Main Menu

ધર્મ

2૦ વર્ષની વિદ્યાર્થીનીએ અભ્યાસ છોડી સંયમનો માર્ગ પસંદ કર્યો

તળાજા જૈન સમાજમાં યાદગાર બે ધાર્મિક પ્રસંગો ઉજવાઈ રહ્યાં છે જેથી જૈન સમાજ ધર્મમય બન્યો છે. મંગળવારે ધામધૂમ પૂર્વક સાધુ સાધ્વીજીની નિશ્રામાં ગામના આગેવાનો અને બહારગામથી આવેલ જૈન પરિવારોની વિશાલ હાજરી વચ્ચે મુમુક્ષુનો વરસીદાનનો વરઘોડો નીકળ્યો હતો. આજે બુધવાર અને ગુરુવારે ધાર્મિક કાર્યક્રમો અને સંઘ જમણ સહિતના કાર્યક્રમો યોજાશે. અમદાવાદ રહેતા સગીતાબેન અતુલભાઈ ગાંધીના દીકરી નૂપુરબેનએ એફ્વાયબીએસસીનો અભ્યાસ છોડી 2૦ વર્ષની ઉંમરે સાંસારિક જીવનના મોહને ત્યાગી સંયમનો માર્ગ પસંદ કર્યો છે. જેથી તેમણે તળાજા નગરમાં આવી દીક્ષા ગ્રહણ કરવામાં આવી છે. જેને લઈ મુમુક્ષુ કુમારી નુપૂર બહેનનો વરસીદાનનો ભવ્ય વરઘોડોRead More

13 ડિસેમ્બરે પાંચ મહાત્માઓને પદવીદાન, તેર મુમુક્ષુને મુનિપદ

પાલ ખાતે આચાર્ય કીર્તિયશસૂરિની નિશ્રામાં 1440 તપસ્વી 45 આગમોની મહાપૂજામાં ઉપસ્થિત રહેશે શહેરના પાર્લેપોઈન્ટ સંઘમાં સ્થિરતા ધારણ કરનાર આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજની નિશ્રામાં 13 ડિસેમ્બરે પાંચ મહાત્માઓને પદવીદાન અને 13 મુમુક્ષુઓને મુનિપદ અપાશે. પાલમાં આયોજિત સમારોહનો સવારે 9 કલાકે જિનશાસન મંડપમાં પ્રારંભ થશે. આ પ્રસંગે આયોજિત મહાપૂજામાં 1440 તપસ્વીઓ ઇંન્દ્ર-ઇન્દ્રાણી બની ઉપસ્થિત થશે. શહેરના પાર્લેપોઈન્ટ જૈન સંઘમાં આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજે સ્થિરતા ધારણ કરી છે. આ પ્રંસગે વિવિધ આરાધનાઓ સાથે હાલમાં ડુમસના સાઈલન્ટ ઝોનમાં ઉપધાન તપની આરાધના પણ કરાઈ રહી છે. આ પ્રસંગે શુક્રવારે આચાર્ય કીર્તિયશસૂરિ મહારાજે કહ્યું કે પ્રભુ મહાવીરના નિર્વાણRead More

મુંબઈમાં આયોજિત સમારોહમાં સુરતના વધુ બે મુમુક્ષુ દીક્ષા લેશે

આચાર્ય જિનચંદ્રસૂરિ અને યોગતિલકસૂરિ મહારાજની નિશ્રામાં મુંબઈમાં 13 માર્ચના રોજ આયોજિત દીક્ષા સમારોહમાં સુરતના બે મુમુક્ષુઓનો વધારો થયો છે. હાલોલામાં મુહુર્ત અપાયા ત્યારે 37 દીક્ષાઓ હતી, જેની સામે હવે 39 દીક્ષા થશે. મહારાષ્ટ્રમાં એકસાથે 39 દીક્ષાનો આચાર્ય ભગવંતોનો આ પ્રથમ પ્રસંગ હશે. આચાર્ય યોગતિલકસૂરિ મહારાજે 11 નવેમ્બરે હાલોલમાં 37 મુમુક્ષુઓને દીક્ષાના મુહુર્ત આપ્યા હતા. તેમાં સુરતના બે વધુ મુમુક્ષુઓ જોડાતા દીક્ષાનો આંક 39 પર પહોંચ્યો હતો. આ અંગે આચાર્ય યોગતિલકસૂરિ મહારાજના શિષ્ય રવિન્દ્રભાઈ શાહે જણાવ્યું હતું કે જ્યારે દીક્ષાના મુહુર્તની ઘોષણા થઈ ત્યારે 34 મુમુક્ષુઓના નામ આવ્યા હતા. 11 નવેમ્બરેRead More

આજે ખાઓ, પીઓ અને મોજ કરો એ જીવન નથીઃ પં. પદ્મદર્શન વિ.મ.સા.

  માનવ અને પશુમાં એ ભેદ છે કે માનવ વિચારી શકે છે. ભગવાનને ભજી શકે છે. આત્માનું કલ્યાણ કરી શકે છે. આજે ખાઓ, પીઓ અને મોજ કરો એ જીવન નથી. આ જીવન પરમાત્મ ભક્તિ માટે આપ્યું છે માટે નવા વર્ષમાં ભક્તિનો સંકલ્પ કરો. પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે આ શબ્દો ત્રિકમનગર સંઘમાં કહ્યાં હતા. ત્રિકમનગર જૈન સંઘમાં શુક્રવારે કારતક સુદ પૂર્ણિમા નિમિત્તે તીર્થરાજ શેત્રુંજયની ભાવયાત્રા યોજાઈ હતી. આ પ્રસંગે પંન્યાસ પદ્મદર્શનવિજય મહારાજે શ્રાવકોને બોધ આપતા કહ્યું કે પુણ્ય કરતા પ્રભાવની તાકાત પ્રચંડ છે. અન્ય સ્થાનોમાં જે પુરૂષાર્થથી મળે તે શેત્રુંજયમાં પવિત્ર ધરાનાRead More

અમરનાથમાં દર્શન માટે ૬૮ શ્રદ્ધાળુનો નાનો જથ્થો રવાનો

અમરનાથ યાત્રીઓની સુરક્ષાને લઇને અભૂતપર્વ વ્યવસ્થા કરાઇ છે : બધા શ્રદ્ધાળુમાં ભારે ઉત્સાહ:પ્રવાહ અકબંધ શ્રીનગર,તા. ૧૧ અમરનાથ યાત્રા આજે પણ યથાવતરીતે જારી રહી હતી. ભારે ઉત્સાહ અને અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે વહેલી પરોઢે ૬૮ શ્રદ્ધાળુઓની સૌથી નાનકડી ટુકડી રવાના કરવામાં આવી હતી. પોલીસે માહિતી આપતા કહ્યુ હતુ કે કાશ્મીર ખીણમાં પવિત્ર અમરનાથની ગુફામાં દર્શન કરવા માટે શ્રદ્ધાળુઓ ભારે ઉત્સુક દેખાઇ રહ્યા છે. હમેંશા કરતા આ વખતે વધારે સાવચેતી રાખવામાં આવી રહી છે. કારણ કે શ્રદ્ધાળુઓ પર હુમલા કરવાની તૈયારી ત્રાસવાદીઓ કરી રહ્યા છે. આ અંગે વારંવાર અહેવાલ પણ આવી ચુક્યાRead More

પૂ. બેન મ.સા.ને પ્રવર્તિની પદ પ્રદાનનો મહોત્સવ શરૂ

ઉત્સાહ – આનંદ અને ઉમંગ પૂર્વક પ્રવર્તિની પદ પ્રદાનનો મહોત્સવ શરૂ થઇ ગયો. પૂ.આ.દેવ શ્રીમદ્‌ વિજય રાજયશસૂરીશ્વરજી મ.સા.   ગઇકાલે અને આજથી ભારતભરમાંથી અને વિદેશમાંથી પૂ. ગુરૂદેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.ના તેમજ પૂ.સા.વર્યા વાચંયમાશ્રીજી મ.સા. (પૂ. બેન મ.સા.)ના ભક્તોની હારમાળા પાલીતાણા સિદ્ધક્ષેત્ર તીર્થ આવી રહી છે. આજે સવારે ચેન્નઇ ધર્મશાળામાં મહોત્સવનાં પ્રારંભ સ્વરૂપે ચૈત્યવંદન તથા ભક્તામર સ્તોત્રનું પઠન તેમજ ભગવતી પદ્માવતી માતાના ૧૦૮ નામનું સ્તોત્ર સંગીત સાથે ગવાયું. જ્ઞાન- દર્શન – ચારિત્ર – રૂપ ત્રિદિવસીય મહોત્સવનો આજથી પ્રારંભ થઇ ગયો હતો. બરોબર ૮.૩૦ કલાકે લગભગ ૨૦૦૦ વર્ષ પ્રાચીન આદિનાથ ભગવાનની પ્રતિમાજીનું ભવ્યRead More

પંચમહાવ્રત પ્રદાન મહોત્સવ

વિશાનીમા જૈન ધર્મશાળા પાલીતાણામાં પંચમહાવ્રત પ્રદાનનો ભવ્ય મહોત્સવ ઉજવાય ગયો. સા.વર્યા જિનયશાશ્રીજી તેમજ જયયશાશ્રીજીને આજે હજારો વર્ષથી ચાલી આવતી પ્રાચીન વિધિ પ્રમાણે પાંચ મહાવ્રતનું પ્રદાન અનેક તીર્થોદ્ધારક પૂ.આ.દેવ રાજયશસૂરીશ્વરજી મ.સા.એ ખૂબ જ ઉલ્લાસપૂર્વક કરાવ્યું. પૂજ્યશ્રીએ જણાવ્યું કે, અહિંસા, સત્ય, અચૌર્ય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ આ પાંચ મહાવ્રત તો સાધુ જીવનની જીવનભરની સાધના છે. રાત્રે કે દિવસે, ગામમાં કે નગરમાં, એકલા હોય કે લાખો માનવો થી વીંટળાયેલા હોય ત્યારે કે ગમે તે દશામાં સાધુ આ મહાવ્રતોનું પાલન કરે. એક લેખક એક જ પુસ્તક લખીને માનવ સમાજ પર ઉપકાર કરે છે. એક કવિRead More

પાલીતાણામાં સંયમ રજત મહોત્સવ ત્રિદિવસીય ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવાશે

ચેલેન્જર, પાલીતાણા ઃ પાલીતાણા ખાતે સંયમ રજત મહોત્સવની ત્રિદિવસીય ભવ્યાતિભવ્ય રીતે ઉજવવામાં આવશે. પ.પૂ.આ.શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પ.પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના સંયમ રજત વર્ષ નિમિત્તે તા.૨૨થી ૨૪ સુધી અનેક કાર્યક્રમો યોજાશે. જેમા તા.૨૨ને શુક્રવારે શત્રુંજય મહાપૂજન, તા.૨૩ને શનિવારે પૂ.ગણિવર્ય વિતરાગયશ વિ.મ.સા.ના દીક્ષા દિન નિમિત્તે ‘ગુરુ રાજ સંગે ગિરિરાજ ‘ભેટીયે’નો અદ્‌ભુત કાર્યક્રમ, ગિરિરાજની સમુહ યાત્રા, તા.૨૪ને રવિવારે શ્રી પાર્શ્વ પદ્માવતી મહાપૂજન વિગેરે જેવા અનેક કાર્યક્રમો ચેન્નઈ ચંદ્ર યાત્રિક ભવન ધર્મશાળા, તળેટી રોડ, પાલીતાણા ખાતે ભવ્યાતિ ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવશે. સંયમ રજત મહોત્સવના લાભાર્થી શ્રી બાદરમલજી નરેન્દ્રકુમારજી કરાટરિયા પરિવારે લાભ લીધો છે.Read More

error: Content is protected !!