Main Menu

December, 2016

 

મહેશ શાહ સામે કાર્યવાહી થશે : આઈટીએ મૌન તોડ્યું

અમદાવાદ, તા.૨૨ કારોબારી મહેશ શાહની સંપત્તિ સામે તપાસ કરવામાં આવશે. છેલ્લા કેટલાક દિવસથી પ્રવર્તી રહેલી અટકળો વચ્ચે આજે આઈટી વિભાગે આ અંગેનો ધડાકો કર્યો હતો. આ ઉપરાંત આવકવેરા વિભાગે આજે શ્રેણીબદ્ધ મહત્વપૂર્ણ માહિતી પણ આપી હતી.નોટબંધી બાદ ગેરકાયદે કાળાના સફેદ કરવાના કિસ્સા વધી રહ્યા છે ત્યારે આજે અમદાવાદમાં આઈટી વિભાગે પ્રેસ કોન્ફરન્સ કરી હતી. આ પ્રેસ કોન્ફરન્સ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનાની માહિતી આપવા અંગે કરવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં અંતે આઈટીએ મહેશ શાહ અંગે પોતાનું મૌન તોડ્યું છે. શાહ અંગે સવાલ પુછાતા જણાવાયું છે કે મહેશ શાહની સંપત્તિ સામેRead More


પાલીતાણા માર્કેટ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ

પાલીતાણા, 21 પાલીતાણા માર્કેટીંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળીની હરાજી શરૂ કરવામાં આવતા ખેડૂતોમાં આનંદ પ્રસરી ગયો છે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પાલીતાણા માર્કેટીંગમાંથી મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરવામાં આવી છે. જેના કારણે પાલીતાણા પંક અને આસપાસના ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની ખેત પેદાશ મગફળીની હરાજી કરવા માટે માર્કેટીંગ યાર્ડમાં આવ્યા હતા. જેના કારણે યાર્ડમાં મગફળીની મબલક આવક થઈ હતી. હરાજી વેળાએ યાર્ડના ચેરમેન નાગજીભાઈ વાઘાણી, વાઈસ ચેરમેન ભગીરથસિંહ સરવૈયા સહિતની ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાએ પણ યાર્ડની મુલાકાત લઈ ખેડૂતોના પ્રતિભાવો જાણ્યા હતા.


ભગવાન પાર્શ્વનાથ જન્મ કલ્યાણક

સમાધિ મરણને સુલભ કરનાર પોષ દશમી તપ ભગવાન પાર્શ્વનાથના જન્મ કલ્યાણક તથા દીક્ષા કલ્યાણક સાથે આવતું હોઇ તેની આરાધના મારવાડી પોષ વદ ૯, ૧૦, ૧૧ (પોષ દશમીની અઠ્ઠમ તપની) અને ગુજરાતી માશગર વદ ૯, ૧૦, ૧૧ને દિવસે આ તપની શરૂઆત થાય છે. આ તપ ત્રણ પ્રકારે કરી શકાય છે. દશ વર્ષ ને દશ માસ સુધી માગશર વદ ૯, ૧૦ને ૧૧ એ પ્રમાણે ત્રણ દિવસના આરાધનથી. -જીવનપર્યન્ત પોષ દશમી- માગશર વદ ૧૦ના આરાધનથી. -દશ વર્ષ પર્યન્ત પોષ દશમી- માગશર વદ ૧૦ના આરાધનથી. શ્રેણિક રાજાએ રાજગૃહીના ઉદ્યાનમાં મહાવીર સ્વામીને પ્રશ્ન કર્યો કેRead More


અમદાવાદમાં માણેકચોક જ્વેલર્સની દુકાનમાં દરોડા

અમદાવાદ, તા. ૨૦ નોટબંધી બાદથી જુદા જુદા વિસ્તારોમાં બાતમીના આધાર પર આઇટી વિભાગના દરોડાની કાર્યવાહી યથાવતરીતે જારીરહી છે. આજે પણ  અમદાવાદ શહેરના માણેકચોક અને વડોદરાના અલકાપુરીમાં  જ્વેલર્સની દુકાનમાં દરોડા પાડવામાં આવતા ખળભળાટ મચી ગયો હતો. નોટબંધી બાદ કાળાનાણાની મદદથી મોટા પાયે સોનું ચાંદી ખરીદવામાં આવ્યું હોવાની આશંકાથી આઈટી વિભાગે સર્ચ કર્યું છે. માણેકચોકમાં આવેલા વાસુપૂજ્ય ઓર્નામેન્ટ નામની સોના અને ચાંદીના દાગીના બનાવનાર અને વેચનાર હોલસેલ વેપારીને ત્યાં ઈન્કમટેક્સના અધિકારીઓ રેડ કરી હતી. મળતી માહિતી મુજબ ગત રાતથી આઈટી વિભાગના અધિકારીઓ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. સુત્રો દ્વારા મળતી માહિતી મુજબRead More


પ્રાચીન કૃષિ વ્યવસ્થાને આધુનિક જ્ઞાન વિજ્ઞાન સાથે જોડી હેલ્ધી ફુડથી ક્લાઈમેટચેંજની અસર નાથવાની જરૂર છે

કૃષિ યુનિવર્સિટીના વાઇસ ચાન્સલરોનું કન્વેન્શન

અમદાવાદ, તા.૨૦ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રાચીન કૃષિ વ્યવસ્થાના ચિંતન મનને સમયાનુકુલ જ્ઞાન વિજ્ઞાન સાથે જોડીને હેલ્ધી ફુડથી કલાયમેટ ચેન્જની વૈશ્વિક અસરોને નાથવા સહિયારો પુરૂષાર્થ આવશ્યક ગણાવ્યો છે. આ સંદર્ભમાં તેમણે કહ્યું કે, ભારતીય કૃષિ પરંપરામાં નદીને માતા તથા ફુલ ઝાડ છોડમાં ઈશ્વરનું સ્વરૂપ માનીને તેની રક્ષા સંવર્ધન એ શાશ્વત  સંસ્કારને કારણે જ સ્વ થી સમષ્ટિ અને આત્માથી પરમાત્માનો વિચાર કરીને પર્યાવરણ જાળવણી સાથે કૃષિ ઉત્પાદન પાક વ્યવસ્થાનો તાલમેલ થાય તે સમયની માંગ છે.મુખ્યમંત્રીએ કેન્દ્રીય કૃષિ રાજયમંત્રી પરસોત્તમ રૂપાલાની વિશેષ ઉપસ્થિતીમાં અમદાવાદ ખાતે દેશની કૃષિ યુનિવર્સિટીઝના વાઈસ ચાન્સેલર્સના ૪૧મા કન્વેન્શનનો પ્રારંભRead More


એસજી હાઈવે પર સિગ્નેચર વનમાં લાગેલી ભીષણ આગ

અમદાવાદ, તા.૧૯ શહેરના એસ.જી.હાઈવે પર મકરબા નજીક આવેલા સિગ્નેચર-વન નામના બિંલ્ડિંગમાં આજે બપોરે પોણાબારના સુમારે લાગેલી આગને કારણે આગનો ધુમાડો છેક નવમાં અને દસમાં માળ સુધી ફેલાઈ જવાને કારણે જુદી-જુદી ઓફિસોમાં કામ કરી રહેલા કર્મચારીઓને ગભરામણ અનુભવાતા તેઓ દાદરા પાસે દોડી ગયા હતા. દરમ્યાન ફાયરબ્રિગેડ કંટ્રોલને આ બનાવ મામલે જાણ કરવામાં આવતા ફાયરના ઉચ્ચઅધિકારીઓ દસ જેટલા વાહનો અને લેડર સાથે બચાવની કામગીરી માટે પહોંચી ગયા હતા.જ્યાં તેમણે ૧૫૦થી વધુ કર્મચારીઓને સુરક્ષિત બહાર કાઢયા હતા.આ બનાવને પગલે આસપાસના વિસ્તારના લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.સૌથી ચોંકાવનારી બાબત તો એ સામે આવવાRead More


error: Content is protected !!