Main Menu

ભાવનગર

બાળલગ્ન અંગે કાયદાકીય જાગૃતી સેમિનાર

નવરચિત બોટાદ જિલ્લામાં સૌ પ્રથમવાર યોજાયો બાળલગ્ન અંગે કાયદાકીય જાગૃતી સેમિનાર બોટાદ : બોટાદ જિલ્લા બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી – સહ – જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીની કચેરી અને જિલ્લા બાળ સુરક્ષા એકમ – બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા કલેકટર સુજીત કુમારના અધ્યક્ષસ્થાને અને જિલ્લા વિકાસ અધિકારી આશીષ કુમારની ઉપસ્થિતિમાં આજે બાળલગ્ન અંગે એક દિવસીય કાયદાકીય જાગૃતિ સેમિનાર યોજાયો હતો. આ પ્રસંગે અધ્યક્ષસ્થાનેથી ઉદ્દબોધન કરતાં જિલ્લા કલેકટર સુજીત કુમારે જણાવ્યું હતુ કે, બાળલગ્નના કારણે સમાજમાં દિકરા – દિકરીઓના બાળક તરીકેના અધિકારો છીનવાઈ જાય છે. સાથો- સાથ તેમના શિક્ષણ – આરોગ્ય ઉપર વિપરીતRead More

મોટા ખોખરા ગામે તા. ૦૯ ના રોજ જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી દ્વારા આંખ નિદાન કેમ્પ યોજાશે

ભાવનગર:ગુરૂવાર: ભાવનગર જિલ્લાનાં ઘોઘા તાલુકાનાં મોટા ખોખરા ગામે ડાભીના કુળદેવી ચામુંડા માં ના મંદિરે તા. ૦૯ ના રોજ સવારે ૯/૦૦ થી બપોરના ૧૨/૩૦ કલાક સુધી જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટી, સર. ટી. જનરલ હોસ્પિટલ, ભાવનગર દ્વારા વિનામુલ્યે આંખ નિદાન કેમ્પ રાખવામાં આવેલ છે જેનો જરૂરિયાતમંદ લોકોએ લાભ લેવા જિલ્લા અંધત્વ નિયંત્રણ સોસાયટીના સભ્ય સચિવ ડો. નીલેશ પારેખ એ જણાવ્યું છે. સમાચાર સંખ્યા;૭૩૧ સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટવાના કારણે જાહેરનામુ જારી કરતાં અધિક કલેકટરશ્રી ઉમેશ વ્યાસ ભાવનગર;ગુરૂવાર;હાલમાં સમાજમાં દિકરીઓની સંખ્યા ઘટતી જતી હોય, જે ધ્યાને લઈ ભાવનગર જિલ્લામાં જે પી. સી. એન્ડ પી.Read More

સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત તા. ૧૫ સુધી જિલ્લામાં સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે

ભાવનગર:મંગળવાર: સર્વ શિક્ષા અભિયા અંતર્ગત વિવિઘ પ્રોજેકટ કાર્યરત છે. સર્વ શિક્ષા અભિયાન ટુંક સમયમાં સમગ્ર શિક્ષા અભિયાનનાં ૫રિપ્રેક્ષ્ર્યમાં તૈયાર થવા જઇ રહયું છે, ત્યારે આ પ્રોજેકટ અંતર્ગત ૪ વર્ષથી લઇ ૧૮ વર્ષ સુઘીનાં કદી શાળાએ ન ગયેલા તેમજ અઘવચ્ચેથી શાળામાંથી ઉઠી થયેલા બાળકોનો સર્વે કરવાની તૈયારી ચાલી રહી છે. શાળા કક્ષાએથી તા.૦૪/૧૨/૨૦૧૮ થી તા.૧૫/૧૨/૨૦૧૮ સુઘી આ સર્વે કામગીરી હાથ ઘરવામાં આવશે. સર્વેથી શાળામાં ન જનાર બાળકોની સંખ્યા ૫ણ જાણવા મળશે. પ્રાથમિક શિક્ષણ લીઘા બાદ માઘ્યમિક શિક્ષણ સુઘી ઘણા વિદ્યાર્થીઓ ૫હોંચતા નથી જેનાં કારણે ડ્રો૫ આઉટ રેશીયો વઘી રહયો છે. આRead More

બોટાદ જિલ્લાના ૭૦૪ ખેડુતોની રૂપિયા ૪૭૬.૨૯ લાખની ૯૫૨૫.૭૫ કિવન્ટલ મગફળી ખરીદી કરવામાં આવી

બોટાદ : બોટાદ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ રાજ્ય સરકાર દ્વારા ખરીફ સીઝન ૨૦૧૮-૧૯ અન્વયે ટેકાના ભાવે મગફ્ળી ખરીદીનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના માટે બોટાદ એ.પી.એમ.સી. ખાતેના ખરીદ કેંન્દ્ર રાખવામાં ઉપરથી તારીખ:‌‌‌ ૧૫-૧૧-૨૦૧૮ થી ટેકાના ભાવે મગફળીની ખરીદી ગુજરાત સરકાર દ્રારા શરૂ કરવામાં આવેલ છે. જેમાં બોટાદ જિલ્લામાં ટેકાના ભાવે મગફળીના વેચાણ માટે કુલ – ૧૪૦૯ ખેડુતો દ્વારા ઓન લાઈન રજીસ્ટ્રેશન કરવામાં આવેલ હતું, જે પૈકી દરરોજ ૫૦ થી ૭૫ ખેડુતોને મગફળી વેચાણ માટે બોલાવવામાં આવે છે. મગફળી ખરીદીમાં પારદર્શકતા જળવાય તે માટે સરકારશ્રીના અલગ અલગ વિભાગRead More

રાણપુર તાલુકાની બહુવિધ દિવ્યાંગતા ધરાવતી વિદ્યાર્થીનીએ ફ્લોરબોલની નેશનલ ચેમ્પીયનશીપમાં ગોલ્ડ મેડલ મેળવ્યો

બોટાદ : બોટાદ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત દરેક બ્લોક કક્ષાએ દિવ્યાંગ વિદ્યાર્થીઓના શિક્ષણ માટે સ્પેશ્યલ એજ્યુકેટરની નિમણૂંક કરવામાં આવેલ છે. જે અંતર્ગત બોટાદ જિલ્લાના આઈ.ઈ.ડી. કો-ઓર્ડીનેટરશ્રી જગતભાઈ મારૂના માર્ગદર્શન હેઠળ રાણપુર તાલુકાના આઈ.ઈ.ડી. આર.ટી. શ્રી રાજુભાઈ ધનવાણીયા દ્વારા સ્પેશ્યલ તાલીમ મેળવી રહેલ પાણવી પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી માલધારી – પશુપાલક સમાજની દિવ્યાંગ દિકરી કુ. કાજલબેન હનુભાઈ બોળીયા જે મંદબુધ્ધિ તેમજ શ્રવણક્ષતિની બહુવિધ દિવ્યાંગતા ધરાવે છે. તેણે તાજેતરમાં સ્પે.ઓલ્મ્પિક્સ ગુજરાતની ટીમ સાથે ઉત્તરાખંડમાં હરિદ્વાર ખાતેની ફ્લોરબોલ ગેમ્સમાં નેશનલ ચેમ્પિયનશીપમાં ભાગ લઈ ગોલ્ડ મેડલRead More

બરવાળા ખાતે તા. ૨૬ ડિસેમ્બરના રોજ તાલુકા કક્ષાનો ફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે

બોટાદ : બરવાળા મામલતદારશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે બરવાળા તાલુકાનો ડિસેમ્બર –૨૦૧૮ ના માસનો તાલુકા ફરિયાદ નિવારણ કાર્યક્રમ આગામી તારીખ ૨૬-૧૨-૨૦૧૮ ના રોજ ૧૧-૦૦ કલાકે મીટીંગ હોલ, મામલતદાર કચેરી, બરવાળા  ખાતે યાજાશે. આ ફરિયાદ નિવારણ કાર્યક્રમમાં સર્વિસ મેટર તથા કોર્ટ મેટરની બાબતો સિવાયની અરજી તથા ગ્રામ સ્વાગતમાં અનિર્ણય રહેલ હોય કે જેતાલુકા કક્ષાએ નિર્ણય લઈ શકાય તેવા પ્રશ્રો અરજદાર જાતે પોતે રૂબરૂ પોતાના પ્રશ્રોની આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે તેમજ અરજદાર એક વિષયને લગતી રજુઆત કરી શક્શે આવા પ્રશ્રો માટેની અરજી તા.૧૦/૧૨/૨૦૧૮ સુધીમાં રજાના દિવસો સિવાય રોજ સવારના ૧૧-૦૦Read More

ગઢડા તાલુકાના માલપરા પ્રાથમિક શાળા ખાતે સેવા સેતુ કાર્યકમ યોજાશે

બોટાદ : બોટાદ પ્રાંત અધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે રાજ્યના વહિવટમાં પારદર્શિતા વધે તેમજ પ્રજાની વ્યક્તિલક્ષી રજુઆતોના ઉકેલની ઝડપ વધે તે માટે ચોથા તબક્કાનો ‘‘સેવા સેતુ’’ કાર્યક્રમ ગઢડા તાલુકાના માલપરા ગામ ખાતે તારીખ ૮ ડિસેમ્બરના રોજ સવારના ૯-૦૦ કલાકથી સાંજના ૫-૦૦ કલાક સુધી બોટાદ પ્રાંત અધિકારીશ્રીના અધ્યક્ષસ્થાને યોજાનાર છે. આ સેવા સેતુ કાર્યક્રમમાં ગઢડા તાલુકાના માલપરા, રળીયાણા, પાટણા, ગુંદાળા, સાંકળીયા અને સમઢીયાળા ગામના નાગરીકો તેમની રજુઆતો સ્થળ પર રજુ કરી શકશે. આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમીલેયર, ડોમીસાઈલ પ્રમાણપત્રને લગતી અરજીઓ, રેશનકાર્ડને લગતી અરજીઓ, આધાર કાર્ડમાં નામ નોંધાવવાની અરજીઓ, મા અમૃતમ યોજનાRead More

ભાવનગરમાં પિતાની છત્રછાયાથી વંચિત 281 લાડકડીના સમૂહલગ્ન

ભાવનગરની ધરતી પર ઐતિહાસીક 281 સમૂહલગ્ન થયા છે અને આ સર્વજ્ઞાતીના સમૂહલગ્નએ સમરસતા અને એકતાનો સંદેશો આપ્યો છે તેમ આજે રવિવારે ભાવનગર ખાતે સર્વજ્ઞાતીના ભવ્ય સમૂહલગ્નમાં ઉદબોધન કરતા ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યુ હતું. આ સમૂહલગ્નમાં બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. શહેરના જવાહર મેદાન ખાતે આજે રવિવારે લખાણી પરિવાર દ્વારા મારૃતી ઈમ્પેક્ષના ઉપક્રમે લાડકડી શિર્ષક તળે સર્વજ્ઞાતીના 281 સમૂહલગ્નનુ ભવ્ય આયોજન કરવામાં આવ્યુ હતું. માતા-પિતા ન હોય તેવી તેમજ ભાઈ ન હોય અથવા ભાઈ નાનો હોય તેવી ગરીબ દિકરીઓના ભવ્ય સમૂહલગ્નનુ ભાવનગરમાં પ્રથમવારRead More

કોંગ્રેસ દ્વારા સ્નેહમીલનનુ આયોજન કરવામાં આવ્યુ

રવિવારે ભાવનગર શહેરના સિદસર ખાતે જિલ્લા કોંગ્રેસના સ્નેહમીલન કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ અગ્રણી શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતું. જિલ્લા કોંગ્રેસના સ્નેહમીલનમાં બહોળી સંખ્યામાં અગ્રણી અને કાર્યક્રરો હાજર રહ્યા હતાં. ભાવનગર શહેરના સિદસર ખાતે રવિવારે સવારે જિલ્લા કોંગ્રેસ દ્વારા સ્નેહમીલનનુ આયોજન કરવામાં આવ્યુ હતુ, જેમાં કોંગ્રેસ અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતાં. આ સ્નેહમીલન દરમિયાન સંબોધન કરતા બિહારના કોંગ્રેસના પ્રભારી શકિતસિંહ ગોહિલે જણાવ્યુ હતુ કે, હાલ દેશમાં ખેડૂતની હાલત ખરાબ છે અને ભાજપના રાજમાં ભ્રષ્ટ્રાચાર વધ્યો છે તેથી પ્રજા પરેશાન છે. આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમીત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ગુજરાત અનેRead More

error: Content is protected !!