Main Menu

અમદાવાદ

કારની ટક્કરથી ફંગોળાયેલ વિદ્યાર્થી બસ નીચે કચડાયો

અમદાવાદ,તા. ૯ શહેરના બોપલ-ઘુમા રોડ પર આજે સવારે સાયકલ પર જઇ રહેલા એક વિદ્યાર્થીને પૂરપાટઝડપે અને ગફલતભરી રીતે પોતાની કાર હંકારતી મહિલાએ અચાનક પોતાના વાહન પરનો કાબૂ ગુમાવી તેને જારદાર ટક્કર મારી હતી, કારની ટક્કરથી ફંગોળાયેલો વિદ્યાર્થી આગળ જતી એએમટીએસ બસના પાછલા વ્હીલમાં આવી જતાં કચડાઇ ગયો હતો અને ઘટનાસ્થળે જ તેનું પ્રાણપંખેરૂ ઉડી ગયું હતુ. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે અરેરાટી અને રોષની લાગણી ફેલાઇ ગઇ હતી. વિદ્યાર્થીના કરૂણ મોતથી રોષે ભરાયેલા અને ઉશ્કેરાયેલા લોકોએ એક તબક્કે આ વિસ્તારમાંથી પસાર થતી એએમટીએસ બસો બંધ કરાવી હતી, જેને લઇRead More

પેડમેન ફિલ્મના પ્રમોશનને લઇ અક્ષય અમદાવાદમાં

અમદાવાદ,તા. ૫ સામાજિક સંદેશો આપતી હિન્દી ફિલ્મ પેડમેનને લઇ ફિલ્મસ્ટાર અક્ષયકુમાર આજે અમદાવાદની મુલાકાતે આવ્યા હતા. શહેરના રાણીપ વિસ્તારમાં પીવીઆર થિયેટર ખાતે ફિલ્મનું ખાસ પ્રમોશન રાખવામાં આવ્યું હતું, જેમાં મ્યુનિસિપલ શાળાઓની ૧૩-૧૪ વર્ષની સગીર બાળાઓને ફિલ્મ બતાવવામાં આવી હતી અને સેનેટેરી પેડને લઇ સામાજિક જાગૃતિ અને બદલાવનો એક અનોખો સંદેશો આપવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખુદ રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી પણ હાજર રહ્યા હતા અને તેમણે ફિલ્મને ટેક્સ ફ્રી કરવા અંગે વિચારણા કરવાની હૈયાધારણ આપી હતી. પેડમેન ફિલ્મના પ્રમોશન દરમ્યાન ફિલ્મસ્ટાર અક્ષયકુમારે જણાવ્યું હતું કે, આ ફિલ્મના કારણે સમાજમાં સેનેટરીRead More

વીએસનું ૧૬૪.૯૮ કરોડનું બજેટ મંજુર

  અમદાવાદ,તા.૨૪ શહેરની વી.એસ હોસ્પિટલના સુપ્રિટેન્ડન્ટે સૂચવેલા રૂ.૧૬૧.૨૫ કરોડના બજેટમાં વી.એસ. હોસ્પિટલ ના અધ્યક્ષ એવા મેયર ગૌતમભાઇ શાહે આજે વ્યવસ્થાપમંડળે સૂચવેલા ૩.૭૨ કરોડના વધારા સાથે કુલ રૂ.૧૬૪.૯૮ કરોડનું બજેટ મંજૂર કર્યું હતું. સાથે સાથે મેયરે વી.એસ.હોસ્પિટલ માં નવા સાધનોની ખરીદી અને અન્ય જાગવાઇઓ અંગેની રૂપરેખા પણ આપી હતી. પરંતુ વી.એસ હોસ્પિટલ ના વર્ષ ૨૦૧૮-૧૯ના વર્ષના આ બજેટમાં સૌથી ચોંકાવનારી અને આશ્ચર્યજનક વાત તો એ હતી કે, કુલ બજેટમાં એસ્ટાબ્લીશમેન્ટ ખર્ચ માટે રૂ.૮૮.૨૪ ટકા એટલે કે, રૂ.૧૪૫.૫૭ કરોડ ખર્ચની જાગવાઇ કરાઇ છે, જયારે ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટેની દવા, સર્જીકલ માટેRead More

ઇવકોન કોન્ફરન્સમાં મહિલા સશકિતકરણનો મુદ્દો ચમક્યો

અમદાવાદ,તા. ૨૧ દેશની મહિલા ડોકટરોના પરિપ્રેક્ષ્યમાં એક મહત્વની ઇવેન્ટમાં આજે અમદાવાદ શહેરમાં પંડિત દિનદયાળ ઓડિટોરિયમ ખાતે ઓલ ઇÂન્ડયા વુમન ડોકટર્સ કોન્ફરન્સ ઇવકોન-૨૦૧૮ યોજાઇ હતી, જેમાં મહિલા સશકિતકરણનો મુદ્દો છવાયેલો રહ્યો હતો. અમદાવાદ મેડિકલ એસોસીએશનની વુમન ડોકટર્સ વીંગ દ્વારા આયોજિત આ રાષ્ટ્ર્‌ીય કક્ષાના મહિલા ડોકટર્સના મેળાવડામાંં દેશભરમાંથી ૧૫૦૦થી વધુ મહિલા ડોકટરો ભાગ લીધો હતો. ઇવકોન-૨૦૧૮ના મુખ્ય અતિથિ પદેથી વર્લ્ડ મેડિકલ એસોસીએશનના પૂર્વ અધ્યક્ષ ડો.કેતન દેસાઇએ જણાવ્યું હતું કે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં મહિલાઓ આજે સશકત બની છે, તે ઘણા આનંદ અને ગૌરવની વાત છે. આજના સમયમાં મહિલાઓ દરેક ક્ષેત્રમાં મહિલાઓ પ્રશંસનીયRead More

શહેરમાં સાયકલ દિવસની ઉજવણી

અમદાવાદ,તા. ૨૧ તેલ અને ગેસ સંરક્ષણ ઝુંબેશ- સક્ષમ ૨૦૧૮ અંતર્ગત શહેરમાં આજે સાયકલ દિવસની અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં ૩૦૦થી વધુ સાયકલીસ્ટોએ ભાગ લીધો હતો. તો સાથે સાથે તેલ અને ગેસના વપરાશમાં બચત કરી તેના સંરક્ષણ અને જાળવણી માટે ઉપÂસ્થત વિશાળ જનસુમદાય દ્વારા શપથ લેવામાં આવ્યા હતા અને માનવ સાંકળ રચવામાં આવી હતી. આ પ્રસંગે ઇÂન્ડયન ઓઇલ કોર્પોરેશનના ગુજરાતના એકઝીકયુટીવ ડાયરેકટ સંજીવકુમાર જૈને જણાવ્યું હતું કે, સાયકલના ઉપયોગથી પણ પેટ્રોલિયમ પેદાશોની બચત અને પર્યાવરણનું રક્ષણ સુંદર રીતે થઇ શકે છે. તેમણે રોજબરોજની જીંદગીમાં વાહનો અને પેટ્રોલ-ડિઝલ અને ગેસનો વધુRead More

લક્ષ્યાંકો નક્કી કરી ઇમાનદારી સાથે પ્રયત્ન જરૂરી – રાષ્ટ્રપતિ

અમદાવાદ,તા. ૨૧ ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું છે કે જીવનમાં લક્ષ્ય નિર્ધારિત કરી પૂરી નૈતિકતાથી અને ઇમાનદારીથી પ્રયત્ન કરવામાં આવે તો તે કદાપી નિરર્થક નહીં નીવડે. ગુજરાત યુનિવર્સિટીના ઇતિહાસમાં પદવીદાન સમારોહમાં આ પ્રથમ વખત છે કે, દેશના રાષ્ટ્રપતિ ઉપÂસ્થત રહ્યા છે. રાષ્ટ્રપતિએ જણાવ્યું હતું કે, અમદાવાદને દેશમાં સૌ પ્રથમવાર યુનેસ્કો દ્વારા વર્લ્ડ હેરિટેજ સીટીનું બિરુદ મળ્યું છે તે દેશ માટે ગર્વ અને આનંદની વાત છે. અમદાવાદને આ બિરુદ આપસી સૌહાર્દ, પુરાતન ધરોહર સાથે રાષ્ટ્રપિતા ગાંધીજીના નેતૃત્વમાં અમદાવાદ અહિંસાનું મુખ્ય કેન્દ્ર રહ્યું છે તે પણ છે તેમ જણાવ વિદ્યાર્થીઓને સામાજિક સૌહાર્દRead More

અમદાવાદમાં ગુજરાતના વેપારી સમુદાય માટે પસંદગીના બિઝનેસ પાર્ટનર તરીકે ઉભરતી પેઓનીર

બિઝનેસ દ્વારા વિદેશમાં નાણાં મોકલવા અને ત્યાંથી નાણાં મેળવવાની પધ્ધતિમાં પરિવર્તન લાવતી અગ્રણી ઓનલાઈન પેમેન્ટ કંપની પેઓનીર દ્વારા આજે અમદાવાદમાં ગુજરાતના વેપારી સમુદાય માટે પસંદગીના પાર્ટનર બનવાની નિષ્ઠા વ્યક્ત કરવામાં આવી છે. પેઓનીર વૈશ્વિક વ્યાપારને વિવિધ ઉદ્યોગો, વ્યવસાયીઓ, દેશો અને ચલણો સાથે જોડીને નવતર પ્રકારના ક્રોસ-બોર્ડર પેમેન્ટ પ્લેટફોર્મ દ્વારા મજબૂત કરશે. વર્તમાન સમયના સીમા વિહિન ડીજીટલ જગતમાં પેયોનીર 200 થી વધુ દેશોના કરોડો બિઝનેસ અને વ્યવસાયીઓને નવા લોકો સુધી પહોંચવાની સુગમતા પૂરી પાડીને અવિરત ક્રોસ બોર્ડર પેમેન્ટની સગવડ પૂરી પાડે છે. વધુમાં એરબીએનબી, એમેઝોન, ગેટીઈમેજીસ, ગૂગલ અને અપવર્ક જેવી વિશ્વનીRead More

ગૌવંશ હત્યા માટેની કડક સજાના કાયદાનો અમલ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મૂંગા અબોલ પશુજીવોની રક્ષા-ચિંતા કરતા પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટોને રાજ્યના ગૌરવ સમાન ગણાવ્યા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જીવ ત્યાં શિવ અને વ્યકિતથી સમષ્ટિના આપણા સમાજજીવન સંસ્કારમાં સૌના સુખે સુખીનો શાશ્વત ભાવ જ આત્માના કલ્યાણનો માર્ગ છે. મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના ચેખલા વાંસજડામાં યોજાયેલા રાજ્યભરની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બે દિવસીય સંમેલનના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો તેને આ સરકાર કડક કાયદા તરીકે અમલી બનાવીને ગૌવંશ હત્યા કરનારાઓને કડક સજાથી નશ્યત કરશે. ગુજરાતRead More

અનુસૂચિત જાતિના ૯પ૦ લાભાર્થીઓને રૂા.ર૮ કરોડના વાહન-સહાય વિતરણ સમારોહ યોજાયો

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ નવા ભારતના નિર્માણમાં ગરીબ, વંચિત, દલિતને સમાન તકના અધિકાર આપી આર્થિક ઉન્નતિના દ્વાર ખોલી આપવાની સરકારની પ્રતિબદ્ધતા વ્યકત કરી છે. આ સંદર્ભમાં તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે, સરકારો એ આવા વર્ગોને સાધન-સહાય આપીને સશકિતકરણની દિશા-ટેકો આપવાનું દાયિત્વ જ નિભાવવાનું હોય છે. આવી સહાય મળતાં આ વંચિતવર્ગો સ્વયં વિકાસ કૂચમાં જોડાવા પ્રેરિત થાય છે. દલિત-વંચિત-ગરીબ કયાંય પાછળ ન રહે, પોતાને વામણો ન સમજે તેવી કાર્યપધ્ધતિ આ સરકારે વિકસાવી છે તેમ પણ તેમણે ઉમેર્યુ હતું. મુખ્યમંત્રી ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ નિગમના ઉપક્રમે ૯પ૦ લાભાર્થીઓને રૂા. ર૮.૩૪ કરોડના વાહન વિતરણ સમારોહમાંRead More

error: Content is protected !!