Main Menu

અમદાવાદ

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન

આર્ટ કનેક્ટ સિઝન ટુ દ્વારા realistic હેરિટેજ પેઇન્ટિંગ એક્ઝિબિશન ને શ્રીમતી બીજલ પટેલ ( મેયર, અમદાવાદ) વરદ હસ્તે ખુલ્લુ મૂકવામાં આવ્યું, જેમાં ૩૪ જેટલા ચિત્રકારોના પેઇન્ટિંગ પ્રદર્શિત કરવામાં આવ્યા છે, જેમાં જાણીતા ચિત્રકાર-મહેમાનો  નટુભાઈ મિસ્ત્રી, ફતેસિંહ વાળા,  બાબુભાઈ સોની,  અરવિંદ વાંકાણી,  મધિશ પરીખ જેવા મહાનુભાવો એ કલાકારો ને પ્રોત્સાહિત કર્યા. આ પ્રદર્શનની મુલાકાત જાણીતા કલાકારો ચિત્રકારો જે કે સુરેશ શેઠ, રતિલાલ કાંસોદરીયા અને કલા રસિકો એ પ્રદર્શન ને માણ્યો હતો. આ પ્રદર્શન માં દરરોજ જાણીતા આર્ટિસ્ટ દ્વારા લાઇવ ડેમો ૫ થી ૭ સાંજે જો શકાશે. ઓર્ગેનાઇઝર ટીમમાં અનિલ માળી, કમલેશRead More

વિરમગામ ખાતે “૨૧ કુંડી સામાજીક સમરસતા મહાયજ્ઞ” યોજાશે

વર્તમાન સમયમાં સામાજિક વાતાવરણ બગડી રહ્યું છે, જ્ઞાતિઓ – જાતિઓ વચ્ચે વૈચારિક અંતર વધી રહ્યું છે, જે રાષ્ટ્ર હિતમાં નથી. આ વિષયનું ચિંતન મનન કરીને, સામાજિક સમરસતા સમિતિ – વિરમગામ તાલુકાએ, સામાજિક સમરસતા મહાયજ્ઞનું આયોજન કરેલ છે, જેમાં વિરમગામની વિવિધ જ્ઞાતિઓ ભાગ લેશે. આપણે સૌ સાથ  સહકાર આપીએ, અને રાષ્ટ્ર નિર્માણની પ્રક્રિયામાં સહભાગી બનીએ. 21 કુંડી સામાજિક સમરસતા મહાયજ્ઞમાં સહભાગી થવા અને નામ નોંધવા માટે  9824856247 (નીલકંઠભાઇ વાસુકિયા) અથવા 9898378279 (ભુપેન્દ્રભાઇ પટેલ) નો સંપર્ક કરવાનો રહેશે. સામાજિક સમરસતા સમિતી વિરમગામ તાલુકાના સંયોજક  ભુપેન્દ્રભાઇ પટેલે જણાવ્યુ હતુ કે, બધા હિન્દુઓ એકRead More

વિરમગામ તાલુકાના આરોગ્ય કેન્દ્ર ખાતે પદાધીકારીઓ દ્વારા સ્વચ્છતા ચેકલીસ્ટ ભરાયા

સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત આરોગ્ય સંસ્થાઓને વધુ કાર્યક્ષમ, સ્વચ્છ, સુઘડ, ગુણવત્તાસભર અને જવાબદેહી યુક્ત બનાવવા માટે પદાધીકારીઓ દ્વારા મુલ્યાંકન કરવામાં આવે છે. જે અંતર્ગત તારીખ- 06/12/18ના રોજ અર્બન હેલ્થ સેન્ટર વિરમગામ ખાતે વિરમગામ નગરપાલિકાના પ્રમુખ રીનાબેન પંડ્યા દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ચેકલીસ્ટ ભરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર કરકથલ, કુમરખાણ, મણીપુરા, ગોરૈયા, વાંસવા ખાતે પદાધીકારીઓ દ્વારા મુલ્યાંકન કરવામાં આવ્યું અને ચેકલીસ્ટ ભરવામાં આવ્યું હતું. વિરમગામ તાલુકામાં આવેલા વિવિધ આરોગ્ય કેન્દ્રમાં ગુરૂવારે પદાધીકારીઓ દ્વારા મુલાકાત લઇને જરૂરી સલાહ સુચન આપવામાં આવ્યા હતા.

વિરમગામ સામાજિક સમરસતા સમિતિની મહાયજ્ઞના આયોજન માટેની બેઠક મળી

સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકા દ્વારા આગામી સમયમાં સામાજિક સમરસતા મહાયજ્ઞ કરવામાં આવનાર છે. જેની પુર્વ તૈયારીઓની વિચારણા કરવા માટે વિરમગામના ઐતિહાસીક ગેગડી હનુમાનજી મંદિરના પ્રાંગણમાં વિરમગામ તાલુકાની સામાજિક સમરસતા સમિતિની વિસ્તૃત બેઠક મળી હતી. આ બેઠકમાં સામાજિક સમરસતા મહાયજ્ઞ, દિપાવલી સ્નેહ મિલન સહિતના મુદ્દાઓની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. સામાજિક સમરસતા સમિતિ વિરમગામ તાલુકાની બેઠકમાં સુરેન્દ્રનગર વિભાગના વિભાગ પ્રચારક કેશવભાઇ આણેરાવ દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યુ હતુ. આ બેઠકમાં સામાજિક સમરસતા સમિતિ વિરમગામના સંયોજક ભુપેન્દ્રભાઇ પટેલ, હરિવંશભાઇ શુક્લ, દિલીપભાઇ ધાધલ, ચન્દ્રકાંતભાઇ રાઠોડ, પુંજાભાઇ મારવાડી, રવિભાઇ, પોલાભાઇ, કાન્તિભાઇ ઠાકોર, યજ્ઞેશભાઇRead More

વિજયાદશમીએ પત્રકારો દ્વારા કટાર, કલમ, કેમેરા, લેપટોપ, અખબારોનુ પુજન કરવામાં આવ્યું

અમદાવાદ જીલ્લા મિડીયા ક્લબ આયોજન કાર્યક્રમમા પત્રકારો દ્વારા કટાર, કલમ, કેમેરા, લેપટોપ, અખબારોનુ પુજન અર્ચન કરવામાં આવ્યું વિજયાદશમી શક્તિની ઉપાસનાનો તહેવાર છે. શક્તિનો અર્થ છે – બળ, સામર્થ્ય અને પરાક્રમ. દરેક વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જુદી જુદી રીતે કરે છે. દુર્જન વ્યક્તિ જ્ઞાનનો ઉપયોગ વ્યર્થ વિવાદ અને ચર્ચામાં કરે છે. ધનનો ઉપયોગ અહંકારના દેખાવમાં, બળનો ઉપયોગ બીજાને નુકશાન પહોંચાડવામાં કરે છે. તેનાથી વિપરિત સદાચારી વ્યક્તિ પોતાની શક્તિનો ઉપયોગ જ્ઞાન પ્રાપ્તિ, બીજાની સેવામાં અને પોતાના ધનનો ઉપયોગ સારા કામ કરવા માટે કરે છે. આ રીતે શક્તિ માણસમાં કર્મ, ઉત્સાહ અને ઉર્જાનોRead More

600 PSIને PI તરીકે બઢતી આપવાની પ્રક્રિયા પર ગુજરાત હાઇકોર્ટે મુક્યો સ્ટે

અમદાવાદ: ગુજરાત પોલીસમાં ફરજ બજાવતા અને ખાતાકીય પરીક્ષા આપી સબ ઇસ્પેક્ટર થયેલા 600 સબ ઈન્સ્પેકટર્સની પોલીસ ઇન્સ્પેક્ટર તરીકે બઢતી આપવા ઉપર ગુજરાત હાઇકોર્ટે સ્ટે મુક્યો છે. સિનિયોરિટી લિસ્ટમાં અન્યાય થઈ રહ્યો છે તેવા મુદ્દે સબ ઇસ્પેકટર્સે ગુજરાત હાઇકોર્ટમાં દાદ માગતા હાઈકોર્ટે બઢતી પ્રક્રિયા અટકાવી દીધી છે.ગુજરાત પોલીસમાં વિવિધ સ્તર પર ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓ દ્વારા ખાતાકીય પરીક્ષા આપી સબ ઇન્સ્પેકટર તરીકેની પોતાની કામગીરી શરૂ કરી હતી. આ સબ ઈન્સ્પેક્ટર્સની પોલીસ ઇસ્પેક્ટર તરીકેની બઢતી આપવા માટે ડીજીપી ઓફિસ દ્વારા સિનિયોરીટી લિસ્ટ તૈયાર કરવામાં આવ્યું હતું.આ લિસ્ટમાં પાછળના ક્રમાંક ઉપર રહેલા સબRead More

ગાંધી જ્યંતિની ગુજરાતમાં શાનદાર ઉજવણી થઇ

કિર્તી મંદિરમાં આયોજિત પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી રૂપાણી ઉપÂસ્થત રહ્યા બાપૂને આપેલી શ્રદ્ધાંજલિ : બધી સમસ્યાઓનું નિવારણ ગાંધીના વિચારોમાં અમદાવાદ, તા. ૨ રાષ્ટપિતા મહાત્મા ગાંધીની જન્મજ્યંતિ નિમિત્તે આજે જુદા જુદા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. ગાંધી જ્યંતિની અમદાવાદ સહિત રાજ્યભરમાં ભવ્યરીતે ઉજવણી કરવામાં આવી હતી. તેમના જન્મસ્થળ પોરબંદરમાં પણ કાર્યક્રમોનું આયોજન કરાયું હતું જેમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી વિશેષ ઉપÂસ્થત રહ્યા હતા. વિશ્વ વંદનીય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની ૧૫૦મી જન્મ જ્યંતિ નિમિત્તે પોરબંદર તેમના જન્મસ્થળ કિર્તીમંદિરમાં યોજાયેલ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી વિજય રૂપાણી સહભાગી થઇ પૂજ્ય બાપુને શ્રદ્ધાંજલિ આપી હતી. ગાંધીજીનું જીવન એજ તેમનોRead More

ઓડિશનના અંતે છ વિજેતા યુવતીઓની પસંદગી

મિસ દિવા-યુનિવર્સ ઇન્ડયા ૨૦૧૮નું શહેરમાં ઓડિશન વિજેતા યુવતીઓ મુંબઇ ખાતે મિસ યુનિવર્સના આગળના ઓડિશન માટે જશે, અમદાવાદની યુવતીનો પણ સમાવેશ અમદાવાદ,તા.૨૪બુÂધ્ધ, સંચાર કૌશલ્ય અને પરફેક્ટ બોડી સહિતના પરિમાણોના મિશ્રણ ધરાવતી યુવતીઓ માટેની મિસ દિવા-મિસ યુનિવર્સ ઇÂન્ડયા-૨૦૧૮નું ઓડિશન આજે અમદાવાદ શહેરમાં યોજાયુ હતું. જેમાં નિષ્ણાત જજીસની પેનલ સમક્ષ રેમ્પ વોક સહિતના પરિમાણો પર ખરા ઉતર્યા બાદ આખરે છ વિજેતા સુંદર યુવતીઓની પંસદગી કરવામાં આવી હતી. આ વિજેતા યુવતીઓ હવે મુંબઇમાં મિસ યુનિવર્સ-૨૦૧૮ના આગળના ઓડિશન માટે જશે. વિજેતા યુવતીઓમાં અમદાવાદની નેહલ ચુડાસમા ઉપરાંત સીમરન કૌર, શિવાલી તોમર, રિયા રાવલ, અદિતી હુંડીયા અનેRead More

આડેધડ રસ્તાને ખોદનારના નામો વેબસાઇટ ઉપર મુકાશે

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના નઘરોળ તંત્રના કારણે ગમે ત્યારે ગમે તે રસ્તાનું પાણી, ગટર કે સ્ટોર્મ વોટર લાઇન બિછાવવા માટે બેફામ રીતે ખોદકામ કરાય છે. જે તે પાઇપલાઇન નખાયા બાદ ઘણા દિવસો સુધી કોન્ટ્રાક્ટર દ્વારા ખોદાયેલા રસ્તાને સમતળ કરાતો નથી. આ ઉપરાંત વીજળી, ગેસ, ફોન જેવી યુટિલિટીના મામલે પણ ખાનગી એજન્સીઓ દ્વારા આડેધડ રસ્તાનું ખોદકામ કરીને ત્યાં પણ ખોદાયેલા રસ્તાને ‘જૈસે થે’ મૂકી દેવાય છે. આ પ્રકારના અણઘડ આયોજનથી સ્થાનિક લોકો વારંવાર હાલાકીમાં મુકાઇ જાય છે ત્યાર હવે અમ્યુકો તંત્રની વેબસાઇટમાં યુટિલિટીના ઓઠા હેઠળ આડેધડ રોડ ખોદનારી ખાનગી એજન્સીની વિગત મુકાવાનીRead More

જીતુ વાઘાણીના બુથ સંપર્ક અભિયાનનો પ્રારંભ

પ્રદેશ મીડિયા વિભાગની અખબાર યાદીમાં જણાવ્યા અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકારની સુશાસનની ચાર વર્ષની ઉજવણીના ભાગરૂપે અને રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના માર્ગદર્શન હેઠળ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ ખોખરા વોર્ડ મણીનગર વિધાનસભાથી બુથ સંપર્ક અભિયાન અને ઘર ઘર ચલો અભિયાનનો શુભારંભ કરાવ્યો હતો. વાÂલ્મકી સમાજની વસ્તીવાળા બુથ નંબર ૮૫ અને ૮૬માં પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીનો રહીશોએ ભવ્ય સત્કાર કરી આવકાર આપ્યો હતો. રાષ્ટ્રવાદી વાતાવરણમાં દરેક વય જુથના લોકોએ ભારત માતા કી જય અને વંદે માતરમ્‌ના નારાઓ સાથે આજની આ ઉજવણીમાં ભાગ લીધો હતો. ભાજપાની કેન્દ્ર સરકારની વિવિધ પ્રજાલક્ષી યોજનાઓRead More

error: Content is protected !!