Main Menu

February, 2018

 

ભાવનગરની 4 બેઠક ભાજપના ફાળે

ભાવનગર જિલ્લા પંચાયતની એક અને તાલુકા પંચાયતની 3 બેઠક મળી કુલ  બેઠકો માટે તા.21મીના રોજ યોજાયેલ પેટા ચૂંટણીમાં જિ.પં.ની ઘેટી અને તાલુકા પંચાયતની પાલિતાણાની આદપુર, તળાજાની પાવઠી અને ઉમરાળાની ધોળા ગામ બેઠક પર ભાજપના ઉમેદવાર વિજેતા જાહેર થયા છે. ઘેટી : ભાવનગર જિલ્લા પંચાયતની પાલિતાણા તાલુકામાં આવતી ઘેટી જિલ્લા પંચાયત સીટ અને પાલિતાણા તાલુકા પંચાયતની આદપુર સીટની પેટા ચુંટણી યોજાયેલ હતી. આજે ચુંટણીના પરિણામ જાહેર થતા જ કોંગ્રેસ પાસે રહેલી બંને સીટો ભાજપે આંચકી લીધેલ હતી. કોંગ્રેસના આંતરિક વિખવાદના પગલે તેમજ જ્ઞાતિવાદના કારણે તેને સીટો ગુમાવવાનો વારો આવ્યો હતો. ઘેટીRead More


ઓઇલ ચોરી કરતા ચાર શખ્સ ઝડપાયા

અમદાવાદ,તા. ૧૫ નારોલથી ખેડા જતા રોડ પર સારસા ગામે ઓએનજીસીની પાઈપલાઈનમાં પંચર પાડી ઓઇલ ચોરી કરવાના પ્રયાસ કરનાર ઓઇલ ચોરી ગેંગના ચાર સભ્યોને પકડી પાડવામાં આવ્યા છે. ક્રાઈમ બ્રાંચે ઓઇલ ચોરી કરવાના સાધનો સાથે તેમને પકડી પાડ્યા છે. તમામ ઝડપાયેલા શખ્સોની પુછપરછ કરી લેવાઈ છે. ઝડપાયેલા શખ્સોમાં અવધેશકુમાર, પુનિત ઉર્ફે છોટુ ઉર્ફે ગોલુ, મેહુલ તથા મુકેશ ઉર્ફે મોન્ટુ તરીકે ઓળખાયા છે. તેમની પુછપરછના આધારે વધુ તપાસ ચાલી રહી છે. નારોલ લાંભાગામ ટ‹નગ પાસે ખેડા તરફ જવાના રોડ ઉપરથી તેમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી લોખંડના બે સળિયા અને અન્યRead More


E PAPER 16-02-2018


શહેરના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યુ

વિરમગામ : વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી શકે તેવા ઉમદા આશયથી વિરમગામ શહેરના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મંગળવારે અમદાવાદમાં આવેલ સાયન્સ સિટીની મુલાકાત લઇને ગમ્મતની સાથે જ્ઞાન પણ મેળવ્યુ હતુ. સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓએ પોતાની ઋચી પ્રમાણે હૉલ ઓફ સ્પેસ, હૉલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, ઇલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, ૩-ડી આઈમેક્સ થિયેટર, સંગીતમય નૃત્ય કરતા ફુવારા, ઊર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિએટરની મજા માણી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એસ.પી રીંગ રોડ પર આવેલ માતા વૈષ્ણોવદેવી મંદિર, ઝાણુ ગામમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધીRead More


ઘરફોડ ચોરીના બનાવમાં 3 ઝડપાયા

ગારીયાધાર પો.સ્ટે. વિસ્‍તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ  દરમ્‍યાન ગારીયાધારનાંમોટી વાવડી ચોકડીએ વાહન ચેકીંગ દરમ્યાન  XCD 125 રજી.નંબર-GJ-04-AR 7311 મો.સા. સાથે ચાલક (૧) મનોજ બચુભાઇ સાથળીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર જી.ભાવનગર (૨) રાજુભાઇ ધીરૂભાઇ વેગડ ઉ.વ.૨૨ ધંધો-ખેત મજુરી રહે.ભાડાનાં મકાનમાં, હાદાનગર,રેલ્વે ફાટકની પાસે, ભાવનગર હાલ-પરવડી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાછળ,રફીકભાઇએ ફાર્મે રાખેલ વાડીમાં,ગારીયાધાર જી.ભાવનગર (૩) દુલાભાઇ રામજીભાઇ રાજકોટીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર જી.ભાવનગરવાળા ઘરફોડ ચોરી કરવાનાં સાધનો તથા રોકડ રકમ મળી કુલ રૂ.૪૬,૭૨૫/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓની પુછપરછ કરતાં તેઓએ ભાવનગર તથા અમરેલી જીલ્લામાંRead More


E PAPER 15-02-2018


E PAPER 14-02-2018


૧૭ મુમુક્ષુઓ સોમવારે સંયમ માર્ગ સ્વિકારશે

ભીલડીયાજી તીર્થે ખાતે દિક્ષા મહોત્સવ ઉજવાશે અજીત મહેતા દ્વારા) ચેલેન્જર,સુરત : ૧૭ મુમુક્ષુઓ બનાસકાંઠાના ભીલડીયાજી તીર્થ ખાતે સોમવારે સંયમ માર્ગ સ્વિકારશે. તેમા તા.૧૭ ફેબ્રુઆરીના રોજ સવારે ૭ કલાકે ગુરુભગવંતોનો પ્રવેશ, રાત્રે ૮ કલાકે સર્વે દીક્ષાર્થીઓના ઉદ્‌ગારો તથા બહુમાન સમારંભ, તા.૧૮-૮ના રોજ સવારે વર્ષીદાન યાત્રા નિકળશે. તા.૧૯ના રોજ સવારના ૪-૩૦ કલાકે દિક્ષાવિધિનો પ્રારંભ થશે. આચાર્ય અરવિંદસૂરિની નિશ્રામાં આ દિક્ષા મહોત્સવ ઉજવાશે.


છ ગાઉ યાત્રામાં રામપોળનો દરવાજો સવારે પાંચ વાગ્યે ખુલશે

પાલીતાણા – આગામી તા.27મી ફેબ્રુઆરી ફાગણ સુદ 13 એટલે કે ઢેબરીયો તેરસનો પરમ પાવન દિવસ છે. શ્રી સિદ્ધગિરીની છગાઉની યાત્રા અર્થે હજારો ભાવિકો પાલીતાણા એક દિવસ અગાઉ પહોંચશે છે અને છ ગાઉની યાત્રા કરી પુણ્યનું ઉપાર્જન કરે છે. શેઠ આણંદજી કલ્યાણજી પેઢી (પાલીતાણા- અમદાવાદ)ની છગાઉની યાત્રા સંબંધિત જાહેરાત કરી છે તે અનુસાર પાલીતાણામાં ફાગણ સુદ 13ની યાત્રા ઘણા સમયથી યાત્રિકો ભાઈ-બહેનો મધ્યરાત્રીના બે વાગ્યાથ શરૃ કરે છે. જેથી ઉપર ઘસારો થવાથી રામપોળનો દરવાજો 3 વાગ્યે ખોલવાની ફરજ પડે છે. અને જયણા-મર્યાદા-સુરક્ષા આદીના અનેક પ્રશ્નો ઉભા થાય છે. શ્રી ગિરિરાજની યાત્રાRead More


રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરાઈ

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા 10 ફેબ્રુઆરી 2018ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં 1 થી 19 વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, કે.એમ.મકવાણા, જયેશ પાવરા, ગૌરીબેન મકવાણા સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા સપોર્ટીવ સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ. વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, 10 ફેબ્રુઆરી 2018 ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન”Read More