Main Menu

Monday, January 2nd, 2017

 

વર્ષીતપના સર્વે આરાધક તપસ્વીઓ

પ્રણામ, જય જિનેન્દ્ર પ.પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી.વિ.પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની પાવનતમ પ્રેરણાથી સમસ્ત ભારતભરમાં સર્વપ્રથમવાર ૩૬૦૦ આરાધકો એક સાથે સામુહિક વર્ષીતપની આરાધના આનંદ પૂર્વક કરી રહ્યા છે. આ સામુહિક વર્ષીતપના પારણા શ્રી પાલીતાણા મહાતીર્થે યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે. ઘણા લોકો દ્વારા એવી ખોટી અફવાઓ ફેલાવવામાં આવે છે કે અમદાવાદ નજીકના અન્ય તીર્થોમાં પણ પારણા યોજાશે. પરંતુ એવી કોઈપણ જાહેરાત પારણા સમિતિ દ્વારા કરવામાં આવી નથી. અને ભવિષ્યમાં કરાશે પણ નહીં. પારણા શ્રી પાલીતાણા તીર્થે જ યોજાશે. કોઈપણ ખોટી અફવાઓ ઉપર ધ્યાન આપવું નહી. હમણા રૂમ-પાસ આદિ વ્યવસ્થા પ્રારંભિક ધોરણે કરવામાં આવી છે પરંતુ આપનેRead More


ગચ્છાધિપતિ શ્રી અભયદેવસૂરીશ્વરજીના આશીર્વાદ લેતા મુમુક્ષુ શ્રી નેમિકુમાર

સુરત, તા.૨ : પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ સાહેબના હલધરુ ઈકોવિલેજ ઉપધાન તપ મધ્યે આશીર્વાદ ગ્રહી રહેલા મુમુક્ષુ નેમિકુમાર જેઓની દીક્ષા પ.પુ.આ.શ્રી વિજય જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મહા સુદ ૫ તા.૦૧-૦૨-૨૦૧૭ના રોજ પાલીતાણા મુકામે છે. પુણ્યતારા પરિવારે મુમુક્ષુનું સન્માન કર્યું. તા.૦૨-૦૨-૧૭ના ગુરુરામ પાવનભૂમિ સુરત મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ૭ દીક્ષા સહિત ડહેલાના ઉપાશ્રયવાળા સમુદાયમાં વિવિધ આચાર્યોશ્રીની નિશ્રામાં ચાતુર્માસ પૂર્ણતાથી તા.૦૨-૦૨-૧૭ સુધીમાં ગુરુરામ જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત પ ભાઈ અને ૧૦ બહેનો સહિત કુલ ૧૫ દીક્ષા થશે.


સાણંદમાં મહિલાઓને સરકારી યોજનાઓ વિશે માહિતી આપી

સાણંદ શહેર નગરપાલિકા હોલ ખાતે નવા વર્ષ ના પ્રારંભે નારીશક્તિ- સશક્તિકરણ ના ઉમદા હેતુ ને આવરી લઇને રાજ્ય તેમજ કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓ વિશે માહિતી આપતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ. જેમાં રાજ્ય સરકાર તેમજ કેન્દ્ર સરકાર દ્વારા ચાલતી મહિલા સ્વાસ્થ્ય ની લગતી વિવિધ યોજનાઓ રોજગારલક્ષી ચાલતી પ્રધાનમંત્રી કૌશલ્ય વિકાસ યોજના અંતર્ગત મળતા લાભો વિશે વિશેષ માહિતી અપાઈ હતી તેમજ ધિરાણ યોજના અંતર્ગત મુદ્રા યોજના તેમજ મહિલા સુરક્ષા ને લઈને કાયદાકીય જ્ઞાન માટે ની વિશેસ માહિતી સભર જ્ઞાન મહિલાઓ ને પીરસવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ મહિલા ના ઉપપ્રમુખRead More