Main Menu

ભાવનગર

સાસરીયાના દુઃખ ત્રાસથી મરવા મજબુર પરિણીતાનો આપધાત

પરિણીતાનું મોતનું કારણ અકબેધ :પોલિસ અજાણ પાલીતાણાના નાની રાજસ્થળી ગામે પતી, સાસુ અને સસરાના દુઃખ ત્રાસના કારણે મરવા મજબુર બની પરણીતાએ આત્મહત્યા કરી લીધી હતી જા કે, ગુનો નોંધાયા બાદ પણ પરિણિતાનું મોત ક્યા કારણસર થયુ તેનાથી પોલિસે અજાણ હોવાનું જાવા મળ્યું હતું. બનાવની જાણવા મળતી વિગતો અનુસાર પાલીતાણા તાલુકાના ભંડારીયા ગામે રહેતા મંજુબેન વલ્લભયભાઇ ચૌહાણ (ઉં.વ ૩૫)એ પાલીતાણા રૂરલ પોસ્ટેમાં તેના જમાઇ સંજય લાભુભાઇ, લાભુ અને ચંપાબેન લાભુભાઇ (રે. તમામ નાની રાજસ્થળી, તા. પાલીતાણા) સામે ફરીયાદ નોંધાવી હતી કે તેણીના દિકરી કાજલબેનને તેણીના એક વર્ષના લગ્ન જીવન દરમિયાન તેના પતિRead More

રસોઇ બનાવવા બાબતે થયેલ ઝગડો જીવલેણ નિવડ્યો

પાલીતાણા પંથકના વાળુકડ ગામે પતિ દ્વારા પત્નીની કરપીણ હત્યા ચાર સંતાનોએ મૌષ્ઠામી છત્રછાયા ગુમાવી: પત્નીને લાકડીના ઘા ફટકારી મોત નિપજાવી પતિ ફરાર પાલીતાણા તાલુકાના વાળુકડ ગામે નજીવી બાબતની તકરારમાં પત્નીને લાકડીના ઘા ફટકારી પતીએ હત્યા કરી નાખતા ભારે ચકચાર મચી જવા પામી હતી. ગત રાત્રીનાં રસોઇ બનાવવા બાબતે પતી-પત્ની વચ્ચે ઝગડો થતા પત્ની રીસામણે જતા રહ્યા બાદ રક્તરંજીત ધટના ધટી હતી. જ્યારે પત્નીની હત્યા કરી શખસ ફરાર બનતા પોલિસે તેના ધરપકડના ચક્રો ગતીમાન કર્યા છે. બનાવની જાણવા મળતી સધળી વિગતો અનુસાર મુળ છોટા ઉદેપૂરના તેજગઢના વતની અને હાલ પાલીતાણાના વાળુકડRead More

બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ચતુર્થ એજ્યુકેશનલ ઈનોવેશન ફેસ્ટીવલનો શુભારંભ

બોટાદ : જી.સી.ઈ.આર.ટી. – ગાંધીનગર, નાયરા ફાઉન્ડેશન તથા આઈ ટુ વી ડેવલપમેન્ટ ફાઉન્ડેશન પ્રેરિત જીલ્લા શિક્ષણ અને તાલીમ ભવન -ભાવનગર દ્વારા શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ – બોટાદ ખાતે જિલ્લા કક્ષાનો ચતુર્થ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટીવલ ૨૦૧૮-૧૯ નું બે દિવસ માટે આયોજન કરવામાં આવ્યું છે. જેનો શુભારંભ જિલ્લા કલેકટરશ્રી સુજીત કુમારના અધ્યક્ષસ્થાને તથા જિલ્લા વિકાસ અધિકારીશ્રી આશીષ કુમાર અને જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી હર્ષદ મહેતાની ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોએ પ્રાસંગિક ઉદ્દબોધન કરી સૌને પ્રેરણા અને માર્ગદર્શન પુરૂ પાડયું હતુ. તેમણે તમામ આ ઈનોવેટીવ ફેરમાં ભાગ લીધેલ ૧૫ ઈનોવેટીવ શિક્ષકોને ખાસ અભિનંદન પાઠવીRead More

બોટાદના ગરીબ પરિવારના કુળદીપકને મળ્યું નવજીવન

એપ્લાસ્ટીક એનેમીયાથી પીડાતા દેવાંગને બોન મેરોવ ટ્રાન્સપ્લાન્ટના ઓપરેશનથી નવી જીંદગી મળી ખાનગી હોસ્પિટલમાં અંદાજીત રૂ. ૩૦ લાખના ખર્ચે થતું ઓપરેશન સરકારના શાળા આરોગ્ય – રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ થકી વિનામૂલ્યે કરાયું મજૂરી કામ કરી પરિવારના પાંચ વ્યક્તિનું ભરણપોષણ કરતાં ઘરના મોભીને જ્યારે ખબર પડે કે તેમના સંતાનોને એપ્લાસ્ટીક એનેમીયા એટલે કે ઘાતક પાંડુરોગ થયો છે, અને તેમને બચાવવા માટે અંદાજીત રૂપિયા ૨૫-૩૦ લાખના ખર્ચે થતું બોન મેરોવ ટ્રાન્સપ્લાન્ટ ઓપરેશન એ એક માત્ર ઉપાય છે. તો તે પરિવારના મોભી ઉપર તો આભ જ તૂટી પડયું હોય તેવી અનુભૂતિ થાય તે સ્વાભાવિક છે. માંડ માંડ મજૂરીRead More

તળાજા તિર્થમાં સાયન્સની વિદ્યાર્થિનીએ દીક્ષા ગ્રહણ કરી

ભાવનગર : તજાળા નગરે ચાલી રહેલા પંચાન્હિકા મહોત્સવમાં પૂજયપાદ ગચ્છનાયક પરમશાસન પ્રભાવક આ.ભ.વિજય હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજાના હસતે અમદાવાદ નિવાસી મુમુક્ષુ નુપૂરુકુમારીએ આજે સંયમ ગ્રહણ કરી નૂતન સાધ્વીજી નિર્મમયશાશ્રીજી મહારાજ બની શ્રમણી ભગવંત પદે આરૂઢ થયા હતા.શેત્રુંજય મહાતિર્થની આઠમી ટુંક શ્રી તાલધ્વજગિરીની રમણીય ગોદમાં બિરાજમાન શ્રી શાંતિનાથ ભગવાનનાં જિનાલયની 150 મી સાલગિરિનાં દિવ્ય અવસરે સોનામાં સુગંધ સમાન અમદાવાદની મુમુક્ષુ કુમારી શ્રી નુપુરબહેનની ભગવતી દીક્ષા ગ્રહણનાં પાવન પ્રસંગને માણવાનો તળાજા જૈન સંઘને મળતા ભકિત અને ઉત્સાહ બેવડાયો છે. આ અવસરે પુજયયાદ શાસન સમ્રાટ શ્રમદ વિજયનેમિસુરી દાદાનાં પટ્ટઘર ગચ્છનાયક આ.ભ.શ્રી વિજય હેમચંદ્રસુરીશ્વરજી મ.સા આદીRead More

2૦ વર્ષની વિદ્યાર્થીનીએ અભ્યાસ છોડી સંયમનો માર્ગ પસંદ કર્યો

તળાજા જૈન સમાજમાં યાદગાર બે ધાર્મિક પ્રસંગો ઉજવાઈ રહ્યાં છે જેથી જૈન સમાજ ધર્મમય બન્યો છે. મંગળવારે ધામધૂમ પૂર્વક સાધુ સાધ્વીજીની નિશ્રામાં ગામના આગેવાનો અને બહારગામથી આવેલ જૈન પરિવારોની વિશાલ હાજરી વચ્ચે મુમુક્ષુનો વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. આજે બુધવાર અને ગુરુવારે ધાર્મિક કાર્યક્રમો અને સંઘ જમણ સહિતના કાર્યક્રમો યોજાશે. અમદાવાદ રહેતા સગીતાબેન અતુલભાઈ ગાંધીના દીકરી નૂપુરબેનએ એફ્વાયબીએસસીનો અભ્યાસ છોડી 2૦ વર્ષની ઉંમરે સાંસારિક જીવનના મોહને ત્યાગી સંયમનો માર્ગ પસંદ કર્યો છે. જેથી તેમણે તળાજા નગરમાં આવી દીક્ષા ગ્રહણ કરવામાં આવી છે. જેને લઈ મુમુક્ષુ કુમારી નુપૂર બહેનનો વરસીદાનનો ભવ્ય વરઘોડોRead More

બનાવટી દસ્તાવેજને લગતાં ગુન્હામાં છેલ્લાં ત્રણેક વર્ષથી નાસતાં-ફરતાં આરોપીને ઝડપ્યા

ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી પી.એલ.માલ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. ડી.એમ.મિશ્રા તથા એન.જી.જાડેજા પો.સબ ઇન્સ. તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને નાસતાં-ફરતાં આરોપીઓને શોધી પકડી પાડવાની સુચના આપેલ. જે સુચના મુજબ ભાવનગર,એલ.સી.બી. સ્‍ટાફનાં માણસો આજરોજ ભાવનગર શહેર/ગ્રામ્ય વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતાં. તે દરમ્યાન બુધેલ ગામ પાસેથી પસાર થતાં પો.કોન્સ. તરૂણભાઇ નાંદવાને બાતમીરાહે હકિકત મળેલ કે, ઘોઘા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં.૫૮/૨૦૧૫ ઇ.પી.કો.કલમઃ-૪૬૫,૪૬૮ વિગેરે મુજબનાં ગુન્હાનાં કામે નાસતો ફરતો આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફે બોસપરમાણંદભાઇ ધાંધલ્યા રહે.દિહોર તા.તળાજા જી.ભાવનગરવાળો ભાવનગર-તળાજા રોડ ઉપર આવેલ મામસા, સીતારામ પાન સેન્ટરપાસે હાજર હોવાની બાતમી આધારે બાતમીવાળી જગ્યાએ આવતાં આરોપી ભાનુશંકરભાઇ ઉર્ફેRead More

બોટાદ જિલ્લામાં હથિયાર બંધી

બોટાદ : બોટાદ જિલ્લામાં વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સારી રીતે જળવાઈ રહે તથા કોઈ વ્યક્તિ કે વ્યક્તિના સમૂહ દ્વારા જાહેરમાં તીક્ષ્ણ હથિયારો જેવા કે છરી, કુહાડી, ધારીયા, તલવાર, ગુપ્તી, કુંડલીવાળી લાકડી, લોખંડના પાઈપ, ભાલા તથા દંડા, બંદૂક, લાઠી અથવા શારીરીક હિંસામાં ઉપયોગી થઈ શકે તેવા પ્રાણઘાતક હથિયારો લઈને હરે ફરે નહિ અને બોટાદ જિલ્લામાં જાહેર શાંતિ – સલામતી જાળવવા આગમચેતીના પગલા લેવા અનિવાર્ય જણાતાં બોટાદ જિલ્લાના અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ બી.વી.લીંબાસીયાએ એક જાહેરનામા દ્વારા તા. ૮-૧-૨૦૧૯ સુધી બોટાદ જિલ્લામાં હથિયાર બંધી ફરમાવી છે. આ જાહેરનામામાં વધુમાં જણાવ્યા પ્રમાણે છરી,Read More

બોટાદ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૪ થી ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલ બાળકોનો સર્વે હાથ ધરાયો

બોટાદ : બોટાદ જિલ્લા પ્રોજેક્ટ કો ઓર્ડિનેટર અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની એક અખબારી યાદીમાં જણાવ્યા મુજબ બોટાદ સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત ૪ થી ૧૮ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધવચ્ચેથી ઉઠી ગયેલ બાળકોનો તા. ૧૫-૧૨-૨૦૧૮ સુધી શાળા કક્ષાએ સર્વે હાથ ધરવામાં આવ્યો છે. જે અન્વયે બોટાદ જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારમાં શાળા બહારના ડ્રોપ આઉટ તેમજ કદી શાળાએ ન ગયેલ દિવ્યાંગ સહિતના બાળકો મળી આવે તો નજીકની સરકારી પ્રાથમિક શાળા, બી.આર.સી. ભવન તેમજ જિલ્લા કચેરીના ટોલ ફ્રી નંબર ૧૮૦૦ ૨૩૩ ૬૮૯૮ પર જાણ કરવા તેમજ આ સર્વેની પ્રક્રિયામાં નાગરિકોએ સહકારRead More

error: Content is protected !!