણની સાથે સંસ્કારRead More


જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રીઓ માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય આંકડાકીય કામગીરી અને તાલીમ કમ કાર્ય શિબિર યોજાઈ

ભાવનગર;શુક્રવાર; નિયામકશ્રી, અર્થશાસ્ત્ર અને આંકડા શાસ્ત્ર, ગાંધીનગર અને જિલ્લા પંચાયત ભાવનગર દ્વારા જિલ્લાના તલાટી કમ મંત્રીશ્રી, ગ્રામસેવક, વિસ્તરણ અધિકારીશ્રીઓ માટે જિલ્લા કક્ષાએ એક દિવસીય આંકડાકીય કામગીરી અને તાલીમ કમ કાર્ય શિબિર આજે તા. ૨૩ માર્ચે કોર્ટ હોલ,યુનિ, ભાવનગર ખાતે  યોજાઈ હતી. આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારીશ્રી આયુષ ઓકે જણાવ્યું હતું કે, તાલીમ કાર્યક્રમ થકી કરવાની થતી કામગીરી વધુ સરળતાથી અને પારદર્શક પદ્ધતિએ કેમ કરવી તે સમજણ મળતી હોય છે. જિલ્લાના વિકાસ કાર્યો માનવીય અભિગમ, સંવેદનાથી કરવાથી કામ કર્યાનો આત્મસંતોષ મળશે સાથે સાથે લોકોને પણ સંતોષ આપી શકાશે. આ કાર્યક્રમ માંRead More


ભાવનગર જિલ્લાના જળાશયો માંથી ગેરકાયદે પાણી ખેંચવા પર તા. ૩૦ જુન સુધી પ્રતિબંધ

, ભાવનગર સહિત અન્ય વિભાગોની પાઇ૫ લાઇનો તથા નહેરોમાં ભંગાણ કરી તોડફોડ કરી પાણી વાળી લઇ પાણી પુરુ પાડવાના નેટવર્કમાં વિક્ષેપ પાડે તેવી શક્યતા છે. ઉપરાંત ભાવનગર જિલ્લાના જળાશયોના પાણીના અનામત જથ્થામાં કોઇ ઇસમ/ખાતેદારો દ્વારા જળાશય કે આસપાસ બેઝીન વિસ્તારમાંથી ગેરકાયદેસર ભાવનગર;શુક્રવાર;ભાવનગર શહેર તથા જિલ્લાના વિસ્તારોમાં નર્મદા, મહી, શેત્રુંજી સહિતની અન્ય નદીઓ, તળાવો તથા ડેમો દવારા જિલ્લાના શહેરો તથા ગ્રામ્ય વિસ્તારમાં પાઇ૫લાઇન દ્વારા પીવાનું પાણી તથા સિંચાઇ માટેનું પાણી નહેર તથા પાઇ૫લાઇન દ્વારા પુરુ પાડવામાં આવે છે. ગત વર્ષે જરૂરીયાત કરતા થયેલ ઓછા વરસાદને કારણે આગામી ઉનાળાના દિવસો દરમ્યાન ભાવનગરRead More


ગાંધીનગરમાં વિશ્વનું સર્વપ્રથમ અત્યંત આધુનીક વ્યસનમુક્તિ પ્રદર્શન

કરોડો રૂપિયાની આવક થાય એટલે માણસ નવા-નવા ફાર્મ હાઉસ , નવા બંગલા, ગાડીઓ ખરીદે ચાર બંગડીવાળી…. દિવસે–દિવસે માણસ વ્‍યસન અને ફેશનમાં ખોવાતો જાય છે. સાથે–સાથે ન કરવાના ખર્ચા પણ કરે લોકોને દેખાડવા સારુ, લાખો રૂપિયાના ધુમાડા કરતા હોય છે. પરંતુ હજારો માં કોઇક જ એવા ભારતના સપૂત હોય છે કે જે આ દેશ માટે પોતાની માટીનું ઋુણ ચુકવવા પૈસા વાપરતા હોય છે. બાકી અમુક મુર્ખાઓ તો સમાજમાં નામ થાય વાહ-વાહ થાય તે માટે કરોડો ખર્ચી નાખે છે. પણ આજે એક ગુજરાતની ભૂમીના લાડીલા યુવકની વાત કરવા જઇ રહ્યા છીએ જેણેRead More


પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલની કલેક્ટર દ્વારા મુલાકાત

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલની અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા તથા મેડિકલ ઓફિસર ડો.ધનશ્રી ઝવેરી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડીટેશન સેન્ટર, ડીલીવરી રૂમ સહિત વિવિધ રૂમની મુલાકાત લીધી હતી. જરૂરીયાતમંદ ટીબીના દર્દીને અમદાવાદ જીલ્લા કલેક્ટરના હસ્તે પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના પ્રાંગણમાં અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લાRead More


મહુવામાંથી જુગાર રમતાં ૫ ઇસમન પકડાયા

ભાવનગર એલ.સી.બી. નાં સ્ટાફ તથા મહુવા સીટી વિસ્તારમાં મહુવા પો.સ્ટે.નાં સ્ટાફ સાથે પેટ્રોલીંગમાં દરમ્યાન પો.કો. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે,મહુવા, દરબારગઢ મુતરડી પાસે ચોકમાં જાહેરમાં અમુક ઇસમો ભેગાં થઇ ગંજીપતાનાં પાનાં વડે તીનપતીનો હારજીતનો જુગાર રમે છે.* તેવી હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવી રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૫ માણસો *ગંજીપતાનાં પાના, રોકડ રૂ.૮,૪૨૦/- તથા મોબાઇલ-૩ કિ.રૂ.૨,૦૦૦/- મળી કુલ રૂ.૧૦,૪૨૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ. તેઓ વિરૂધ્ધ મહુવા પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાંRead More


વ્લાદીમીર પુટિનને ઐતિહાસિક જીત મળી ગઇ

કૈમરોવ,તા. ૧૯ રસિયન પ્રમુખ વ્લાદીમીર પુટિને રશિયામાં હાલમાં યોજાયેલી ચૂંટણીમાં ઐહિાસિક જીત હાંસલ કરી લીધી છે. પુટિનને આ વખતે વર્ષ ૨૦૧૨ કરતા પણ વધારે મત મળ્યા છે. એવા સમયમાં જ જ્યારે રશિયા અને પશ્ચિમ દેશો વચ્ચેના સંબંધ ખરાબ રહ્યા છે ત્યારે પુટિનની આ જીત ખુબ મહત્વપૂર્ણ બની ગઇ છે. હવે પુટિન વર્ષ ૨૦૨૪ સુધી પ્રમુખ તરીકે રહેશે. પુટિન ૨૦૨૪માં પોતાની અવધિ પૂર્ણ થઇ જશે ત્યારે ૭૧ વર્ષના હશે. જેથી એ વખતે સોવિયત શાસક જાસેફ સ્ટાલિન બાદ સૌથી વધારે સમય સુધી સત્તામાં રહેનાર પ્રમુખ તરીકે બની જશે. પુટિને આ ચૂંટણી પહેલાRead More


લિંગાયતને અલગ ધર્મની માન્યતાને લીલીઝંડી

બેંગ્લોર,તા. ૧૯ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ મોટો નિર્ણય કર્યો છે. સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મ માટે દરજ્જા આપવાની માંગ સ્વીકારી લીધી છે. આની સાથે જ મોટી ચૂંટણી રમત પણ રમી દીધી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ આની નિંદા કરીને સમાજને વિભાજિત કરવાની રણનીતિ રમવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આને મંજુરી આપીને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર દબાણ વધારી દીધું છે. લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જા આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ધર્મગુરુઓ દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવી રહી હતી. વિધાનસભાની ચૂંટણીRead More


error: Content is protected !!