Main Menu

February, 2018

 

આજે વહેલી સવારથી શત્રુંજયની છ’ગાઉની યાત્રાનો પ્રારંભ

  (દિપક ગોહિલ દ્વારા – પાલીતાણા) તીર્થધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રા તરીકે ઓળખાતો ઢેબરિયા તેરસ આજે તા.27 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી પ્રારંભ થઈ ગયો. જય જય આદિનાથના નાદ સાથે ભાવિરો છ ગાઉની યાત્રાનો ભાવપૂર્ણ પ્રારંભ કર્યો હતો. છ ગાઉની યાત્રા કરવા દેશભરમાંથી અંદાજે 50 હજાર શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું અનુમાન લગાવી શકાય છે. સવારે શત્રુંજય તળેટીમાં વિશાળ માનવ મેદની યાત્રા શરૃ કરવા ઉમટી પડ્યા હતા. તળેટીમાં પૂજન વંદન કરી યાત્રાને જય આદિનાથના નારા સાથે પ્રારંભ કર્યો હતો. સિદ્ધવડ ખાતે 97 પાલ ઉભા કરી યાત્રિકોની ભક્તિ કરાઈ રહી છે અને શેઠ આણંદજીRead More


અમદાવાદના ૬૦૮મા જન્મદિનને લઇ ઉજવણી

અમદાવાદ,તા. ૨૬ અમદાવાદ શહેરના ૬૦૮મા જન્મદિન નિમિતે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુન્ની વકફ કમીટી દ્વારા સફર-એ-વિરાસત સહિતના ભવ્યાતિભવ્ય ઉજવણી અને કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદની બર્થ ડેની ઉજવણી દરમ્યાન મેયર ગૌતમભાઇ શાહની સાથે બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય ખાસ અહીંની મુલાકાતે આવ્યા હતા. વિવેક ઓબેરોયે અમદાવાદની જન્મદિનનની અમદાવાદીઓને દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી. દરમ્યાન બોલીવુડ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના નિધન અંગે ભારે દિલસોજી વ્યકત કરતાં વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે, શ્રીદેવીજીના નિધનથી માત્ર બોલીવુડ જ નહી પરંતુ સમગ્ર દેશને બહુ મોટી ખોટ પડી છે. શ્રીદેવીજી એક એવા કલાકાર હતા, કે જેમનામાં કલા અનેRead More


મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મતદાન

  શિલોંગ,કોહીમા,તા. ૨૬ નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂટણી માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ બન્ને રાજ્યોમાં આવતીકાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાનાર છે. બન્ને રાજ્યોમાં ઉંચા મતદાનની શક્યતા દેખાઇ રહી છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પોતાની તાકાતને વધારી દેવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ જારદાર પ્રચાર કરી ચુક્યા છે. બન્ને રાજ્યોમાં ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. નાગાલેન્ડમાં આવતીકાલે મતદાન યોજાનાર છે. રાજ્યમાં ૧૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલા છે. નાગાલેન્ડમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેRead More


બાથટબમાં ડુબવાથી શ્રીદેવીનું મોત થયું

  મુંબઇ,તા. ૨૬ લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીના અવસાનને લઇને નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય રિપોર્ટમાં હવે દાવો કરવામાં આવ્યો છે કે, શરાબના નશામાં શ્રીદેવી હતી અને બાથ ટબમાં ડુબી જવાથી તેનું મોત થયું હતું. ઓટોસ્પી રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેમના હોટલ રુમના બાથટબમાં એક્સીડેન્ટલ ડ્રાઉની અથવા તો ડુબવાથી તેમનું મોત થયું છે. કાર્ડિયેક એરેસ્ટના કારણે તેમનું મોત થયું નથી. આરોગ્ય મંત્રાલય યુએઇ દ્વારા આ અંગેનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યા બાદ તર્કવિતર્કોનો દોર શરૂ થયો છે. શનિવારે મોડી રાત્રે જુમેરાહ અમીરાત ટાવરની હોટલમાં પોતાના રુમનાRead More


સિહોરમાંથી 94 લાખનો વિદેશી દારૂ પકડાયો

સિહોરની એક સોસાયટીમાં આવેલ રહેણાંકી વિસ્તારના મકાનમાં બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસ અને સિહોર પોલીસે સંયુકતપણે એક મોટી સફળ રેડ પાડી ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક પરિવારોને બરબાદ કરી નાખતા દારૂના દુષણ સામે પોલીસને ખરેખર ઇમાનદારી પૂર્વક પગલા લઇ કડક હાથે કામ લે તો કેટકેટલાય બુટલેગરો ભોં ભેગા થઇ જાય અને અનેક પરિવારોને ભાંગતા બચાવી શકાય. આવીજ રીતે પોલીસની ઇચ્છાશક્તિને કારણે ભાવનગર એસઓજી પોલીસ અને સિહોર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ દારૂ વેચતા સિહોરના કરકોલીયા રોડ પર આવેલ એકતા સોસાયટીમાંRead More


પાલીતાણા અને નવાગામમાં વિદેશ દારૃ સાથે બે પકડાયા

પાલીતાણા : પાલીતાણા પોલીસે તળેટી રોડ પરથી બાઈક નં.જીજે 4 એએન1022 લઈ નિકળેલ જયરામ વરસડીયાની 5 નંગ વિદેશી દારૃની બોટલ સાથે અટકાયત કરી હતી. જ્યારે  ભાવનગર રાજકોટ રોડ પર આવેલ નવાગામ એક્સેલ કંપની પાસે રોડ પર વરતેજ પોલીસે દરોડો પાડતા ચિત્રા શાંતિનગરમાં રહેતા રમેશભાઈ દયાળભાઈ રાઠોડને કાર નં.જી.જે.21 7474માં ઈંગ્લીશ દારુની બોટલ નં.3 સાથે ઝડપી લીધો હતો.


વિધાનસભામાં સોમવારે પાટણ પ્રકરણ ગુંજશે

ગાંધીનગર : પાટણના દુદખા ગામની જમીન માટે દલિત કર્મશીલ ભાનુભાઈ વણકર દ્વારા આત્મવિલોપન કરવાના પ્રકરણના પડઘા સોમવારે વિધાનસભામાં પડશે. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલે નિયમ 116 હેઠળ જાહેર અગત્યની બાબત તરીકે આ મુદ્દે પ્રસ્તાવ રજૂ કર્યો છે જેને શૈલેષ પરમાર, જિજ્ઞેશ મેવાણી અને ચંદનજી ઠાકોરે અનુમોદન આપ્યું છે. જેઓ પણ આ ચર્ચામાં ભાગ લેશે. વિધાનસભાના અધ્યક્ષ દ્વારા આ પ્રસ્તાવ દાખલ કરવામાં આવ્યો છે.


અભિનેત્રી શ્રીદેવીનું નિધન

મુંબઈ: બોલિવૂડની લેજન્ડ અભિનેત્રી શ્રીદેવીનું નિધન થઈ ગયું છે. શ્રીદેવી 54 વર્ષની હતી. તેમણે દુબઈમાં તેમના અંતિમ શ્વાસ લીધા હતા. શ્રીદેવી એક લગ્ન સમારોહમાં સામેલ થવા ગઈ હતી. ત્યાં હાર્ટ એટેક આવતા શ્રીદેવીની તબિયત અચાનક લથડી હતી અને તેમનું મોત થઈ ગયું હતું. મીડિયા રિપોર્ટ્સના જણાવ્યા પ્રમાણે એક્ટ્રેસના પાર્થિવ દેહને કાર્ગો અથવા પ્રાઈવેટ જેટથી મુબંઈ લાવવામાં આવે તેવી શક્યતા છે. શ્રીદેવાના દેહનું દુબઈમાં પોસ્ટમોર્ટમ કરી દેવામાં આવ્યું છે અને તેના અંતિમ સંસ્કાર આવતી કાલે કરવામાં આવે તેવી શક્યતા છે.


ઢેબરીયા મેળો સંદર્ભે કેટલાંક રસ્તાઓ એકમાર્ગિય જાહેર કરાયા

પાલીતાણા શહેરમાં આગામી તા.૨૬-૨૭/૦૨/૨૦૧૮ના રોજ ફાગણ સુદ-૧૩(ઢેબરા તેરસ)નો જૈન ‘ઢેબરીયો મેળો’ યોજાનાર છે. આ મેળો માણવા જૈન લોકો મોટા પ્રમાણમાં દેશભરમાંથી આવે છે. જેમાં લોકો પોતાના ખાનગી વાહનો લઇને આવતા હોય છે. જેથી વાહન વ્યવહાર ખોરવાઇ ન જાય તેમજ ટ્રાફીક અવ્યવસ્થા ન સર્જાય તેમજ અકસ્માતો નિવારી શકાય તે માટે ટ્રાફીક નિયમન કરવાનું જરૂરી જણાતાં, ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯પ૧ની કલમ-૩૩(૧)(બી) અન્વયે મળેલ સત્તાની રૂઇએ હું ઉમેશ વ્યાસ (જી.એ.એસ.), અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, ભાવનગર જિલ્લો, ભાવનગર આથી પાલીતાણા શહેરમાં નીચેના રસ્તાઓને તા.૨૬/૦૨/૨૦૧૮ના સ.ક. ૮-૦૦ થી તા.૨૮/૦૨/૨૦૧૮ના ક.ર૪-૦૦ સુધી દિન-૩ માટે ”એકમાર્ગીય” રસ્તો જાહેર કરૂંRead More


શત્રુંજયની છ ગાઉની યાત્રા 3 દિવસ થશે

ફાગણ સુદ તેરસ તીથીના લીધે 3 દિવસ શત્રુંજયની છ ગાઉની યાત્રા યોજાશે (ફાઈલ તસ્વીર) (દિપક ગોહિલ – ચેલેન્જર દૈનિક)  : આ વર્ષે અચલગચ્છ સમાજ(કચ્છી સમાજ) સોમવારે છ ગાઉની યાત્રા કરશે અને આદપુર ખાતે ર પાલ ઉભા કરાયા. અંદાજે પાંચ હજાર યાત્રિકો લાભ લેશે. તા.27 ફેબ્રુઆરીના રોજ ફાગણ સુદ 13ના જનરલ સમગ્ર જૈન સમાજ છ ગાઉની યાત્રા કરશે. આ દિવસે આદપુર ખાતે 97 પાલ ઉભા કરાયા છે. અને યાત્રા દરમ્યાન 40 જૈન સંઘો દ્વારા સંઘ પુજન કરાશે. જે અંદાજે ભક્તિદીઠ 50થી 70 રૃા. કરાશે. આશરે 70 હજાર યાત્રિકો થવાનો અંદાજ છે.Read More


error: Content is protected !!