Main Menu

January, 2018

 

પ્રજાસત્તાક પર્વની અંધ ઉદ્યોગ શાળામાં ઉજવણી

શહેરની જાણીતી શ્રી કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાનાં પટાંગણમાં સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ બાળકો, ટ્રસ્ટીઓ, કર્મચારીઓ તથા રાષ્ટ્રીય અંધજન મંડળ ભાવનગર જીલ્લા શાખાનાં વિશિષ્ટ શિક્ષકોની ખાસ ઉપસ્થિતિમાં ૬૯માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રી કૃષ્ણા ફાઉન્ડેશનનાં અધ્યક્ષ શ્રી પીતરામજી શર્માએ ધ્વજારોહણ કરાવ્યું હતુ. જ્યારે મુખ્ય મહેમાન પદે ક્રિષ્ણા ફાઉન્ડેશનનાં સ્થાપક શ્રી જુગલભાઈ ભાટિયા  તથા શ્રી સતિષભાઈ ગોયલજી, શ્રી બીપનભાઈ શર્મા અને શ્રી લાયન મહેશભાઈ દવે  ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સંસ્થાની પ્રવૃત્તિ વિશે માહિતી અને પ્રજાસત્તાક દિવસની ઉજવણી અંગે સંસ્થાના સીઈઓ શ્રી લાભુભાઈ સોનાણીએ પ્રેરક ઉદબોધન કર્યું હતું. જ્યારે મહેમાનોનુંRead More


સોમવારે માણીભદ્રવીર પૂજન તથા હવન થશે

ચેલેન્જર,પાલીતાણા –  પાલીતાણા ખાતે બિરાજમાન પ.પૂ.આ.ભ. તેમજ સાધુ-સાધ્વીજી મ.સા. તથા યાત્રિક સમુદાયની પાવન ઉપસ્થિતિમાં દર વર્ષ મુજબ ચાલુ વર્ષે પણ મહા સુદ ૧૨ને સોમવાર તા.૨૯-૦૧-૧૮ ના રોજ સવારે ૯ કલાકે શ્રી માણીભદ્રવીર પૂજન – હવન અને માણીભદ્રવીર મંદિરની સાલગીરી ઉજવાશે. તેમા સર્વભક્તજનોને પધારવા અનુરોધ કરવામાં આવે છે.


શ્રી નાકોડા તીર્થમાં પ્રતિષ્ઠા મહોત્સવ


પ્રવિણભાઈ ગઢવી કોંગ્રેસમાં જોડાયા

પાલીતાણા – પાલીતાણા નગરપાલીકામાં ચાર વાર પ્રમુખ પદે ચૂંટાયેલા અને પાલીતાણા ના.શ.સ.મંડળીના પ્રમુખ પ્રવિણભાઈ ગઢવીએ ગુરુવારે કોંગ્રેસમાં જોડાયા હતા. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપમાંથી રાજીનામું આપી જનચેતના પાર્ટીમાંથી લડનાર પ્રવિણભાઈ ગઢવીએ પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય ખાતે કોંગ્રેસમાં જોડાયા હતા. તેમજ તેમની સાથે એજ્યુકેશન સોસાયટીના પ્રમુખ મયુરસિંહ સરવૈયા(ડેમ)એ પણ કોંગ્રેસનો ખેચ ધારણ કર્યો હતો. આ બંને દિગ્ગજ નેતાઓનો કોંગ્રેસમાં પ્રવેશ થવાથી પાલીતાણાના રાજકારણમાં ચર્ચાનો માહોલ જોવા મળ્યો હતો. ગુરુવારે પ્રદેશ કાર્યાલયે ગુજરાત કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ સોલંકી, ગઢડાના ધારાસભ્ય પ્રવિણભાઈ મારૃ, તળાજાના ધારાસભ્ય કનુભાઈ બારૈયા, પાલીતાણાના પૂર્વ ધારાસભ્ય પ્રવિણભાઈ રાઠોડ, પ્રદેશ મહામંત્રી હૈયાતખાન બ્લોચ,Read More


લાલૂને ૫ વર્ષની જેલની સજા થઈ

રાંચી,તા. ૨૪ આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવને આજે સનસનાટીપૂર્ણ ઘાસચારા કોંભાડ સાથે જાડાયેલા અન્ય એક કેસ ચાઇબાસા તિજારીમાંથી ઉચાપતના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને લાલૂને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલૂને સજા કરવામાં આવી છે. સ્પેશિયલ સીબીઆઈ જજ એસએસ પ્રસાદે અગાઉ લાલૂ અને અન્ય ૫૦ અપરાધીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. વર્ષ ૧૯૯૨-૧૯૯૩માં ચાઈબાસા તિજારીમાં ૩૩.૬૭ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંંબંધિત આ કેસ છે. લાલૂની સાથે પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને પણ જેલની સજા કરવામાં આવી હતી. તેમને પાંચ વર્ષનીRead More


આજે પદ્માવતને રજૂ કરાશે

નવીદિલ્હી, તા. ૨૪ પદ્માવત ફિલ્મની રજૂઆતના એક દિવસ પહેલા દેશના જુદા જુદા ભાગોમાં હિંસક વિરોધ પ્રદર્શનનો દોર જારી રહ્યો હતો. દિલ્હી, મુંબઈ, ગુડગાંવ, બેંગ્લોર, જયપુર સહિત તમામ મોટા શહેરોમાં હિંસાનો દોર જારી રહ્યો હતો. રાજસ્થાન, હરિયાણા, ઉત્તર પ્રદેશ, દિલ્હી, ગુજરાત સહિતના રાજ્યોમાં વિરોધ પ્રદર્શન વચ્ચે આવતીકાલે આ ફિલ્મ રજૂ કરવામાં આવી રહી છે. આજે જુદી જુદી જગ્યાઓએ નાકાબંધી કરવામાં આવી હતી. વાહનોને નુકસાન કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં ગઇકાલે મોડી રાત્રે વ્યાપક હિંસા થયા બાદ આ સંદર્ભમાં ૫૦થી વધુ લોકોની ધરપકડ કરવામાં આવી ચુકી છે. બીજી બાજુ ગુજરાતભરમાં થિયેટર માલિકો કહીRead More


વીએસનું ૧૬૪.૯૮ કરોડનું બજેટ મંજુર

  અમદાવાદ,તા.૨૪ શહેરની વી.એસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સૂચવેલા રૂ.૧૬૧.૨૫ કરોડના બજેટમાં વી.એસ. હોસ્પિટલ ના અધ્યક્ષ એવા મેયર ગૌતમભાઇ શાહે આજે વ્યવસ્થાપમંડળે સૂચવેલા ૩.૭૨ કરોડના વધારા સાથે કુલ રૂ.૧૬૪.૯૮ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. સાથે સાથે મેયરે વી.એસ.હોસ્પિટલ માં નવા સાધનોની ખરીદી અને અન્ય જાગવાઇઓ અંગેની રૂપરેખા પણ આપી હતી. પરંતુ વી.એસ હોસ્પિટલ ના વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષના આ બજેટમાં સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક વાત તો એ હતી કે, કુલ બજેટમાં એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ માટે રૂ.૮૮.૨૪ ટકા એટલે કે, રૂ.૧૪૫.૫૭ કરોડ ખર્ચની જાગવાઇ કરાઇ છે, જયારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની દવા, સર્જીકલ માટેRead More


હિન્દુ મરણ

1. મોઢ વણિક – ભાવનગર મનહરલાલ હરખજીભાઈ દેસાઈના જમાઈ વિજયભાઈ સુધાકરભાઈ પરીખ તા.19ને શુક્રવારે વડોદરા મુકામે શ્રીજી રામચરણ પામેલ છએ. તે દીપકભાઈ દેસાઈ, સ્વ.ભાવનાબેન ભરતભાઈ મહેતા (સુરેન્દ્રનગર)ના બનેવી થાય. તેની સાદડી રાખેલ નથી.


શિહોરમાંથી જુગાર રમતા 5 ઈસમ ઝડપાયા

ભાવનગર જિલ્લાનાં શિહોર પો.સ્ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે શિહોર,લીલાપીર દરગાહ સામે આવેલ ડુંગરની ઓથમાં રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૫ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૨૦,૩૨૦/-,મોબાઇલ નંગ-૫ કિ.રૂ. ૨,૫૦૦/- મળી કુલ રૂ.૨૨,૭૩૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઇમ્તીયાઝ બાબુભાઇRead More


જુગાર રમતાં ૬ ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

પો.હેડ કોન્સ. કિરીટસિંહ ડોડિયા તથા હર્ષદભાઇ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે ભાવનગર, બોરતળાવની પાળ પાસે,ભેખડ પાસે રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી મોબાઇલની લાઇટનાં અંજવાળે ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૬ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૬,૩૮૦/-,મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૨૪,૦૦૦/-તથા અલગ-અલગ કંપનીનાં મો.સા.-૪ કિ.રૂ.૬૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૫,૩૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ભરતભાઇRead More


error: Content is protected !!