Main Menu

દેશ

સ્વદેશી નેવિગેશન સેટેલાઇટ IRNSS-1I લોન્ચ

શ્રીહરિકોટા,તા. ૧૨ ભારતીય અંતરિક્ષ સંશોધન સંસ્થા (ઇસરો)એ આજે વધુ એક મોટી સિદ્ધિ હાસલ કરી હતી. ઇસરોએ આજે પોતાના નેવિગેશન સેટેલાઇટ આઈઆરએનએસએસ-૧આઈને સફળતાપૂર્વક લોંચ કરી દેતા વૈજ્ઞાનિક સમુદાયમાં ખુશીનું મોજુ ફરી વળ્યું હતું. સ્વદેશી ટેકનોલોજી ઉપર આધારિત આઈઆરએનએસએસ-૧આઈ સેટેલાઈટને પીએસએલવી-સી૪૧ રોકેટ મારફતે લોંચ કરવામાં સફળતા મળી હતી. આંધ્રપ્રદેશના શ્રીહરિકોટામાં સ્થિત સતીષ ધવન અંતરિક્ષ કેન્દ્રથી વહેલી પરોઢે ચાર વાગે આઈઆરએનએસએસ-૨ને ફર્સ્ટ લોંચ પેડ (એફએલપી)થી પીએસએલવી-સી૪૧ મારફતે લોંચ કરી દેવામાં આવ્યું હતું. આઈઆરએનએસએસ-૧આઈ આઈઆરએનએસએસ-૧એચ સેટેલાઇટની જગ્યાએ છોડવામાં આવ્યો છે જેના લોન્ચિંગમાં ગયા સપ્તાહમાં નિષ્ફળતા હાથ લાગી હતી. ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઇસરોએ હાલમાંRead More

ઉન્નાવ બનાવ અંગે યુપી સરકારને નોટિસ અપાઈ

લખનૌ, તા. ૧૦ રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે બળાત્કાર પીડિતાના પિતાના રહસ્યમય સંજાગોમાં મોતના મામલામાં ઉત્તર પ્રદેશ સરકાર અને પોલીસને નોટિસ ફટકારી છે. ઉન્નાવમાં જેલમાં કસ્ટડીમાં રેપ પીડિતાના પિતા સાથે મારામારી કરવામાં આવી હોવાના અહેવાલ મળી રહ્યા છે. મુખ્યમંત્રીના આવાસની નજીક બળાત્કાર પીડિતા દ્વારા આત્મવિલોપન કરવાના પ્રયાસના એક દિવસ બાદ આ સમગ્ર ઘટનાક્રમમાં ઉંડી તપાસનો દોર શરૂ થયો છે. બળાત્કાર પીડિતાએ ભાજપના ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર અને તેમના સાથીઓ ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો છે. ધારાસભ્યોના સમર્થકો સાથે ગયા સપ્તાહમાં ઝપાઝપી કરવા બદલ પીડિતાના પિતાની ધરપકડ કરવામાં આવી હતી અને તેમને જ્યુડિશિયલ કસ્ટડીમાંRead More

ઉન્નાવ ગેંગરેપ કેસ : દબાણ વચ્ચે સીટની કરાયેલ રચના

લખનૌ, તા. ૧૦ ઉન્નાવ ગેંગરેપ મામલામાં ઉત્તર પ્રદેશ સરકારે ભારે દબાણ બાદ કેસની તપાસ માટે સીટની રચના કરી દીધી છે. પીડિતાએ આ મામલામાં સ્થાનિક ધારાસભ્ય કુલદીપસિંહ સેંગર સહિત કેટલાક લોકો ઉપર ગેંગરેપનો આક્ષેપ કર્યો હતો. બીજી બાજુ પીડિતાના પિતા સાથે મારામારીના આરોપમાં આજે ધારાસભ્યના ભાઈ અતુલ સેંગરની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે કહ્યું છે કે, આ મામલામાં જે કોઇપણ દોષિત હશે તેને છોડવામાં આવશે નહીં. દરમિયાનમાં ગેંગરેપ પીડિતાના પિતાના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં તેમની સાથે મારામારી થઇ હોવાના અહેવાલને સમર્થન મળ્યું છે. તેમના શરીર પર ઇજાના ૧૪ નિશાન મળી આવ્યા છે. એડીજીRead More

કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી માટેનું અંતે રણશિંગૂ ફૂંકાયું

કર્ણાટક ઃ૧૨મી મેના દિવસે એક તબક્કામાં મતદાન યોજવા નિર્ણયકર્ણાટકમાં ૬૦ લાખ નવા મતદારો ઉમેરાતા કુલ મતદારોની સખ્યા ૪.૯૦ કરોડ થઇ ઃ ૪૫૦થી વધારે પોલિંગ બૂથ પર મહિલાઓ જવાબદારી સંભાળશ નવી દિલ્હ,તા. ૨૭ જેની ઉત્સુકતાપૂર્વક રાહ જાવામાં આવી રહી હતી તે હાઇપ્રોફાઇલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટે આજે રણશિંગુ ફુંકાઈ ગયું હતું. આની સાથે જ રાજકીય પક્ષો અને ખાસ કરીને ભાજપ અને કોંગ્રેસમાં રાજકીય ગતિવિધિ વધી ગઇ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણી માટેના કાર્યક્રમની જાહેરાત કરતા મુખ્ય ચૂંટણી કમિશનર ઓપી રાવતે કહ્યું હતું કે, રાજ્યમાં ૫૬૦૦૦ પોલિંગ બૂથ બનાવવામાં આવનાર છે. દિવ્યાંગો માટેRead More

લિંગાયતને અલગ ધર્મની માન્યતાને લીલીઝંડી

બેંગ્લોર,તા. ૧૯ કર્ણાટકમાં વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીએ મોટો નિર્ણય કર્યો છે. સરકારે લિંગાયત સમુદાયને અલગ ધર્મ માટે દરજ્જા આપવાની માંગ સ્વીકારી લીધી છે. આની સાથે જ મોટી ચૂંટણી રમત પણ રમી દીધી છે. બીજી બાજુ ભારતીય જનતા પાર્ટીએ આની નિંદા કરીને સમાજને વિભાજિત કરવાની રણનીતિ રમવાનો આક્ષેપ કર્યો છે. બીજી તરફ કોંગ્રેસ પાર્ટીએ આને મંજુરી આપીને કેન્દ્રની ભાજપ સરકાર ઉપર દબાણ વધારી દીધું છે. લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જા આપવાની માંગ છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહી હતી. ધર્મગુરુઓ દ્વારા આ પ્રકારની માંગણી કરવામાં આવી રહી હતી. વિધાનસભાની ચૂંટણીRead More

નિરવ મોદી-ચોક્સીની સામે બિનજામીનપાત્ર વોરંટ

નવીદિલ્હી,તા. ૩ પંજાબ નેશનલ બેંક પાસેથી સાડા તેર હજાર કરોડ રૂપિયાની લોન ચુકવ્યા વગર વિદેશ ફરાર થઇ ગયેલા હિરા કારોબારી અને ગીતાંજલિ જ્વેલર્સના માલિક નિરવ મોદીની સામે મુંબઈની એક ખાસ અદાલતે બીનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધા છે. કોર્ટે ગીતાંજલિ જ્વેલર્સના પ્રમોટર મેહુલ ચોક્સીની સામે પણ બીનજામીનપાત્ર વોરંટ જારી કર્યા છે. અત્રે નોંધનીય છે કે, નિરવ મોદી અમેરિકા ફરાર થઇ ગયા છે. ત્યાંથી પત્ર લખીને કહી ચુક્યા છે કે, કોઇપણ કિંમતે પીએનબીના બાકી પૈસાની ચુકવણી કરશે નહીં. આ પહેલા અમેરિકાની એક કોર્ટે નિરવ મોદીની માલિકીની એક કંપની ફાયર સ્ટાર ડાયમંડથી લેણદારોનાRead More

નાગાલેન્ડ અને ત્રિપુરા ભાજપની ભવ્ય જીત

નવીદિલ્હી,તા. ૩ પૂર્વોત્તરના ત્રણ રાજ્યો ત્રિપુરા, મેઘાલય અને નાગાલેન્ડમાં ભાજપે શાનદાર દેખાવ કરીને સાબિતી આપી હતી છે કે હવે આ પાર્ટી કોઇ હિન્દુ પટ્ટાની પાર્ટી રહી નથી. દેશભરમાં આ પાર્ટીને હવે લોકો સ્વીકારી રહ્યા છે. મેઘાલય, નાગાલેન્ડ અને ત્રિપુરાની પ્રજાએ ગુડ ગવર્નન્સ એજન્ડા અને એક્ટ ઇસ્ટ પોલિસીનું સમર્થન કર્યું હોવાના સંકેત મળી રહ્યા છે. ત્રણ રાજ્યોમાં મતગણતરીની શરૂઆત થયા બાદ આજે ભાજપે તમામને ચોંકાવી દીધા હતા. એકબાજુ ત્રિપુરામાં ભાજપે જારદાર સપાટો બોલાવ્યો છે અને અહીં ૬૦ પૈકી ૫૯ સીટ માટે થયેલા મતદાનમાં૪૩ સીટો પર સપાટો બોલાવીને તમામને ચોંકાવી દીધા છેRead More

મેઘાલય અને નાગાલેન્ડમાં આજે મતદાન

  શિલોંગ,કોહીમા,તા. ૨૬ નાગાલેન્ડ અને મેઘાલયમાં વિધાનસભાની ચૂટણી માટેની તમામ તૈયારી કરી લેવામાં આવી છે. આ બન્ને રાજ્યોમાં આવતીકાલે સઘન સુરક્ષા વ્યવસ્થા વચ્ચે મતદાન યોજાનાર છે. બન્ને રાજ્યોમાં ઉંચા મતદાનની શક્યતા દેખાઇ રહી છે. ઉત્તરપૂર્વીય રાજ્યોમાં પોતાની તાકાતને વધારી દેવા માટે આ વખતે ભાજપે તમામ તાકાત લગાવી હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ પ્રમુખ અમિત શાહ જારદાર પ્રચાર કરી ચુક્યા છે. બન્ને રાજ્યોમાં ચૂંટણીને લઇને તમામ તૈયારી કરી લેવામાં આવી છે. નાગાલેન્ડમાં આવતીકાલે મતદાન યોજાનાર છે. રાજ્યમાં ૧૯૫ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં રહેલા છે. નાગાલેન્ડમાં જે ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે તેRead More

બાથટબમાં ડુબવાથી શ્રીદેવીનું મોત થયું

  મુંબઇ,તા. ૨૬ લોકપ્રિય અભિનેત્રી શ્રીદેવીના અવસાનને લઇને નવો ચોંકાવનારો ખુલાસો થયો છે. ફોરેન્સિક રિપોર્ટ અને અન્ય રિપોર્ટમાં હવે દાવો કરવામાં આવ્યો છે કે, શરાબના નશામાં શ્રીદેવી હતી અને બાથ ટબમાં ડુબી જવાથી તેનું મોત થયું હતું. ઓટોસ્પી રિપોર્ટમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે, તેમના હોટલ રુમના બાથટબમાં એક્સીડેન્ટલ ડ્રાઉની અથવા તો ડુબવાથી તેમનું મોત થયું છે. કાર્ડિયેક એરેસ્ટના કારણે તેમનું મોત થયું નથી. આરોગ્ય મંત્રાલય યુએઇ દ્વારા આ અંગેનો ચોંકાવનારો ખુલાસો કરવામાં આવ્યા બાદ તર્કવિતર્કોનો દોર શરૂ થયો છે. શનિવારે મોડી રાત્રે જુમેરાહ અમીરાત ટાવરની હોટલમાં પોતાના રુમનાRead More