Main Menu

સુરત

ગરીબ તો એ છે કે જેના જીવનમાં ઉત્સાહ નથી: પંન્યાસ પદ્મદર્શન

શહેરના સુમુલ ડેરી રોડ પર આવેલા શાંતિનિકેતન જૈન સંઘમાં પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજની નિશ્રામાં જૈન જાગરણ મંચની સ્થાપના શુક્રવારે કરાઈ હતી. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે યુવાનોને સંગઠિત અને સક્રિય થવા આહવાન કર્યું હતું. તેમજ વ્યસનો સામે લડત ઉપાડવા બોધ આપ્યો હતો. શહેરના શાંતિનિકેતન જૈન સંઘમાં શુક્રવારે પંન્યાસ પદ્મદર્શનવિજયની નિશ્રામાં જૈન યુવા જાગરણ મંચની રચના કરાઈ હતી. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે યુવાનોને સંદેશો આપતા કહ્યું કે સામાજિક ક્ષેત્રે સંગઠિત થાઓ. સમાજના કાર્યોમાં સક્રિય થઈને બીજાને પણ મદદ કરો. ભૌતિકતામાં ફસાયેલા યુવાનોને અધ્યાત્મ તરફ લઈ જવા માટે કાર્ય કરો. બાળકો અનેRead More

મુગલીસરાના પાતલિયા હનુમાનની સાલગીરી

સુરત | આજે માગસર સુદ આઠમના રોજ સુરતના મુગલીસરા વિસ્તારમાં આવેલા પાતલિયા હનુમાન મંદિરના પાટોત્સવની ઉજવણી કરવામાં આવશે. સાડાત્રણસો વર્ષ પહેલાં સ્વયં હનુમાનજી અહીં નિર્મલબાબાની ભક્તિને વશ થઈ પ્રગટ થયા હતા. આ નિમિત્તે મંદિરમાં આજે વહેલી સવારથી અન્નકૂટ દર્શન અને મહાપ્રસાદીનું સાંજે આયોજન કરાયું છે. તેની સાથે સુંદરકાંડના પાઠ, હનુમાનચાલીસા અને હોમ કરવામાં આવશે. 350 વર્ષ પહેલાં સ્વયં હનુમાનજી અહીં નિર્મલબાબાની ભક્તિને વશ થઇ પ્રગટ થયાં હતાં નિર્મલબાબાની ભક્તિનું પ્રતિક 350 વર્ષ કરતાં પાતળીયા હનુમાન મંદિર સુરત શહેરને સાડાત્રણસો વર્ષ પહેલા ત્રણ સંતોનું રખોપું હતું. આ ત્રણ સંતોમાં મુગલસરાઈમાં નિર્મલબાબાRead More

યશવીએ જન્મદિને દીક્ષા લઈ ગુરુજીનો દીક્ષાદિન ઉજવ્યો

આચાર્ય પ્રબોધચંદ્રસૂરિ મહારાજના દીક્ષાદિને અને પોતાના જન્મદિને યશવીએ દીક્ષા લઈને ગુરુવારે ગુરુ મહારાજને જીવનની ભેટ ધરી હતી. સાધ્વી શ્રુતનંદાશ્રી નામ સાથે સાધ્વી શ્રુતપ્રજ્ઞાશ્રી મહારાજ સાથે ગુરૂવારથી સંયમજીવનના પથ પર ડગ ભરી રહી છે. આ પ્રસંગે પાંચ હજારથી વધુ શ્રાવકોએ યશવીના નવા જીવનની અનુમોદના સાથે શુભેચ્છાઓ પાઠવી હતી. આ. પ્રબોધચંદ્રસૂરિ મહારાજનો 65 જન્મદિન ગુરૂવારે ઉમરાના રતનબાગ પાર્ટી પ્લોટ પર અનોખી યાદગીરી સાથે ઉજવાયો હતો. આ અંગે પાલના સોમ ચિંતામણી સંઘના મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે ગુરુવારે ગુરૂ મહારાજ પ્રબોધચંદ્રસૂરિ મહારાજનો દીક્ષાદિન અને યશવીની દીક્ષાનો પ્રસંગ એમ બેવડા ઉત્સવમાં પાંચહજાર જેટલાં શ્રાવકોRead More

રત્નની પ્રતિમાઓનું જિનાલયની પ્રાણ પ્રતિષ્ઠા

ચેલેન્જર,સુરત : ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા અને શિષ્યરત્ન આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં સુરતના વેસુ વિસ્તારમાં મુનિ સુવ્રતસ્વામી જિનાલયમાં રત્નની ૮૪ પ્રતિમાઓની સ્થાપના ૧૬ જુને કરવામાં આવી હતી.જે સમગ્ર ગુજરાતમાં પ્રથમ છે. તેમાં ૨૭ પૂજનીય અને ૫૭ દર્શનીય પ્રતિમાજીઓ હશે. ૧૪ જૂને બેસતા મહિનાના માંગલિક સાથે પ્રતિમાજીઓના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવનો પ્રારંભ થયો હતો. સુરતમાં જૈન મંદિરમાં ૮૪ જેટલી રત્નની પ્રતિમાઓની સ્થાપના કરાઈ છે. આ મંદિર અંગે ગચ્છાધિપતિ શ્રી અભયદેવસૂરીશ્વરજી મ.સા.એ કહ્યું કે ગુજરાતમાં સૌપ્રથમ ફક્ત રત્નજડિત પ્રતિમાઓનું મંદિર તૈયાર કરાયું છે. તેમાં કુલ ૮૪ પ્રતિમાજીમાં ૨૭ પૂજનીય છે, જેમની નિત્યRead More

મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન સંયમ જીવન ગ્રહણ કરશે

ચેલેન્જર,સુરત ઃ વાવ બનાસકાંઠાની ધન્યધરા પર આજથી ૧૬ વર્ષ પૂર્વ મહેતા મહાસુખલાલ મણીલાલ ભાદાણી પરિવારમાં સંયમના માંડવા મંડાયા હતા. પરિવારની લાડલી દિકરી શિલ્પાબેને તા.૩૦-૧-૨૦૦૨ના શુભ દિને સંયમ અંગીકાર કર્યો હતો. તેના પછી આજથી બરાબર ૪ વર્ષ પૂર્વે અમદાવાદ (રાજનગરે) ૪ મુમુક્ષુઓએ સંયમ અંગીકાર કર્યો હતો. તે ઐતિહાસિક પ્રસંગે ૨૩ આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં મહેતા પરિવારને સંપન્ન થઈ હતી. ત્યારબાદર આજે સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન વિક્રમભાઈ મહેતા ૧૬ મુમુક્ષુઓ સાથે સંયમજીવન ગ્રહણ કરશે. તે પ્રસંગે તા.૨૧-૧-૧૮ના રોજ નિવાસ સ્થાનેથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો. સંઘ એકતાના શિલ્પી પ.પૂ.આ.ભ.Read More

શ્રી મેવાડ જૈન યુવક પરીષદે અનોખી રીતે મકરસંક્રાતિ ઉજવી

ચેલેન્જર, સુરત : શ્રી મેવાડ જૈન યુવક પરિષદ સુરતને મકરસંક્રાતિના પર્વને એક અનોખી રીતે ઉજવી. પરિષદ દ્વારા આદિવાસી ક્ષેત્રોમાં જરુરીયાતમંદ પરિવારને વસ્ત્રદાન કરની મકરસંક્રાતિના તહેવારને દાન દિવસના રૂપમાં ઉજવી જેમાં આપ સૌનો સાથ સહયોગથી ભરપૂર સફળતા મળી અને જરુરીયાતમંદ પરિવારની સાથે પરિષદને પણ આનંદનો અહેસાસ થયો. આ વસ્ત્રદાન માટે સંયોજક દ્વારા આદિવાસી ગ્રામીણ વિસ્તારના ગામોમાં ફર્યા. જેમાં પિપલદહાડ, ભોડવિહાર, કરંજપાડા, જોગઠવા, ચિચવિહાર, સાવરદા, ખેરિન્દ્ર, જુનેર, ચમરપાડા જેવા નાના મોટા આસપાસના બધા વિસ્તારનો સમાવેશ કરવામાં આવ્યો અને લગભગ બધા ગામોમાં ૩૦૦થી વધુ લોકોને આનો લાભ લીધો જેમાં વૃદ્ધ, જવાન, બાળકો જેવા બધાને લાભRead More

આચાર્ય શ્રી વિજય રત્નચંદ્ર સૂરીશ્વરજી મ.સા. આદિ હલધરૂ પધાર્યા

ચેલેન્જર, સુરત : પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજના વંદનાર્થે શિષ્ય આચાર્ય શ્રી વિજય રત્નચંદ્રસૂરીશ્વરજી મ.સા. આદિ હલધરુ ઉપધાન તપ મધ્યે પધાર્યા. પુણ્યતારા પરિવારે ગુરુપૂજન, કામળી અર્પણ કરી. પ્રવનચ, સંવેદના, સંધ્યાભક્તિ આદિ  કાર્યક્રમ થયો. તા.૫ અને ૬-૧-૧૭ સ્થિરતા પ્રદાન કરી. તા.૭-૧-૧૭ના રોજ હલધરૂ ઉપધાન તપ અંતર્ગત અઠ્યાવીસુંની આરાધના સંપન્ન થઈ. તપસ્વીયોનું તથા દીક્ષાર્થીનું પુણ્યતારા પરીવારે બહુમાન કર્યું. સાથે અહીં પ્રવચન દરમ્યાન ઉપધાન તપની માળારોપણ મહોત્સવની પત્રિકા લેખન કાર્ય થયું. આજે વિનંતી કરવા સૂરત પાલનો શ્રીપાલ જૈન સંઘ અને પાલ જૈન સંઘ પધાર્યો, જેઓએ પૂજ્ય ગુરૂદેવશ્રીને તેઓના સંઘમાં પધારવાRead More

ગચ્છાધિપતિ શ્રી અભયદેવસૂરીશ્વરજીના આશીર્વાદ લેતા મુમુક્ષુ શ્રી નેમિકુમાર

સુરત, તા.૨ : પરમ પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્ય શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મહારાજ, પંન્યાસ પ્રવર શ્રી મોક્ષરત્ન વિજયજી મહારાજ સાહેબના હલધરુ ઈકોવિલેજ ઉપધાન તપ મધ્યે આશીર્વાદ ગ્રહી રહેલા મુમુક્ષુ નેમિકુમાર જેઓની દીક્ષા પ.પુ.આ.શ્રી વિજય જગચ્ચંદ્ર સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં મહા સુદ ૫ તા.૦૧-૦૨-૨૦૧૭ના રોજ પાલીતાણા મુકામે છે. પુણ્યતારા પરિવારે મુમુક્ષુનું સન્માન કર્યું. તા.૦૨-૦૨-૧૭ના ગુરુરામ પાવનભૂમિ સુરત મધ્યે પરમ પૂજ્ય ગચ્છાધિપતિશ્રીની નિશ્રામાં ૭ દીક્ષા સહિત ડહેલાના ઉપાશ્રયવાળા સમુદાયમાં વિવિધ આચાર્યોશ્રીની નિશ્રામાં ચાતુર્માસ પૂર્ણતાથી તા.૦૨-૦૨-૧૭ સુધીમાં ગુરુરામ જન્મ શતાબ્દી વર્ષ અંતર્ગત પ ભાઈ અને ૧૦ બહેનો સહિત કુલ ૧૫ દીક્ષા થશે.

error: Content is protected !!