Main Menu

Saturday, February 10th, 2018

 

તબીબને બ્લેકમેલ કરી નાણાં ખંખેરાવતી ટોળકીનો પર્દાફાશ

ભાવનગર જિલ્લાનાં સણોસરા પંથકમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત તબીબને વોટ્સએપનાં માધ્યમથી પ્રિતી ઉર્ફે પુજા નામની સ્ત્રીએ સંપર્ક કરી તેઓ સાથે મિત્રતા કેળવી લીધેલ.ત્યાર બાદ ગઇ તા.૦૪/૦૨/૨૦૧૮નાં રોજ તે તબીબ પોતાનાં અંગત કામ કાજ અર્થે પાલીતાણા જતાં તેઓને ફોન પર પાલીતાણા પોતાની બહેનપણીનાં ઘરે લઇ જઇ બે માળનાં મકાનમાં ઉપરનાં રૂમનો દરવાજો ખુલ્લો રાખી શેટી પલંગ પર બેસાડી વાતો ચીતો કરાવી તબીબ સાથે શારિરીક સુખનો આનંદ માણવાની આજીજી કરી પોતાનાં તમામ વસ્ત્રો કાઢી નાંખી તે તબીબ પાસે પણ પોતાનાં તમામ વસ્ત્રો ઉતરાવતાં અગાઉ કરેલ આયોજન મુજબનાં ત્રણ માણસો (૧) ભગવાનભાઇRead More


અમ્યુકો બજેટ : વિપક્ષે વિકાસ કાર્યોના જરૂરી સુધારા સૂચવ્યા

અમદાવાદ,તા. ૯ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ માટે સ્ટેન્ડીંગ કમીટીએ રજૂ કરેલા રૂ.૬૯૯૦ કરોડના બજેટમાં મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસે આજે કુલ રૂ.૧૫૧ કરોડના વિકાસ કામો સાથેના સુધારા સૂચવ્યા છે પરંતુ શાસકપક્ષ ભાજપ દ્વારા વિપક્ષની માંગણી આગામી મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં ફગાવી દેવાય તેવી પૂરી શકયતા છે અને તેથી બોર્ડની આગામી બેઠક પણ તડાફડીવાળી બનવાના એંધાણ છે. વિપક્ષ કોંગ્રેસે સૂચવેલા સુધારાં કોંગ્રેસે આ વખતે સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલ્યું છે અને શહેરના સાબરમતી રિવરફ્રન્ટની બંને બાજુ આવેલા ૪૦ મંદિરો સહિત કુલ ૫૦ જેટલા ધાર્મિક સ્થાનોના વિકાસ માટે રૂ.૨૦ કરોડની ફાળવણી કરવા માંગણી કરવામાં આવીRead More


કારની ટક્કરથી ફંગોળાયેલ વિદ્યાર્થી બસ નીચે કચડાયો

અમદાવાદ,તા. ૯ શહેરના બોપલ-ઘુમા રોડ પર આજે સવારે સાયકલ પર જઇ રહેલા એક વિદ્યાર્થીને પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારતી મહિલાએ અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી તેને જારદાર ટક્કર મારી હતી, કારની ટક્કરથી ફંગોળાયેલો વિદ્યાર્થી આગળ જતી એએમટીએસ બસના પાછલા વ્હીલમાં આવી જતાં કચડાઇ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુ. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. વિદ્યાર્થીના કરૂણ મોતથી રોષે ભરાયેલા અને ઉશ્કેરાયેલા લોકોએ એક તબક્કે આ વિસ્તારમાંથી પસાર થતી એએમટીએસ બસો બંધ કરાવી હતી, જેને લઇRead More


હોમ અને કાર લોન માર્ચ મહિનાથી વધુ મોંઘી થશે

નવીદિલ્હી,તા.૯ હોમ લોન અથવા તો કાર લોન લેવાની ઇચ્છા ધરાવનાર લોકોને ફટકો પડી શકે છે. કારણ કે આગામી મહિનાથી હોમ અને કાર લોન વધુ મોંઘી થઇ શકે છે. મળેલી માહિતી મુજબ માર્ચ અથવા તો એપ્રિલ મહિનાથી હોમ લોન અને કાર લોનના વ્યાજદરોમાં વધારો થવાની શરૂઆત થશે. પોતાના માર્જિનને બચાવવા માટે બેંકો વ્યાજદરોમાં વધારો કરવાની શરૂઆત કરશે. છેલ્લા કેટલાક મહિનામાં બોન્ડ યિલ્ડ્‌સમાં ૧૦૦ બેઝિક પોઇન્ટનો વધારો થઇ ચુક્યો છે જેના પરિણામ સ્વરુપે બેંકો માટે ડિપોઝિટ સર્ટિફિકેટ જારી કરવાની બાબત મોંઘી થઇ ગઇ છે. એટલું જ નહીં બજારથી ઉછીને નાણા લેવાની બાબતRead More


ટ્રમ્પ-મોદી વચ્ચે ફોન પર લાંબી ચર્ચા

નવી દિલ્હી,તા. ૯ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે ફોન પર લાંબી વાતચીત થઇ હોવાના હેવાલ મળ્યા છે. બન્ને નેતાઓએ ફોન પર જુદા જુદા વિષય પર વાતચીત કરી હતી. વાતચીતમાં માલદીવ અને ઉત્તર કોરિયાનો મુદ્દો પણ છવાયો હતો. વ્હાઇટ હાઉસ દ્વારા વાતચીતના સંબંધમાં માહિતી આપી છે. બન્ને નેતાઓએ અફઘાનિસ્તાનમાં હાલમાં પ્રવર્તી રહેલી સ્થિતિ હિન્દ પ્રશાંત ક્ષેત્રમાં સુરક્ષાના મામલે પણ વાતચીત થઇ હતી. આ વર્ષે ટ્રમ્પ અને મોદી વચ્ચે થયેલી આઈ પ્રથમ વાતચીતને ખુબ ઉપયોગી ગણવામાં આવે છે. વ્હાઇટ હાઉસે કહ્યુ છે કે બન્ને નેતાઓએ માલદીવ સંકટ પરRead More


error: Content is protected !!