Main Menu

ધર્મ

સર્વધર્મ સંમેલનનું આયોજન કરાયું

ચેલેન્જર,નાકોડા,તા.4 વિશ્વ વિખ્યાત શ્રી નાકોડા તીર્થ પર પ્રતિષ્ઠા મહા મહોત્સવ કે વિવિધ કાર્યક્રમ પ.પૂ.તપાગચ્છાધિપતિ આ.શ્રી મનોહરકિર્તિસાગરસૂરીશ્વરજી મ.સા, તપાગ્છીય પ્રવર સમિતિના કન્વિનર ગચ્છાધિપતિ આ.શ્રી વિજય અભયસૂરીશ્વરજી મ.સા., પ્રતિષ્ઠા ઉત્સવ કે માર્ગદર્શક પ.પૂ.વિમલગચ્છાધિપતિ આ.દેવ શ્રી પ્રધુમ્નવિમલસૂરિજી મ.સા., ભાઈ મ.સા, આદિ 27 આચાર્ય ભગવંતો અને અનેક સાધુ-સાધ્વીજીઓની પાવન નિશ્રામાં સંપૂર્ણ વિધિ વિધાન સહિત આયોજિત કરાયું છે. રાત્રીના સંગીત સંધ્યાનું વિશેષ આયોજન કરાયું છે. તા.3 ફેબ્રુઆરીના રોજ જન્મ કલ્યાણક વિધાન, છપ્પન દિક્કુમારી મહો્સવ, હરિણ ગમીચી દેવ સુઘોષ ઘંટનાદ, 18 અભિષેક, ધ્વજદંડ કલશ અભિષેકનું આયોજન કરેલ. વિશ્વ પ્રસિદ્ધ શ્રી નાકોડા જૈન તીર્થમાં પહેલીવાર 3 ફેબ્રુઆરીRead More

પાલીતાણા ખાતે મુમુક્ષુ નિલેશ મુનિ એકાગ્રરત્ન વિજય બન્યા

(દિપક ગોહિલ દ્વારા) ચેલેન્જર,પાલીતાણા,તા.04 તીર્થનગરી પાલીતાણા ખાતે મેવાડ ભવનમાં અંજનશલાકા પ્રતિષ્ઠા નિમિત્તે મુમુક્ષુ નિલેશ માંથી નુતન દિક્ષિત નામ મુનિ એકાગ્રરત્નવિજયજી મ.સા. બન્યા. 18 યુવાનોએ સોમવારે પરમાત્માન લગ્નોત્સવ અને કેનેડાના મુમુક્ષુ હેતા દ્વારા દીક્ષા મુર્હુત ગ્રહણ કરાશે. પૂજ્યપાદ 387 દીક્ષા દાનેશ્વરી આ.શ્રી ગુણરત્નસૂરિશ્વરજી મ.સા., આ.શ્રી રશ્મિરત્નસૂરીજી, આ.શ્રી મુક્તિવલ્લભસૂરીજી, આ.શ્રી રવિશેખરસૂરીજી, આ.શ્રી જિનેશરત્નસૂરીજી, આ.શ્રી મુનિશરત્નસૂરીજી આદિ 200થી વધુ સાધુ-સાધ્વીજી ભગવંતોની નિશ્રામાં શેરી જૈન શ્વેતામ્બર ટ્રસ્ટ આયોજિત ભગવાન વાસુપૂજય સ્વામી અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવના છઠ્ઠા દિવસે હરનાવદા (મધ્યપ્રદેશ-મેવાડ) નિવાસી પુનમચંદ પલોત અને આશાબેનના એકાકી પુત્ર મુમુક્ષુ નિલેશકુમારે ખુબ ઉલ્લાસથી પ્રભુ મહાવીરનો ઉજળો વેશ ધારણRead More

પાલીતાણામાં ઉપધાન તપ આરાધનાનું અનુષ્ઠાન

ચેલેન્જર,પાલીતાણા, આ.ભ.શ્રી યોગતિલક સૂરીશ્વરજી મ.સા. આદી ૫૧ સાધુ ભગવંતો અને ૧૨૫ સાધ્વીજી ભગવંતોની નિશ્રા અને સાનિધ્યમાં ૪૭ દિવસીય નમસ્કાર મહામંત્રની આરાધનારૂપ ઉપધાન તપનો મંગલ પ્રારંભ તા.૨૪-૧૨-૧૭ રવિવારથી પ્રારંભ થયો છે. જેમા ૨૫૦ ભાઈઓ અને ૫૫૦ બહેનો તપારાધનમાં જાડાય છે. આ આરાધનામાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન, પં.બંગાલ અને એન.આર.આઈ. ભાઈ-બહેનો અપૂર્વ ધર્મોલ્લાસ સાથે પ્રતિક્રમણ અને આવશ્યક ક્રિયાઓ વ્યાખ્યાન, પડીલેહન અને સાંજના દિવસીય પ્રતિક્રમણ વિગેરે ક્રિયાઓ અપ્રમત્ત ભાવે કરી રહ્યા છે. પૂ.આ.યોગતિલકસૂરીશ્વરજી મ.સા. સવારના અને સાંજના વિશાળ ધર્મસભાને સંબોધન કરી અદ્‌ભુત દેશના આપી રહ્યા છે. પૂ.શ્રીએ આ પ્રસંગે જણાવ્યું કે આત્મોન્નતિ અને આધ્યાÂત્મકRead More

મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન સંયમ જીવન ગ્રહણ કરશે

ચેલેન્જર,સુરત ઃ વાવ બનાસકાંઠાની ધન્યધરા પર આજથી ૧૬ વર્ષ પૂર્વ મહેતા મહાસુખલાલ મણીલાલ ભાદાણી પરિવારમાં સંયમના માંડવા મંડાયા હતા. પરિવારની લાડલી દિકરી શિલ્પાબેને તા.૩૦-૧-૨૦૦૨ના શુભ દિને સંયમ અંગીકાર કર્યો હતો. તેના પછી આજથી બરાબર ૪ વર્ષ પૂર્વે અમદાવાદ (રાજનગરે) ૪ મુમુક્ષુઓએ સંયમ અંગીકાર કર્યો હતો. તે ઐતિહાસિક પ્રસંગે ૨૩ આચાર્ય ભગવંતોની પાવન નિશ્રામાં મહેતા પરિવારને સંપન્ન થઈ હતી. ત્યારબાદર આજે સુવર્ણ અવસર પ્રાપ્ત થયો છે. મુમુક્ષુ કુ.મોક્ષાલીબેન વિક્રમભાઈ મહેતા ૧૬ મુમુક્ષુઓ સાથે સંયમજીવન ગ્રહણ કરશે. તે પ્રસંગે તા.૨૧-૧-૧૮ના રોજ નિવાસ સ્થાનેથી વર્ષીદાન યાત્રાનો પ્રારંભ થયો હતો. સંઘ એકતાના શિલ્પી પ.પૂ.આ.ભ.Read More

ગ. શ્રી અભયદેવસૂરી મ.મગરવાડા તીર્થમાં પધાર્યા

(દિપક ગોહીલ) ચેલેન્જર,મગરવાડા,તા.૧૬ ગચ્છાધિપતિ આ.ભ.શ્રી વિજય અભયદેવસૂરીશ્વરજી મ.સા., પ.પૂ.આ.ભ.શ્રી વિજય મોક્ષરત્નસૂરીશ્વરજી મ.સા.એ ત્રિદિવસીય મૌન સાધના પૂર્વક ચૌવિહારો, અઠ્ઠમનો તપની સુંદર આરાધના કરેલી છે. મહા પ્રભાવશાળી યક્ષરાજ શ્રી માણિભદ્ર વીર દાદાના દરબાર શ્રી મગરવાડા તીર્થ મૌન નિર્જલા અઠ્ઠમની સુંદર આરાધના સાધના કરેલ છે. મગરવાડા મધ્યે પૂજ્ય ગુરુદેવશ્રીની નિશ્રામાં શ્રી માણિભદ્ર વીર હવન થયું. જેમા ગુરુભક્તોએ પધારી લાબ લીધો. અત્રે સકળ સિદ્ધિદાયક શ્રી પાર્શ્વનાથ જિનાલયના મુખ્ય ગેટનો લાભ ગુરુદેવશ્રીના પ્રેરણાથી સાધારણ દ્રવ્ય દ્વારા લેવાયો. ચાંદીનું ૪ છત્ર, ૨ તોરણના સુંદર ચઢાવા થયાં. આવતીકાલે તા.૧૭-૧-૧૮ પાલનપુર ખોડાલિમ્બડા મધ્યે અઠ્ઠમનું પારણુ થશે. તા.૧૮-૧-૧૮ ચિત્રાસણીRead More

૧૬-૧૬ યુવાનોનું વિશ્વ વિજય માટે મંગલ પ્રયાણ

(દિપક ગોહિલ) ચેલેન્જર,પાલીતાણા જૈન સમાજમાં ૧૬ શિક્ષિત યુવક-યુવતિ સંસારનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરશે. દીક્ષાના કાર્યક્રમને લઈને પ્રમોદ મહાજન મેદાનમાં તા.૧૯થી તા.૨૨ જાન્યુઆરી સુધી ‘વિજય પ્રસ્થાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. મહોત્સવમાં આચાર્ય ભગવંત શ્રી વિજય યુગભુષણસુરીશ્વરજી મ.સા. (પંડિત મહારાજ સાહેબ)ની નિશ્રામાં દિક્ષા યોજાશે. દિક્ષા લેવામાં એક આઈઆઈટી મુંબઈથી કેમિકલ એન્જિનિયર પણ સંસાર છોડી સંયમ માર્ગ અપનાવશે. દિક્ષા કાર્યક્રમ ૨૨ જાન્યુઆરીના સવારથી ૪ઃ૩૦ કલાકથી શરૂ થશે. જેમાં ૧૬ યુવા આરામદાયક જીવનનો ત્યાગ કરી સંન્યાસના ‘વિજય પંથ’ પર પ્રવેશ કરશે. જેમાં મુંબઈ અને દેશભરમાંથી ૭૫૦૦૦થી વધારે ભક્તજનો ઉપસ્થિત રહેશે. આ કાર્યક્રમમાંRead More

ગૌવંશ હત્યા માટેની કડક સજાના કાયદાનો અમલ

મુખ્યમંત્રી  વિજયભાઇ રૂપાણીએ મૂંગા અબોલ પશુજીવોની રક્ષા-ચિંતા કરતા પાંજરાપોળ-ગૌશાળા ટ્રસ્ટોને રાજ્યના ગૌરવ સમાન ગણાવ્યા છે. તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, જીવ ત્યાં શિવ અને વ્યકિતથી સમષ્ટિના આપણા સમાજજીવન સંસ્કારમાં સૌના સુખે સુખીનો શાશ્વત ભાવ જ આત્માના કલ્યાણનો માર્ગ છે. મુખ્યમંત્રી અમદાવાદ જિલ્લાના ચેખલા વાંસજડામાં યોજાયેલા રાજ્યભરની પાંજરાપોળ-ગૌશાળાના ટ્રસ્ટીઓના બે દિવસીય સંમેલનના ઉદઘાટન અવસરે સંબોધન કરી રહ્યા હતા. વિજયભાઇ રૂપાણીએ સ્પષ્ટપણે જણાવ્યું કે, તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ગૌવંશ હત્યા પરના પ્રતિબંધનો જે નિર્ણય કર્યો હતો તેને આ સરકાર કડક કાયદા તરીકે અમલી બનાવીને ગૌવંશ હત્યા કરનારાઓને કડક સજાથી નશ્યત કરશે. ગુજરાતRead More

પ.પૂ. તપગચ્છાધિપતિ આ. શ્રી વિ. પ્રેમસૂરીશ્વરજી મ.સા.ના ૯૮મા જન્મા દિને ગુરૂવંદના ઉત્સવ

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્‍યું છે કે, ભગવાન મહાવીરે અહિંસા-અપરિગ્રહ-અનેકાંતના સિદ્ધાંતોને આદર્શ ગણાવ્‍યા હતા, ત્‍યારે આ સિદ્ધાંતો સાથે આપણે સૌ આગળ વધીએ. વિશ્વ આખાએ અહિંસાના સંદેશને આત્‍મસાત કર્યો છે, ત્‍યારે જીવમાત્રનું કલ્‍યાણ થાય એ દિશામાં રાજ્ય સરકાર કાર્યરત છે એમ તેમણે ઉમેર્યું હતું. જૈન શાસનના ગૌરવશાળી અને પ્રભાવશાળી વ્‍યક્તિત્‍વ એવા પરમ પૂજ્ય તપગચ્‍છાધિપતિરાજ શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજ સાહેબના ૯૮મા જન્‍મ દિવસના ઉપલક્ષ્‍યમાં અમદાવાદમાં ગુરૂવંદના ઉત્‍સવ યોજાયો હતો. પ્રાસંગિક પ્રવચનમાં મુખ્‍યમંત્રીએ જણાવ્‍યું હતું કે, જૈન સાધુ-સંતો અને અન્‍ય ધર્મના શ્રદ્ધાળુઓ પગપાળા વિહાર કરતા હોય છે ત્‍યારે તેમની સુરક્ષાને રાજ્ય સરકારે અગ્રીમતા આપી છેRead More

error: Content is protected !!