Main Menu

ક્રાઈમ

છેતરપીંડી-વિશ્વાસઘાતનાં ગુન્હામાં નાસતાં-ફરતાં આરોપી ઝડપાયો

ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો ભાવનગર સીટી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન બારસો મહાદેવની વાડી જવાનાં રસ્તાનાં નાકા પાસે  આવતાં હેડ કોન્સ. શિવરાજસિંહ સરવૈયાને બાતમીરાહે હકિકત મળી  આવેલ કે,અમદાવાદ શહેર,બાપુનગર પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૩૮૯/૨૦૦૪ ઇ.પી.કો. કલમઃ-૪૦૬,૪૨૦,૪૬૭ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા રહે.પટેલ પાર્ક,કાળીયાબીડ,ભાવનગરવાળા બારસો શિવ મહાદેવ મંદિર પાસે હાજર છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં નાસતાં-ફરતાં આરોપી વિનોદકુમાર લક્ષ્મીરામભાઇ બારૈયા ઉ.વ.૩૪ રહે.પટેલ પાર્ક,માધવજીભાઇ પ્રજાપતિનાં મકાનમાં,કાળીયાબીડ,ભાવનગર મુળ-ટીમાણા તા.તળાજા જી.ભાવનગરવાળા મળી આવતાં તેનાં વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેને નિલમબાગ પો.સ્ટે.માં સોંપી આપવામાં આવેલ છે.

સિહોરમાંથી 94 લાખનો વિદેશી દારૂ પકડાયો

સિહોરની એક સોસાયટીમાં આવેલ રહેણાંકી વિસ્તારના મકાનમાં બાતમીના આધારે ભાવનગર એસઓજી પોલીસ અને સિહોર પોલીસે સંયુકતપણે એક મોટી સફળ રેડ પાડી ભાવનગર જિલ્લાના ઇતિહાસમાં સૌથી મોટો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. અનેક પરિવારોને બરબાદ કરી નાખતા દારૂના દુષણ સામે પોલીસને ખરેખર ઇમાનદારી પૂર્વક પગલા લઇ કડક હાથે કામ લે તો કેટકેટલાય બુટલેગરો ભોં ભેગા થઇ જાય અને અનેક પરિવારોને ભાંગતા બચાવી શકાય. આવીજ રીતે પોલીસની ઇચ્છાશક્તિને કારણે ભાવનગર એસઓજી પોલીસ અને સિહોર પોલીસે બાતમીના આધારે ખુલ્લેઆમ દારૂ વેચતા સિહોરના કરકોલીયા રોડ પર આવેલ એકતા સોસાયટીમાંRead More

ઘરફોડ ચોરીના બનાવમાં 3 ઝડપાયા

ગારીયાધાર પો.સ્ટે. વિસ્‍તારમાં નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ  દરમ્‍યાન ગારીયાધારનાંમોટી વાવડી ચોકડીએ વાહન ચેકીંગ દરમ્યાન  XCD 125 રજી.નંબર-GJ-04-AR 7311 મો.સા. સાથે ચાલક (૧) મનોજ બચુભાઇ સાથળીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર જી.ભાવનગર (૨) રાજુભાઇ ધીરૂભાઇ વેગડ ઉ.વ.૨૨ ધંધો-ખેત મજુરી રહે.ભાડાનાં મકાનમાં, હાદાનગર,રેલ્વે ફાટકની પાસે, ભાવનગર હાલ-પરવડી રોડ ઉપર આવેલ પેટ્રોલપંપ પાછળ,રફીકભાઇએ ફાર્મે રાખેલ વાડીમાં,ગારીયાધાર જી.ભાવનગર (૩) દુલાભાઇ રામજીભાઇ રાજકોટીયા ઉ.વ. ૩૦ ધંધો-મજુરી રહે.મોરબા તા.ગારીયાધાર જી.ભાવનગરવાળા ઘરફોડ ચોરી કરવાનાં સાધનો તથા રોકડ રકમ મળી કુલ રૂ.૪૬,૭૨૫/-નાં મુદ્દામાલ સાથે મળી આવતાં તેઓ વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી કરી તેઓની પુછપરછ કરતાં તેઓએ ભાવનગર તથા અમરેલી જીલ્લામાંRead More

તબીબને બ્લેકમેલ કરી નાણાં ખંખેરાવતી ટોળકીનો પર્દાફાશ

ભાવનગર જિલ્લાનાં સણોસરા પંથકમાં તબીબી વ્યવસાય સાથે સંકળાયેલ પ્રતિષ્ઠિત તબીબને વોટ્સએપનાં માધ્યમથી પ્રિતી ઉર્ફે પુજા નામની સ્ત્રીએ સંપર્ક કરી તેઓ સાથે મિત્રતા કેળવી લીધેલ.ત્યાર બાદ ગઇ તા.૦૪/૦૨/૨૦૧૮નાં રોજ તે તબીબ પોતાનાં અંગત કામ કાજ અર્થે પાલીતાણા જતાં તેઓને ફોન પર પાલીતાણા પોતાની બહેનપણીનાં ઘરે લઇ જઇ બે માળનાં મકાનમાં ઉપરનાં રૂમનો દરવાજો ખુલ્લો રાખી શેટી પલંગ પર બેસાડી વાતો ચીતો કરાવી તબીબ સાથે શારિરીક સુખનો આનંદ માણવાની આજીજી કરી પોતાનાં તમામ વસ્ત્રો કાઢી નાંખી તે તબીબ પાસે પણ પોતાનાં તમામ વસ્ત્રો ઉતરાવતાં અગાઉ કરેલ આયોજન મુજબનાં ત્રણ માણસો (૧) ભગવાનભાઇRead More

રૂ.૩,૭૬,૦૫૦/-નાં મુદ્દામાલ સાથે આરોપી પકડાયો

ભાવનગર,એલ.સી.બી.ની ટીમ ભાવનગર શહેર વિસ્‍તારમાં મિલ્કત વિરૂધ્ધનાં વણશોધાયેલ ગુન્હાઓ શોધી કાઢવા માટે તથા મિલ્કત વિરૂધ્ધનાં ગુન્હાઓમાં પકડાયેલ ગુન્હેગારો શકદારોની તપાસમાં હતાં.તે દરમ્‍યાન પો.કો. ભીખુભાઇ બુકેરાને બાતમીરાહે હકીકત મળેલ કે,અગાઉ ચોરીઓમાં પકડાયેલ અને ચોરી કરવાની ટેવવાળો ઇસમ અલ્પેશ ઉર્ફે આલાપ નરેશભાઇ સોની રહે.મહાવિરનગર,કાળીયાબીડ,ભાવનગરવાળો બ્લુ કલરનું જીન્સનું પેન્ટ તથા શર્ટ પહેરેલ છે.તેની પાસે લાલ કલરનાં પાકિટમાં દાગીનાં ભરેલ છે.જે હકિકત આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં અલ્પેશ ઉર્ફે આલાપ નરેશભાઇ લંગાળીયા ઉ.વ.૩૭ રહે.પ્લોટ નં.૫૩૨૩,મહાવિરનગર,કાળીયાબીડ, ભાવનગરવાળો હાજર મળી આવેલ.તેનાં હાથમાં રહેલ લાલ કલરનાં રેકઝીનનાં અંગ્રેજીમાં બીગ બોસ લખેલ ચેઇનવાળા બે ખાનામાંથી સોનાનું બાજુ, સોનાનું કાળાRead More

શિહોરમાંથી જુગાર રમતા 5 ઈસમ ઝડપાયા

ભાવનગર જિલ્લાનાં શિહોર પો.સ્ટે. વિસ્‍તારમાં પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન પો.હેડ કોન્સ. પૃથ્વીરાજસિંહ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે શિહોર,લીલાપીર દરગાહ સામે આવેલ ડુંગરની ઓથમાં રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૫ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૨૦,૩૨૦/-,મોબાઇલ નંગ-૫ કિ.રૂ. ૨,૫૦૦/- મળી કુલ રૂ.૨૨,૭૩૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ શિહોર પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને શિહોર પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ઇમ્તીયાઝ બાબુભાઇRead More

જુગાર રમતાં ૬ ઇસમને ઝડપી પાડતી ક્રાઇમ બ્રાન્ચ

પો.હેડ કોન્સ. કિરીટસિંહ ડોડિયા તથા હર્ષદભાઇ ગોહિલને બાતમીરાહે મળેલ હકિકત આધારે ભાવનગર, બોરતળાવની પાળ પાસે,ભેખડ પાસે રેઇડ કરતાં જાહેરમાં ગોળ-કુંડાળું વળી મોબાઇલની લાઇટનાં અંજવાળે ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૬ માણસો ગંજીપતાનાં પાના,રોકડ રૂ.૧૬,૩૮૦/-,મોબાઇલ નંગ-૬ કિ.રૂ. ૨૪,૦૦૦/-તથા અલગ-અલગ કંપનીનાં મો.સા.-૪ કિ.રૂ.૬૫,૦૦૦/- મળી કુલ રૂ.૧,૦૫,૩૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાં સોંપી આપવામાં આવેલ. ભરતભાઇRead More

જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા

પો.કોન્સ સત્યજીતસિંહ ગોહિલને બાતમીરાહે હકિકત મળેલ કે,ભાવનગર,ગઢેચી વડલા,રાજહંસ કોમ્પ્લેકસની સામેનાં નાળા નીચે જાહેરમાં અમુક માણસો ભેગાં મળી ગંજીપતાનાં પાનાં તથા પૈસા વતી હારજીતનો તીનપતીનો જુગાર રમે છે.જે બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ રેઇડ કરતાં જાહેરમાં તીનપતીનો હારજીતનો જુગાર રમતાં નીચે મુજબનાં કુલ-૬ માણસો રોકડ રૂ.૧૦,૫૦૦/- તથા ગંજીપતાનાં પાના તથા મોબાઇલ નંગ-૫ કિ.રૂ.૬,૫૦૦/- મળી કુલ રૂ.૧૭,૦૮૦/-નાં મુદ્દામાલ સાથે પકડાય ગયેલ.જે તમામ મુદ્દામાલ કબ્જે કરી તમામની ધોરણસર અટકાયત કરવામાં આવેલ.તેઓ વિરૂધ્ધ બોરતળાવ પોલીસ સ્ટેશનમાં જુગાર પ્રતિબંધક ધારાની કલમ હેઠળ ગુન્હો દાખલ કરાવવામાં આવેલ. અને આગળની વધુ કાર્યવાહી થવા માટે તેઓને બોરતળાવ પોલીસ સ્ટેશનમાંRead More