Main Menu

January, 2017

 

પાલીતાણા ખરીદ વેચાણ સંઘ મારફત તુવેરનું ટેકાના ભાવે ખરીદી શરૂ

પાલીતાણા : ભારત સરકાર ટેકાના ભાવ વર્ષ ૨૦૧૬-૧૭માં મગફળીની માર્કેટ યાર્ડ, પાલીતાણામાં પાલીતાણા તાલુકા ખરીદી વેચાણ સંઘ મારફત ચાલુ સિઝનમાં મગફળીની વિપુલ પ્રમાણમાં ખરીદી થયેલ છે. ખેડુતોને હજુ પણ વધુ ખેત ઉત્પાદનની પેદાશના ભાવો મળી રહે તેવા ઉમદા હેતુસર કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવીયા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયા, તાલુકા ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ શિહોરા, માર્કેટ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી અને વાઈસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયાના પદ્ધતિસર અથાગ પ્રયત્નોની મગફળી ખરીદીની ભવ્ય સફળતા બાદ  ભાવનગર જિલ્લામાં પાલીતાણા માર્કેટ યાર્ડ ખાતે પાલીતાણા તાલુકા ખરીદી વેચાણ સંઘ મારફત ખરીફ પાક વર્ષ ૨૦૧૬-૧૭માં તુવેરનું સરકારના ટેકાનાRead More


સોના-ચાંદીનાં દાગીનાં સહિતનાં મુદ્દામાલ સાથે એકની ધરપકડ

આર.આર.સેલ ભાવનગરની ટીમ તથા ભાવનગર એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તારમાં ખા.વા.માં મિલ્કત સંબંધી બનાવ સંદર્ભે ગુન્હાઓનાં શકદારોની તપાસમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્‍યાન પેટ્રોલીંગ ફરતાં-ફરતાં ભાવનગરપરા, ડી.આર.એમ. ઓફિસ સામે આવેલ કોમ્યુનીટી હોલ પાસે આવતાં અગાઉ ચોરીમાં સંડોવાયેલ શખ્સ વસીમ ઉર્ફે લંઘો ગફારભાઇ સલેમાનભાઇ બબ્બર/લંઘા રહે. આરબવાડ, મતવા ચોક,વડવા,ભાવનગર વાળો શંકાસ્પદ હાલતમાં મળી આવેલ.તેની પાસે રહેલ થેલીમાંથી સોના-ચાંદીનાં દાગીના, મોબાઇલ નંગ-૨૩,જુદી-જુદી કંપનીની કાંડા ઘડિયાળ નંગ-૧૧ મોબાઇલનાં ચાર્જર, કોડ, અલગ-અલગ દરની ચલણી નોટ ,ઇમીટેશન જવેલરી તથા હિરો હોન્ડા સ્પ્લેન્ડર પ્લસ મો.સા. મળી કુલ રૂ.૧,૩૨,૨૫૫/-નો મુદ્દામાલ મળી આવેલ.જે મુદ્દામાલ સોની પાસે ખરાઇ કરી કબ્જે કરવામાંRead More


ભારતરત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એકિસલેન્સ એવોર્ડથી ડો.હાજી હૈયાતખાનનુ સન્માન

ગુજરાત માંથી ભારતની આઝાદી બાદ પ્રથમવાર દિલ્હી ખાતે ભારતરત્ન ડો.એ.પી.જે.અબ્દુલ કલામ એકિસલેન્સ એવોર્ડ થી મુસ્લિમ આગેવાન શ્રી ડો.હાજી હૈયાતખાન બલોચ નુ સન્માન. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સોસાયટી-ન્યુ દિલ્હી ખાતે ભારત ના દરેક રાજ્ય માંથી રાજકીય-સામાજિક વિવિધ ક્ષેત્રના અવિરત સેવાકિય કાર્ય કરનાર સ્વચ્છ પ્રતિભાશાળી વ્યકિતમાંથી સર્વે કરાવી એવોર્ડ માટે પસંદગી કરવામા આવતી હોય છે તે અનુસંધાને અખિલ ગુજરાત બલોચ સમાજના પ્રતિભાશાળી પનોતા પુત્ર અને ભારત મા જૈન ધર્મની પવિત્ર તીથઁભૂમી પાલીતાણા નગરપાલિકા ના પૂર્વ પ્રમુખશ્રી,ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મંત્રીશ્રી,પાલીતાણા ખે.વિ.વિ.કા સહકારી મંડળી ના પ્રમુખશ્રી,સ્વ.શ્યામુબા સદભાવના એજયુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ગાયો ના પાલનહારRead More


પ. પૂ.તપા.આ.ભ. શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજ ડહેલાવાળાનું જન્મશતાબ્દી વર્ષ પૂર્ણતાના આરે

પાલીતાણાઃ પરમ શાસન પ્રભાવક, સુવિશુદ્ધ ગીતાર્થ સંયમી, શ્રૃતપ્રેમી, પરમ પૂજ્ય તપાગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજય રામસૂરીશ્વરજી મહારાજા ડહેલાવાળાનું જન્મ શતાબ્દી વર્ષ પૂર્ણતાના આરે છે. પરમ તારક ગુરુદેવના અવતરણને 100મું વર્ષ એટલે કે શતાબ્દી વર્ષને અનોખી રીતે ગુરુદેવને ગમતા શાસનના કાર્યો કરીને ઉજવવાના તેઓશ્રીના પટ્ટધર શિષ્યરત્ન પ.પુ.ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિ. અભયદેવસૂરીશ્વરજી મહારાજાને ભાવ થાય અને ગુરુદેવશ્રીની આજ્ઞાને જીલવા સદૈવ તત્પર પ.પુ.પંન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્નવિજયજી મહારાજ સાહેબના સુદ્રઢ માર્ગદર્શનથી ગુરુરામ જન્મશતાબ્દી વર્ષના પ્રારંભથી પૂર્ણતા સુધી સંપૂર્ણ વર્ષ સંઘ શાસનના અગણિત કાર્યોનો વણથંભ્યો પ્રવાહ અવિરત ચાલુ રહ્યો. જોત જોતના પૂજ્ય દાદા ગુરુદેવશ્રીનું જન્મ શતાબ્દી સંપૂર્ણRead More


શ્રી શંખેશ્વરપુરમ્ નામક જૈન સાયન્સ સીટી નિર્માણ પામશે

પાલીતાણાઃ જૈનાચાર્યશ્રી અશોકસાગરસૂરીજી મહારાજાની નિશ્રામાં શત્રુંજય તીર્થની પગથારે શંખેશ્વર પાર્શ્વનાથ દાદાના સથવારે  કૈલાસ ટેકરીના ઓથારે ખનન્ વિધિ સંપન્ન. અમદાવાદ પાલીતાણા હાઈવે પર, કૈલાશ ટેકરી મુકામે, પ્રગટ પ્રભાવી કલીકાસ કલ્પતરૂં સમાન શ્રી શંખેશ્વર મહાતીર્થની પ્રતિકૃતિ સ્વરૂપ શ્રી શંખેશ્વરપુરમ્ નામક ભવ્યાતિભવ્ય જૈન સાયન્સ સીટી તથા ધ્યાનસ્થ વિહારયુત વિશાળ સંકુલ નિર્માણ થશે. આ વિરાટ સંકુલ જૈન ધર્મનું વિશ્વવ્યાપી એકમાત્ર અનોખુ સ્થળ બનશે જેમાં બાવન જિનાલય પંચ શિખરી સંગેમર મરીય જિનાલય આકાર લેશે. ધર્મશાળા – ભોજનશાળા – ઉપાશ્રય વિ. ઈમારતો નિર્માણ થશે. તદુપરાંત વૈજ્ઞાનિક ઢબે જૈન ધર્મનું વિજ્ઞાન સિદ્ધ કરતું સીટી બનશે. તેમાં થિયરીકલRead More


ગુરુ અને શિષ્ય ને એક સાથે આચાર્ય પદ પ્રદાન

આજ નો દિવસ જૈન શાસન ના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાઈ ગયો. ગુરુ અને શિષ્ય ને એક સાથે આચાર્ય પદ પ્રદાન. ગિરનાર તીર્થોઉદ્ધારક પ.પૂ.પં. શ્રી ધર્મરક્ષિતવિજયજી મ.સા. અને આજીવન આયંબિલના ભીષ્મતપસ્વી પ.પૂ.પં. શ્રી હેમવલ્લભ વિજયજી મ.સા. ને જિનશાસનનું ગૌરવવંતુ આચાર્યપદ પ.પૂ.ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી જયઘોષસૂરિશ્વરજી મ.સા.આદિ અનેકવિધ આચાર્ય ભગવંતોના વરદ હસ્તે વિશાળ શ્રમણ શ્રમણી વૃંદ અને ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં ધર્મરસિક તીર્થ વાટિકા, વાસણા ખાતે અર્પણ કરવામાં આવ્યું. ધન ઘડી ધન ભાગ્ય જેને નીરખ્યો આ સુનેહરો પ્રસંગ


ગામઠાણ સરવે પાલીતાણા તાલુકાની મા૫ણીની મંજૂરી

ભાવનગર : જિલ્લા નિરિક્ષક જમીન દફતર કચેરી દ્રારા જણાવવામા આવે છે કે ઠાડચ ગામ પાલીતાણા તાલુકામાં જી.સી.એન નેટવકઁ ઓબઝરવેશન મા૫ણી આગામી તા ૨૦/૧/૨૦૧૭ ના રોજ કચેરીના સવેઁયર શ્રી આઇ. આર. ગોહિલ મા૫ણી ની કામગીરીમાં હાજર રહશે તો ગ્રામ્ય સ્તરે ઠાડચ ગામના તલાટી મંત્રીશ્રી તથા  સર૫ચંશ્રીઓને જાણ કરવામાં આવે છે. તો ગ્રામજનો એ આ મા૫ણી ની કામગીરીમાં સંપૂણઁ સહકાર આપે તેવી જીલ્લા નિરિક્ષક જમીન દફતર કચેરી દ્રારા જણાવવામાં આવેલ છે.


ફેબ્રુઆરીમાં સ્થાનકવાસી જૈન સમાજમાં દીક્ષાઓની હારમાળા

મુંબઇ, બોટાદ,થાણા,ગાંધીધામ, મુન્દ્રા,કચ્છ,વઢવાણ,વલસાડ માં દીક્ષા મહોત્સવ ઊજવાશે….. *આવી રે આવી દીક્ષાઓ આવી..* *જૈન સમાજમાં હરખની હેલીઓ લાવી* જૈન સમાજ માટે ફેબ્રુઆરી માસ એટલે એમ કહેવાય કે દીક્ષાઓનો મહીનો,કારણકે ફેબ્રુઆરી માસમાં જૈન સમાજ માં પ્રાય : કરીને વધારે દીક્ષાઓ થતી હોય છે.આગામી ફેબ્રુઆરી મહીનામાં સ્થાનકવાસી જૈનોના વિવિધ સંપ્રદાયોમાં *અનેક હળુકર્મી આત્માઓ ભર યુવાન વયે સુખ – વૈભવોને ઠોકર મારી કઠોરતમ ત્યાગ માગૅનો સ્વીકાર કરી* જૈન શાસનની આન – બાન અને શાન વધારી સ્વ – પરનું કલ્યાણ કરશે. *જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળાના જણાવ્યા મુજબ* મુંબઇ, બોટાદ,થાણા,ગાંધીધામ –  કચ્છ,લાખાપુર – મુન્દ્રા,વઢવાણ ,વલસાડ સહિતRead More


શિક્ષણ મંત્રીશ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા દ્વારા શિક્ષણ મુલ્યાંકન

શાળા ગુણોત્સવ-૭ નો ગઇકાલ તા ૧૬ થી સમગ્ર રાજયમાં પ્રારંભ થયો છે ત્યારે શિક્ષણ મંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે ભાવનગર શહેરના તરસમિયા ગામની શાળામા ઉ૫સ્થિત રહી ગુણોત્સવ અભિયાન અંતગઁત શાળાની અને વિદ્યાથીઁએાની શૈક્ષણિક ગુણવત્તાનુ મુલ્યાંકન કયુઁ હતુ. શિક્ષણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, શાળા ગુણોત્સવ અભિયાનના કારણે શાળા અને વિઘાથીઁએાની શૈક્ષણિક ગુણવત્તામાં ૫ણ વઘારો થતો જોવા મળ્યો છે. શિક્ષણમંત્રી શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ આજે તરસમિયા ગામની પ્રાથમિક શાળામાં આખો દિવસ ઉ૫સ્થિત રહીને વિઘાથીઁએાને વાંચન-લેખન- ગણન કરાવ્યુ હતું. વિઘાથીઁએાના પ્રતિભાવ, વાંચન- લેખનનું તેમનુ કૌશલ્ય જોઇ મંત્રીશ્રીએ સંતોષ વ્યકત કયોઁ હતો. વષઁ ૨૦૦૯ થીRead More


ગુણોત્સવ કાર્યક્રમના બીજા દિવસે મૂલ્યાંકન કરતાં સનદી અધિકારી

બોટાદ : પ્રાથમિક શિક્ષણમાં ગુણવત્તા અભિવૃધ્ધિ થાય તેવા ઉદ્દેશથી રાજ્ય સરકારે આરંભેલા ગુણોત્સવ કાર્યક્રમના બીજા દિવસે રાજ્યમાંથી ઉપસ્થિત રહેલા સનદી અધિકારીશ્રીઓ તથા મહાનુભાવોની સાથે બોટાદ જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે. અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાએ પણ બોટાદ જિલ્લાની વિવિધ પ્રાથમિક શાળાની મુલાકાત લઈ શાળાઓનું સર્વગ્રાહી મૂલ્યાંકન કર્યું હતુ. ગુણોત્સવ  કાર્યક્રમના આજના દિવસે એડી. ડી.જી.પી. શ્રી સંજ્ય શ્રીવાસ્તવ (આઈ.પી.એસ.) એ બોટાદ તાલુકાની, ગુજરાત ઉર્જા વિકાસ એજન્સીના શ્રી જે. ટી. અખાણી (આઈ.એ.એસ.) એ ગઢડા તાલુકાની, જિલ્લા કલેકટરશ્રી પ્રવિણા ડી. કે. એ ગઢડા તાલુકાની, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હિતેષ કોયાએ બોટાદ શહેરની, ગૌRead More


error: Content is protected !!