Main Menu

Sunday, March 19th, 2017

 

શ્રધ્ધા સંસ્કાર પરીવાર દ્વારા કુંડા વિતરણ કરવામાં આવ્યું

(દિપક ગોહિલ દ્વારા) શ્રધ્ધાસંસ્કાર પરીવાર દ્વારા આજે 19-03-2017ને રવિવારના રોજ અમદાવાદમાં 5 વિસ્તારોમાં 5500 થી વધુ પંખીઓ માટે કુંડા તેમજ પંખીઓના ચણનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના મેયર ગૌતમભાઇ શાહએ પણ પરીવારના કાર્યની અનુમોદના કરી.


પાલીતાણા ટાઉન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપી પકડાયો

નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી. ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ તરફથી નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા અંગેની એમ.એમ. લાલીવાલા પોલીસ ઇન્સ. તથા એસ.એન.ચુડાસમા પો.સબ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગર તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સુચના આપવામાં આવેલ.જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી.ની ટીમ પાલીતાણા ટાઉન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૮૦૩/૨૦૧૬ પ્રોહી.એકટ કલમઃ-૬૬બી,૬૫એ,ઇ,૧૧૬બી,૮૧ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં ફરતાં આરોપી સદ્દામ મહેબુબભાઇ રહે.ખત્રીવાડ,પાલીતાણાવાળો ખત્રીવાડનાં નાંકા પાસે ઉભો હોવાની બાતમી મળી આવેલ.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં ફરતાં આરોપી સદ્દામ મહેબુબભાઇ રહે.ખત્રીવાડ, પાલીતાણાવાળો ખત્રીવાડનાં નાંકા પાસેથી હાજરRead More


ગૌવંશ હત્યા માટેની કડક સજાના કાયદાનો અમલ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મૂંગા અબોલ પશુજીવોની રક્ષા-ચિંતા કરતા પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટોને રાજ્યના ગૌરવ સમાન ગણાવ્યા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જીવ ત્યાં શિવ અને વ્યકિતથી સમષ્ટિના આપણા સમાજજીવન સંસ્કારમાં સૌના સુખે સુખીનો શાશ્વત ભાવ જ આત્માના કલ્યાણનો માર્ગ છે. મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના ચેખલા વાંસજડામાં યોજાયેલા રાજ્યભરની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બે દિવસીય સંમેલનના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો તેને આ સરકાર કડક કાયદા તરીકે અમલી બનાવીને ગૌવંશ હત્યા કરનારાઓને કડક સજાથી નશ્યત કરશે. ગુજરાતRead More