Main Menu

December, 2016

 

અરૂણાચલમાં ભાજપની સરકાર બની

ઇટાનગર,તા. ૩૧ અરૂણાચલપ્રદેશમાં રાજકીય ગરમી વચ્ચે પીપલ્સ પાર્ટી ઓફ અરૂણાચલ પ્રદેશના (પીપીએ)ના ૩૨ ધારાસભ્યો ભાજપમાં સામેલ થઈ ગયા છે. પીપીએ દ્વારા ગુરૂવારના દિવસે પ્રદેશના મુખ્યમંત્રી પેમાખાંડુને પાર્ટી વિરોધી  ગતિવિધિના આરોપમાં ખાંડુ સહિત છ ધારાસભ્યોને સસ્પેન્ડ કરી દીધા હતા. ભાજપના પાસે હાલમાં ૧૧ ધારાસભ્યો છે. આવી સ્થિતિમાં આ ધારાસભ્યો સામેલ થવાથી તથા એક અપક્ષ ધારાસભ્યના સમર્થનથી રાજ્યની ૬૦ સભ્યોની વિધાનસભામાં પાર્ટીના કુલ ૪૪ ધારાસભ્યો થઈ ગયા છે. જે બહુમતી આંકડાથી ખૂબ ઉપર છે. ભારતના રાષ્ટ્રીય મહાસચિવ રામ માધવે પણ ટ્‌વીટ કરીને અરૂણાચલપ્રદેશમાં હવે ભાજપની સરકાર બનવાની જાહેરાત કરી દીધી છે. માધવેRead More


શ્રી પાર્શ્વનાથ આસ્થા મંડળ દ્વારા ધાબળા વિતરણનું આયોજન

ગાંધીનગર  – સેક્ટર-૨૪ જૈન દેરાસર ખાતે બિરાજમાન મૂળનાયક શ્રી શીતલનાથ ભગવાનના કેવલજ્ઞાન કલ્યાણક નિમિત્તે સંઘના સભ્યો દ્વારા શિયાળાની કડકડતી ઠંડીમાં ખુલ્લા આકાશમાં સુઈ રહેતા શ્રમજીવીઓ, જરૂરિયાતમંદોને રાત્રીના સમયે ધાબળા ઓઢાડવાના કાર્યનું સુંદર આયોજન કરવામાં આવેલ હતું. શ્રી પાર્શ્વનાથ આસ્થા મંડળ, સે-૨૪ ના સભ્યોએ ધાબળા વિતરણનો સુંદર લાભ લીધેલ હતો. શ્રી સંઘ લાભાર્થીઓની ભૂરી ભૂરી અનુમોદના કરે છે.


અમદાવાદ જિલ્લાના બાવળના એસ એમ પટેલ વિદ્યામંદિરમા ભુલકાઓનો સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો

બાવળા : નાના બાળકોમાં રહેલ સર્જનાત્મક શક્તિઓ  બહાર આવે તથા બાળકો ની અભિનય શક્તિ ખીલે તેવા ઉમદા હેતુ થી બાવળા શહેરના એસ એમ પટેલ વિદ્યામંદિર ખાતે આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમમા નાના ભૂલકાઓ દ્વારા વિવિધ મહાપુરુષો, ઐતિહાસિક પાત્રોની વેશભૂષા રજૂ કરવામાં આવી હતી.  જેમાં એસ એમ પટેલ વિદ્યામંદિર તથા જી. એસ. પટેલ બાલમંદિરના ભૂલકાઓ દ્વારા રજૂ કરવામાં આવેલ વિવિધ વેશભૂષાઓ માથી વડાપ્રધાન નરેન્દ્ર મોદી, પ્રમુખ સ્વામી મહારાજ, રંગબેરંગી ટોપીવાળો, ઝાંસી ની રાણી સહિતની વેશભૂષા એ ખાસ્સું આકર્ષક જમાવ્યું હતું.  આ કાર્યક્રમમા બાવળા કેળવણી મંડળ ના પ્રમુખ ઘનશ્યામભાઈ પટેલ,  શાળા ના આચાર્ય ૠચાબેન,Read More


પાલીતાણા એસ.ટી. બસ સ્ટેન્ડથી લઈ સૌરાષ્ટ્ર ટોકીઝ સુધીનું રોડ પર વાહન પાર્કિંગ ટ્રાફિક ક્યારે હટાવાશે…???

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા : પાલીતાણા બસ સ્ટેન્ડથી લઈને સૌરાષ્ટ્ર ટોકીઝ સુધી બંને સાઈડ વાહન પાર્કિંગ કરીને રસ્તો એકદમ સાકડો કરી દેવામાં આવે છે. જ્યાથી તમામ મોટા વાહનો પસાર થાય છે. આ સિવાય શહેરનો મુખ્ય માર્ગ છે. તે માર્ગ ઉપર આવેલા શોપીંગ સેન્ટરોમાં વાહન પાર્કિંગ વિશાળ જગ્યાઓ હોવા છતાં આળસ અથવા કાયદાનું પાલન ન કરતા રાહદારીઓ અને આવતા યાત્રાળુઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. આ રસ્તા ઉપરથી કોઈ વૃદ્ધ કે બાળકોને નીકળવું મહામુશ્કેલ બને છે. એસ.ટી.બસ સ્ટેન્ડની સામે આવેલ મહાવીર શોપીંગ સેન્ટરની પાછળ  શોપીંગ સેન્ટરના માલિકીનું  ગ્રાઉન્ડ ખુલ્લું પડ્યુંRead More


રાણપરડાને આદર્શ ગામ બનાવવાના બદલે ગામને વલ્લભભાઈ ટોપીને વેચી દેવાયું ?

(પ્રતિનિધિ દ્વારા)ચેલેન્જર, પાલીતાણા : સરકાર એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વેરઝેર ઉભા ન થાય અને સરકારી ખર્ચ ઘટાડવા સાથે સમરસ બનાવવાના પ્રયત્ન હોય છે. પરંતુ ભાવનગરના સાંસદ શ્રીમતિ ડો.ભારતીબેન શિયાળે દત્તક લીધેલા પાલીતાણાના રાણપરડા આદર્શ ગ્રામ તરીકે પસંદ કરાયેલ. તે ગામ સમરસ તો નહીં બન્યું પણ સરપંચના ૪ ફોર્મ અને કુલ ૧૭ ઉમેદવારોએ ફોર્મ ભર્યા હતા તે બધા ફોર્મ પાછા ખેંચી પાલીતાણાના રાણપરડા ગામની  જે આદર્શતા હતી તે પણ ધોવાઈ જવા પામી છે. અને આંતરીક દ્વેષભાવ સપાટી પર આવ્યો હતો. કર્ણોપકર્ણ સાંભળવા મળ્યા મુજબ રાણપરડા ગામને ભાવનગરના સાંસદ ડો.ભારતીબેન શિયાળRead More


પાલીતાણામાં રખડતા ઢોર અને સફાઈ અભિયાનનો ફિયાસ્કો

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર,પાલીતાણા : પાલીતાણા શાશ્વત તીર્થ તળેટી રોડ ઉપર જંબુદ્વિપના ગેટ પાસે ગંદકી અને પ્લાસ્ટીકના ઝબલા, ઘાસચારના ઉકરડાને કારણે થતી ગંદકીથી રોડ ઉપરથી પસાર થતાં સાધુ-સાધ્વીઓ અને યાત્રિકો ત્રાહિ પોકારી ઉઠ્યા છે. છતાં નગરપાલિકા કે જ્યાંથી સ્વચ્છતા અભિયાન શરૂ થયું હતું તે સ્થળે જ ગંદકી હોય તો તેને શું કહેશું ? જ્યારે આ સ્થળેથી જીવદયા અભિયાન પણ ચલાવાઈ રહ્યું છે. પણ અહીંથી જ રખડતા ઢોર સાધુ-સાધ્વીજી કે વૃદ્ધ શ્રાવકોને આખલાઓ ચીંગડે ચડાવે છે અને કેટલાયના હાથ-પગ ભાંગી નાખ્યા છે.તો એ સમજાતું નથી કે, શું સાધુ-સાધ્વીજી કે વૃદ્ધ શ્રાવકોમાં જીવRead More


પાલીતાણા એસ.ટી.તળેટીથી ઉપડે તો છે પણ બસ સ્ટેન્ડ ક્યાં…???

(પ્રતિનિધિ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા : પાલીતાણા એસ.ટી. ડેપોની લાંબા રૂટની તમામ બસો પાલીતાણા કેસરીયાજી તળેટીથી ઉપડે છે અને પાલીતાણા ડેપોને બહુ મોટી આવક આ બસ સ્ટેન્ડથી થાય છે છતાં વર્ષોથી કેસરીયાજીની સામે જ્યાં બસ ઉભી રહે છે ત્યાં કોઈપણ પ્રકારનું બસ સ્ટેન્ડ કે બેસવાની વ્યવસ્થા નથી.  ઉનાળો કે ચોમાસામાં મુસાફરોને મુશ્કેલીનો પાર રહેતો નથી.વરસાદને કારણે મુસાફરે ક્યાં ઉભું રહેવું. જો વરસાદથી બચવા જાય તો બસ જાય અને નહીંતર વરસાદમાં ન્હાવું પડે. તેવી જ હાલત ઉનાળામાં બાળકો અને વૃદ્ધોની દયનિય સ્થિતિ હોય છે. છતાં વર્ષોથી આ સ્ટેન્ડ હોવા છતાં પાલીતાણા એસ.ટી.ડેપો,Read More


બ્લેકના વ્હાઈટ કરવા ધર્મશાળાઓ સહિત અનેક સંસ્થાઓ ધંધે લાગી હતી…!!!

(પ્રતિનિધિ દ્વારા) પાલીતાણા : સમગ્ર દેશભરમાં ૫૦૦-૧૦૦૦ની નોટોબંધ થવાના કારણે હડકંપ મચી ગઈ છે. વધારેમાં વધારે બ્લેકના વ્હાઈટ કેવી રીતે કરી શકાય અને સરકારી કાયદાથી કેમ બચી શકાય તેના કિમીયા શોધવાના ‘માલતેતુજાર’ લોકો શોધી રહ્યા હતા. આવા અનેક લોકો પાલીતાણાની ધર્મશાળા અને અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. વર્ષ દરમ્યાન જો દાનની રકમ આવી હતી તેના કરતા વધારેમાં વધારે દાન કેમ બતાવી શકાય તે માટે પણ અવનવા ગતકડા સંસ્થાઓ કરી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, ત્રણ વર્ષ પહેલા અનેક વિટમણાઓ લઈને જેમ કે, બહારની દ્રષ્ટ્રીએ તીર્થ સ્થાન પાલીતાણામાં દરેક વસ્તુઓનાRead More


શિવાજી મહારાજ મેમોરિયલ માટે આધારશીલા મુકી દેવાઈ

મુંબઈ,તા. ૨૪ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત્રપતિ શિવાજી મહારાજના ભવ્ય સ્મારકની આધારશીલા મુકી હતી. આ સ્મારક માટે જળપૂજનની વિધિ પણ કરવામાં આવી હતી. ત્યારબાદ વડાપ્રધાને એમએમઆરડીએ ગ્રાઉન્ડમાં છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી હતી. મુંબઈના બાંદરા-કુર્લા સંકુલમાં મંચ ઉપર મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ સહિત સમગ્ર કેબિનેટની ટીમ ઉપસ્થિત રહી હતી. આ ઉપરાંત શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે, કેન્દ્રીય મંત્રી સુરેશ પ્રભુ અને નીતિન ગડકારી પણ ઉપસ્થિત રહ્યા હતા. શિવાજી મહારાજ મેમોરિયલ ઉપર ૩૬૦૦ કરોડ રૂપિયા  ખર્ચ થશે. અરબ સાગરમાં દરિયાથી આશરે ૧.૫ કિલોમીટર અંદર મરાઠા યોદ્ધા શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા સ્થાપિતRead More


માંગણીઓને લઈ બ્રાહ્મણોની વિશાળ માનવ સાંકળ રચાઈ

અમદાવાદ, તા.૨૨ જે બ્રાહ્મણની સાથે બ્રાહ્મણ તેની સાથેના બ્રહ્મમંત્ર દ્વારા ગુજરાતના વિવિધ બ્રહ્મજ્ઞાતિ મંડળોના સમૂહ શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના અમદાવાદ એકમ દ્વારા રાજ્ય સરકાર સમક્ષ બ્રહ્મ વિકાસ આયોગની માંગણીને વેગ આપવા શહેરના ઇન્કમટેક્સ સર્કલ ખાતે વિશાલ માનવ સાંકળ બનાવવામાં આવી હતી જેમાં શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)નાં મહામંત્રી અને બ્રહ્મ વિકાસ આયોગ આંદોલન સમિતિના કન્વીનર યજ્ઞેશ દવે, સહ કન્વીનર હેમાંગ રાવલ, જગત શુક્લ, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજના પ્રમુખ શૈલેષ જોશી, રાજુભાઈ ઠાકર, શૈલેષ શુક્લ સહિત વિશાળ સંખ્યામાં બ્રાહ્મણ યુવક-યુવતીઓ અને મહિલાઓ જોડાયા હતા. શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ (રાજ્યકક્ષા)નાRead More


error: Content is protected !!