Main Menu

અમદાવાદ

અર્બન હેલ્થ સેન્ટરોમાં રસી સહિતની દવાના ધાંધિયા છે

અમદાવાદઃ મ્યુનિસિપલ કોર્પોરેશનના સત્તાવાળાઓ દ્વારા કરોડો રૂપિયાના પ્રોજેકટનું ઉદ્‌ઘાટન કરાય છે, પરંતુ જે તે પ્રોજેક્ટનું લોકાર્પણ કર્યા બાદ તેની સારસંભાળમાં રસ દાખવતું નથી. શહેરના ગરીબ વર્ગના લોકોની આરોગ્ય સુખાકારી માટે સત્તાધીશો ધુમધડાકાભેર અર્બન હેલ્થ સેન્ટર બનાવે છે, પરંતુ ત્યાં બાળકોની રસી સહિતની સંબંધિત દવાઓના વારંવાર ધાંધિયાં સર્જાતાં હોઇ નિર્દેાષ નાગરિકોને બહારની મોંઘી દવા ખરીદવી પડે છે. કેટલાક હેલ્થ સેન્ટરો પર બાળકોની રસીનો જથ્થો ખૂટી પડતાં વાલીઓને ભારે હાલાકીનો ભોગ બનવુ પડતુ હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. શહેરમાં હજુ એક વર્ષ પહેલાં ૬૪ અર્બન હેલ્થ સેન્ટર હતાં, જે હવે વધીને ૭૧Read More

૨૦૦ આર્ટિસ્ટસ્ટોનું પોસ્ટકાર્ડ પર આર્ટવર્કનું અનોખુ પ્રદર્શન

અમદાવાદ,તા. ૧૨ સંબંધો અને લાગણીના જાડાણના સેતુ સમા પોસ્ટકાર્ડની મહત્તા અને તેના અવિસ્મરણીય વારસાને સમજાવતું દેશના ૨૦૦ આર્ટિસ્ટ્‌સના પોસ્ટકાર્ડ પર આર્ટવર્કનું શહેરમાં અનોખું પ્રદર્શન યોજાઇ રહ્યું છે. શહેરના નવજીવન ટ્રસ્ટ ખાતે સત્ય આર્ટ ગેલેરી ખાતે આવતીકાલે તા.૧૩ એપ્રિલથી તા.૨૨ એપ્રિલ દરમ્યાન પોસ્ટએજ પ્રદર્શન થકી એવો સામાજિક સંદેશો પણ રજૂ થશે કે, મોબાઇલ ફોન, ઇન્ટરનેટ, લેપટોપ અને સોશ્યલ મીડિયાના આજના જમાનામાં મોટાભાગના માનવીય આદાનપ્રદાન ટેકનોલોજી આધારિત અને બિનસંવેદનશીલ બનાવી દીધા છે, જેને લઇ વૈયÂક્તક સંવાદનો ચાર્મ કયાંક ખોવાઇ ગયો છે એમ પોસ્ટએજ પ્રદર્શનના અમદાવાદના કો-ઓર્ડિનેટર રાકેશ પટેલે જણાવ્યું હતું. તેમણે વધુમાંRead More

પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલની કલેક્ટર દ્વારા મુલાકાત

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલની અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘ દ્વારા મુલાકાત કરવામાં આવી હતી. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા તથા મેડિકલ ઓફિસર ડો.ધનશ્રી ઝવેરી દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં કાર્યરત મેડીટેશન સેન્ટર, ડીલીવરી રૂમ સહિત વિવિધ રૂમની મુલાકાત લીધી હતી. જરૂરીયાતમંદ ટીબીના દર્દીને અમદાવાદ જીલ્લા કલેક્ટરના હસ્તે પ્રોટીનયુક્ત આહારની કીટ આપવામાં આવી હતી. આ ઉપરાંત આંતરરાષ્ટ્રીય વન દિવસની ઉજવણી અંતર્ગત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલના પ્રાંગણમાં અમદાવાદ જીલ્લા કલેક્ટર અવંતિકાસિંઘ ના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યુ હતુ. અમદાવાદ જીલ્લાRead More

૯૮ લાખની લૂંટમાંથી માત્ર ૧૩ હજારની હજુ રિકવરી

શહેરના એસજી હાઇવે પર રાજપથ કલબ પાસે ગયા મહિને સીએમએસ કંપનીની કેશવાનના ડ્રાઇવર દ્વારા કરાયેલી રૂ.૯૮ લાખની સનસનીખેજ ચોરીના ચકચારભર્યા પ્રકરણમાં શહેર ક્રાઇમબ્રાંચે કેશવાનના આરોપી ડ્રાઇવર સુધીર બઘેલની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરી છે. જેમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા છે જે મુજબ, આ સમગ્ર લૂંટ પ્રકરણમાં ડ્રાઇવરના સાથી મુકેશ યાદવ મુખ્ય સૂત્રધાર છે. આરોપીઓએ બહુ પ્લાનીંગ સાથે લૂંટ કરી હતી. જેમાં મુખ્ય સૂત્રધાર મુકેશ યાદવે લૂંટ પહેલાં કેટલાય દિવસો સુધી સુધીર બઘેલ જે કેશવાનનો ડ્રાઇવર હતો તેની રેકી કરી તેની પાછળ બાઇક લઇને ફર્યો હતો અને સમગ્ર માહોલ જાણ્યોRead More

મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધા ઉભીકરવાનું આયોજન : માંડવિયા

રાજ્યસભામાં પુછાયેલ એક પ્રશ્નના ઉત્તરમાં કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવેઝ, શીપીંગ, કેમિકલ્સ અને ફર્ટીલાઈઝર્સ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા એ જણાવેલ હતું કે દેશમાં પબ્લિક ટ્રાન્સપોર્ટની સુવિધામાં વધારો કરવા ભારત સરકાર પ્રયત્નશીલ છે અને સાથેજ ગ્રીન ટેકનોલોજીનો પણ વિસ્તાર થાય તેનું ધ્યાન રાખવામાં આવીરહ્યું છે. દસ લાખથી વધુ વસતી ધરાવતા દેશના શહેરોમાં મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ સુવિધાવિકસાવવા ભારતસરકારેવિવિધપગલાં લીધેલ છે જે અંતર્ગત તા.૩૧ ઓક્ટોબર ૨૦૧૭ના રોજ એક ટેન્ડર જાહેર કરી દસ લાખથી વધુ વસતી ધરાવતા શહેરોમાં “Public and Shared Transportation based on Power Train”આધારિતમલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ વિકસાવવા સરકારે દરખાસ્ત મંગાવેલ છે. આRead More

અમદાવાદના ૬૦૮મા જન્મદિનને લઇ ઉજવણી

અમદાવાદ,તા. ૨૬ અમદાવાદ શહેરના ૬૦૮મા જન્મદિન નિમિતે આજે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અને સુન્ની વકફ કમીટી દ્વારા સફર-એ-વિરાસત સહિતના ભવ્યાતિભવ્ય ઉજવણી અને કાર્યક્રમો યોજાયા હતા. અમદાવાદની બર્થ ડેની ઉજવણી દરમ્યાન મેયર ગૌતમભાઇ શાહની સાથે બોલીવુડ સ્ટાર વિવેક ઓબેરોય ખાસ અહીંની મુલાકાતે આવ્યા હતા. વિવેક ઓબેરોયે અમદાવાદની જન્મદિનનની અમદાવાદીઓને દિલથી શુભેચ્છાઓ પાઠવી હતી. દરમ્યાન બોલીવુડ સુપરસ્ટાર અભિનેત્રી શ્રીદેવીના નિધન અંગે ભારે દિલસોજી વ્યકત કરતાં વિવેક ઓબેરોયે જણાવ્યું હતું કે, શ્રીદેવીજીના નિધનથી માત્ર બોલીવુડ જ નહી પરંતુ સમગ્ર દેશને બહુ મોટી ખોટ પડી છે. શ્રીદેવીજી એક એવા કલાકાર હતા, કે જેમનામાં કલા અનેRead More

શહેરના વિદ્યાર્થીઓએ સાયન્સ સિટીમાં ગમ્મત સાથે જ્ઞાન મેળવ્યુ

વિરમગામ : વિદ્યાર્થીઓને જ્ઞાન સાથે ગમ્મત મળી શકે તેવા ઉમદા આશયથી વિરમગામ શહેરના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓએ મંગળવારે અમદાવાદમાં આવેલ સાયન્સ સિટીની મુલાકાત લઇને ગમ્મતની સાથે જ્ઞાન પણ મેળવ્યુ હતુ. સાયન્સ સિટીમાં વિદ્યાર્થીઓએ પોતાની ઋચી પ્રમાણે હૉલ ઓફ સ્પેસ, હૉલ ઓફ સાયન્સ, લાઇફ સાયન્સ પાર્ક, ઇલેક્ટ્રોડોમ, પ્લેનેટ અર્થ, ૩-ડી આઈમેક્સ થિયેટર, સંગીતમય નૃત્ય કરતા ફુવારા, ઊર્જા ઉદ્યાન, સ્ટીમ્યુલેશન રાઈડો, એમ્ફી થિએટરની મજા માણી હતી. આ ઉપરાંત વિદ્યાર્થીઓએ એસ.પી રીંગ રોડ પર આવેલ માતા વૈષ્ણોવદેવી મંદિર, ઝાણુ ગામમાં આવેલ સોમેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધીRead More

રાષ્ટ્રીય કૃમિનાશક દિનની ઉજવણી કરાઈ

તાલુકા હેલ્થ ઓફિસ વિરમગામ સંલગ્ન વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તથા અર્બન હેલ્થ સેન્ટરના અધિકારી કર્મચારીઓ દ્વારા 10 ફેબ્રુઆરી 2018ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન” ની ઉજવણી કરવામાં આવી હતી. આરોગ્ય કર્મચારીઓ દ્વારા વિરમગામ તાલુકામાં 1 થી 19 વર્ષના બાળકોને એક સાથે કૃમિનાશક ટેબલેટ આપવામાં આવી અને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલા, કે.એમ.મકવાણા, જયેશ પાવરા, ગૌરીબેન મકવાણા સહિત વિવિધ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર દ્વારા સપોર્ટીવ સુપરવીઝન કરવામાં આવ્યુ હતુ. વિરમગામના તાલુકા હેલ્થ ઓફિસર ડો.વિરલ વાઘેલાએ જણાવ્યુ હતુ કે, 10 ફેબ્રુઆરી 2018 ના રોજ “રાષ્ટ્રીય કૃમિનાશક દિન”Read More

અમ્યુકો બજેટ : વિપક્ષે વિકાસ કાર્યોના જરૂરી સુધારા સૂચવ્યા

અમદાવાદ,તા. ૯ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વર્ષ ૨૦૧૮-૧૯ માટે સ્ટેન્ડીંગ કમીટીએ રજૂ કરેલા રૂ.૬૯૯૦ કરોડના બજેટમાં મ્યુનિસિપલ વિપક્ષ કોંગ્રેસે આજે કુલ રૂ.૧૫૧ કરોડના વિકાસ કામો સાથેના સુધારા સૂચવ્યા છે પરંતુ શાસકપક્ષ ભાજપ દ્વારા વિપક્ષની માંગણી આગામી મ્યુનિસિપલ બોર્ડની બેઠકમાં ફગાવી દેવાય તેવી પૂરી શકયતા છે અને તેથી બોર્ડની આગામી બેઠક પણ તડાફડીવાળી બનવાના એંધાણ છે. વિપક્ષ કોંગ્રેસે સૂચવેલા સુધારાં કોંગ્રેસે આ વખતે સોફ્ટ હિન્દુત્વનું કાર્ડ ખેલ્યું છે અને શહેરના સાબરમતી રિવરફ્રન્ટની બંને બાજુ આવેલા ૪૦ મંદિરો સહિત કુલ ૫૦ જેટલા ધાર્મિક સ્થાનોના વિકાસ માટે રૂ.૨૦ કરોડની ફાળવણી કરવા માંગણી કરવામાં આવીRead More

error: Content is protected !!