Main Menu

Sunday, December 25th, 2016

 

પાલીતાણામાં રખડતા ઢોર અને સફાઈ અભિયાનનો ફિયાસ્કો

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર,પાલીતાણા : પાલીતાણા શાશ્વત તીર્થ તળેટી રોડ ઉપર જંબુદ્વિપના ગેટ પાસે ગંદકી અને પ્લાસ્ટીકના ઝબલા, ઘાસચારના ઉકરડાને કારણે થતી ગંદકીથી રોડ ઉપરથી પસાર થતાં સાધુ-સાધ્વીઓ અને યાત્રિકો ત્રાહિ પોકારી ઉઠ્યા છે. છતાં નગરપાલિકા કે જ્યાંથી સ્વચ્છતા અભિયાન શરૂ થયું હતું તે સ્થળે જ ગંદકી હોય તો તેને શું કહેશું ? જ્યારે આ સ્થળેથી જીવદયા અભિયાન પણ ચલાવાઈ રહ્યું છે. પણ અહીંથી જ રખડતા ઢોર સાધુ-સાધ્વીજી કે વૃદ્ધ શ્રાવકોને આખલાઓ ચીંગડે ચડાવે છે અને કેટલાયના હાથ-પગ ભાંગી નાખ્યા છે.તો એ સમજાતું નથી કે, શું સાધુ-સાધ્વીજી કે વૃદ્ધ શ્રાવકોમાં જીવRead More


પાલીતાણા એસ.ટી.તળેટીથી ઉપડે તો છે પણ બસ સ્ટેન્ડ ક્યાં…???

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા : પાલીતાણા એસ.ટી. ડેપોની લાંબા રૂટની તમામ બસો પાલીતાણા કેસરીયાજી તળેટીથી ઉપડે છે અને પાલીતાણા ડેપોને બહુ મોટી આવક આ બસ સ્ટેન્ડથી થાય છે છતાં વર્ષોથી કેસરીયાજીની સામે જ્યાં બસ ઉભી રહે છે ત્યાં કોઈપણ પ્રકારનું બસ સ્ટેન્ડ કે બેસવાની વ્યવસ્થા નથી.  ઉનાળો કે ચોમાસામાં મુસાફરોને મુશ્કેલીનો પાર રહેતો નથી.વરસાદને કારણે મુસાફરે ક્યાં ઉભું રહેવું. જો વરસાદથી બચવા જાય તો બસ જાય અને નહીંતર વરસાદમાં ન્હાવું પડે. તેવી જ હાલત ઉનાળામાં બાળકો અને વૃદ્ધોની દયનિય સ્થિતિ હોય છે. છતાં વર્ષોથી આ સ્ટેન્ડ હોવા છતાં પાલીતાણા એસ.ટી.ડેપો,Read More


બ્લેકના વ્હાઈટ કરવા ધર્મશાળાઓ સહિત અનેક સંસ્થાઓ ધંધે લાગી હતી…!!!

(પ્રતિનિધિ દ્વારા) પાલીતાણા : સમગ્ર દેશભરમાં ૫૦૦-૧૦૦૦ની નોટોબંધ થવાના કારણે હડકંપ મચી ગઈ છે. વધારેમાં વધારે બ્લેકના વ્હાઈટ કેવી રીતે કરી શકાય અને સરકારી કાયદાથી કેમ બચી શકાય તેના કિમીયા શોધવાના ‘માલતેતુજાર’ લોકો શોધી રહ્યા હતા. આવા અનેક લોકો પાલીતાણાની ધર્મશાળા અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વર્ષ દરમ્યાન જો દાનની રકમ આવી હતી તેના કરતા વધારેમાં વધારે દાન કેમ બતાવી શકાય તે માટે પણ અવનવા ગતકડા સંસ્થાઓ કરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા અનેક વિટમણાઓ લઈને જેમ કે, બહારની દ્રષ્ટ્રીએ તીર્થ સ્થાન પાલીતાણામાં દરેક વસ્તુઓનાRead More


શિવાજી મહારાજ મેમોરિયલ માટે આધારશીલા મુકી દેવાઈ

મુંબઈ,તા. ૨૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય સ્મારકની આધારશીલા મુકી હતી. આ સ્મારક માટે જળપૂજનની વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાને એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુંબઈના બાંદરા-કુર્લા સંકુલમાં મંચ ઉપર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિત સમગ્ર કેબિનેટની ટીમ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને નીતિન ગડકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. શિવાજી મહારાજ મેમોરિયલ ઉપર ૩૬૦૦ કરોડ રૂપિયા  ખર્ચ થશે. અરબ સાગરમાં દરિયાથી આશરે ૧.૫ કિલોમીટર અંદર મરાઠા યોદ્ધા શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સ્થાપિતRead More