Main Menu

January, 2017

 

નેશનલ લેવલ ડિજી-ઘન- મેળા ભાવનગર તા:૨૨ જાન્યુઆરી ૨૦૧૭

નિતી આયોગ, ભારત સરકારશ્રી દ્વારા સમગ્ર દેશમાં ડીજીટલ પેમેન્ટના વિવિઘ માઘ્યમનો ઉપયોગ થાય અને તે માટે નાગરિકોને ડીજીટલ પેમેન્ટના ઉપયોગ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે અલગ-અલગ રાજયોમાં ડીજીઘન મેળાનુ આયોજન થાય છે. ગુજરાત રાજયમાં સર્વ પ્રથમ ભાવનગર ખાતે જિલ્લાની ડીજીટલ કામગીરી માટેના પ્રયત્નો ઘ્યાને લઇ ડીજી-ઘન મેળાનુ આયોજન તા.૨૨/૦૧/૨૦૧૭ ના રોજ યશવંતરાય નાટયગૃહ ખાતે રાખવામા આવેલ છે. ભારત સરકારશ્રી દ્વારા ‘’લકકી ગ્રાહક યોજના’’ અને ‘’વ્યાપાર યોજના’’ એમ ૨(બે) યોજના ગ્રાહક અને વેપારી માટે જાહેર કરવામા આવેલ છે. જેના ભાગ રૂપે ગ્રાહક અને વેપારી ડીજીટલ  પેમેન્ટનો ઉપયોગ કરે તેRead More


ગાંધીનગરમાં ‘નો અવર આર્મી’ને માણવા યુવાનો ઉમટી પડ્યાં

15 જાન્યુઆરી, 2017ના રોજ ‘ભારતીય સેના દિવસ’ના ઉપક્રમે અમદાવાદ સ્થિત ગોલ્ડન કટાર ડિવિઝનની પરબત અલી બ્રિગેડે એક વખત ફરી ઓગસ્ટ, 2016ની જેમ ‘નો અવર આર્મી’ એક્સપોઝિશનનું આયોજન કર્યું હતું. ગુજરાતમાં આયોજિત આ એડિશનમાં એકમાત્ર ફરક પ્રદર્શનમાં મૂકેલા ઉપકરણને લઈને હતો.ગુજરાતના ઉત્સાહી યુવાનોને મોટી સંખ્યામાં સેનામાં સામેલ થાય એ માટે પ્રોત્સાહન આપવા ભારતીય સેના આ પ્રસંગે તેની ક્ષમતા પ્રદર્શિત કરી હતી. આ એક દિવસીય પ્રદર્શનમાં ભારતીય સેનાની ભવ્ય પરંપરા, શૌર્ય, ક્ષમતા પ્રસ્તુત કરવામાં આવી તથા આપણા મહાન રાષ્ટ્રની ભવિષ્યની પેઢીઓ માટે માર્ગ પ્રશસ્ત કર્યો.એક્ઝિબિશન 17 જાન્યુઆરી, 2017ના રોજ સવારે 11.00થી સાંજના 6.00 વાગ્યા સુધી ખુલ્લું રહ્યું હતું. લાઇવ એક્શનમાં સામેલ હતુ  – સાંસ્કૃતિક અનેRead More


શ્રી મેવાડ જૈન યુવક પરીષદે અનોખી રીતે મકરસંક્રાતિ ઉજવી

ચેલેન્જર, સુરત : શ્રી મેવાડ જૈન યુવક પરિષદ સુરતને મકરસંક્રાતિના પર્વને એક અનોખી રીતે ઉજવી. પરિષદ દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં જરુરીયાતમંદ પરિવારને વસ્ત્રદાન કરની મકરસંક્રાતિના તહેવારને દાન દિવસના રૂપમાં ઉજવી જેમાં આપ સૌનો સાથ સહયોગથી ભરપૂર સફળતા મળી અને જરુરીયાતમંદ પરિવારની સાથે પરિષદને પણ આનંદનો અહેસાસ થયો. આ વસ્ત્રદાન માટે સંયોજક દ્વારા આદિવાસી ગ્રામીણ વિસ્તારના ગામોમાં ફર્યા. જેમાં પિપલદહાડ, ભોડવિહાર, કરંજપાડા, જોગઠવા, ચિચવિહાર, સાવરદા, ખેરિન્દ્ર, જુનેર, ચમરપાડા જેવા નાના મોટા આસપાસના બધા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો અને લગભગ બધા ગામોમાં ૩૦૦થી વધુ લોકોને આનો લાભ લીધો જેમાં વૃદ્ધ, જવાન, બાળકો જેવા બધાને લાભRead More


બોટાદ જિલ્લામાં ગુણોત્સવનો પ્રારંભ

બોટાદ: પ્રાથમિક શિક્ષણની ગુણવત્તામાં અભિવૃધ્‍ધિ થાય તેવા શુભ ઉદ્દેશથી સમગ્ર રાજ્યની સાથે બોટાદ જિલ્લામાં પણ આજથી ગુણોત્સવનો પ્રારંભ થયો છે. ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અધ્યક્ષશ્રી મહેન્દ્રભાઇ ત્રિવેદીએ આજે ગુણોત્સવ કાર્યક્રમ અંતર્ગત બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના નાના ઉમરડા પ્રાથમિક શાળાની મુલાકાત લઈ બાળકોની વાંચન – લેખન – ગણન સહિતની સહઅભ્યાસની  પ્રવૃત્તિઓ તેમજ સંસાધનોના ઉપયોગ અને લોક ભાગીદારીનું સમગ્રતયા મૂલ્યાંકન  કર્યું હતું. તેમણે બાળકોના સર્વાંગી વિકાસ માટે શાળામાં ચાલતી પ્રવૃત્તિઓ, વર્ષ દરમિયાન હાથ ધરાયેલ પ્રવૃત્તિઓ, યોગ – ખેલ મહાકુંભ સહિત બાળકોનાં સર્વાંગી  વિકાસ માટે જરૂરી તમામ બાબતોની જાણકારી મેળવી હતી. અધ્યક્ષશ્રીએRead More


૭મા ગુણોત્સવનું નિરીક્ષણ કરતા મેયર નિમુબેન બાંભણીયા

ભાવનગર.આજ રોજ ગુજરાત સરકાર દ્વારા યોજાયેલ ૭ મા ગુણોતસવનું મહારાણા પ્રતાપ શાળા નં.૪૪મા મેયર શ્રીમતિ નિમુબેન બાંભણીયાએ સવારે ૧૦-૩૦ થી સાંજે પ-૦૦ વાગ્યા સુધી વિદ્યાર્થીઓની સહ અભ્યાસિક પ્રવૃત્તિનું મૂલ્યાંકન કરેલ. શાળામાં અભ્યાસ ઉપરાંત લેખન, વાંચન અને સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવેલ. આ મહાઅભિયાનમાં શાળાની વિદ્યાર્થીનીઓને  મેયર શ્રીમતિ નિમુબેન બાંભણીયાએ વિદ્યાર્થીઓને શિક્ષક બની માર્ગદર્શન પુરૂં પાડેલ. આ શાળાની બે વિદ્યાર્થીઓ નેશનલ લેવલની યોગ સ્પર્ધા જીતી ચૂકી છે અને હવે ઇન્ટર નેશનલ  સ્પર્ધામાં  ભારતનું પ્રતિનિધિત્વ કરવાની તૈયારી કરે છે. આજ સ્કુલની અન્ય એક વિદ્યાર્થીનીને સ્વચ્છતા  અભિયાન અંતર્ગત યોજાયેલ વકતવ્ય સ્પર્ધામાં  માન.મુખ્યમંત્રીશ્રીના હાથેRead More


ગુણોત્સવ નિમિત્તે કોર્પોરેશનની પ્રાથમિક શાળા નં.૪૦નું મૂલ્યાંકન

ભાવનગર. સંસદીય સચિવશ્રી પાણી પુરવઠા મંત્રીશ્રી વાસણાભાઇ આહીરની ઉપસ્થિતિમાં ભાવનગર શહેરની નિર્મળનગર શાળા નં.૪૦ની શ્રી છત્રપતિ શિવાજી પ્રાથમિક શાળાની મુલાકાત લઇ ગુણોત્સવના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલ હતા. તેમજ મ્યુનીસીપલ કોર્પોરેશનના શ્રી એમ.વી.રાઠોડ  તેમજ શાળાના આચાર્યશ્રી ડો.ચિરાગભાઇ જોષી તથા સી.આર.સી.અને લાયઝન અધિકારી શ્રી નેહનલભાઇ અંધારીયા વગેરે ઉપસ્થિત રહયા હતા. મંત્રીશ્રીએ આ સાથે આ શાળામાં વિદ્યાર્થીઓના શિસ્ત અને ઉચ્ચ ગુણવત્તાયુકત પ્રાર્થનાસભા તેમજ શિક્ષકોની ટીમને અને શાળાની કેળવણી સ્વચ્છતા સુશોભન, કન્યા કેળવણી તેમજ ઉચ્ચ શિક્ષણ અને વિદ્યાર્થીઓને સારા અભ્યાસ માટેનું માર્ગદર્શન અને શાળાના વિદ્યાર્થીઓમાં રહેલી જાગૃતતા અને જ્ઞાન અંગેનું મૂલ્યાંકન કરી શાળાના બાળકોને ખૂબRead More


૭મા ગુણોત્સવનું નિરીક્ષણ કરતા સંસદીય સચિવ વિભાવરીબેન દવે

ભાવનગર. ભાણજી અબજી શાળા નં.૧૯ દીપક ચોક ભાવનગર ખાતે  ૭મા ગુણોત્સવનું નિરીક્ષણ કરતા સંસદીય સચિવ અને ધારાસભ્ય સુ.શ્રી વિભાવરીબેન દવેએ નિરીક્ષણ કર્યુ હતું. શ્રી વિભાવરીબેન દવેએ શાળાની વિદ્યાર્થીનીઓને અભ્યાસ ઉપરાંત લેખન, વાંચન અને સ્પર્ધાત્મક પરીક્ષા દ્વારા શિક્ષણની ગુણવત્તા વધારવા અપીલ કરી હતી. સ્કુલમાં વર્ષ દરમ્યાન શિક્ષકોએ વિદ્યાર્થીનીઓને અભ્યાસ ઉપરાંત કઇ કઇ પ્રવૃત્તિઓ શીખવી છે અને વિદ્યાર્થીનીઓને જીવનમાં આગળ વધવામાં ઉપયોગી બને તેવી રચનાત્મક પ્રવૃત્તિઓ શીખવા ઉપર સંસદીય સચિવશ્રીએ ભાર મુકયો હતો. શાળામાં રાખવામાં આવતી સ્વચ્છતા ઉડીને આંખે વળગે તેવી હતી. શાળામાં વિદ્યાર્થીનીઓ દરરોજ ગીત ઉપરાંત પ્રતિજ્ઞાપત્ર પણ નિયમીત શાળા શરૂRead More


લુવારવાવ ગામે 32 નવદંપતિએ પ્રભુતામાં પગલા પાડ્યા

પાલીતાણા ના લુવારવાવ ગામે કોળી સમાજ ના સમુઁહ લગ્ન યોજાયા હતા તેમા 32 નવ દંપતિએ પ્રભુતા માં પગલા પાડ્યા હતા જેમા પાલીતાણા ના ધારા સભ્ય પ્રવિણ રાઠોડ તેમજ સાંસદ શ્રીમતિ ભારતી બેન શિયાળ, ની ઉપસ્થિતિ માં સમૂહ લગ્ન યોજાયો હતો


આ.ભ.શ્રી રાજ્યશસૂરીશ્વરજી મ.સા.આચાર્યપદ વર્ષ નિમિત્તે મહાપૂજન

આજ રોજ તા.૧૩-૦૧-૧૭ અમદાવાદ રાજનગર ગોડીજી પાર્શ્વનાથ પ્રેરણા જૈન સંઘ તીર્થમાં જૈનાચાર્ય શ્રીમદ્‌ વિજય રાજ્યશસૂરીશ્વરજી મ.સા.ના ૩૧માં આચાર્યપદ વર્ષ નિમિત્તે ગુરુપુષ્ય અમૃતસિદ્ધિયોગમાં જિન પૂજન સહ કમલા વિદ્યા મહાપૂજનનું સુંદર આયોજન. જેમાં સેંકડો ભાવિકો જોડાયા.


પૂજ્ય હેમચંદ્રસૂરિ મ.સા.નો આજે 81મો જન્મદિનોત્સવ

પૂ.આ.ભ.વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા.નો જેમનો આજે તા.12-1ને ગુરૂવારે 81મો જન્મદિનોત્સવ રાજસ્થાન ખાતે ભવ્યાતીભવ્ય રીતે ઉજવવામાં આવશે. શાસન સમ્રાટ પૂ.આ.ભ.શ્રીમદ્ વિજય નેમિસૂરીશ્વજી મ.સા. સમુદાયના આચાર્ય ભગવંત વિજય દેવસૂરીશ્વરજી મ.સા.નું શિષ્યત્વ સ્વિકારી બાળ હસમુખમુની હેમચંદ્રસૂરીશ્વરજ મ.સા.બન્યા છે.  પૂજ્યશ્રીના હસ્તે પાલીતાણા ગિરિરાજ ઉપર હડે કિર્તિસ્તંભ ચતુર્મુખ ઋષભ જીન પ્રાસાદનો ઐતિહાસિક અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ અને શંખેશ્વર મહાતીર્થમાં શાસન સમ્રાટ શ્રમણી વિહારનું નવનીર્માણ જેનું ઉદ્ઘાટન ફાગણ-12, તા.9-3-17ને ગુરુવારના મંગલમય દિને થનાર છે. ગુરૂદેવનો તા.12-01-17ને ગુરૂવારે રાજસ્થાનના જેસલમેર ખાતે 81મો જન્મદિનોત્સવ ભવ્યાતીભવ્યતાથી ઉજવવામાં આવશે. તેમ પૂ.મુનિરાજ ભક્તિચંદ્ર વિજયજી મ.સા.એ જણાવેલ છે.