Main Menu

March, 2017

 

અમદાવાદમાં ગુજરાતના વેપારી સમુદાય માટે પસંદગીના બિઝનેસ પાર્ટનર તરીકે ઉભરતી પેઓનીર

બિઝનેસ દ્વારા વિદેશમાં નાણાં મોકલવા અને ત્યાંથી નાણાં મેળવવાની પધ્ધતિમાં પરિવર્તન લાવતી અગ્રણી ઓનલાઈન પેમેન્ટ કંપની પેઓનીર દ્વારા આજે અમદાવાદમાં ગુજરાતના વેપારી સમુદાય માટે પસંદગીના પાર્ટનર બનવાની નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી છે. પેઓનીર વૈશ્વિક વ્યાપારને વિવિધ ઉદ્યોગો, વ્યવસાયીઓ, દેશો અને ચલણો સાથે જોડીને નવતર પ્રકારના ક્રોસ-બોર્ડર પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા મજબૂત કરશે. વર્તમાન સમયના સીમા વિહિન ડીજીટલ જગતમાં પેયોનીર 200 થી વધુ દેશોના કરોડો બિઝનેસ અને વ્યવસાયીઓને નવા લોકો સુધી પહોંચવાની સુગમતા પૂરી પાડીને અવિરત ક્રોસ બોર્ડર પેમેન્ટની સગવડ પૂરી પાડે છે. વધુમાં એરબીએનબી, એમેઝોન, ગેટીઈમેજીસ, ગૂગલ અને અપવર્ક જેવી વિશ્વનીRead More


રાજકોટમાં શ્રી કૃષ્ણ ચરિત્ર કથામૃતનો શ્રવણલાભ લેતા મુખ્યમંત્રી

રાજકોટ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું છે કે ગુજરાત સરકાર દ્વારા વિધાનસભાના વર્તમાન સત્રમાં જ ગૌવંશ હત્યાનો કડક કાયદો લાવવામાં આવશે અને ગૌવંશની હત્યા કરનારાઓને નશ્યત કરવામાં આવશે. ગાય, ગંગા અને ગીતાની સંસ્કૃતિના પરિપાલન તથા સંવર્ધન માટે રાજ્ય સરકાર જરૂરી પગલાં લઇ રહ્યા છે. રાજકોટ શહેરમાં વ્રજકુમાર બાવાના વ્યાસાસને ચાલી રહેલી શ્રી કૃષ્ણકથા ચરિત્રામૃત કથાના પાંચમાં દિવસે મુખ્યમંત્રીએ કથાશ્રવણનો લાભ લીધો હતો. વૈષ્ણવોને સંબોધતા મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું કે રાજ્ય સરકાર દ્વારા ગૌ સંવર્ધન માટે આ વખતના બજેટમાં વિશેષ નાણાકીય જોગવાઇ કરવામાં આવી છે. જેમાં તાલુકા દીઠ નંદી ઘર બનાવવામાં આવશે. આRead More


શ્રધ્ધા સંસ્કાર પરીવાર દ્વારા કુંડા વિતરણ કરવામાં આવ્યું

(દિપક ગોહિલ દ્વારા) શ્રધ્ધાસંસ્કાર પરીવાર દ્વારા આજે 19-03-2017ને રવિવારના રોજ અમદાવાદમાં 5 વિસ્તારોમાં 5500 થી વધુ પંખીઓ માટે કુંડા તેમજ પંખીઓના ચણનું વિતરણ કરવામાં આવ્યું. અમદાવાદ શહેરના મેયર ગૌતમભાઇ શાહએ પણ પરીવારના કાર્યની અનુમોદના કરી.


પાલીતાણા ટાઉન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપી પકડાયો

નાસતા-ફરતાં આરોપીને ઝડપી લેતી ભાવનગર એલ.સી.બી. ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી દિપાંકર ત્રિવેદી સાહેબ તરફથી નાસતાં-ફરતાં આરોપીઓને પકડી પાડવા અંગેની એમ.એમ. લાલીવાલા પોલીસ ઇન્સ. તથા એસ.એન.ચુડાસમા પો.સબ ઇન્સ.,એલ.સી.બી.,ભાવનગર તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને સુચના આપવામાં આવેલ.જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી.ની ટીમ પાલીતાણા ટાઉન વિસ્તારમાં નાસતાં-ફરતાં આરોપીઓ પકડી પાડવા અંગે પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર,પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન પ્રોહી.ગુ.ર.નં.૮૦૩/૨૦૧૬ પ્રોહી.એકટ કલમઃ-૬૬બી,૬૫એ,ઇ,૧૧૬બી,૮૧ મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં ફરતાં આરોપી સદ્દામ મહેબુબભાઇ રહે.ખત્રીવાડ,પાલીતાણાવાળો ખત્રીવાડનાં નાંકા પાસે ઉભો હોવાની બાતમી મળી આવેલ.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં ફરતાં આરોપી સદ્દામ મહેબુબભાઇ રહે.ખત્રીવાડ, પાલીતાણાવાળો ખત્રીવાડનાં નાંકા પાસેથી હાજરRead More


ગૌવંશ હત્યા માટેની કડક સજાના કાયદાનો અમલ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મૂંગા અબોલ પશુજીવોની રક્ષા-ચિંતા કરતા પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટોને રાજ્યના ગૌરવ સમાન ગણાવ્યા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જીવ ત્યાં શિવ અને વ્યકિતથી સમષ્ટિના આપણા સમાજજીવન સંસ્કારમાં સૌના સુખે સુખીનો શાશ્વત ભાવ જ આત્માના કલ્યાણનો માર્ગ છે. મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના ચેખલા વાંસજડામાં યોજાયેલા રાજ્યભરની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બે દિવસીય સંમેલનના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો તેને આ સરકાર કડક કાયદા તરીકે અમલી બનાવીને ગૌવંશ હત્યા કરનારાઓને કડક સજાથી નશ્યત કરશે. ગુજરાતRead More


મુખ્યમંત્રી કવાંટના આદિજાતિ ગેર મેળામાં વનબંધુઓના ઉમંગ-ઉલ્લાસમાં સહભાગી થયા

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આજે છોટાઉદેપુર જિલ્લાના કવાંટ ખાતે વિશ્વ વિખ્યાત ગેરનો મેળો નિહાળ્યો હતો અને કલા અને સંસ્કૃતિનાં રંગોત્સવની ઉજવણીમાં વનબંધુઓ સાથે જોડાઇને તેમનો ઉત્સાહ વધાર્યો હતો. કવાંટનો ગેરનો મેળો છોટાઉદેપુર પંથકમાં હોળી મેળાઓમાં શિરમોર ગણાય છે. રાજયના મુખ્યપ્રધાન ગેરના મેળા પ્રસંગે કવાંટ આવ્યા હોય એવી ઐતિહાસિક ઘટના હતી. મુખ્યમંત્રીએ આદિજાતિઓ માટે દિવાળીથી પણ અદકેરૂ મહત્વ ધરાવતો હોળીનો આ મેળો આદિજાતિ વનબંધુઓના જીવનમાં આનંદ, ઉલ્લાસ, ઉમંગ, સમૃધ્ધિ અને આરોગ્યના નવીન રંગોની રંગોળી પૂરે એવી શુભેચ્છા પાઠવી હતી. વિધાનસભાના સત્ર વચ્ચેથી સમય ફાળવીને પણ મુખ્યમંત્રીએ છોટાઉદેપુર જિલ્લાની પૂર્વ પટૃીના આદિજાતિ મેળામાંRead More


આજીવન કેદની સજા પામેલ પેરોલ રજા પરથી ફરાર કેદીને ઝડપી પાડ્યો

સને-૧૯૯૯ની સાલમાં ભાવનગરનાં વેળાવદર ભાલ પો.સ્ટે.માં પાળીયાદ ગામે ચમારડી ગામનાં ભરવાડ જેસાભાઇ તથા સાજણભાઇ ભરવાડ ની હત્યા અંગે વેળાવદર ભાલ પોલીસ સ્ટેશનમાં ગુન્હો દાખલ થયેલ. જે ગુન્હામાં પકડાયેલ પ્રવિણ ધરમશીભાઇ કાંબડ વિગેરે તમામ આરોપી ઓને ભાવનગર સેશન્સ કોર્ટમાં ચાલી જતાં આજીવન કેદની સજા ફરમાવેલ.જે કેસની સજા કેદી પ્રવિણ ધરમશીભાઇ કાંબડ રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે ભોગવતાં હતાં. આ દરમ્યાન સજા પામેલ કેદી પ્રવિણ ધરમશીભાઇ કાંબડ પેરોલ રજાની અરજી કરતાં નામ. ગુજરાત હાઇકોર્ટે કેદીનાં તા.૨૯/૧૧/૧૬નાં રોજ થી દિવસ-૧૪ પેરોલ રજા મંજુર થતાં રજા પર ગયેલ.જે કેદીને તા.૧૪/૧૨/૧૬ નાં રોજ રાજકોટ જિલ્લા જેલRead More


અનુસૂચિત જાતિના ૯પ૦ લાભાર્થીઓને રૂા.ર૮ કરોડના વાહન-સહાય વિતરણ સમારોહ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા ભારતના નિર્માણમાં ગરીબ, વંચિત, દલિતને સમાન તકના અધિકાર આપી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલી આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારો એ આવા વર્ગોને સાધન-સહાય આપીને સશકિતકરણની દિશા-ટેકો આપવાનું દાયિત્વ જ નિભાવવાનું હોય છે. આવી સહાય મળતાં આ વંચિતવર્ગો સ્વયં વિકાસ કૂચમાં જોડાવા પ્રેરિત થાય છે. દલિત-વંચિત-ગરીબ કયાંય પાછળ ન રહે, પોતાને વામણો ન સમજે તેવી કાર્યપધ્ધતિ આ સરકારે વિકસાવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઉપક્રમે ૯પ૦ લાભાર્થીઓને રૂા. ર૮.૩૪ કરોડના વાહન વિતરણ સમારોહમાંRead More


સ્વામીનારાયણ ગુરૂકુળમાં કોલેજ-સ્કુલ ભવનનું ઉદઘાટન કરતા મુખ્યમંત્રી

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ જુનાગઢ જિલ્લાના વંથલીમાં સ્વામી નારાયણ ગુરૂકુળમાં દેવપ્રસાદ સ્વામી સ્કુલ-કોલેજનું ઉદઘાટન કરી જણાવ્યું હતું કે, શિક્ષાની સાથે દીક્ષા અને સંસ્કાર આપવાની પરંપરા સ્વામીનારાયણ સંપ્રદાયે ગુજરાતમાં જીવંત રાખી છે, ગુજરાત સંતોએ ચિંધેલા માર્ગે આગળ વધ્યું છે. મુખ્યમંત્રીએ વંથલી ગુરૂકુળ પટાંગણમાં હજારો હરિભક્તોને સંબોધતા જણાવ્યું હતું કે, રાજ્યની વર્તમાન સરકાર ગરીબો અને ખેડુતોને સમર્પિત છે. રાજ્યમાં સુખ, શાંતિ અને અહિંસા પરમો ધર્મ સ્થાપિત થાય તે દિશામાં રોજે રોજ વર્તમાન સરકાર નિર્ણયો લઇ રહી છે. આગામી અઠવાડીયામાં ગૌવંશ-ગૌહત્યાનો કાયદો રજૂ કરાશે. રાજ્યમાં આ ગુનાઓમાં કડક સજા થાય તે માટે બીલ રજૂRead More


પ.પૂ. તપગચ્છાધિપતિ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના ૯૮મા જન્મા દિને ગુરૂવંદના ઉત્સવ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્‍યું છે કે, ભગવાન મહાવીરે અહિંસા-અપરિગ્રહ-અનેકાંતના સિદ્ધાંતોને આદર્શ ગણાવ્‍યા હતા, ત્‍યારે આ સિદ્ધાંતો સાથે આપણે સૌ આગળ વધીએ. વિશ્વ આખાએ અહિંસાના સંદેશને આત્‍મસાત કર્યો છે, ત્‍યારે જીવમાત્રનું કલ્‍યાણ થાય એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું. જૈન શાસનના ગૌરવશાળી અને પ્રભાવશાળી વ્‍યક્તિત્‍વ એવા પરમ પૂજ્ય તપગચ્‍છાધિપતિરાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૯૮મા જન્‍મ દિવસના ઉપલક્ષ્‍યમાં અમદાવાદમાં ગુરૂવંદના ઉત્‍સવ યોજાયો હતો. પ્રાસંગિક પ્રવચનમાં મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, જૈન સાધુ-સંતો અને અન્‍ય ધર્મના શ્રદ્ધાળુઓ પગપાળા વિહાર કરતા હોય છે ત્‍યારે તેમની સુરક્ષાને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છેRead More


error: Content is protected !!