Main Menu

ધર્મ

ધોમધામ ગરમીની વચ્ચે ૫૩૦ બાળકોએ ગીરીરાજની ૯૯ યાત્રા કરી

પાલીતાણા: તીર્થ પાલીતાણા ખાતે શ્રી શત્રુંજયની ૯૯ યાત્રા વર્ષમાં બે વખત થાય છે. શ્રી શત્રુંજય પર્વત પર શ્રી આદીનાથ દાદા પૂર્વ ૯૯ વાર પધાર્યા હતા. તેથી ૯૯ યાત્રાનો અનેરો મહીમા છે. ગીતાંજલી બોરીવલી શ્રી સંઘે મુનિરાજશ્રી નિરાગચંદ્ર વિજયજીની પ્રેરણાથી ૯૯ યાત્રા કરાવવાનો પ્રારંભ કર્યો. આ પાંચમી ૯૯ યાત્રા ૫૩૦ બાળકોના ભવ્ય માહોલ સાથે ચાલી રહી છે. આવી ગરમીમાં નિત્ય એકાસણા, વ્યાખ્યાન, પ્રતિક્રમણ, આદિ દિનચર્યા બાળકો પાડી રહ્યાં છે. એ.સી.માં રહેનાર ગાડીમાં ફરનાર એકાસણા કદી નહીં કરનાર એવા નાના બાળકો દરરોજ ૩-૪ યાત્રા કરી રહ્યા છે. ચોવીહારો છઠ્ઠ કરીને સાત યાત્રાRead More

બંધુ ત્રિપુટીઓનો રતલામ ખાતે ચાતુર્માસ

અયોધ્યાપુરમ્‌ મહાતીર્થના પ્રેરક બંધુ ત્રિપુટી આ જિનચંદ્રસાગર અને હેમચંદ્રસાગરસૂરિજીની પાવન નિશ્રામાં અનેક કાર્યક્રમો, મીટીંગો ભવ્યતાથી ઉજવાયા બાદ પૂજ્યશ્રીઓનું આગામી દિવસોમાં રતલામ(એમ.પી.) ખાતે ચાતુર્માસ માટે આગમન થશે. જૈનાચાર્યતીર્થ અયોધ્યાપુરમ્‌ તીર્થના પ્રેરક માર્ગદર્શક બંધુ ત્રિપુટી પૂ.આ. જિનચંદ્રસાગરસૂરી મ.સા. પૂ.આ.હેમચંદ્રસાગરસુરિ મ.સા.ની નિશ્રામાં આ તીર્થ મધ્યે ભવ્ય કાર્યક્રમોની શ્રેણીનાં માધ્યમે અનેકાનેક ભક્તજનોના જીવનમાં આધ્યાત્મિક જાગૃતિ આવી છે. યુવાશિબીર-નવપદજીની ઓળી ૫૬માં દીક્ષા જીવનમાં પ્રવેશ-બાળમુમુક્ષુ આદેશ (ઉં.વ.૧૩)ની દીક્ષા શાંતિસ્નાત્ર મહાપૂજન-નવપદજીની પૂજા (પ્રથમ-સંપ્રતિ આદિ શાસ્ત્રીય સંગીકારોન સુરાવલીઓ સાથે વિવિધ પ્રસંગો ભવ્યતાથી ઉજવાયો. આ બન્ને આચાર્ય ભગવંતો માંડવગઢ ત્રિદિવસીય શિબીર લીમડીમાં ૨૮ જૂને દેરાસરના જીર્ણોદ્ધાર માટે ખાતમુર્હુત અનેRead More

ફેદરા તીર્થમાં ભુરીબા ભક્તિગૃહ ભોજનાલયનું ઉદ્ઘાટન

તા.28-5ના આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ના પદાર્પણ થયા હતા. આ પ્રસંગે 35થી વધુ સાધુ-સાધ્વીજી એકત્રિત થયેલ હતા. આ પ્રસંગે શ્રી ફેદરાના ટ્રસ્ટીશ્રી જયંતભાઈના હસ્તે ભુરીબા ભક્તિગૃહનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ માર્ગેથી પાલીતાણા જતા-આવતા લગભગ 2500થી 3000 સાધુ-સાધ્વીજી ભગવંતોનો લાભ મળે છે. ભક્તિગૃહમા હવે એક સાથે 200 જણ ભોજન કરી શકે તેવી સુવિધા કરવામાં આવી છે. ભારતભરના દાનવીરોએ એમા શુભ લાભ લીધો છે. ઉદ્ઘાટન વખતે આ ભક્તિઘરના પ્રેરકા પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. ઉપસ્થિત રહી શક્યા ન હતા. પણ તેઓશ્રીના મંગલસ્ત્રોત પાઠનો લાભ અત્રે ઉપસ્થિત 250થી વધુ ભાવિકોને મળ્યો હતો. આ સાથે આ.શ્રી વિક્રમસૂરીશ્વરજીRead More

સોલા રોડમાં વર્ષીદાન યાત્રા તથા દીક્ષા

તા.૦૫-૦૪-૨૦૧૮ના શનિવારે કુ.પલક જયંતિભાઇ ઉ.વ.૨૫ તથા કુ.એષા રાજેન્દ્રભાઇ ઉ.વ. ૨૨ની વર્ષીદાનની ભવ્ય યાત્રા સોલા રોડ જૈન ઉપાશ્રયથી સવારે ૬.૩૦ વાગે નીકળશે. રથયાત્રા શ્રી આદિનાથ ચોક, પ્રતીક્ષા એપાર્ટમેન્ટ પારસનગર બી.આર.ટી.એસ. બસ સ્ટોપ થી પુનઃ ચિત્રકૂટ એપાર્ટમેન્ટમાં આવશે. વર્ષીદાન યાત્રા બાદ બંને મુમુક્ષુઓ પોતાના વૈરાગ્યવાહી પ્રવચન શૈલીથી જનતાને મંત્ર મુગ્ધ કરશે. આ અવસરે પૂ.આ.દેવ શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.શાલીભદ્રની વર્ષીદાન યાત્રાનું ભાવના સભર વર્ણન કરી મુમુક્ષુઓને આર્શીવાદ આપશે. તા.૬-૦૪-૨૦૧૮ના સવારે ૫.૩૦ વાગે પ્રતિષ્ઠા થશે અને ૬-૪૫ વાગે દીક્ષાની ક્રિયા શરૂ થશે.

શ્રી ઉવસગ્ગહરં તીર્થ મહિમા મહોત્સવ

તા.૨૬-૦૪-૨૦૧૮ થી શ્રી ઉવસગ્ગહરં તીર્થનો મહિમા મહોત્સવ શ્રી સોલા રોડ આંગણે પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં ઉજવાય ગયો. આજે તા.૨૯-૦૪-૨૦૧૮ આ મહોત્સવનો છેલ્લો દિવસ હતો. આ મહોત્સવ માટે મદ્રાસથી લઇને મુંબઇ સુધીના વિવિધ નગરથી ૨૦૦ ડેલીકેટ આવ્યા હતા. સહુએ તન-મન-ધન થી સહકાર આપીને એમનો મહિમા વિસ્તારવાનો સંકલ્પ કર્યો હતો. પૂ. ગુરુદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ જણાવ્યું તીર્થો એ આત્મિક વિકાસ અને મનઃશાંતિના ધામો છે.  જા ક્ષણિક ભોજન અને આનંદની પ્રાપ્તિ માટે હોટલો અને ક્લબોની જરૂર છે તો તેથી પણ વધુ જરુર શાંતિ, સ્વચ્છ અને પ્રભાવિક તીર્થોની છે.  ઉવસગ્ગહરં તીર્થ પોતાના ૨૫ વર્ષનાRead More

આજે પાલીતાણામાં જયંતગીરી પારણા ભવન ખાતે પારણા

વર્ષિતપોત્સવનો ભવ્ય રીતે પ્રારંભ થયો દિપક ગોહિલ દ્વારા) ચેલેન્જર, પાલીતાણા, ત્રિસ્તુતિક સંઘના જૈનાચાર્ય શ્રીમદ્‌ રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા. (મોહનખેડા)ના પ્રશિષ્ય પૂ.સમ્રાટ ગુરુદેવ શ્રી જયંતસેનસૂરીશ્વરજી મ.સા.ની પાવન પ્રેરણાથી ભારનભરના ત્રિસ્તુતિક ગચ્છમાં પ્રારંભ થયેલ વર્ષીતપના તપસ્વીના તપના પારણા.પાલીતાણા તીર્થ મુકામે આગામી તા.૧૮ એપ્રિલના સંપન્ન થશે. જૈનાચાર્યના સમુદાયમાંથી ૫૦થી અધિક સાધુ-સાધ્વીજી મ.સા.એ પણ આ તપની તપસ્યા કરી છે.આ પારણા મહોત્સવને લઈને ત્રિસ્તુતિક સંઘના આયોજન હેઠળ જયંતગીરી પારણા સમિતિના નેજા હેઠળ તપસ્વીઓ તેમજ તેઓના પરીવારજનો તથા આ પારણામાં આવતા ગુરુભક્તો માટે આવાસ તેમજ પારણા માટે વિશાળ વ્યવસ્થા કરવામાં આવી છે. જૈનાચાર્યની આ પ્રેરણાથી જૈન સંઘના ત્રિસ્તુતિકRead More

આજે વહેલી સવારથી શત્રુંજયની છ’ગાઉની યાત્રાનો પ્રારંભ

  (દિપક ગોહિલ દ્વારા – પાલીતાણા) તીર્થધામ પાલીતાણામાં છ ગાઉની યાત્રા તરીકે ઓળખાતો ઢેબરિયા તેરસ આજે તા.27 ફેબ્રુઆરીના રોજ વહેલી સવારથી પ્રારંભ થઈ ગયો. જય જય આદિનાથના નાદ સાથે ભાવિરો છ ગાઉની યાત્રાનો ભાવપૂર્ણ પ્રારંભ કર્યો હતો. છ ગાઉની યાત્રા કરવા દેશભરમાંથી અંદાજે 50 હજાર શ્રદ્ધાળુઓ આવ્યા હોવાનું અનુમાન લગાવી શકાય છે. સવારે શત્રુંજય તળેટીમાં વિશાળ માનવ મેદની યાત્રા શરૃ કરવા ઉમટી પડ્યા હતા. તળેટીમાં પૂજન વંદન કરી યાત્રાને જય આદિનાથના નારા સાથે પ્રારંભ કર્યો હતો. સિદ્ધવડ ખાતે 97 પાલ ઉભા કરી યાત્રિકોની ભક્તિ કરાઈ રહી છે અને શેઠ આણંદજીRead More

શ્રીમાળી પોળ સ્થિત આદિનાથ પરમાત્માનો પ્રતિષ્ઠા મહોત્સવ સંપન્ન

(ચિરાગ ગોહિલ દ્વારા) ચેલેન્જર,ભરુચ,તા.7 આજે સવારે બરોબર 8.06 મિનિટે મહાન ઉત્સવ અને અપાર હર્ષ વચ્ચે પ્રતિષ્ઠા કાર્ય પૂર્ણ થયું. ભરુચ તીર્થ પરમોપકારી પૂ.આ. દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ની મંગલમય નિશ્રામાં કેસરીયા પાર્શ્વનાથ, ગોડી પાર્શ્વનાથ, શક્તિનાથ આદિનાથની પ્રતિષ્ઠા બાદ આ ચોથી ભવ્ય પ્રતિષ્ઠા છે. આ શ્રીમાળી પોળના જિનાલયમાં મુખ્ય દાતા શ્રી સ્નેહલભાઇ પ્રદીપભાઇ ચોક્સી છે. તેઓ મુંબઇ વાલકેશ્વર રહે છે. અત્રે આદિનાથ ભગવાનની પ્રતિષ્ઠાની સાથે જૈન ઓસવાલોની દેવી ઓસિયા માતાજી તથા પાલીતાણાના રાયણ વૃક્ષ અને પ્રભુપાદુકાની પણ પ્રતિષ્ઠા થઇ હતી. આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ભારતભરમાંથી ભાવિકો પધાર્યા હતા. તેઓ ભરુચ તીર્થ થી અને વહીવટદારોRead More

દીક્ષા લીધા વિના કોઈ જીવનો ઉદ્ધાર થતો નથી : ગુણરત્નસૂરિ

(દિપક ગોહિલ દ્વારા) ચેલેન્જર,પાલીતાણા,તા.૦૬ મેવાડ ભવનમાં મેવાડ જૈન શ્વેતાંબર ટ્રસ્ટ દ્વારા આયોજિત અંજનશલાકા પ્રતિષ્ઠા મહામહોત્સવના આઠમા દિવસે પ.પૂ.આ.શ્રી ગુણરત્નસૂરિ મ.સા., આ.શ્રી રવિશેખર મ.સા., આ.શ્રી રશ્મિરત્નસૂરિ મ.સા., આ.શ્રી મુક્તિવલ્લભસૂરિ મ.સા., આ.શ્રી જિનેશરત્નસૂરિ મ.સા., આ.શ્રી મુનિશરત્નસૂરિ મ.સા. આદિ શતાધિક સાધુ-સાધ્વીજી ભગવંતોની શુભનિશ્રામાં શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાનનો દીક્ષાનો ભવ્યાતિભવ્ય વરઘોડો નિકળ્યો. વરઘોડામાં હાથી, બેન્ડ બગી, શહનાઈ, પંજાબી બેંડ, કાઠીયાવાડી વિગેરે અનેક મંડલીઓ ઝાકીઓ સામેલ હતી. વરઘોડો મેવાડ ભવનથી શરૂ થઈ સાંચોરી ભવન થઈ તળેટી રોડથી ચંપાનગર મંડપમાં ઉતર્યો. ત્યાં વાસુપૂજ્ય સ્વામીના દીક્ષા કલ્યાણકની ઉજવણી સંગીત સમ્રાટ વિનીત ગેમાવતે ખુબજ સંવેદનાત્મક રીતે કરાવી. આચાર્યRead More