Main Menu

ભાવનગર

ગારીયાધાર તાલુકા ખાતેથી વિભાવરીબેન દવે દ્વારા એકતા રથયાત્રા ઝંડી આપીને પ્રસ્થાન કરાવવામાં આવ્યું

એકતા રથયાત્રા ગારીયાધાર નગરપાલિકાના પંચમુખી હનુમાન મંદિરથી કોટવાળ ચોક, પરવડી, નાની વાવડી, લુવારા, મોટી વાવડી, ડમરાળા-સાતપડા ગામો ખાતે એકતા રથયાત્રા દ્વારા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું.  ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના નગરપાલિકા વિસ્તારના પંચમુખી હનુમાન મંદિર થી એકતા રથયાત્રા-૨૦૧૮ને સરકારના મહિલા અને બાળકલ્યાણ મંત્રી વિભાવરીબેન દવે દ્વારા લીલી ઝંડી આપીને એકતા રથયાત્રાને પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું.ગારીયાધાર નગરપાલિકાના પરવડી, નાની વાવડી, લુવારા, મોટી વાવડી, ડમરાળા-સાતપડા ગામો ખાતે એકતા રથયાત્રા દ્વારા પરિભ્રમણ કરવામાં આવ્યું હતું અને મંત્રી વિભાવરીબેન દવે દ્વારા લોખંડી પુરૂષ સરદાર પટેલનો એકતાનો સંદેશ પહોચાડ્યો હતો. મંત્રી વિભાવરીબેન દવે પોતાના વકતવ્યમાં જણાવ્યું હતું કે,Read More

પાલીતાણા ખાતે હરિરામ બાપાના આશ્રમ ખાતે ભાગવત સપ્તાહ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, આપણા સંસ્કાર અને સંસ્કૃતિમાં ભાગવત કથાનું ખૂબ જ મહત્વ છે અને તેના થકી ધર્મજ્ઞાન પ્રાપ્ત થાય છે. ધર્મ દ્વારા તમામ પ્રકારનું આશ્વાસન અને જીવન જીવવાના દ્રષ્ટિકોણનો બોધ મળે છે. પાલીતાણા હરિરામ બાપા ધામ ખાતે ભાગવત સપ્તાહ કાર્યક્રમ પ્રસંગે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત ધાર્મિક પ્રજાજનોને સંબોધતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે, શરીરની સાથે આત્માની સ્વીકૃતિ આપણા ધર્મોમાં છે. સ્વાર્થ વૃતિ દૂર થાય, માનસિક શાંતિ મળે અને અંતિમ લક્ષ માટે ભાગવત કથાનું આયોજન અનિવાર્ય છે. ક્રોધ, લોભ, મોહ, અને માયામાં રચ્યા-પચ્યા રહેતા માનવીને સારો બોધ ધાર્મિક કથાઓRead More

પાલીતાણામાં પૂ. સા. સર્વેશ્વરીયશાજી મ.સા.ના કઠોર મહાતપની તપશ્ચર્યાના વંદન-દર્શન કરતા વિજયભાઇ રૂપાણી

પગપાળા પ્રવાસ વિચરણ કરનારા સાધુ-સંતો-યાત્રિકો માટે રાજ્યમાં પગદંડી નિર્માણ કરી જીવન રક્ષા આપવી છે:- વિજયભાઇ રૂપાણી દયા-પ્રેમ-કરૂણા અને સંયમના ગુણો ધાર્મિક તીર્થકરો દ્વારા પ્રાપ્ત થાય છે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું હતું કે ભગવાન મહાવીર સ્વામીના રપ૦૦ વર્ષ બાદ ૪૮૦ દિવસનું કઠોર તપ કરનારા પૂજ્ય સાધુ ભગવંતો બહુ જ ઓછા છે. ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, દયા, પ્રેમ, કરૂણા, સંયમના ગુણોની પરંપરા તપના આધાર ઉપર જૈન સમાજમાં ઊભી થઇ છે. જૈન ધર્મમાં તપનો મહિમા વિશેષ છે. પાલીતાણા ખાતે ૪૮૦ દિવસનું કઠોર તપ કરનાર પૂ.સા. શ્રી સર્વેશ્વરીયશાશ્રીજી મહારાજ સાહેબની શ્રી ગુણરત્ન સવંત્સર મહાતપRead More

બીજા તબકકાની એકતા રથયાત્રાની શરૂઆત તા.૧૫/૧૧ના રોજ ગારીયાધાર નગરપાલિકાથી કરાશે

બીજા તબકકાની એકતા રથયાત્રમાં સ્ટેચ્યુ ઓફ યુનીટીના લોકાર્પણનું જીવંત પ્રસારણ બતાવવામાં આવશે પ્રતિમા રથ ઉપરાંત વીડિયોવોલ અને સાંસ્‍કૃતિક મંડળી સાથે એક રથ ભાવનગર શહેરના વિવિધ વોર્ડસ ઉપરાંત ગારીયાધાર , મહુવા નગરપાલિકા વિસ્તારો અને ચાર તાલુકાઓના ૨૦ ગામોમાં એકતા રથ પરિભ્રમણ કરશે. સમગ્ર રાજયની સાથે ભાવનગર શહેર-જિલ્લા અને બે નગરપાલિકા વિસ્તારોમાં બીજા તબકકાની એકતા રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેનો પ્રારંભ ૧૫મી નવેમ્‍બરથી થશે. બીજા તબકકામાં ભાવનગર મહાનગરપાલિકા દ્વારા ૧ થી ૧૩ નંબરના વહિવટી વોર્ડના વિસ્તારોમાં અને જિલ્લા પ્રશાસન દ્વારા ગારીયાધાર , મહુવા , જેસર અને પાલીતાણા તાલુકાઓના ૨૦ ગામો તેમજ ગારીયાધાર ,Read More

રન ફોર યુનિટીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ

સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતિએ રન ફોર યુનિટીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ. ભાવનગરઃસોમવાર કલેકટર કચેરીના વિડીયો કોન્ફરન્સ હોલમાં નિવાસી અધિક કલેક્ટર ઉમેશ વ્યાસના અધ્યક્ષ સ્થાને રન ફોર યુનિટીના કાર્યક્રમની પૂર્વ તૈયારી માટે બેઠક યોજાઇ હતી. આગમી તા.૩૧મી ઓકટોબરના રોજ સરદાર વલ્લભભાઇ પટેલની જન્મજયંતી નિમિતે ભાવનગરમાં રન ફોર યુનિટીના કાર્યક્રમનું જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજન કરવામાં આવ્યુ છે. જે અંતર્ગત સવારે ૭.૦૦ કલાકે ગાંધીસ્મૃતિ સર્કલ થી રન ફોર યુનિટીનો પ્રારંભ થશે. જેમાં શાળઓ, મહાશાળાઓના તેમજ એન.સી.સીના વિધાર્થીઓ અને નગરજનો રન ફોર યુનિટીમાં જોડાશે. છેલ્લા કેટલાક સમયથી દર વર્ષે સરદાર પટેલRead More

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત યોજાયો જનસંપર્ક કાર્યક્રમ

ભારત સરકારના સૂચના અને પ્રસારણ મંત્રાલયના ફિલ્ડ આઉટરીચ બ્યુરો, ભાવનગર દ્વારા સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ભાવનગર શહેરના વિરમેઘનગરમાં વિશેષ જનસંપર્ક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભારત સરકારના સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત ચાલતી યોજનાઓ અંગે જાણકારી પૂરી પાડવાની સાથે સ્વચ્છતા સંદર્ભે લોક જાગૃતિ આવે તેવા ઉદ્દેશ્ય સાથે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. ભાવનગર મહાનગર પાલીકાના સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર શ્રી જે.એમ.સોમપુરા, ચીફ સેનટરી ઇન્સ્પેક્ટર શ્રી એ.એસ. રોહીત, ચીફ સેનટરી ઇન્સપેક્ટર શ્રી જીતુભાઇ ગરચર, સામાજીક કાર્યકર્તા શ્રી જીવણભાઇ પરમાર, સામાજીક આગેવાન  શ્રી ભરતભાઇ, સ્થાનિક આગેવાન શ્રી ચંદ્રકાંતભાઇ મકવાણાની  ઉપસ્થિતિમાં યોજાયેલ કાર્યક્રમનીRead More

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચે એમઓયુ પર સહી કરવામાં આવી

ફાર્માસ્યુટિકલ ક્ષેત્રમાં ભારત અને ઉઝબેકિસ્તાન વચ્ચેનો એકત્રિપક્ષીય અને એકદ્વિપક્ષીય એમ કુલબે એમઓયુ પર સહી કરવામાં આવી. શ્રી મનસુખ માંડવિયા રોડ ટ્રાન્સપોર્ટઅને હાઈવે, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ રાજ્યમંત્રી, ભારત સરકાર અને શ્રી અલીશર શદમનોવ, સ્વાસ્થ્ય મંત્રી, ઉજ્બેકિસ્તાન ગણરાજ્યએ એમઓયુ પરસહી કરી ભારત અને ઉઝબેકિસ્તાન બંને દેશો વચ્ચે તારીખ ૧લી ઓક્ટોબર-૨૦૧૮નાં રોજ મહત્વનાં બે જુદા-જુદા કરારો પર હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરાર પર ભારત તરફેથી કેન્દ્રીય મંત્રીશ્રી મનસુખભાઈ માંડવિયાએ તથા ઉઝબેકિસ્તાન તરફથી તેના સ્વાસ્થ્ય મંત્રી શ્રી અલીશર શદમનોવ તરફથી હસ્તાક્ષર કરવામાં આવેલ છે. આ કરારોમાં ફાર્માસ્યુટિકલ અને બાયો ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રીઝનાં વિકાસRead More

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે બોટાદ ખાતે વિવિધ કાર્યક્રમો યોજાયા

મહાત્મા ગાંધીની ૧૫૦ મી જન્મજયંતિ નિમિત્તે આજે બોટાદ ખાતે પ્રભાત ફેરી, સર્વધર્મ પ્રાર્થના તેમજ સ્વચ્છતા સંદેશ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા ઉર્જા મંત્રીશ્રી સૌરભભાઇ પટેલે જણાવ્યું હતુ કે, આજે વિશ્વની સામે રહેલી આતંકવાદ, ભ્રષ્ટાચાર, કુ-પોષણ, સામાજિક અસમાનતા જેવી અનેકવિધ વૈશ્વિક સમસ્યાઓનું નિરાકરણ ગાંધી વિચારોમાં સમાયેલું છે. મહાત્મા ગાંધીજીના વિચારો તે સમયે જેટલા યથાર્થ હતા તેટલા જ આજના સમયમાં પણ યથાર્થ છે.મંત્રીશ્રીએ જણાવ્યું હતુ કે, વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીએ મહાત્મા ગાંધીજીની ૧૫૦ મી જન્મજયંતિ વર્ષની ઉજવણી થાય અને સમગ્ર દેશ આ ઉજવણીમાં સહભાગી બને તે માટે આહવાન કર્યું છે. આ ઉજવણી થકી લોકો ગાંધીજીનાRead More